Tuesday, 26 July 2016

[amdavadis4ever] વિદ્યાદાન, શ્રેષ્ઠ દાન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી આસપાસ અનેક લોકો અનેક સમસ્યાથી ઘેરાયેલા આપણે જોઈએ છીએ. તેમનો જીવન સાથેનો સંઘર્ષ આપણી આંખ સામે સતત હોય છે, પણ આપણે એમાંથી કશું સ્પેશિયલ કરવાની પ્રેરણા લઈ શકતા નથી, પણ સુજિત કુમારે પ્રેરણા મેળવી... ને કમાલ કરી દેખાડી!

બે દીવાલ અને માથે છાપરાં પેટે તાડપત્રીની એક ચાદર, સુજિત કુમારે અજીતના ઘરે ગયા ત્યારે તેમણે આવું જીવન જોયું હતું. અજીત ૧૨મા ધોરણનો વિદ્યાર્થી છે અને એન્જિનિયર બનવા માગે છે. સુજીત કુમારે ચેન્નઈ સ્થિત એક બિનસરકારી સંસ્થા સ્થાપી છે, જે આર્થિક રીતે નબળા સ્તરમાંથી આવનારા વિદ્યાર્થીઓને મફતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. સુજિત આમ તો ચેન્નઈમાં એચ.આર. (હ્યુમન રિસોર્સિસ)માં વ્યાવસાયિક છે. એમણે ૨૦૧૩માં આ બિનસરકારી સંસ્થા સ્થાપી હતી, જેને તેઓ એક યોગાનુંયોગ કે સંયોગ કહે છે.

અજિત તમિળનાડુના દૂરના ખૂણે આવેલા એક ગામનો છે. એણે બૉર્ડની એક્ઝામમાં ૧૨૦૦માંથી ૧૧૨૬ માર્ક્સ મેળવ્યા હતા. આટલા માર્ક્સ સાથે એ પોતાની પસંદગીની કોઈ પણ સારી એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડમિશન મેળવી શકતો હતો, પણ એને માટે તો કાઉન્સેલિંગની ૫૦૦૦ રૂપિયા ફી કાઢવી પણ મુશ્કેલ હતી. આથી એણે વાહનોની એક દુકાનમાં નોકરી લઈ લીધી અને કામે જવા-આવવાનું રોજનું ૫૪ કિલોમીટરનું અંતર સાઈકલ દ્વારા કાપવા લાગ્યો હતો... એનો એ સંઘર્ષ ૩૯ વર્ષના સુજિત કુમારને મળ્યો ત્યાં સુધી ચાલતો રહ્યો હતો. આ વિશે સુજિત કહે છે, "અજીતે મને કહ્યું હતું કે એ સિવિલ એન્જિનિયર બનવા માગે છે કારણ કે એનું સૌથી મોટું સ્વપ્ન છે, માતાપિતા માટે ઘર બાંધવાનું. આજે સુજિત કુમારને કારણે અજિત એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણે છે, એણે પોતાની ફી ભરવાની ચિંતા કરવાની નથી.

સુજિત બિનસરકારી સંસ્થાની સ્થાપનાને અકસ્માત કે યોગાનુયોગ કહે છે. એ કહે છે કે આખો સંયોગ કે યોગાનુયોગ ૧૦ દિવસના કાઉન્સેલિંગ સત્ર દરમિયાન ઊભો થયો હતો. સુજિત વિદ્યાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબંધે કાઉન્સેલિંગ કરે છે અને એ માટે એ ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે દર વર્ષના એપ્રિલ મહિનામાં સેમિનાર સત્ર યોજે છે. એ માટે સુજિત કુમાર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જાય છે અને વિદ્યાર્થીઓને કારકિર્દીના વિકલ્પો જણાવે છે.

આવા જ એક સત્રમાં સુજિતને એક યુવાન છોકરીને મળવાનું થયું, જેના સંજોગો અને પરિસ્થિતિ જોઈને સુજિતને બહુ આઘાત લાગ્યો હતો. "મને એવો કોઈ કોર્સ જણાવી શકો કે જે કર્યા પછી મને સો ટકા નોકરી મળે? એમ એ છોકરીએ સુજિતને પૂછ્યું હતું. છોકરીનો હેતુ માત્ર નાણાં રળવાનો જ હતો. "કોઈ પણ કોર્સ ચાલશે, એમ પણ છોકરીએ વધારામાં કહ્યું હતું. એણે બૉર્ડની પરીક્ષા આપી હતી. તેનો પિતા શરાબી હતો અને એ સાતમા ધોરણમાં હતી ત્યારે એની માતા મૃત્યુ પામી હતી. એ પોતાના અને પોતાના બે સહોદરના ભણતરનો ખર્ચ કાઢવા માટે ચાર ઘરોમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. આખી વાત સુજિત ભીના અવાજે અને વેદનાથી કરે છે. એ કહે છે, "છોકરીની વ્યથા-કથા જાણે કે મારા મોં પર એક જોરદાર થપ્પડ સમાન હતી. સામાન્ય રીતે આપણી પાસે કોઈ આમ મદદ માગે તો આપણે રોકડાં નાણાં આપીને છૂટી જઈએ છીએ, પણ મને એ જ વખતે ભાન થયું હતું કે આ છોકરીને નાણાં આપી દેવાથી એને કશો લાભ થવાનો નથી. તેથી મેં એને એની પરીક્ષાનું પરિણામ આવે પછી ફોન કરવા કહ્યું હતું. એણે પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયા પછી મને ફોન કર્યો હતો, એણે ૧૨૦૦ માર્ક્સમાંથી ૧૧૫૨ માર્ક્સ મેળવ્યા હતા.

આ પછી, એક કૉલેજના ચેરમેનને અંગત રીતે ઓળખતો હોઈને સુજિતે એમને ફોન કરી આ છોકરીની વાત કરી અને પૂછ્યું કે શું તેઓ આ છોકરીને એન્જિનિયરિંગમાં મફત સીટ અપાવવામાં મદદ કરી શકશે કે નહીં. હવે આ સીટના બદલામાં સુજિતે એ જ કૉલેજના ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને મફતમાં પ્લેસમેન્ટની તાલીમ આપવાની તૈયારી દેખાડી. કૉલેજના ચેરમેન આ ઘટનાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે વંચિત વિદ્યાર્થીઓ માટે ૨૦ ફ્રી બેઠકો આપવા સહમત થયા હતા. એમાંથી તેમની બિનસરકારી સંસ્થાનો જન્મ થયો હતો.

સુજિતે આરજે બાલાજીને નામે જાણીતા રેડિયો જોકી બાલાજી પટ્ટુરાજને પણ પોતાની સાથે સાંકળ્યો હતો, બાલાજી કૉમેડિયન અને ઍક્ટર પણ છે. બેઉ જણે મળીને એક રેડિયો શો શરૂ કર્યો અને એ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના અને કૉલેજમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને પોતાને મળવાનું આમંત્રણ આપવા માંડ્યા હતા. તેમની પાસે કૉલેજની સીટો પણ વધવા લાગી. સુજિત કહે છે કે, "આજની તારીખે અમે કોઈ પણ કૉલેજને સીટ માટે સંપર્ક કરતા નથી, એ લોકો અમારો સંપર્ક કરે છે અને અમે પણ પ્રવેશના સમયે પ્રચાર કરીએ છીએ. અમે એન્જિનિયરિંગ, આર્ટ્સ અને સાયન્સની જુદી જુદી કૉલેજોમાં ૩૨૫ વિદ્યાર્થીઓને એડમિશન અપાવ્યું છે. આ વર્ષે અમે લગભગ ૧૨૫ વિદ્યાર્થીઓને કૉલેજ પ્રવેશ માટે મદદ કરી છે.

સુજિત કુમારની સંસ્થા વંચિત વર્ગના વિદ્યાર્થીઓમાં સૌથી પહેલો અગ્રતાક્રમ અનાથ બાળકોને આપે છે, પછી સિંગલ પેરેન્ટ્સના વિદ્યાર્થી સંતાનોને અને પછી અન્ય વિદ્યાર્થીઓને પસંદગી આપે છે. સંસ્થા અરજીધારક વિદ્યાર્થીઓનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ લે છે પછી તેમની નાણાકીય સ્થિતિની ચકાસણી માટે તેમના ઘરની રૂબરૂ મુલાકાત કરે છે. ત્યાર બાદ તેઓ વિદ્યાર્થીને રૂબરૂ ઈન્ટરવ્યૂ માટે બોલાવીને તેમને છેવટની યાદીમાં સ્થાન આપે છે. ૭૫ ટકા વિદ્યાર્થીઓ પહેલીવારના કૉલેજ જનારા હોય છે.

આમ આસપાસના વિદ્યાર્થીઓની કરુણ-મુશ્કેલ અને સંઘર્ષમય પરિસ્થિતિ જોઈને સુજિત કુમારે પ્રેરણા લીધી અને મુશ્કેલ કાર્ય શરૂ કર્યું અને આજે વંચિત, આર્થિક રપીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તેમની ભણી આશાનું કિરણ જોતા હોય એમ મીટ માંડે છે. સુજિતને સલામ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment