Thursday, 2 June 2016

[amdavadis4ever] ઘરનું ઘર ને ઑફિસની ઑફિસ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડાં સમય પહેલાં એક છૂટાછેડાના કેસની માહિતી જાણવા મળી હતી, જેમાં છૂટાછેડાનું મુખ્ય કારણ હતું 'નોકરી'. પતિનું કહેવું હતું કે પત્ની ઘેર બેઠાં કામ કરીને આવક રળે. પત્નીનું કહેવું હતું કે પતિ આઈ.ટી. કંપનીમાં ઉચ્ચ પદવી ધરાવતો હોવાથી તે ઘરેથી કામ કરી શકે તેમ છે. મારી આવક સારી છે. નોકરી છોડું તો મને ઘરબેઠાં કામ મળે કે નહીં તે પણ એક સવાલ છે. મારી આવક પણ ઘટી જાય. તેથી તે નોકરી છોડવા તૈયાર ન હતી. બને વચ્ચે વારંવાર નોકરીને લઈને બોલાચાલી થતી રહેતી, મનદુ:ખ થતું રહેતું. અંતે તેમણે છૂટા પડવાનું નક્કી ર્ક્યું. બે ઘડી વિચાર આવી ગયો કે ચાલો પશ્ર્ચિમી સંસ્કૃતિની આંધળી દોટમાં કુટુંબ જીવન હોમાઈ ગયું. 

રાજકારણીઓમાં જોવા મળતું નથી તેટલું રાજકારણ આમઆદમીના જીવનના અનેક ક્ષેત્રમાં જોવા મળે છે. તેમાં પ્રથમ ક્રમાંકે આવે છે 'નોકરી'. તાજેતરમાં એક કંપનીના ઈન્ટરવ્યૂમાં યુવાનોને ખાસ પૂછવામાં આવતું હતું કે કંપનીમાં કામ કરવા આવશો તો ઑફિસ-પોલિટિક્સ'નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ઘરેથી કામ કરશો તો શાંત ચિત્તે કામ ઝડપથી કરી શકશો. તમારે ક્યો પર્યાય પસંદ કરવો છે. નોકરીને લઈને વ્યક્તિ સદાય ચિંતાગ્રસ્ત જોવા મળે છે. સહકર્મચારીને પછાડીને કઈ રીતે આગળ વધવું કે તેનું વારંવાર અપમાન કરીને તેના અહમ્ને તોડવો તેની વેતરણમાં કર્મચારીઓ કંપનીમાં રચ્યાપચ્યા જોવા મળે છે. સહકર્મચારી પ્રત્યે આદરભાવની જગ્યાએ સહકર્મચારીને કાયમ તેઓ પ્રતિસ્પર્ધી જ ગણતા હોય છે. કામકાજમાં ચપળ અને ચતુર વ્યક્તિ પણ ઑફિસના રાજકારણથી કંટાળીને રાજીનામું આપી નોકરી છોડી દેતી હોય છે. સામાન્ય રીતે ઑફિસના રાજકારણની લપેટમાં આવી ગયા તો કામના આત્મ સંતોષને બદલે ઉચાટમાં સમય વ્યય થતો જોવા મળે છે. 

વિદેશમાં ઘેર બેઠાં કામ કરવાનો ટ્રેન્ડ તો ઘણા વર્ષો જૂનો જોવા મળે છે. ભારતમાં પણ હવે અનેક લોકો ઘેરબેઠાં કામ કરીને આવકની સાથે જીવનને માણવું પસંદ કરે છે. મોટા શહેરોમાં ફેલાયેલી આઈ.ટી. કે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રની સાથે સંકળાયેલ વિવિધ કંપનીઓ દ્વારા ઘેરબેઠાં કામ કરવાની સવલત મળતી હોય છે. ઘણી આઈ.ટી કંપનીઓ સપ્તાહમાં બેથી ત્રણ દિવસ વ્યક્તિને ઘેરબેઠાં કામ કરવાની છૂટ આપતી જોવા મળે છે.

અમેરિકામાં રહેતી પૂર્વીની નોકરી ઘણી જ સરળ છે. રવિવારની રજા બાદ સોમવારે કામ ઉપર જવાનું થોડું મોડું થઈ ગયું હોય તો પૂર્વી કંપનીમાં તેના બોસને ફોન કરીને જણાવી દે છે કે આજે હું ઘરેથી કામ કરીશ. ચોક્કસ સમયમાં તે ઘરે બેસીને કામ પૂરું કરી આપે. કંપનીના અધિકારીઓ પણ રાજી, પૂર્વીના બાળકો પણ રાજી.

ટ્રાવેલિંગના સમયનો સદ્ઉપયોગ કરીને ઘરમાં રહીને કંપનીનું કામ કરવું પણ સરળ પડે. હા, બોસ કામ માટેની મંજૂરી આપે તેની સાથે જણાવે પણ ખરા કે આદત પડે નહીં તેનું ધ્યાન રહે ! 

ભારતમાં સવારના સમયે તમે કોઈના પણ ઘરે કહ્યા વગર પહોંચી જાવ તો તેઓે અવઢવમાં પડી જાય તે સ્વાભાવિક છે. આજે માનવીનું જીવન ભાગદોડભર્યું બની ગયું છે. વહેલી સવારે ગૃહિણી એક તરફ ઘરના કામ નિપટાવવામાં વ્યસ્ત જોવા મળે છે. તો પતિ બાળકોને શાળાએ છોડવામાં મદદ કરતો હોય છે. બંને સમયસર ઑફિસે પહોંચવાની ઉતાવળમાં જોવા મળે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે લંચબોક્સ ઘરમાં જ રહી જાય. લાંબા અંતરે આવેલી ઑફિસમાં સમયસર ન પહોંચવાને કારણે બે શબ્દો સાંભળવા પણ પડે. જે દિવસભર વ્યક્તિને સંતાપ કરાવે. આવી પરિસ્થિતિથી છૂટવાનો ઉપાય એટલે ઘેરબેઠાં કામ કરવું '(વર્ક ફ્રોમ હોમ-વર્કિંગ રિમોટલી)'.

મુંબઈમાં રહેતા ચારૂલ વાલાવલકર ૧૬ વર્ષથી ઘેર બેઠાં કામ કરે છે. તેઓ અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીનું કામ સંભાળે છે. તેઓ ઘરેથી ક્મ્પ્યુટર ઉપર બેસીને મેડિકલ જર્નલમાં છપાયેલી માહિતીને નેટ ઉપર ગોઠવવાનું કામ કરે છે. તેમના કામના કલાકો બદલાતા રહે છે. કંપની તરફથી ક્મ્પ્યુટરમાં ખાસ પ્રોગ્રામ બેસાડવામાં આવેલો છે. જેમાં જણાવેલી માહિતી પ્રમાણે તેઓએ કામને નિયત સમયમાં પૂર્ણ કરવાનું હોય છે. અખબારમાં આવેલી એક જાહેરાત વાંચીને તેમણે ઈન્ટરવ્યૂ આપવાનું નક્કી ર્ક્યું. ઈન્ટરવ્યૂમાં ટાઈપિંગની એક ટેસ્ટ લેવામાં આવી. તેઓ ટાઈપિંગ જાણતા ન હતા. કંપની તરફથી ટ્રેનિંગ આપવામાં આવી. નાના કામથી શરૂઆત થઈ. બસ પછી તો કામ કરવાની ઝડપ અને ચોકસાઈ હોવાથી તેમને મહત્ત્વના પ્રોજેક્ટ ઉપર કામ મળવા લાગ્યું. કમાણી પણ સારી થવા લાગી. તે સમયે ઘેરબેઠાં કામ કરનાર વ્યક્તિઓની સંખ્યા પણ ઓછી હતી. હવે તો કંપનીઓ વચ્ચે પણ સ્પર્ધા જોવા મળે છે. વળી શિક્ષિત મહિલાઓ પણ ઘેરબેઠાં કામ કરવાના વિચારને અપનાવવા લાગી છે. જેને કારણે મહેનતાણું ઓછું થયું છે. ચારૂલબહેનનું કહેવું છે કે ઘરેથી કામ કરવાનું માનવામાં આવે છે, તેટલું સરળ નથી. કામ ઘણું ચોકસાઈથી કરવું પડે છે. નાનીઅમથી ભૂલ થાય ત્યારે ઉચ્ચ અધિકારીનો ફોન પણ આવે! જો તમારું કામ ચોક્કસ હોય તો તમે કામ કરવાની ના પાડો તો તેઓ મનાવવા પણ આવે! ઘેરબેઠા કામ કરવાનો મુખ્ય ફાયદો એટલે બાળકો સચવાય, કુટુંબની વડીલ વ્યક્તિઓ પણ સચવાય, ઘરનું કામકાજ પણ થાય અને કમાણી પણ થાય. આજે તેમના બંને બાળકો ડૉક્ટર બની ગયા છે. પત્ની કામમાં વ્યસ્ત હોય તો પતિ બાળકોને સાચવે. વળી ક્યારેક કામનો ભાર વધી જાય તો બહારથી મગાવીને પણ ભોજન કરવું પડે. કંપનીના માણસો સાથે નમ્રતાથી વર્તવું પણ આવશ્યક છે. 

કુટુંબની આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય તો વ્યક્તિ વહેલી નિવૃત્તિ લઈ લે, ત્યારબાદ ઘેરબેઠાં શાંતિથી કામ કરવું તેમને પસંદ પડે છે. મલ્ટિનેશનલ કંપનીનું જોઈને હવે તો ભારતીય કંપની ઘેરબેઠાં કામ કરતા કર્મચારીને પણ વિવિધ સવલતો આપે છે.

એક સંશોધન પ્રમાણે ઘેરબેઠાં કામ કરતી વ્યક્તિઓ એકાગ્ર ચિત્તે કામ કરે છે. એક તરફ ઘરમાં રહીને કામ કરતા કર્મચારી ક્યારેક પ્રતિસ્પર્ધી કે સહકર્મચારી ન હોવાને કારણે કામ કંટાળાજનક લાગે તેવું પણ બને. બીજી તરફ ઑફિસમાં બેસીને સહકર્મચારી સાથે થોડી મજાકમસ્તી કરવાથી મન પ્રફુલ્લિત બને છે. 

ભારતમાં પણ હવે ઘેરબેઠાં કામ કરવાનું અનેક શિક્ષિત અને ટૅક્નોલૉજીના જાણકાર લોકો પસંદ કરવા લાગ્યા છે. તમે પણ ઘેરબેઠાં કામ કરવા માગતા હો તો આ ક્ષેત્રે વિશાળ સંભાવના રહેલી છે. બસ તે મેળવીને તેની નિષ્ઠાથી કામ કરવું જરૂરી છે. ચાલો ત્યારે ... 'જોઈ શું રહ્યા છો જોડાઈ જાવ કામ કરવા'.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment