Saturday 16 July 2016

[amdavadis4ever] ભિક્ષુકગૃહનો મોહ છૂટતો નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિલ્હીના લમ્પુરમાં આવેલા ભિક્ષુકગૃહમાં રહેતા ૬૦ વર્ષીય અરવિંદ સિંઘની વાત પણ અચરજ પમાડે તેવી છે. ભિક્ષુકગૃહમાં સરળતાથી જીવન પસાર થઈ રહ્યું છે. તેમને રહેવા માટે ૨૦ બાય ૨૦નો ઓરડો ફાળવ્યો છે. ઓરડામાં ટેલિવિઝન, કુલર, બેડ અને નાનું મંદિર પણ આપવામાં આવ્યું છે. જે તેમણે લોખંડના ટ્રંક ઉપર ગોઠવ્યું છે. રોજનું એક લિટર દૂધ તેમને પીવા મળે છે. ફળનો નાસ્તો મળે છે. તેનું ધ્યાન રાખવા ત્રણ નોકરો પણ છે. જે હવે તેમના મિત્રો બની ગયા છે. આરામથી તેમનું જીવન પસાર થઈ રહ્યું છે. હવે તેમને આ ગૃહ છોડીને જવાની ઈચ્છા નથી. અરવિંદ સિંઘનું કહેવું છે કે તેમને આ ગૃહમાં રહેવાના ફક્ત ૯ દિવસ બાકી છે. તેઓ છૂટીને પણ તેમણે સાચવીને રાખેલા ભીખારીના ગંદા કપડાં પહેરીને ભીખ માગશે. 

અરવિંદ સિંઘ 'સરકારી મહેમાન' સૌ પ્રથમ ૨૦૧૪માં બન્યા હતા. તે સમયે છૂટ્યા બાદ તેમને છ માસ પછી વળી પાછા ભીખ માગવાના ગુનામાં પકડવામાં આવ્યા હતા.અરવિંદ સિંઘની ઈચ્છા હવે તેનું જીવન સુધારગૃહમાં જ વીતાવવાની છે. પોલીસના સકંજામાં આવીને સુધારગૃહમાં પાછા ફરશે. દિલ્હી નજીક આવેલાં લમ્પુરના સરકારી ભિક્ષુકગૃહમાં કુલ ૧૫૦૦ ભિક્ષુકોને રહેવાની સગવડ છે. ૨૨ એકરમાં ફેલાયેલા આ ગૃહમાં ૪૦ વિદેશી ભિક્ષુકોને અટકાયત કરીને રાખવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની અને આફ્રિકન છે. સિંઘ સુધારગૃહના રસોડામાં રસોઈનું કામ પણ કરે છે. 

વિદેશીઓ જ્યારે ભારતના પ્રવાસે આવે છે, ત્યારે ભારતીય કલાકૃતિઓ જોઈને આનંદિત બની જાય છે. ભારતમાં તેઓ અનેક જગ્યાએ ફરે છે. ભારતમાં છૂટથી ફરતા ભિક્ષુક કે ભીખારીઓથી હેરાન-પેરશાન થઈ જતા હોય છે. વિદેશીઓની સાથે સ્થાનિકો પણ વિવિધ જગ્યાએ દેખાતા ભિક્ષુકોથી પરેસાન થતા હોય છે. રાજધાની દિલ્હીમાં ૧૯૫૯માં બનાવવામાં આવેલા બૉમ્બે પ્રિવેન્શન ઍક્ટ હેઠળ જાહેર સ્થળો કે જાહેર રસ્તાઓ ઉપર ભિક્ષુકોને ભીખ માગવાની મનાઈ છે. દિલ્હીના ટ્રાફિકમાં ફસાયેલા વાહન-ચાલકોને પણ ભિક્ષુકોને ભીખ આપવાની, દિલ્હી ટ્રાફિક પોલિસે મનાઈ ફરમાવી છે. 
જો તેઓ ભીખ આપતા પકડાશે તો તેમને પહેલી વખત દંડ પેટે રૂા. ૧૫૦ ચૂકવવાના રહેશે. બીજી વખત પકડાય તો તેમને રૂા. ૩૦૦નો દંડ કરવામાં આવશે. ભિક્ષુકગૃહને ચલાવવા માટે સરકારે પ કરોડનું ભંડોળ ફાળવ્યું છે. તેમ છતાં જો તેઓ જાહેર સ્થળે દેખાય તો તેમને દિલ્હી પોલીસ પકડીને લમ્પુરમાં આવેલા સરકારી ભિક્ષુકગૃહમાં મોકલી આપે છે. જ્યાં તેમને રોજગાર વિષયક ટ્રેનિંગ આપવામાં આવે છે. ડ્રગ સુધાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. ભિક્ષુકોને ઝાડુ-બનાવવા, સુથારી કામ, ઈલેક્ટ્રિક કામ, અને કાર રિપેરિંગનું કામ શીખવવામાં આવે છે. ભિક્ષુકોને પર કલાસ રૂા. ૫૦નું મહેનતાણું ચૂકવવામાં આવે છે. ફેબ્રુઆરીમાં આ કલાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કારણકે સુધાર ગૃહમાં હવે ભિક્ષુકો જ નથી. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment