Monday, 28 September 2015

[amdavadis4ever] વેર લેવની ભા વના.......આંગ ણની તુલસી - અ વંતિકા ગુણવંત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાતિની મમ્મી જયાબેનનો જન્મ અને ઉછેર ઉત્તર ગુજરાતના એક ગામમાં થયો હતો. તેઓ આઠ ધોરણ સુધી ભણ્યાં હતાં. તેમનાં લગ્ન ઉત્તર ગુજરાતના ગામમાં જન્મેલા અને ઉછરેલા વિજયભાઈ સાથે થયા હતા. વિજયભાઈ શરૂઆતમાં એક બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતા હતા. ત્યારે જયાબેનને કહેતા હતા, હું તો સિવિલ એન્જિનિયર નથી થયો પણ આપણી દીકરી સ્વાતિના એન્જિનિયર સાથે લગ્ન કરીશું એટલે એ એનો ધંધો બરોબર વિકસાવી શકે. વિજયભાઈ મનમાં અને મનમાં એન્જિનિયર જમાઈ શોધવાની આકાંક્ષા રાખતા હતા.

પરંતુ વિજયભાઈ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકે એ પહેલાં કેન્સરમાં અવસાન પામ્યા ત્યારે તો સ્વાતિ નાની હતી અને ભણતી હતી, પણ સ્વાતિ મેટ્રિક પાસ થઈ અને લગ્ન કરવાની ઉંમર થઈ ત્યારે જયાબેન એના માટે એન્જિનિયર યુવક શોધવા માંડ્યા.

હવે રમેશભાઈ બી.કોમ. પાસ થયા અને ક્યાંય નોકરી શોધવાના બદલે એમણે બિલ્ડિંગ મટિરિયલ્સનો ધંધો શરૂ કર્યો. ધંધો બરાબર વિકસ્યો. નસીબે એમને યારી આપી અને તેઓ સંપત્તિવાન બન્યા.

સમાજમાં એમનું માન વધ્યું.

હવે જયાબેન સ્વાતિ માટે મૂરતિયો શોધતાં હતાં. તેમણે રમેશભાઈ વિશે સાંભળ્યું અને એમણે મનથી માની લીધું કે રમેશભાઈ સિવિલ એન્જિનિયર હશે તેથી આટલા બધા ઓછા સમયમાં ધનવાન બની શક્યા છે.

જયાબેને સ્વાતિનું માગું રમેશભાઈ ઘેરે નાખ્યું. સ્વાતિ સોહામણી, શિક્ષિત અને સંસ્કારી હતી તેથી રમેશભાઈની બા વિમુબેને તરત હા કહી દીધી. જયાબેને વિમુબેનને પૂછયું નહીં કે રમેશભાઈ શું ભણ્યા છે.

તરત લગ્ન લેવાયાં અને સ્વાતિ પરણીને સાસરે આવી. રમેશભાઈ પણ શિક્ષિત અને સંસ્કારી હતા તેથી રમેશભાઈ અને સ્વાતિનો મનમેળ અને હૃદયમેળ બરાબર થઈ ગયો.

ત્યાં ગણેશ ચતુર્થી આવી, બે દિવસની રજા હતી. રમેશભાઈ એમના મિત્રો સાથે પીકનીક પર ગયા. ત્યાં રમેશભાઈના મિત્ર પરેશે કહ્યું, "યાર તું નસીબદાર છે, તું માત્ર બી.કોમ. પણ તારી આવક કેટલી બધી છે?

સ્વાતિએ પરેશનું કહેવું સાંભળ્યું ત્યારે એણે પ્રથમવાર જાણ્યું કે રમેશભાઈ માત્ર બી.કોમ. છે, એન્જિનિયર નથી. તેણે ખાતરી કરવા રમેશભાઈને પૂછયું કે તમારા મિત્ર પરેશે જે કહ્યું એ સાચું છે? તમે માત્ર બી.કોમ જ છો? એન્જિનિયર નથી?

રમેશભાઈએ કહ્યું, "હા, પરેશે જે કહ્યું એ સાચું જ કહ્યું છે. 

સ્વાતિ પિયર ગઈ ત્યારે એની મમ્મી જયાબેનને કહ્યું કે "તારો જમાઈ તો માત્ર બી.કોમ. છે માટે હવે તું કોઈની આગળ બોલીશ નહીં કે તે એન્જિનિયર જમાઈ ખોળ્યો છે.

સ્વાતિનું કહેવું સાંભળીને જયાબેને પૂછયું, તો આપણને રમેશચંદ્ર અને એની માએ છેતર્યા!

સ્વાતિ બોલી, "મમ્મી આપણે મારા સાસુને પૂછયું ન હતું કે તમારો દીકરો શું ભણ્યો છે?

'હવે બાજી આપણા હાથમાં છે તું છૂટાછેડા લઈ લે. રમેશ અને એની માને ખબર પડે કે કોઈને છેતરવાના શું ફળ મળે છે.'

સ્વાતિ બોલી, "મમ્મી, હું રમેશ સાથે સુખી છું. રમેશ કે એની મમ્મી વિરુદ્ધ મારે કોઈ ફરિયાદ નથી, માટે હું છૂટાછેડા તો નહીં જ લઉં.

દીકરીનું બોલવું સાંભળીને જયાબેન બોલ્યા, તું કેવી વાત કરે છે, જે લોકોએ આપણને છેતર્યાં તેમની સાથે તું સંબંધ જાળવવા માગે છે?

સ્વાતિ બોલી, "મમ્મી, હું મારા સુખનો વિચાર કરું છું, રમેશ બી.કોમ. હોય કે એન્જિનિયર હોય એથી અમારા સંસારમાં કોઈ ફરક પડતો નથી. રમેશે મને બધાં સુખ આપ્યા છે. પૈસાની કમી અમારા જીવનમાં છે જ નહીં. પૈસાથી જે ખરીદવું હોય તે હું ખરીદી શકું છું. પછી રમેશને છોડવાનો વિચાર મને ક્યાંથી આવે? મમ્મી ડીગ્રીને હું બહું મહત્ત્વ આપતી નથી. જીવનમાં ડીગ્રીને જેટલું મહત્ત્વ આપવું હોય તેટલું આપી શકાય. આપણે કેટલું મહત્ત્વ આપવું એ આપણી પર આધાર રાખે છે.

મમ્મી, માણસને એક જ ઈચ્છા હોય છે- સુખી થવાની. હું રમેશ સાથે સંપૂર્ણ સુખી છું. રમેશ મારો છે એ મારા સુખનો વિચાર કરે છે, મારી નાનામાં નાની ઈચ્છા એ પૂરી કરે છે. હું શું કામ રમેશને છોડું?

જયાબેનના મગજમાં ઘૂસી ગયું હતું કે એમના જમાઈ અને જમાઈની બાએ એમને છેતર્યાં હતા, આથી એમની ભાવનાને, સ્વમાનને ઠેસ પહોંચી હતી. એમના મનમાં વૈરવૃત્તિ જાગી હતી. તે બદલો લેવા માગતા હતાં. સમાજમાં રમેશ અને એની બાને હલકા પાડવા માગતા હતા. પણ દીકરી જ રમેશચંદ્રને છોડવા તૈયાર નથી તેથી તે વેર કેવી રીતે વાળે? એમણે પોતાના હૃદયમનને મનાવ્યા વગર છૂટકો જ નથી.

દીકરી સ્વાતિ કહે છે "મમ્મી, હું મારા પતિ રમેશને છોડવાની નથી તેથી સમાજમાં તું જ હીણી દેખાઈશ. માટે કંઈ પણ બોલતાં પહેલાં સો વાર વિચાર કરજે.

જયાબેનને સ્વાતિની વાત સાચી લાગી અને તેમના મનમાં જાગેલી બદલો લેવાની ભાવના શમી ગઈ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment