Wednesday 13 July 2016

[amdavadis4ever] ‘ઝુબાં કે ટુકડે યાને ઝમીં કે ટુકડ ે’: મૈંને નહીં, પ્રેમચંદ ને કહા થા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: 

સારો માણસ ખરાબ થાય એને ખરાબ સમય ન કહેવાય, ખરાબ બધું ખરાબ બને એને ખરાબ સમય કહેવાય (છેલવાણી)


આ એ સમયની વાત છે જ્યારે ઇતિહાસને જરૂરિયાત મુજબ કાપી કૂપીને, મનફાવે તેવો રંગીને ઇસ્ત્રી કરી અને નવો બનાવવાની નિર્લજ્જતા દેશમાં હજૂ પ્રવેશી નહોતી આ ત્યારની વાત છે, જ્યારે ઇતિહાસના અક્ષરને કેસરી કે લીલા રંગનાં ચશ્માથી નહોતો વંચાતો અને અધકચરા અભણ લોકો કે લેખકો, ધર્માંધતાને પોષવા સત્ય પર અસત્ય ને ઘૃણામાં મિક્સ કરીને હિસ્ટરીનાં પાનાંઓ પર લીંપણ નહોતા કરતાં અને ત્યારે હિંદુસ્તાનના ચંદ મહાન લેખકોમાં એક લેખક હતો: પ્રેમચંદ. જે લખતો હતો ઉર્દૂ લિપીમાં પણ એનાં વિચારો હિંદીમાં ટપકતાં. એ ઉર્દૂ અને હિંદીની એકતાનું પ્રતીક હતો, એ દિવાળી અને ઇદ પર સમાન અધિકારથી લખી શકતો. ત્યારે અને આજેય પ્રેમચંદ હિંદુસ્તાની/ઉર્દૂ/હિંદીમાં સૌથી વધારે છપાતો-વંચાતો-લોકપ્રિય શિષ્ટ લેખક હતો અને છે. પ્રેમચંદની રચનાઓ ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં પણ આજેય ભણાવાય છે અને આવું સન્માન તો કવિવર ટાગોરને પણ નથી મળ્યું! 

પણ આવો સ્ટાર રાઇટર પ્રેમચંદ, લોકચાહનાની પરવા કર્યાં વિના બિન્દાસ સ્ટેજ પર પોતાના બિનસાંપ્રદાયિક અને ઉદાર વિચારો કહેતો. એકવાર આર્યસમાજે 'આર્યભાષા' સંમેલન રાખેલું, જેમાં પ્રેમચંદ અધ્યક્ષ/વક્તા હતા. પ્રેમચંદે સ્ટેજ પર આર્યસમાજે ભારત દેશ માટે જે કાંઇ કર્યું તેના ખૂલીને વખાણ કર્યાં, લેકિન, કિંતુ, પરંતુ, પણ - પ્રેમચંદે એ વાત પણ ઘસીને કહી કે માત્ર શુદ્ધ હિંદીને જ 'આર્યભાષા'નું પદ આપવાની ઘેલછામાં, ઉર્દૂને જો બહાર કાઢવામાં કરવામાં આવશે તો યોગ્ય નહિ ગણાય. હવે હિંદી અને ઉર્દૂ બંને આર્ય-ભાષા છે અને એ બેઉ ભાષા વડે આર્યસમાજે કે દેશનાં બીજા સંઘટનોએ દેશમાં નવા આધુનિક વિચારો લોકો સુધી પહોંચાડયા છે. માત્ર લિપી અને અમુક શબ્દ-સમૂહનાં થોડાં ભેદને બાદ કરીએ તો આમ તો બેઉ એક જ ભાષા છે. એ સમયે કટ્ટર આર્યસમાજના લોકો સામે ઉર્દૂનો મહિમા ગાવો એટલે વાઘને વેજિટેરીયન ખાવા વિેશે સમજાવવા જેવું કામ! ઓડિયન્સમાં તો સોપો પડી ગયો. પ્રેમચંદે એ રૂઢિચુસ્ત અને સંકુચિત રાષ્ટ્રવાદીઓને પ્રેમથી સમજાવ્યું કે લોકોને એકમેકથી દૂર કરવા, ઉર્દૂ-હિંદી વચ્ચે ભેદ જગાડવાનું પાપ અંગ્રેજોએ કર્યું છે. (એ વખતે દેશમાં પરાયાં અંગ્રેજો સત્તા માટે આવું, આજે સત્તા પર બેસેલી પાર્ટીઓ આવું કરે છે) પ્રેમચંદે દાખલા દલીલ સાથે સ્પષ્ટ કર્યું કે 'યે સારી કરામાત ફોર્ટ વિલિયમ કોલેજ કી હૈ, જિસને એક હી ઝુબાન કો દો રુપ માન લિયા! જિન હાથોં ને દેશ કી ઝુબાન કે દો ટુકડે કર દિયે ઉસને હમારી કૌમી ઝિંદગી કે ભી દો ટુકડે કર દિયે!' પ્રેમચંદે એ ભાષણમાં ઝનૂની વિચારધારા ઉપર એક પછી એક ફટકા મારતા કહ્યું કે જે લોકો 'ખેત' ને 'ક્ષેત્ર', 'વરસ' ને 'વર્ષ', સૂરજ ને સૂર્ય કે જમુનાને 'યમુના' જ કહેવાનો હઠીલો આગ્રહ કરે છે એ મોટી ભૂલ કરે છે!

ઇન્ટરવલ: 

જબ રાજનેતા કે બૂરે દિન આતે હૈં

હાથ ઉઠાનેવાલે ઉંગલી ઉઠાતે હૈં (મિશ્રાલાલ જયસ્વાલ)

મુન્શી પ્રેમચંદ આવું બધું બેબાક બેધડક કહી શકતા, કારણકે તેઓ એકમાત્ર એવા લેખક હતા જેને હિંદુ-મુસ્લિમ બેઉ કૌમ, હિંદી-ઉર્દૂ બેઉ ભાષા પોતાનો સાચો સાહિત્યકાર માનતા. ધર્મના મામલામાં પણ મુન્શી પ્રેમચંદ કટ્ટરતાને શ્રાપ ગણતાં. એમણે લખેલું-'અગર હમારા ધર્મ હમેં યહ સિખાતા હૈ કિ ઇન્સાનિયત ઔર હમદર્દી ઔર ભાઇચારા યે સબ સિર્ફ અપને હી ધર્મવાલોં કે લિયે હૈ, વો સબ ગૈર (પરાયે) હૈ ઔર ઉન્હેં ઝિંદા રહને કા કોઇ હક નહીં તો મૈં વૈસે 'ધર્મ' સે અલગ હો કર વિધર્મી હોના ઝયાદા પસંદ કરૂંગા.' પ્રેમચંદ આવું બધું બિન્દાસ, ડર્યા વિના લખી-બોલી શકતા કારણ કે ઇમાનદાર લેખક હતા, એમની નજર. પદ્મશ્રી જેવા એવોર્ડ પર કે સરકારી મહેરબાની પર કે ગવર્નમેંટ ગ્રાન્ટ પર કે નાઇન ટુ ફાઇવ નોકરીઓ પર નહોતી ફરતી. પ્રેમચંદ, વોટ-સંગ્રાહક માણસ નહોતા કે પછી વોટવાંચ્છુ પાર્ટી -સરકારની મોર્નિંગ ટુ ઇવનીંગ ફૂલટાઇમ ચમચાગીરી કરવામાં કલમ નહોતાં ઘસતા. કારમી ગરીબીમાં પણ પ્રેમચંદના ગિરેબાન પર એકેય દાગ લાગ્યો નહોતો! પ્રેમચંદની પેન ગાંધીનગર, દિલ્લી કે નાગપુરનાં નકશાને નજરમાં રાખીને નહોતી ચાલતી, બલ્કિ પ્રેમચંદ માટે 'માણસ'નો આકાર જ સૌથી મહાન નકશો હતો! 

એક તરફ પ્રેમચંદ કટ્ટર તિલકધારી જમણેરી હિંદુઓને લતાડતાં તો બીજી બાજુ પણ એટલી જ ડેરીંગ દેખાડતાં અને કહેતાં: મેરે મુસલમાન દોસ્ત મુઆફ (માફ) ફરમાયે, અગર મૈં યે કહૂં કિ વહ હિંદૂ લેખકો સે ઝયાદા, ખતાવાર (દોષી) હૈં... સંયુક્ત પ્રાંત કે 'કોમન લેંગ્વેજ' રીડરો કો દેખિયે. ઉસમેં આપ સહલ (સહેલી) કિસ્મ કી ઉર્દૂ પાયેંગે. હિંદી કી અદબી (સાહિત્યીક) કિતાબોમેં ભી અરબી ઔર ફારસી શબ્દ ધડલ્લે સે (સતત) લાયે જાતેં હૈ. મગર ઉર્દૂ સાહિત્યમેં ફારસીયત (ફારસી ભાષાપણું) કી ઔર ઝ્યાદા ઝુકાવ હૈ. ઇસ કા સબબ (કારણ) યહી હૈ કિ મુસલમાનોંને હિંદી સે કોઇ તાલ્લુક નહીં રખા ઔર ના રખના ચાહતે હૈં. શાયદ હિંદી સે થોડી વાકફિયત (પરિચિતતા) હાંસિલ કરના ભી વે શાન કે ખિલાફ સમઝતે હૈં! પોતાનાથી બીજી કોમને આખા દેશથી અલગ કે પોતાને બીજા ધર્મનાં લોકો કરતાં મહાન સમજવાની ઝેરી વૃત્તિ-અંગ્રેજોએ આપણા મનમાં રોપી છે અને હજીયે ઘણાં લોકો એમાં જ રાચે છે પણ લેખક પ્રેમચંદે સ્પષ્ટ પણે કહેલું કે હિંદી એક સંપ્રદાય કે ઘર્મની ભાષા નથી જ નથી... ભારતીય સાહિત્ય પરિષદની બેઠકમાં એટલે જ પ્રેમચંદ હિંદી હિંદુસ્તાની જેવી ભાષાનો સુઝાવ આપેલો જેમાં હિંદી-ઉર્દૂ બેઉ ભાષા હોય અને લિપી એક જ હોય! વાતની બારિકી સમજજો, આ માત્ર ભાષાની વાત નથી, સમાજનાં એકરંગ હોવાની નિશાની છે 

પણ આખરે પ્રેમચંદની એક ભાષા- એક લિપી- એક રાષ્ટ્ર જેવી ભાવનાઓ ત્યારનાં કૌમી સંકુચિત હિંદુ-મુસ્લિમ નેતાઓનાં નારાંઓ અને કુપ્રચારો સામે ટકારાઇને ચૂર ચૂર થઇ ગઇ. ધર્માંધ લોકો તો આજેય ગાંધી જેવા ગાંધી માટે કહે છે કે 'આઝાદી કાંઈ ગાંધીએ અપાવી નથી, હોં!' તો પછી વિચાર કરો એ સમયે લોકો કેટલાં કટ્ટર અને જડ હશે? દેશ એક બની રહે અને એકતા ટકી રહે એ માટેનાં ગાંધી-પ્રેમચંદ જેવા પ્રોગ્રેસીવ લોકોની આશા નિષ્ફળ ગઇ. પણ 'અમારો ધર્મ ખતરામાં છે' એવું કહેનારાં કોઇપણ પક્ષને પ્રેમચંદે કદીયે આશીર્વાદ ન આપ્યા પણ આઝાદી માટે લડનારા નવયુવકોને સાથ આપ્યો. સમાજમાં ધર્માંધતા અને સાંપ્રદાયિકતા વધી ત્યારે ભારતીય હિંદી પરિષદની સ્થાપ્ના કરી અને એકતાનાં ઉદ્શ્યેથી 'હંસ' જેવું સાહિત્યિક મેગેઝિન શરૂ કર્યું, ખોટ ખાઇને ચાલવ્યું... અને જે હિંદીના માધ્યમથી દેશનું પહેલું સાહિત્યિક મેગેઝિન હતું! એનો મુદ્રાલેખ હતો- હમ પહલે હિંદુસ્તાની હૈ, પીછે કુછ ઔર... અચાનક આજે પ્રેમચંદની વાતો યાદ આવી ગઇ કારણ કે આવતા વર્ષે યુપી અને અમુક રાજ્યોમાં ઇલેક્શન આવી રહેલ છે માટે ઇતિહાસને ગાળો આપવાનો લઘુ-લેખન ઉદ્યોગ શરૂ થયો છે! એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટો અને ગૌમાંસની ચર્ચા ફરી શરૂ થઇ છે, ફરી આપણે દેશભક્તિના સર્ટિફિકેટો રીન્યુ કરવા પડશે તો થયું કે અત્યારે જ આ બધું કહી દઇએ-કાલે મોકો મળે,ના મળે! 

મુન્શી પ્રેમચંદ, આપણો- હિંદી-ઉર્દૂ બેઉ ભાષાનો બહુ મોટો પણ બહુ ગરીબ લેખક હતો. જોકે વૈચારિક રીતે તો હિંદુસ્તાન-પાકિસ્તાન બેઉ દેશ આજે પ્રેમચંદથીયે ગરીબ પુરવાર થઇ રહ્યા છેને?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment