Sunday 10 July 2016

[amdavadis4ever] કરોડોની અધ ધધ કિંમતના ફ્લેટ ખરી દે છે કોણ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડાંક વર્ષ પૂર્વે મારી માત્ર એક દિવસની કાર મુંબઈના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનની બહારથી ચોરાઈ ગઈ હતી. હું પોલીસ સ્ટેશને ફર્સ્ટ ઈન્ફોરર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) લખાવવા ગયો હતો. મને વરિષ્ઠ ઈન્સ્પેક્ટરને મળવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓ આશરે ૫૦ વર્ષના હતા. એક અખબારમાં આવતી ટચૂકડી ક્લાસિફાઈડ્ વિજ્ઞાપનોમાંથી કેટલીક જાહેરખબરો પર ચકરડાં કરતાં હતા. મેં તેમને મારી કારની ચોરીની જાણકારી આપ્યા બાદ પૂછ્યું કે તમે શું કરો છો? 

તેમણે કહ્યું કે, હું હવે ટૂંક સમયમાં જ નિવૃત્ત થવાનો છું. આથી સત્તાવારપણે મળેલી રહેણાંક વસાહત ત્યજવી પડશે. તેમના પત્ની સતત કટકટ અને દબાણ કરતા હતા કે ઘર લ્યો જ. તેમણે ઉપલબ્ધ વિસ્તારો અને મકાનમાંથી ચુનંદાની અલગ તારવણી કરી હતી. તમને કંઈક મળ્યું ખરું?, એમ મેં તેમને પૂછ્યું હતું. ત્યારે તેમણે સસ્મિત વદને કહ્યું કે મને પરવડી શકે એવું કોઈ જ મકાન કે જગ્યા જડતી નથી. 

આજકાલ ભારતીય મહાનગરોમાં વિધિની વિચિત્રતા સમાન બાબતો પૈકી એક રિયલ એસ્ટેટના આભ આંબતા દામ છે. હું તો ઘણીવાર સાઈકલ પર નોકરી કરવા જઉં છું પણ ક્વચિત વરસાદ કે એવા કોઈ સંજોગોમાં સાઈકલસવારી ન કરી શકું તો પછી ટેક્સી કરીને ઓફિસે પહોંચી જઉં છું.

માત્ર છ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે તેમ જ વાહનવ્યવહાર અને ટ્રાફિક મુજબ ૮૫થી ૧૦૦ રૂપિયાનું ભાડું થાય છે. વિશ્ર્વના કોઈ પણ મોટા શહેરમાં આ ભાવે ટેક્સી મળવી અશક્ય છે. લંડનમાં આ અંતરની સફર ૧૨૦૦ રૂપિયા કરતાં વધારે થશે. ન્યૂ યોર્ક, ટોકિયો, હેલ્સિન્કી, પેરિસને પણ આ લાગુ પડે છે. દુબઈ તથા શાંઘાઈમાં કદાચ સસ્તું હોય પણ બેંગલોર જેટલું સસ્તું નથી. 

હવે હું બેંગલોરમાં રહું છું. ખાનપાનની ચીજો કે ભોજન માટે પણ આમ કહી શકાય. ભારતના ઘણા હિસ્સામાં પચાસ રૂપિયામાં મજાનું જમણ મળી શકે છે. પરંતુ ઉપરોક્ત શહેરોમાં આવું બિલકુલ નથી. લંડનમાં ૫૦ રૂપીયા એટલે અડધો પાઉન્ડ કે લગભગ ૭૦ સેન્ટ જેવું થાય.

હવે વાત જ્યારે રિયલ એસ્ટેટની કરીએ ત્યારે પરિસ્થિતિ એકદમ વિપરીત થઈને પલટાઈ જાય છે. મારા ઘરની નિકટના નવા મકાનમાં બે ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. તેનો ભાવ સાત કરોડ રૂપીયા છે. જ્યારે અન્ય એક મકાનમાં ઉપલબ્ધ ફ્લેટનો ભાવ પાંચ કરોડ રૂપીયા કરતાં વધારે છે. 

આ શહેરના વિમાની મથક ભણી જતા માર્ગ પર ઓછામાં ઓછા બે ડઝન હોર્ડિંગ વિજ્ઞાપન સંબંધિત છે. તે પૈકી કેટલાકમાં ભાવ લખ્યો છે. તેમાં ચાર કરોડ રૂપિયા કરતાં ઓછો દામ કોઈનો નથી. જોકે આ જગ્યા શહેરના સીમાડે આવી છે. કવચિત મધ્યમ વર્ગના ઘરો માટેનાં હોર્ડિંગ પણ નિહાળી શકાય છે તેમ જ તે પણ સાવ સસ્તાં નથી હોતાં. 

હું જ્યારે બાંદ્રામાં રહેતો હતો ત્યારે ભાડાંના ઘરમાં પણ રહેતો હતો. આજકાલ તો એ વિસ્તાર અને એ રહેઠાણોમાં માસિક ૧.૫ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયાનું ભાડું છે. આ મિલ્કતોનો ભાવ આશરે સાત કરોડ રૂપિયા કરતાં વધારે છે. જે મકાનો ફેન્સી ન હોય કે તેમાં કંઈ જ વિશિષ્ટ ન હોય એવા બે શયનખંડના એપાર્ટમેન્ટ છે. 

આવા દામમાં તો તમને ન્યૂ યોર્ક સિટીની અંદર સરસ જગ્યા મળી શકે. લંડનમાં પણ આવા ભાવમાં મસ્ત જગ્યા મળી શકે એમ છે. ૭ કરોડ રૂપીયાને ડોલરના ચલણ અનુસાર તુલના કરો તો વિશ્ર્વના કોઈ પણ શહેરમાં મસ્ત અને મોકાની જગ્યા ખરીદી શકો છો. 

ખરેખર વિચિત્ર વાત એ છે કે, ભારતના રૂપિયાને અન્ય સાથે પરિવર્તન કરવાથી ભારતની રીયલ એસ્ટેટ બજાર વધારે મોંઘીદાટ છે. ભારતમાં જે ચીજવસ્તુ એક રૂપિયામાં મળે અમેરિકામાં તે મૂલ્યના ચલણમાં ત્રણ ગણી ખરીદી કરી શકો છો. ભારતમાં હું એકસો રૂપિયાની ટેક્સી કરું તેનો ન્યૂ યોર્કમાં ત્રણસો રૂપિયાની ટેક્સી કરું તો પણ ત્યાંના નાણાંની સરખામણીમાં ત્યાં ભાડું ઓછું થાય. 

આમ મારું પચાસ રૂપિયાનું ભોજન ત્યાંના ચલણમાં દોઢસોનું કહી શકાય. પણ આ લોજીક કે તર્કને રહેઠાણ બાબતે લાગુ કરીએ તો સાત કરોડના ફ્લેટના ૨૧ કરોડ રૂપિયા થઈ જાય. અત્યંત વધારે અને મોંઘાદાટ આભ આંબતા છે. વિશ્ર્વનાં શહેરોની તુલનાએ ભારતના શહેરોમાં પરિવહન અને ભોજન સસ્તાં પરંતુ રિયલ એસ્ટેટના ભાવ અત્યંત વધારે અને આભ આંબતા છે. સવાલ એ છે કે શા માટે??

તેનો એક સીધોસટ, સચોટ અને સરળ ઉત્તર એ કે, બ્રિટિશરો કેટલીક અજોડ બાંધણીની ઈમારતો અને નેબરહૂડ મૂકીને ગયા છે. આથી જ દક્ષિણ મુંબઈ કે મહાનગર નવી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દામ મહાનગર મુંબઈના કે દિલ્હીના અન્ય વિસ્તારો કરતાં વધારે કેમ છે. પરંતુ બેંગલોરમાં ફ્લેટ આટલા મોંઘાદાટ કેમ? તે કોયડો આને લીધે સમજાતો નથી. 

બીજી વાત એ કે, આવી જગ્યાઓ કોણ ખરીદે છે? તેમ જ કોણ, ક્યાં અને કેવી રીતે આટલા અધધધ પૈસા કમાઈ કે પૈસા બનાવી શકે છે? માત્ર ૫,૪૩૦ ભારતીય એક કરોડ રૂપિયા કરતાં વધારેનો આવકવેરો ભરે છે. આવકવેરો ન ભરનારાઓ હોય છે, તે હું સુપેરે જાણું છું પણ તેનાથી એ વાત સમજાતી જ નથી કે, ભારતના દરેક શહેરમાં કરોડો રૂપિયાના મૂલ્યના ફ્લેટ ખરીદનારી આ વ્યક્તિઓ છે કોણ?

સીઈઓ પદે કે ટોચના હોદ્દેદારોમાં દ્વિતીય અથવા તૃતીય દરજ્જાની નોકરી કરનારી થોડીક વ્યક્તિઓ માટે કોર્પોરેટ વેતન ખૂબ વધારે અને ઊંચા પગારની શ્રેણીમાં આવતા હોય છે. તેમ છતાં પણ મારી આસપાસ હજારો મોંઘાદાટ ફ્લેટ તથા સેંકડો વૈભવી ઈમારતો પર દૃષ્ટિપાત કરું છું ત્યારે બરાબર સમજાતું નથી. 

ભારતમાં રિયલ એસ્ટેટના ભાવ જુઓ બહુ વિચિત્ર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આથી આ એક જ ક્ષેત્રે ભાવતાલ અને દરમાં વિચિત્રતા, બંધબેસતી ન હોય, અયોગ્ય અને અટપટી લાગે એવી પરિસ્થિતિ કેમ પ્રવર્તે છે? એવું કોઈ મને બરાબર સમજાવે એવી મારી અભિલાષા છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment