Thursday, 1 December 2016

[amdavadis4ever] ચેતવણી: વરુણ અમરા પુરના રેલ વે સ્ટેશને અલકાની ર ાહમાં બેઠો હતો Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




અને એમની મહેનત ફળી. નજીકનાં જ બાદલપુર ગામના વિરજીભાઈનો પુત્ર બકુલ મળી ગયો. એ ગામમાં હીરાનું મોટું કારખાનું ચલાવતો હતો. બકુલ સાવ સીધો સાદો માણસ હતો. એ કામથી કામ જ રાખતો હતો. જ્યારે અલકા ઇચ્છતી હતી કે બકુલ એને શહેરમાં આઠ દસ દિવસે લઈ જાય. ફિલ્મ, નાસ્તો વગેરે કરાવે, પણ બકુલને ક્યાં નવરાશ હતી કે એ અલકાને શહેર ફરવા લઈ જાય. એની સાસુ જૂના જમાનાની હતી, તેથી ઘરમાં ઝઘડા થવા લાગ્યા. બકુલનું ઘરમાં ચાલતું ન હતું. આખરે કંટાળીને અલકા એક દિવસ પોતે રાજનગર પિયરમાં આવી પહોંચી. એની મમ્મી ગૌરીએ અલકાને એકલી આવેલી જોતાં ચિંતા અનુભવતાં પૂછ્યું, 'અરે બેટા! એકલી જ આવી છો કે શું? બકુલકુમાર નથી આવ્યા?'

'હા મમ્મી, એકલી આવી છું.' ગૌરી સમજી ગઈ કે અલકા ઝઘડીને આવી લાગે છે, તેથી ગૌરીને કશું પૂછવાની જરૂરિયાત ન લાગી. પણ સામેથી જ અલકાએ તેની સાસુ તેમજ બકુલની ફરિયાદ કરી. એ સાંભળીને કુંવરજીને લાગ્યુ કે આમાં વાંક તો અલકાનો જ હશે. એણે બકુલકુમારને ફોન કર્યો કે તમે આવીને અલકાને તેડી જાઓ. ત્યારે બકુલે કહ્યું કે અમે અલકાને નથી કાઢી મૂકી, એ એની જાતે ના પાડવા છતાં સોનાનાં ઘરેણાં, કપડાં બધું લઈને નીકળી છે. એને આવવું હોય તો ઘર ખુલ્લું છે. બાકી અમે તેડવા નહીં આવીએ. અહીં અલકાને એનાં મમ્મી-પપ્પાએ ખૂબ સમજાવી, પણ જીદે ચડેલી અલકા સાસરે જવા તૈયાર ન થઈ તે ન જ થઈ. કુંવરજીના નાના ભાઈએ વાત જાણી ત્યારે એણે કહ્યું, 'ભાઈ, અલકાને અહીં અમરાપુર મોકલો અમે જરા સમજાવીશું.'

અલકા એના કાકા અજિતભાઈના ઘરે અમરાપુર આવી. અહીં અલકાને મજા આવતી. એ પહેલાં વેકેશનમાં મહિનો મહિનો રહેતી હતી. બીજા દિવસે જ અજિતભાઈના પાડોશીનાે છોકરાે વરુણ અલકાને જોઈને દંગ રહી ગયો. એની આંખમાં અલકા વસી ગઈ. એમાં એક દિવસ અલકાનાં કાકા-કાકી બહાર ગયાં હતાં. અલકા એકલી હતી. તે વરુણ કશુંક બહાનું કાઢીને અલકાને મળ્યો. બે-ચાર મીઠી મીઠી વાતો કરીને અલકાને પટાવી લીધી. ચાલ આપણે બન્ને ભાગી જઈને લગ્ન કરીશું. બાદલપુર જેવા ગામડામાં રહેવાતું હશે. ત્યારે અલકાએ વિચારીને જવાબ આપવા કહ્યું. જોકે, યુવાન અલકાનેય વરુણ પસંદ પડી ગયો હતો.

 

બે દિવસ પછી અલકા વરુણ સાથે રહેવા તૈયાર થઈ તો સામે વરુણે કહ્યું, 'અલકા, અત્યારે નહીં, કારણ મારી પાસે પૈસા નથી. માટે થોભી જા.' ત્યારે અલકાએ કહ્યું, 'પૈસાની ચિંતા તું ન કર. મારી પાસે ઘરેણાં છે. રોકડા બે લાખ છે. એ બધું હું લઈ લઈશ બસ.' આમ બધું ગોઠવીને વરુણની દાનત બગડી. એણે એના દોસ્ત દેવરાજ (દેવુ)ને મળીને વાત કરી કે અલકા પાસે સારો એવો માલ છે અને એ મારી સાથે ભાગી નીકળવા તૈયાર છે, તો આપણે બન્ને મળીને અલકાને પતાવીને માલ હાથ કરી લઈ એ તો કેમ? દેવરાજ એક રીઢો ગુનેગાર હતો. ચોરી લૂંટમાં એ જેલ જઈ આવેલો હતો, પણ હમણાંથી એણે ગેરકાનૂની કામ છોડી દીધાં હતાં. એણે તો વરુણને મદદ કરવાની ના પાડી, કારણ કે દેવરાજે એની મરતી માને ગુનેગારીનાં કામ નહીં કરવા વચન આપ્યું હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment