Friday, 2 December 2016

[amdavadis4ever] સિક્કાની બીજ ી બાજુ – ગિર ીશ ગણાત્રા...Short story

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે. કહે છે કે…' વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી-
ભગીરથ પંડ્યા. બી.એ. બી.કૉમ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એકદમ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. પ્યૂનને પૂછ્યું :
'ક્યાં છે ? ક્યાં છે આ ભાઈ ?'
'બહાર સોફા ઉપર બેસાડ્યા છે…'
'બોલાવો, બોલાવો એમને…'
ભગીરથભાઈ આવ્યા. ઉષ્માથી ભેટ્યા. ખબરઅંતર પૂછ્યા. ચા પીતાં પીતાં પૂછ્યું :
'ઘણાં વર્ષે મળ્યા, નહિ ?'
'હા, સાત-આઠ વર્ષ થઈ ગયા.'
'નોકરી છોડી દીધી ?'

પંડ્યાના સ્વભાવનું આ પરિવર્તન જોઈને આશ્ચર્ય પામ્યો. ખરીદી પછી એક હોટલમાં કૉફી પીવા બેઠા ત્યારે બોલાઈ ગયું :

'હું ગુસ્સે કેમ નથી થતો એ વાતનું જ તમને આશ્ચર્ય થાય છે ને ?'

પણ ભાઈ, એ વખતે હું એમ જ માનતો કે સિક્કાની એક જ બાજુ હોય છે. એટલે, કોઈની પણ વાત સાંભળ્યા વિના, કોઈની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર એક જ પાટે મારી ગાડી ગબડાવ્યે જતો. પણ અશોકે મને ભાન કરાવી દીધું કે સિક્કાને બીજી બાજુ પણ હોય છે…'

'તમે કદાચ નહિ ઓળખો, મારો જિગરી દોસ્ત. પહેલાં તો અમે બહુ નજદીક રહેતા, પણ પછી એણે બેંકની લોન લઈને શહેરને છેડે ઘર બંધાવ્યું એટલે મળવાનું ઓછું બનતું, પણ અઠવાડિયે એક વખત તો અચૂક મળીએ… બીજી કૉફી મંગીવીશું ?'

'હા, તો અશોક અને મારે ગાઢ સંબંધો. મારી બહેન માટે જેટલા જેટલા મુરતિયા જોયા ત્યારે દરેક વખતે અશોક તો સાથે જ હોય. એનો અભિપ્રાય ફાઈનલ ગણાતો. પછી તો બહેનનાં લગ્ન લેવાયાં. વાડી રાખવાથી માંડીને ગોરમહારાજ સુધીની બધી વ્યવસ્થા અશોકે અને એની પત્ની સુમિત્રાબહેને માથે લઈ લીધી. લગ્નને આગલે દિવસે રાત્રે એક વાગ્ય સુધી બંને જણ એમના નાના બાબાને ત્યાં રોકાયાં હતાં. બીજે દિવસે સવારે સાડા સાતે વાડીમાં મળવાનું ગોઠવીને બંને ઘેર ગયાં.
'લગ્ન પતી ગયાં. મારા ગુસ્સાને કારણે બા-બાપુજી કે કોઈએ અશોક-સુમિત્રાની વાત જ ન કાઢી પણ પંદર દિવસ પછી બહેન ઘરે આવી ત્યારે એણે હઠ લીધી. મને કહ્યું, "ભાઈ, જેમ તમે મારા ભાઈ છો એમ અશોકભાઈ પણ મારા ભાઈ છે. તમારી સાથે એને પણ હું રાખડી બાંધું છું. ભલે એ મારા લગ્નમાં ન આવ્યા પણ નાની બહેન તરીકે ભાઈ-ભાભીને મારે પગે લાગવા તો જવું જોઈએ ને ?" લાડકી બહેનની હઠ આગળ મારે ઝૂકી જવું પડ્યું. રવિવારે વરઘોડિયાં જોડે હું અને મારી પત્ની અશોક-સુમિત્રાને ઘેર જવા નીકળ્યાં. બા-બાપુજીએ ખાનગીમાં મારી પત્નીને કહી રાખ્યું હતું કે ભગીરથ જો એના દોસ્ત જોડે ઝઘડી પડે તો વાતને વાળી લેવી.

ભગીરથભાઈએ શ્વાસ લીધો. ઠંડીગાર થયેલી કૉફીનો કડવો ઘૂંટડો ગળે ઉતારતાં હળવા સાદે કહ્યું :
'આ સ્ત્રીઓમાં પણ કોણ જાણે ભગવાને ગજબની શક્તિ મૂકી છે, ગિરીશભાઈ, કે હવામાંથી વાતની ગંધ પકડી લ્યે. જ્યારે સુમિત્રાભાભી વરઘોડિયાંનાં ઓવારણાં લઈને ચા-કૉફીનું પૂછતાં હતાં ત્યારે મારી પત્નીથી ન રહેવાયું. રસોડા તરફ સરકી રહેલાં સુમિત્રાભાભીનો હાથ પકડી એ બોલી ઊઠી :

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment