Tuesday, 26 July 2016

[amdavadis4ever] અનન્ય શહાદત અક ્ષમ્ય બેદરકારી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




... અને સોમવારે દિવાકર તિવારીએ લીધેલી ચિરવિદાયની અમંગળ ખબર મંગળવારે અખંડ સૌભાગ્યવતી ક્ષમાપ્રિયા સુધી પહોંચી, ત્યારે હાથ પરની મહેંદીનો રંગ સુધ્ધાં પૂરેપૂરો ઊતર્યો નથી. માત્ર ૨૧ દિવસના દાંપત્યજીવન બાદ વૈધવ્ય. એક અખંડ સૌભાગ્યવતીની સાત ફેરાની વિભાવના, ભાવિ જીવનનાં સપનાં અને પ્રેમભર્યા સહવાસની કલ્પના અચાનક દુ:સ્વપ્નમાં ફેરવાઈ ગયાં. સુખ, આનંદ અને પરિ-તૃપ્તિનો લીલોછમ બગીચો એકદમ ઝાંઝવાના જળમાં ફેરવાઈ ગયો. હવે ગંગાસ્વરૂપ બની જવાથી દઝાડતાં રણમાં મૃગજળ મેળવવાની ઈચ્છા રાખવાની પણ મનાઈ. માત્ર ત્રણ અઠવાડિયાની અ.સૌ.થી ગં.સ્વ. બનવાની ક્રૂરતમ યાત્રા બાદ ક્ષમાપ્રિયાનું

ભાવિ શું?

લગ્ન બાદ તરત જ નક્સલવાદીઓને નાથવા માટે ઘર છોડીને ગયા પહોંચી જનારા ભારત-પુત્ર દિવાકર તિવારીનો આભાર માનવા માટે શબ્દો લાવવા ક્યાંથી? પત્ની ક્ષમાપ્રિયાએ આખો જન્મારો વિતાવવો કઈ રીતે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી. આ માઠા સમાચાર આવ્યા બાદ ક્ષમાપ્રિયા એકદમ સુન્ન થઈ ગઈ. સાંભળી ન શકાય, સહન ન થાય એટલા મોટા અવાજે રૂદન કર્યા પછી ચીસ પાડીને બેહોશ થઈને જમીન પર ફસડાઈ પડી. એ હોશમાં આવે, રડવા માંડે અને પાછી બેહોશ થઈ જાય. એની ચીસોથી ગામવાળાનાં કાળજાં કકળી ઊઠે છે. ક્યારેક એ નસીબને ભાંડે તો ક્યારે દિવાકર જીવતા હોવાનો લવારો કરે અને

ક્યારેક શૂન્યમાં તાકીને બડબડાટ કરે કે ઉનકે બિના કૈસા જી

પાઉંગી મૈં?

કોઈ કહે છે કે આ આધાતજનક સમાચાર ક્ષમાપ્રિયાને એના ભાઈ વિપિને આપ્યા હતા. ભાઈનું હૈયું કેવું કપાઈ ગયું હશે ને જીભ કેવી રીતે ઊપડી હશે? પણ બહેનને સમજાયું જ નહીં કે શું થઈ ગયું આ? એના ચિત્કારથી જાણે આખું ગામ ધ્રૂજી ઊઠ્યું. બેહોશ થઈ ગયા પછી હોશ આવ્યો તો કહેવા માંડી કે મારા દિવાકરને કઈ થયું નથી હોં. એ એકદમ સાજોનરવો છે. એ તો અમારા લગ્નની ઈર્ષા કરનારાઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે જુઠ્ઠાણું.

હકીકત જાણનારી પીઢ મહિલાઓ આસપાસ જમા થઈને ક્ષમાપ્રિયાને સમજાવવાના, શાંત પાડવાના પ્રયાસો કરતી હતી. પરિણામ શૂન્ય. એ કમનસીબ તો રડી રડીને સૂજી ગયેલી આંખોથી આસપાસ જોઈ રહેતી હતી, જાણે દિવાકરને શોધતી હોય.

કેન્દ્રીય સીમા સુરક્ષા દળની કોબ્રા બટાલિયન વતી માભોમની રક્ષા કરનારો દિવાકર તિવારી ઔરંગાબાદ (બિહારના) અને ગયાના સીમાવર્તી જંગલની અંદર ડુમરી નાળા પાસે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા બાદ એના ગામમાં ફેલાયેલા માતમ જેવી જ સ્થિતિ એના સાસરિયાના ગામ ખગડિયામાં છે. બંને ગામના લોકોને એના પર ગર્વ છે: અમારા દિવાકરે દેશનું અને માટીનું ઋણ ચૂકવ્યું છે.

પરંતુ પરિવારમાં કોઈ માનતું નથી કે અમારો લાડકો હવે આપણી વચ્ચે નથી. પિતા તનુકલાલ તિવારી રડતાં રડતાં ગમે ત્યારે બેહોશ થઈ જાય. હોશ આવતાવેંત ફરી પાછી આંખ વહેવા માંડે. રૂદન વચ્ચે એ માંડ માંડ ત્રૂટક-ત્રૂટક બોલે: જવાન દીકરો ગયો... એકનો એક આધાર છિનવાઈ ગયો... હવે મારી ચાર દીકરીને વરાવશે - પરણાવશે કોણ?... વૃદ્ધાવસ્થામાં અમને હવે કોનો આશરો? હવે ખાટલામાં આડા પડીને સૂની આંખે આસપાસ આવતા-જતા લોકોને જોઈ રહે છે... કંઈ બોલ્યા વગર. એકના એક અને યુવાન દીકરાની કાંધને ખભો આપનારા અને ચિતાને મુખાગ્નિ આપનારા બાપના હૃદયની સ્થિતિનો વિચાર કરતા ડરી જવાય છે. દિવાકરની માતા સુનીતાદેવીની હાલત પણ જરાય અલગ નથી. એકનો એક વહાલસોયો ગુમાવ્યાની વાત જાણીને સુધબુધ ગુમાવી બેઠા. દિવાકરે સ્વર્ગવાસના દોઢ મહિના અગાઉ માતાનું કિડનીનું ઑપરેશન કરાવ્યું હતું.

દિવાકર તિવારીની સાથે એ નક્સલવાદી અથડામણમાં અનિલકુમાર (બક્ષર, બિહાર), રવિકુમાર (સીવાન, બિહાર), દીપક ઘોષ (પશ્ર્ચિમ બંગાળ), પલાસ મંડલ (પશ્ર્ચિમ બંગાળ), મનોજકુમાર (મધ્ય પ્રદેશ), ઓપેન્દ્રસિંહ (મણિપુર), હરવિંદર પવાર (ઉત્તર પ્રદેશ), સિનોદકુમાર (ઉત્તરપ્રદેશ) અને રમેશકુમાર (પંજાબ) પણ વીરગતિને વર્યા હતા. આ ઉપરાંત ડી. એસ. રાવ, મિથુન ગોસ્વામી, ઉદયભાન સિંહ, રવિશંકર યાદવ અને પંચમ યાદવ જેવા જવાનો ઘાયલ થયા હતા.

મારી, તમારી અને આપણા સૌની શાંતિ, સલામતી અને નિરાંતની ઊંઘ માટે જીવ આપી દેનારાઓ પ્રત્યે આપણે શુ કરીએ છીએ? દેશ, રાજ્ય, સમાજ અને વ્યક્તિ તરીકેની ફરજ બજાવીએ છીએ? આપણી પ્રાથમિકતામાં આ શહીદ રક્ષકો અને એમના પરિવારજનો છે ક્યાંય? ખેદ સાથે જવાબ નકારમાં આપવો પડે છે.

બહેન ક્ષમાપ્રિયા તારું નામ જ કહે છે કે તને ક્ષમા કરવાનું પ્રિય છે, પણ પ્લીઝ અમે ક્ષમાને જરાય લાયક નથી. અમારી પ્રાથમિકતા તો કબાલી છે, સુલતાન છે, ટીવીના રિયાલિટી શૉ છે, વૉટ્સ ઍપમાં ફોરવર્ડિંગ છે, ફેસબુકનું કલાકે કલાકે બદલાતું સ્ટેટસ છે, સિદ્ધુનું 'આપ'માં જવું છે, કેજરીવાલનું ગુજરાતમાં પહોંચવું છે, અનામતની માગણી છે, વૉટ-બૅન્કનું રાજકારણ છે...

આમાં આપણે દિવાકર તિવારી જેવા વીરો કે એમના પરિવારની માફી માગવી પણ કયાં મોઢે? છતાં હિંમત કરીને કહીએ... સેલ્યુટ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment