Tuesday, 26 July 2016

[amdavadis4ever] રહેં ના રહેં હ મ, મહેકા કરેંગે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝડપી ગતિએ ચાલતું જીવન ક્યારે બદલાઈ જાય તેનો કોઈને પણ ખ્યાલ આવતો નથી. ત્રાહિત વ્યક્તિના બેજવાબદાર વર્તનને કારણે અંગત વ્યક્તિ સાથે જોયેલા અનેક સ્વપ્ના રગદોળાઈ જાય છે. આવા સમયે હૃદયની લાગણીને સમજવી મુશ્કેલ બની જતી હોય છે. મુશ્કેલીઓ જીવનને મક્કમ બનાવતી હોય છે. મુશ્કેલીને પડકારવા પણ હિંમત જોઈએ. બસ આવી જ કંઈક હિંમત દાખવીને અમદાવાદના મોઢેરા સ્થિત દીપકભાઈએ અકસ્માતમાં ચાલી ગયેલી પત્નીની યાદોને જીવંત બનાવવા અન્યના જીવનને ધબકતું ર્ક્યું છે. 

તા.૨૪મી જૂન, શુક્રવારના રોજ પતિ-પત્નીએ એેકબીજાં સાથે સાંજનો રોમેન્ટિક સમય સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વિતાવ્યો હતો. જીવનની આ અદ્ભુત પળોને માણતાં તેઓ ઘર તરફ પ્રયાણ કરી રહ્યાં હતાં. તેમને ક્યાં ખબર હતી કે જીવનમાં શિસ્તની ઐસીતૈસી કરીને આવતી રિક્ષા તેમના જીવનને વેરવિખેર કરી નાંખશે. રાત્રિના ૧૧.૩૦ના સુમારે તેઓ સ્કૂટર ઉપર ઘર તરફ જઈ રહ્યાં હતાં. એકાએક સામેથી આવતી રિક્ષાએ ટર્ન માર્યો. તેઓ સ્કૂટર ઉપર હતા, બાજુમાં રોડ ડિવાઈડર હતું. સ્કૂટરની પાછલી સીટમાં બેઠેલા અર્ચનાબહેન અચાનક વાગેલી બ્રેકને કારણે ઊથલી પડ્યાં. રોડ ડિવાઈડર માથામાં વાગ્યું અને ગંભીર ઈજા માથામાં થઈ હતી. તે ઘટનાસ્થળે જ બેભાન બની ગયાં. નજીકમાં આવેલી હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. નિષ્ણાત ડૉક્ટરોની નિગરાનીમાં તેમની સારવાર તો શરૂ થઈ ગઈ હતી. તબિયત ગંભીર હતી. તેની આંખો, હાથ-પગમાં સળવળાટ હતો. બીજા દિવસે તેમને શ્ર્વાસ લેવામાં થોડી તકલીફ પડવા લાગી. માથામાં મૂઢમારને કારણે સોજો પણ વધતો ગયો હતો. તેથી તેમને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યાં. સારવાર ચાલુ હોવા છતાં તેની તબિયત બગડતી જતી હતી. દીપકભાઈ બહાર બેસીને મનોમન ઈશ્ર્વરનું સ્મરણ કરી રહ્યા હતા. ડૉક્ટરોએ તેમને કેબિનમાં બોલાવ્યો. ધીમેથી મને જણાવ્યું કે તમારી પત્નીનું બ્રેઈન ડૅડ થઈ ગયું છે, પણ તેના બીજાં અંગો હજી ચાલે છે. નિષ્ણાતોનું કહેવું હતું કે અર્ચનાબહેનના જીવંત અંગોનું દાન કરીને સમાજને મદદરૂપ થઈ શકાય છે. દીપકભાઈએ તો અન્યના જીવનમાં દીપક પ્રગટાવવાનું મન મનાવી લીધું હતું. તેમણે અંગત સગાંસંબંધી તથા સાસરાપક્ષનો સંપર્ક કરીને તેમની સલાહ માગી. તેઓએ પણ ભારે હૈયે સારા કામ માટે હા કહી. દીપકભાઈએ ડૉક્ટરને જણાવ્યું કે તેઓ ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર છે. આંખ, લિવર, કિડની, કરોડરજ્જુનું દાન આપવાનું નક્કી થયું. જાણીતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ અને રિસર્ચ સેન્ટર દ્વારા અંગોને કાઢીને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. 

દીપકભાઈ પત્ની અર્ચનાને યાદ કરતાં જણાવે છે કે વર્ષ ૨૦૦૦માં તેમના લગ્ન થયાં હતાં. પત્ની અર્ચનાનો સ્વભાવ ઘણો જ માયાળુ હતો. તેનો શોખ કહીએ તો ધર્મ-ધ્યાન, સેવા પૂજા કરવાનો હતો. માણસ નાનો હોય કે મોટો તે દરેકને હસતે મોઢે આવકારતા. અમારા આંગણે આવનાર વ્યક્તિ આનંદિત થઈને જાય, તેવો તેનો સદાય પ્રયત્ન રહેતો. 

૧૬ વર્ષનું અમારું દામ્પત્યજીવન જિંદગીના અનેક ચઢાવ-ઉતાર સાથે સફળ અને ધબકતું હતું. ડૉક્ટરોએ અર્ચનાનું મગજ મૃત થઈ ગયું છે, તેમ જણાવ્યું તે સમયે જ મારા મનમાં અચાનક વિચાર ઝબકી ગયો કે તેના અંગોનું દાન કરવું જોઈએ. મનમાં ઝબકેલા વિચારને ડૉક્ટરે પણ લીલી ઝંડી આપી દીધી. 

અર્ચનાબહેને જીવનમાં સદાય અન્યને મદદરૂપ થઈને આત્મસંતોષ મેળવ્યો છે. મૃત્યુ બાદ પણ તેમણે અંગદાન દ્વારા ૬ વ્યક્તિઓને મદદરૂપ થઈને મૃત્યુને પણ દીપાવ્યું છે. હું પણ એટલો તો સંતોષ માનું છું કે અર્ચના આ જગતમાં કોઈના જીવનનો દીપક બની ઝગમગી રહી છે. 

અંગત વ્યક્તિની અચાનક વિદાય જીવનમાં ખાલીપો ભરી દે છે. તેમની યાદો તથા તેમણે કરેલાં સદ્કાર્યો કુટુંબીજનોના જીવનને ધબકતું રાખવામાં સહાયરૂપ થાય છે. હું કોઈ મહાન વ્યક્તિ નથી. તેમ છતાં એક વાત જીવનમાં સારી પેઠે જાણું છું કે જીવનમાં શિસ્તનું પાલન કરવું જરૂરી છે. નાની નાની વાતમાં શિસ્તને અપનાવવાથી અનેક અકસ્માતથી બચી શકાય છે. સમાજને એક જાણીતા લેખકે સાચું જ કહ્યું છે કે 'હું મારી જાતનો રાજા છું, કારણ કે હું જાણું છું કે મારે મારી જાતને કઈ રીતે શિસ્તમાં રાખવી'. રસ્તા ઉપર ટ્રાફિક નિયમોને ગણકાર્યા વગર ફરતાં વાહનચાલકો સ્વને રાજા સમજે છે, પણ શિસ્તનું પાલન કરવું તેમને પસંદ નથી. ઘરમાં શિસ્તની જેટલી આવશ્યક્તા છે, તેટલી જ શિસ્ત જાહેર માર્ગોમાં અપનાવવામાં આવે તો અકારણ બનતા અકસ્માતને રોકી શકાય. કંઈ કેટલાંય ઘર તૂટતાં બચી જાય. દીપકભાઈએ સાચો નિર્ણય લઈને અન્યના જીવનને તો અજવાળ્યું છે, પણ તેમનું જીવન પત્નીના વિરહમાં ઝોલા ખાય છે. આશા રાખીએ દીપકભાઈ અર્ચનાબહેનની યાદોના પ્રકાશમાં સરળતાથી જીવનને જીવવાની જડીબુટ્ટી મેળવી લે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment