Thursday, 2 June 2016

[amdavadis4ever] અવસ્થાની વ્યવસ્થા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘરમાં બાળક વધારે હસતું હોય કે વૃદ્ધ?
જે ઘરમાં હસતાં વૃદ્ધ અને વડીલો હોય અને વિચારતા યુવાન હોય તે ઘર સુખી હોય અને જે ઘરમાં હસતાં યુવાન અને રડતા વૃદ્ધ હોય તે ઘર દુ:ખી હોય.

જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ બાળક યુવાન બને છે અને યુવાન વૃદ્ધ બને છે.

જેમ જેમ અવસ્થા આવે છે તેમ તેમ વ્યવસ્થા બગડવા લાગે છે અને વ્યવસ્થા હોય છે શરીરની, મનની, ભાવોની વિચારોની અને પરિસ્થિતિઓની.!! પણ એ બગડતી પરિસ્થિતિઓને સુધારવી કે વ્યવસ્થિત રાખવી એ કોના હાથમાં હોય છે?

એ વ્યક્તિના પોતાના જ હાથમાં હોય છે.

પણ થાય છે શું? મોટા ભાગના વડીલો, સિનિયર સિટીઝન્સ વર્તમાનના બદલે ભૂતકાળમાં જીવતાં હોય છે અને ભૂલી જાય છે કે, સમયની સાથે બધું જ બદલાતું હોય છે. માનવીના મન, વિચારો, ભાવો અને કુદરતની ક્રિયાઓ પણ બદલાતી હોય છે. ઘણા વડીલો એવા હોય છે કે જે ભૂતકાળને ભૂલી શક્તાં નથી અને વર્તમાનમાં જીવી શક્તાં નથી, વર્તમાનમાં ઘરમાં ગમે તેવો ખુશીનો, આનંદનો પ્રસંગ હોય ત્યારે પણ ભૂતકાળને યાદ કરી એ આનંદને માણી શક્તાં નથી.

ભૂતકાળની યાદ અને વાતોના કારણે વર્તમાન તો બગડે જ છે પણ ક્યારેક આખું ભવિષ્ય પણ બગડી જાય છે.

ઘણા વડીલો કહેતાં હોય છે કે, હવે તો ઉંમર થઈ, કાંઈ યાદ રહેતું નથી અને છતાંય વીસ વર્ષ પહેલાં જે ઘટના બની હતી એ અક્ષરે અક્ષર યાદ છે.

એનો અર્થ શું થયો?

આપણે ભૂલવા જેવું યાદ રાખીએ છીએ અને યાદ રાખવા જેવું ભૂલીએ છીએ.

જે ભૂલવા જેવું યાદ રાખે, તે વહેલાં વૃદ્ધ થાય.

જે ભૂલવા જેવી વસ્તુ યાદ રાખે છે, તે તેના મનમાં સતત ઘુમરાયા કરે છે અને તેની અસર તેના તન ઉપર થાય જે નેગેટિવ હોય, નેગેટિવ અસર શરીરને અસ્વસ્થ કરે અને અસ્વસ્થતા વ્યક્તિને સમય પહેલાં વૃદ્ધ બનાવી દે, જે લોકો વધારે મગજ ચલાવતા હોય તે વહેલાં વૃદ્ધ થાય.

ભૂલવા જેવું જે યાદ રાખ્યું હોય તે સમયે સમયે યાદ આવે અને ત્યારે પોતાની અંતરમાં ખટાશ લાવે અને સંબંધોમાં કડવાશ લાવે.

વૃદ્ધાવસ્થાને યુવાન બનાવવાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો તે છે મૌન.!

જેને મૌન રહેતાં આવડે છે તે સુખી થાય છે. મૌન એટલે બોલવું નહીં કે વાત ન કરવી એમ નહીં, મૌન એટલે માથું ન મારવું.

આ ભવમાં દીક્ષા લેવાય કે ન લેવાય, પાંચ મહા વ્રત ધારણ કરાય કે ન કરાય, પરંતુ મારે સંસારમાં રહીને પણ સંયમમાં રહેવું છે અને સંયમમાં રહેવાનો પહેલો ઉપાય છે, મૌન.! મારે મારી વાણી ઉપર, મારા વચન ઉપર, મારા શબ્દો ઉપર સંયમ રાખવો છે. મારે મૌન રહેવું છે.

જે પોતાના બે હોઠને જોડેલાં રાખે છે, તે ઘરની પાંચ વ્યક્તિને જોડેલાં રાખી શકે છે.

જેમના વારંવાર બે હોઠ જુદા પડતા હોય છે તેમના જ દીકરા અને વહુ જુદા પડતાં હોય છે.

જેને માન દેતાં આવડે છે તે મહાન બની જાય છે. નાના હોય કે મોટા જે બધાંને માન આપે છે તેને બધાં માન આપે છે.

જે ઘરમાં વડીલને નાનાને માન દેતાં ન આવડે તે ઘરમાં વડીલને પગલે પગલે અપમાન મળે છે અને જેને અપમાન સહન કરીને માન દેતાં આવડે છે, તેનું માન વધ્યાં વિના રહેતું નથી.

ઘણા વડીલો કહેતાં હોય છે કે, "નાનાઓને અમારા માટે રિસ્પેકટ રહ્યો નથી', આવું થાય શા માટે?? સમય સાથે બદલાતાં ન આવડયું માટે.!! એટલે વડીલોએ પણ પોતાના વ્યવહારમાં, વિચારોમાં અને સ્વભાવમાં પરિવર્તન લાવવાની જરૂર છે, નાનાને માન આપવું અને મન મોટું રાખવું જોઈએ. જ્યાં રહેવાનું છે ત્યાં રહેતાં આવડી જાય તેનું નામ સંસાર ધર્મ.

જ્યાં રહેવાનું છે ત્યાં રહેતાં આવડી જાય તો તમારી સમાધિ રહી શકે. જો સમાધિ હશે તો સમભાવ હશે અને જેટલાં સમભાવ હશે એટલી સામાયિક હશે.

સામાયિક કાંઈ આસન લઈ મુહપતી બાંધીને બેસવાથી જ ન થાય. જે ક્ષણે તમે સમભાવમાં, તે ક્ષણ તમારી સામાયિકની ક્ષણ કહેવાય. જે ક્ષણ તમે પ્રસન્નતામાં વિતાવો તે ક્ષણ સામાયિકની ક્ષણ, જે ક્ષણે તમે હળવાશ અનુભવો તે ક્ષણ સામાયિકની ક્ષણ.! સમભાવની સાધના વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે. પરિસ્થિતિઓનો સ્વીકાર એ પણ સામાયિકનો જ એક પ્રકાર છે.

અવસ્થામાં ત્રણ પ્રકારની વ્યવસ્થા બગડે છે. શરીરની, સંબંધોની અને સંયોગોની.

આ વ્યવસ્થા બગડવાનું કારણ હોય છે જીભ.

જેમ કોરી રોટલી ગળા નીચે ન ઊતરે, તેમ કોરા શબ્દો પણ ગળા નીચે ન ઊતરે.

એટલે શબ્દોમાં ઘી રૂપી નમ્રતા, મીઠાસ, ભળી જાય તો.!! ઘી ચોપડેલાં શબ્દો પીરસાય તો તરતજ ગળા નીચે ઊતરી જાય, સામેવાળી વ્યક્તિ સ્વીકારી લે અને સંબંધો સચવાયેલાં રહે.

શરીરને સ્વસ્થ રાખવું એ સ્વયંના જ હાથમાં હોય છે. પણ ઘણા લોકો, દર્દ જ્યારે શરૂઆત હોય કે નાનું હોય ત્યારે ગણકારે નહીં અને વધી જાય પછી ફરિયાદ શરૂ થઈ જાય, કોઈ ધ્યાન રાખતાં નથી.

બીજું કારણ હોય છે અનિયમિતતા અને અસંતોષ. ખાવા-પીવાનો, કપડાંનો કે પછી લાગણીના અસંતોષની અસર શરીર પર થાય અને શરીર અસ્વસ્થ થઈ જાય.

ત્રીજું કારણ હોય અપેક્ષા, જેટલી અપેક્ષા વધારે એટલી તકલીફ વધારે.

ચોથું કારણ છે એડજસ્ટમેન્ટ, મોટા ભાગના લોકોને એડજસ્ટ થતાં આવડતું નથી એના કારણે પણ આખો દિવસ અપસેટ રહેતાં હોય છે.

અને આ બધાં કારણે નેગેટિવીટી એટલી સ્ટ્રોંગ થઈ જાય કે આખો દિવસ મનમાં વિચારોનું યુદ્ધ ચાલ્યાં જ કરે... ચાલ્યાં જ કરે.

એટલે મોટાભાગે શરીરની અસ્વસ્થતાનું કારણ તન નહીં મન હોય છે.

મનને સ્વસ્થ કરવાનો ઉપાય છે ધ્યાન.!!

જેમ પાણીમાં લીટી કરો તો એ આગળ થતી જાય અને પાછળ ભુંસાતી જાય, એમ ઘણા ભૂતકાળની ભૂલો, પ્રસંગો અને ઘટનાઓને ભૂલી જાય. જ્યારે પત્થર પર લીટી કરો તો એ અંકિત થઈ જાય, એમ ઘણાના મનમાં ભૂતકાળના પ્રસંગો અને ઘટનાઓ પત્થરની લકીરની જેમ મનમાં અંકિત થઈ જાય છે અને એ અંકિત થયેલાં પ્રસંગોની અસરથી મુક્ત થવા માટે છે ધ્યાન સાધના.!

ધ્યાન મનને શાંત અને ચિત્તને પ્રસન્ન કરે છે. મન સ્વસ્થ થાય તો તન પણ સ્વસ્થ થઈ જ જાય.

દુ:ખ વખતે ક્યારેય રડવું ન જોઈએ. રડવાથી કર્મોે બંધાય.

દુ:ખનો ગુણાકાર કરવો હોય તો રડવું જોઈએ અને દુ:ખનો ભાગાકાર કરવો હોય તો હસવું જોઈએ.

અવસ્થાને વ્યવસ્થિત અને સ્વસ્થ રાખવા મનને પ્રવૃત્ત રાખવું જોઈએ. મનને પ્રવૃત્ત રાખવા ધર્મ ધ્યાન કે સેવાનાં સત્કાર્યોે કરવા જોઈએ અને પોતાના અનુભવ દ્વારા યુવાનોને ઘડવા જોઈએ. તમારા અનુભવ બીજા માટે પ્રેરણા બનાવવા જોઈએ.

વૃદ્ધાવસ્થામાં હસતાં રહેવા માટે, પ્રસન્ન રહેવા માટે અને સ્વસ્થ રહેવા માટે માત્ર થોડાં પરિવર્તનની જરૂર છે. સમય અને સંજોગો પ્રમાણે બદલાવાની જરૂર છે, ભૂતકાળને ભૂલી, વર્તમાનમાં જીવવાની જરૂર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment