Monday, 28 September 2015

[amdavadis4ever] જીવનની સાદ ીસીધી વાતોન ે કોણે ગૂંચ વી નાખી.... અવિનાશી શું હોય છે જગત માં અને જીવ નમાં.....-જ ે ન સમજાયુ ં તે બધું જ શું અલૌકિક ગણી લેવાનુ ં....ધર્મગ્ રંથોનાં નવા ં અર્થઘટનો. ...સૌરભ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વીસેક વર્ષ પહેલાંના પર્યુષણ દરમિયાન મહાવીર જન્મવાચનના દિવસે વહેલી સવારે મુંબઈની ચોપાટી પાસે આવેલા બિરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહના બેકસ્ટેજમાં એ સદ્દગૃહસ્થ મળ્યા હતા. મારું વ્યાખ્યાન શરૂ થવાને થોડી જ મિનિટોની વાર હતી. મને સહેજ દૂર લઈ જઈને કહે : આ બધા મોટામોટા લોકો આત્મા અને પુદ્દગલ અને એવા એવા ભારેખમ શબ્દો વાપરીને અમને ગૂંચવી નાખે છે તો જો શક્ય હોય તો તમે પ્રવચનમાં સમજાવજો ને કે આત્મા એટલે શું? પછી એમણે ઉમેર્યું, હસતાં હસતાં, કે : મારા એક મિત્ર કહેતા હતા કે આત્મા જેવું કંઈ છે જ નહીં. એ તો જેમ એન્જિન ખોટકાય અને ગાડી બંધ પડી જાય એમ શરીરનું યંત્ર બંધ પડે એટલે માણસ મરી જાય, સાચી વાત?
ખૂબ જ સરળ વાતોને મિથ્યા તર્કવેડાની શબ્દજાળ ગૂંથીને ગૂંચવી નાખવાથી માણસ અને ઈશ્વર વચ્ચે આડતનો ધંધો કરનારાઓનું કામ સારી રીતે ચાલે છે. ધર્મના દલાલો આવું કરે તો જ એમની દુકાન ચાલે અન્યથા કોઈ એમનો ભાવ પણ પૂછે નહીં. પદ, પ્રતિષ્ઠા તથા પૈસા માટે જીવનની અત્યંત સાદી સીધી વાતોને એટલી જ સરળતાથી આપણી સમક્ષ મૂકવાને બદલે એને તર્કના રવાડે ચડાવીને ભુલભુલામણી સર્જી નાખવાથી સામાન્ય માણસો એમના પ્રત્યે અહોભાવથી જોતો થઈ જાય છે : આપ જ્ઞાની, અમે તો અજ્ઞાની એમ કહીને હાથ જોડીને બેસી રહે છે, ક્યારેક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નાખે છે. વાસ્તવમાં તો જ્ઞાની એ છે જેની પાસે રહેલા જ્ઞાનના પ્રકાશથી આપણા અજ્ઞાનનું અંધારું દૂર થાય. જે જ્ઞાન આ અંધારું દૂર કરી શકતું નથી તે જ્ઞાન મિથ્યા છે. આવા વખતે વાંક અજ્ઞાનીનો નીકળે - આપણે જ સમજી શકતા નથી, આપણી જ પાત્રતા ઓછી, બાકી એમણે તો આપણી જાડી બુદ્ધિમાં સમજ ઉતારવાની કેટલી કોશિશ કરી એવું માની લઈએ છીએ. મિથ્યા જ્ઞાનીઓએ પોતે ખુલ્લા પડી ગયા પછી ભોંઠપ અનુભવવાની હોય, એને બદલે તેઓ આપણો અહોભાવ મેળવીને છટકી જતા હોય છે.
ભૌતિક ગણિતથી જે પર છે તે દુનિયા અત્યંત સરળ છે, એમાં ક્યાંય સંકુલતા નથી, એમાં ક્યાંય જડતા નથી, વાડ નથી, સીમામર્યાદા નથી, આટઆટલાં પોઝિટિવ પાસાંને માણસની તરફેણમાં વાપરવાને બદલે આ ખુલ્લાશનો, આ મુક્તિનો દુરુપયોગ કરીને હજારો વર્ષથી માણસ જાતની બુદ્ધિને ગૂંચવી નાખવામાં આવી રહી છે. મૂળભૂત તાત્વિક પ્રશ્નોને તપાસવાનું બાજુએ મૂકીને ટૂંકા સ્વાર્થના મનની સહેલગાહને તત્વજ્ઞાનમાં ખપાવી દઈને ભોળા, રાંક, લાચાર મનુષ્યોને અર્થાત્ આપણને સૌને હજારો વર્ષથી છેતરવામાં આવ્યા છે, પીડવામાં આવ્યા છે, ગુમરાહ કરવામાં આવ્યા છે. માટે જ માણસ 75 વર્ષ પૂરાં કર્યાં પછી પણ આ જ સવાલનો સંતોષજનક જવાબ શોધે છે, મૃત્યુના આગલા દિવસ સુધી આ પ્રશ્નના ઉત્તરની શોધમાં રહે છે : આત્મા એટલે શું?
અને મહર્ષિ વેદવ્યાસે જ્યારે કહ્યું કે ન હન્યતે હન્યમાને શરીરે, આ આત્મા કદી જન્મતો નથી અને મરતો પણ નથી અર્થાત્ એ નિત્ય છે, અવિનાશી છે ત્યારે એમને શું અભિપ્રેત હતું? અવિનાશી શું હોઈ શકે જીવનમાં? જીવનનાં મૂલ્યો, જીવન જીવવામાં હોકાયંત્રની જેમ કામ લાગતા સિદ્ધાંતો તથા જીવનની ગુણવત્તા માપવાની ફૂટપટ્ટી જેવી નીતિમત્તા. અવિનાશી આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા છે. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય વસે છે ત્યાં સુધી આ સઘળું રહેવાનું કારણ કે એના (આ મૂલ્યો, નીતિમત્તા, સિદ્ધાંતો) દ્વારા જ જગતનું સંચાલન ઠીક રીતે થઈ શકે એમ છે, એવું આપણે જોઈ લીધું છે, આપણા પૂર્વજોએ પણ જોઈ લીધું, આપણા પછીની પેઢીઓને પણ એ જ અનુભવ થવાનો છે. એક આખી જનરેશન વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામે, નવી પેઢી દુનિયાને ભોગવતી થઈ જાય, સંભાળતી થઈ જાય તો પણ આ મૂલ્યો, નીતિમત્તા, સિદ્ધાંતોનું મહત્ત્વ નામશેષ નથી થવાનું. હા, જમાના મુજબ એમાં ફેરફારો જરૂર આવે છે, પણ એ ફેરફારો એટલે કેવા ફેરફારો? ચાર પગે ચાલતો મનુષ્ય ઉત્ક્રાંતિ દરમિયાન બે પગે ચાલતો થઈ જાય એ પછી એને વાંદરાની જેમ એક ડાળીએથી લટકીને બીજી ડાળીએ જવા માટે પૂંછડીની જરૂર ન રહે ત્યારે ક્રમશ: એ અવયવ શરીરમાંથી નામશેષ થઈ જાય. બસ, એવો ફેરફાર થાય, એ સિવાયનો નહીં.
આત્મા અમર છે એનો અર્થ એ કે આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા જેવાં સદ્દગુણો અમર છે. કોઈ પ્રામાણિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આ જગતમાંથી પ્રામાણિકતા મરી પરવારતી નથી. ગાંધીજીના ગયા પછી જગતમાંથી સત્ય નામશેષ થઈ જતું નથી. શાશ્વત તથા અવિનાશી એવા સદ્દગુણોથી ઘડાતા સ્વભાવમાંથી અને વ્યક્તિત્વમાંથી સર્જાતા વિચારોને ધાકધમકીથી કોઈ ડરાવી શકતું નથી. એને કોઈનાય શસ્ત્રનો ડર નથી હોતો, ન તો અગ્નિ-પાણી જેવાં નૈસર્ગિક તત્ત્વો એનું કશું બગાડી શકવાનાં. મનુષ્યના જીવનમાં કુદરતે સર્જેલા સંજોગો દરમિયાન પણ આ સદ્દગુણો અડીખમ રહે છે. માટે જ કોઈ મૃત્યુ પામે છે ત્યારે શોક ન કરવા માટે જે સાંત્વન અપાય છે તેમાં કહેવાય છે કે એનો માત્ર દેહ ગયો, આત્મા નહીં, એના સદ્દગુણો મરી પરવારવાના નથી. એ સદ્દગુણો હવે તમને કોઈક અન્ય વ્યક્તિમાં અનુભવવા મળશે. આત્માની સમજને આવા વ્યવહારુ તથા તદ્દન સરળ સ્તરે લઈ ગયા પછી જિંદગીની ગૂંચ ઓછી થાય છે અને જીવનની ગંભીરતા વધે છે.
પણ એ મૂળભૂત ધર્મગ્રંથો વિશેનાં વિવરણો, અર્થઘટનો, વિવેચનો, ભાષ્યો તથા ટીકાના ગ્રંથો વિશે આવું કહી શકાય નહીં. અનેક લોકોએ પોતાની કાચી સમજ કે પછી પોતાના ટૂંકા સ્વાર્થને કારણે એ મૂળભૂત ધર્મગ્રંથોનો મનઘડંત અર્થ કાઢીને શબ્દચાતુર્ય દ્વારા એ ધર્મના અનુયાયીઓને ભોળવવાનો પ્રયત્ન કર્યો હોય એ શક્ય છે. બધા જ વિવરણકારોએ એવું કર્યું છે એમ માની લેવાની ભૂલ ન કરવી, પણ ઘણા લોકોએ એવું કર્યું છે. કોણે કોણે એ ધર્મગ્રંથોમાંની વાતોનું અર્થઘટન આપણા રોજિંદા આધ્યાત્મિક જીવનનો સ્તર ઊંચો આવે એ રીતે કર્યું છે તે શોધી કાઢવાનું કામ આપણું. આપણે પોતે નીરક્ષીર વિવેક વાપરીને કોઈનાથીય ગેરમાર્ગે દોરવાયા વિના નક્કી કરી લેવાનું.
સ્વામી સચ્ચિદાનંદમાં આધુનિક વિચારસરણી તથા સંપૂર્ણ સંતભાવનાનો વિરલ સંગમ છે અને એટલે જ ચાર દાયકાઓથી તેઓ યુવાનોમાં પણ ખાસ્સા વંચાય છે, સંભળાય છે. હું એમના ઘણા વિચારોથી પ્રભાવિત છું (મારો પ્રથમ નિબંધસંગ્રહ મેં એમને અર્પણ કર્યો, બીજો મારાં માબાપને). તેઓ માને છે કે, આધ્યાત્મ માર્ગની શ્રેષ્ઠ સાધના ભક્તિમાર્ગ છે અને ઈશ્વર-શરણાગતિ વિના આધ્યાત્મમાર્ગ લુખ્ખો તેમ જ અહંભાવને પોષતો થઈ જતો હોય છે. સચ્ચિદાનંદજી કહે છે કે, શ્રદ્ધા વિના ભક્તિમાર્ગ શક્ય નથી અને પ્રત્યેક શ્રદ્ધા દરેકને માટે બુદ્ધિગમ્ય, તાર્કિક બનાવી શકાતી નથી. તેના, શ્રદ્ધાના, કેટલાક અંશ બુદ્ધિગમ્ય બને છે તો કેટલાક બુદ્ધિથી પર રહી જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment