Friday 15 July 2016

[amdavadis4ever] સોશિયલ મીડિયાન ા દુકાનદારો, ઘર ાકો અને વિન્ડો શોપર્સ (તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વોટ્સએપની નવરી બજારમાં મારી પણ થોડીક દુકાનો છે એટલે આ વિષય પર લખવાનો અનુભવ છે મારી પાસે. ફેસબુક પર પ્રોફાઈલમાંથી પેજ બનાવી નાખ્યા પછી મારે વાટકી-વ્યવહાર જાળવવા બીજા લોકોની પોસ્ટ્સ લાઈક કરવાની કે મારી પોસ્ટ્સ નીચે એમણે લખેલી કમેન્ટ્સના દર વખતે પ્રતિભાવ આપવાની જરૂર રહેતી નથી. ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે પણ એ તરફ બિલકુલ એક્ટિવ નથી. ઈન્સ્ટાગ્રામ વગેરેની નવરી બજારોમાં તો વિન્ડો શોપિંગ કરવા જેટલીય ફુરસદ કે ઈચ્છા નથી. દેશપાંડેએ જે ઓબ્ઝર્વેશન કર્યું છે તેનો અનુભવ કર્યો છે. ગમે તેવા લોકો આવીને તમારા વિચારો વિશેસમજ્યા કર્યા વિના અથવા તો સમજીવિચારીને તમને જાણીજોઈને ઉતારી પાડવા કે ઉશ્કેરવા માટે તમારી પોસ્ટ નીચે બેફામ એલફેલ કમેન્ટ કરે અથવા તો પોતાના પ્રોફાઈલ પર તમને ગાળાગાળ કરતી પોસ્ટ લખીને પોતાના પાંચપચીસ અડુકિયાદડુકિયાઓ પાસે  ફોટા પડાવે. આવું કરવામાં એમને બહાદુરી લાગતી હોય છે. વિદેશમાં બેઠેલા નિવૃત્ત ગુજરાતીઓને તો ભારતની સરકારનુંભારતની પ્રજાનુંગુજરાતનુંગુજરાતીઓનું વાટવામાં ખૂબ મોટો પિશાચી આનંદ મળતો હોય છે. આ ફેસબુકિયા પ્રજાને તો લડ નહીં તો લડનાર બતાવતા ધોરણે કોઈની સાથે ઝપાઝપી ના થાય ત્યાં સુધી ઊંઘ નથી આવતી.  
બીજાની સરખામણીએ પોતે કેટલો વામણો છે એની પ્રતીતિ થઈ જાય ત્યારે માણસ લઘુતાગ્રંથિ-ઈન્ફિરિયોરિટી કોમ્પલેક્સ-અનુભવતો થઈ જાય. આવું થાય ત્યારે એ બેચેન થઈ જાય એને ખુદને પોતાની જિંદગીમાં મેળવેલી નાનીમોટી સિદ્ધિઓ ન ગણ્ય લાગવા માંડે. અત્યાર સુધી મેળવેલી મામૂલી સિદ્ધિઓથી ઉપર ઉઠવાનું પોતાનું ગજું નથી અને એટલો સમય પણ નથી એવો સ્વીકાર મનોમન થાય ત્યારે કુટિલ મન ચાલબાજી રમે છે અને માણસ પોતે પોતાને જ કહેવા માંડે છે કે પોતે કેટલો મહાન છેમામૂલી તો બીજાઓ છે. માનસશાસ્ત્રીઓએ આવા ઈર્ષ્યાળુ દિમાગોનું બરાબર વિશ્લેષણ કરીને તારતમ્ય કાઢયું છે કે વ્યક્તિની ગુરુતાગ્રંથિ અર્થાત એના સુપિરિયોરિટી કોમ્પલેક્સનો ઉદય વાસ્તવમાં એની લઘુતાગ્રંથિથી થાય છે. પોતાનું વામણાપણું છૂપાવવા તેઓ બીજાને ઉતારી પાડીને પોતાની લઘુતાગ્રંથિને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં તેઓને ખબર જ નથી હોતી કે આ કંઈ એમની ગ્રંથિ નથી તેઓ ઈન્ફિરિયોરિટી કોમ્પલેકસથી નથી પીડતા-વાસ્તવમાં તેઓ ખરેખર જ ઈન્ફિરિયરમામૂલી હોય છે. પણ આ વાત છૂપાવવા તેઓ ગુરુતાગ્રંથિનો આશ્રય લઈને પોતાના વિશેની હકીકતોની અતિ-અતિશ્યોક્તિભરી રજૂઆત કરીને બીજાઓ કરતાં પોતે કેટલા સુપિરિયર છે એવું પુરવાર કરવાની કોશિષ કરે છે.  

હું તો આ રીતે કહું છું. જે લોકો મારા ઘરની ખુલ્લી બારી જોઈને અંદર લઘુશકા કરવાની પોતાની ઈચ્છા રોકી શક્તા નથી એમના માટે હું મારા ઘરના દરવાજા ખોલી આપું એવી બેવકુફી (કે 'સહિષ્ણુતા') મારામાં નથી. હું લાગ જોઈને એમને ચપટી આવી જાય એ રીતે ધડામ દઈને એમના માટે મારી બારી વાસી દઉં છું, મારા ફેસબુકના પેજ પરથી કે વોટ્સએપના મારા ગ્રુપમાંથી બ્લોક કરું છું, અમુકને પરમેન્ટલી બાન કરું છું. વિચારોની અસહમતિ આવકાર્ય અને સભ્ય ભાષામાં થતી મુદસરની ચર્ચાઓને તો હું સામે ચાલીને નોતરું છું. પણ મારા પ્રિય વાચકો માટેની ફોરમને બેઝિન ગણીને થતી ઊલ્ટીઓ તેમ જ મારી ઉદારતાને કમોડ ગણીને કરવામાં આવતી લઘુ-ગુરુશંકાઓ પર સખત પ્રતિબંધ છે. જેમની પાસે બીજાઓને આપવા માટે પોતાના નિર્મળ વિચારો નથી, સુંદર ભિન્નમત નથી અને પ્રમાણિક તર્ક નથી પણ માત્ર પોતાનામાં રહેલી ગંદકીનો છંટકાવ જ છે તેમના માટે હું ૧૦૦ પ્રતિશત 'અસહિષ્ણુ'જ છું અને ભવિષ્યમાં પણ રહેવાનો જ છું. કેટલાંક બંગલોના ઝાંપા પર લોકો પોતાના પ્રિય પણ આલ્સેશિયનનો ખૂંખાર મોઢાવાળો ફોટો લગાવીને ત્યાંથી આવતા જતા લોકોને તેમ જ મુલાકાતીઓને 'કૂતરાથી સાવધાન'ની ચેતવણી આપતા હોય છે. કદાચ એ જ કારણોસર એફ બી કે વોટ્સએપ ગ્રુપ્સમાં હું મારું ડીપી કે પ્રોફાઈલ પિક્ચર મૂકું છું! 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment