Tuesday, 28 June 2016

[amdavadis4ever] ગંગાધર મંડલ: પ્રા માણિકતાનુ ં સરનામું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી સમાજ વ્યવસ્થા પૈસા અને પ્રલોભનોની આસપાસ રચાયેલી છે. દરેક જણ પૈસાની પાછળ પાગલ છે. જેની પાસે જેટલો વધારે પૈસો, તેટલી વધારે તેને પૈસા મેળવવાની લાલચ. અને તે મેળવવા માટે તે કોઇ પણ ખોટા કામ કરતા અચકાતો નથી. લાખોપતિ માણસને કરોડપતિ બનવાની લાલચ, તો કરોડપતિને અબજોપતિ બનવાની લાલચ. આવામાં પ્રમાણિકતા અને માણસાઇ જેવા ગુણો તો હવે દિવો લઇને શોધવા જાઓ તો પણ જોવા ન મળે એમ છે. પણ આજે આપણે વાત કરવી છે એક ટેક્સી ડ્રાઇવરની- પ્રમાણિક અને આદર્શ ટેક્સી ડ્રાઇવરની. 

ગદાધર મંડલ ૫૩ વર્ષનો છે અને મુંબઇમાં વર્ષોથી ટેક્સી ચલાવવાનું કામ કરે છે. તેને જે જાણે છે, તે તેની પ્રમાણિકતાના વખાણ કરતા થાકતા નથી. પોતાની બાવીસ વર્ષની કારકિર્દીમાં તેણે કેટલાય લોકોના મોબાઇલ ફોન, જે તેઓ તેની ટેક્સીમાં ભૂલી ગયા હતા, તે તેમને શોધીને પાછા આપ્યા છે. તેના જ શબ્દોમાં આ આંકડો જાણીએ તો ૧૪ મોબાઇલ ફોન તેણે તેના માલિકોને ગોતીને પરત કર્યા છે. જેવી તેને ખબર પડે કે તેની ટેક્સીમાં કોઇ મોબાઇલ ભૂલી ગયું છે , એટલે તુરંત ગદાધરભાઇ તેના માલિકને ગોતવાનો પ્રયત્ન ચાલુ કરી દે. અને જેવી તેની ભાળ મળે કે તરત તેને ફોન પહોંચતો કરે. ક્યારેક તો એવુંય બન્યું છે કે લોકો મોંઘીદાટ વસ્તુ ભૂલી ગયા હોય, પણ જો સાથે બિલ હોય તો કોઇને કોઇ રીતે માલીકના સગડ મેળવીને એના સુધી એ વસ્તુ પહોંચતી ન કરે ત્યાં સુધી એને જંપ ન વળે. જો સગડ ન મળે તો અસોસિએશનમાં જમા કરાવી દે, પણ પોતાની પાસે તો ન જ રાખે.

મોટા ભાગે એવું થતું હોય છે કે લોકોને જેવી ખબર પડે કે તે તેમનો ફોન ક્યાંક ભૂલી ગયા છે, તો પહેલું કામ તે પોતાના ફોન પર રિંગ મારવાનું કરશે. ગદાધરને જ્યારે ફોનની રિંગ વાગે ત્યારે ખબર પડે કે કોઇ તેમની ટેક્સીમાં મોબાઇલ ભૂલી ગયું છે. તે તુરંત ફોન ઉપાડે , તે વ્યક્તિનું સરનામું લે અને તેને ફોન પહોંચતો કરે. ૨૦૧૪માં એક વાર એવું બન્યું કે તેની ટેક્સીના સીટ કવર્સ તે બદલવા જતો હતો, ત્યારે તેના હાથમાં બે સીટ વચ્ચેની જગ્યામાં પડેલો મોબાઇલ ફોન મળ્યો. પંદરેક દિવસ પહેલા કોઇ મહિલા તેની ટેક્સીમાં આ ફોન ભૂલીને ગઇ હતી. ફોન બંધ હતો. ફોનને ચાલુ કરીને જોયો તો ફોન સાયલન્ટ મોડ પર હતો. તે મહિલાએ પહેલા બે દિવસમાં ૭૮ મીસ્ડ કોલ માર્યા હતા, પરંતુ સાયલન્ટ મોડ પર હોવાથી ગંગાધરને ખબર નહોતી પડી. તેણે તુરંત તે મહિલાને ફોન કર્યો અને એ મહિલા કે જે નર્સ તરીકે કામ કરતી હતી, તે તેના ઘરે ફોન લેવા આવી. ફોન ઘણો મોંઘી કિંમતનો હતો. તેથી તે પાછો મળવાથી તેને ઘણી ખુશી થઇ. તેણે ગદાધરને ૨૦૦૦ રૂપિયાની બક્ષિસ આપી અને તેનો આભાર માનતો પત્ર પણ લખ્યો. ગદાધર આ પત્રને હંમેશાં તેની ટેક્સીમાં રાખે છે.

ફોન સ્વીચ ઓફ હોવાથી કોઇ ખોવાયેલા ફોન પર કોલ ના કરી શકતું હોય તો ગદાધર ફોનને પહેલા રિચાર્જ કરે, ફોનમાંથી ગોતીને વ્યક્તિને ફોન કરીને તેની ભાળ મેળવે અને તેને ફોન પરત કરીને જ ઝંપે. 'લોકોને તેમના ખોવાયેલા ફોન પાછા આપીને મને બહુ ખુશી થાય છે. લોકો મારો આભાર માને છે, મારી સાથે હાથ મેળવે છે, મને ભેટે છે અને પોતાનો ફોન પાછો મેળવવાની ખુશીમાં તેને રોકડાની બક્ષિસ પણ આપે છે. આ બધાથી મને બહુ ખુશી થાય છે.' ગદાધર તેની પત્ની અને બે બાળકો સાથે મુંબઇના સાંતાક્રુઝ ખાતે રહે છે.

ગંગાધરે માત્ર આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ પોતાનાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે તે હંમેશાં પ્રયત્નશીલ રહ્યો છે. તેની દીકરી એક અગ્રણી બૅંકમાં મૅનેજર છે અને તેના પુત્રએ હાલમાંજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પાસ કરી છે.

ગંગાધર પોતાની જાતને બહુ જ ભાગ્યશાળી માને છે કે તેને તેની પ્રમાણિકતાના ફળ આ જનમમાં જ ચાખવા મળ્યા. ૨૦૦૪માં એક કપલને તેની ટેક્સી ઘણી ગમી ગઇ અને તેમણે તેને રોજ તેમની ઑફિસના સ્થળે તેમને મૂકી જવા જણાવ્યું. જો કે પાંચમા દિવસે જ તે મહિલા તેનો ફોન ટેક્સીમાં ભૂલી ગઇ. ગદાધર તે મહિલાની ઑફિસે પહોંચી ગયો. મહિલાના પતિને ફોન કર્યો અને તેની પત્નીને જણાવવા કહ્યું અને મહિલાને ફોન પાછો આપ્યો. ૨૦૦૪માં તો મોબાઇલ ફોન પણ ઘણાં મોંઘા હતા. પેલું યુગલ તો ગદાધરથી એટલું ખુશ થઇ ગયું કે તેમણે ગદાધરને ઘરે જમવા બોલાવ્યો, માન મરતબો આપ્યો. ત્યાર પછી તો ગદાધરે તેમની સાથે નવ વર્ષ સુધી કામ કર્યું. 'મને અહેસાસ થયો કે પ્રમાણિકતાથી જીવો તો તમને માન, સન્માન મળી જ રહે છે. લોકો તમારી સાથે તેમના પરિવારના એક સદસ્યની જેમ વર્તવા માંડે છે. મેં મારું પ્રમાણિકતાનું મિશન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે પણ કોઇ મારી ટેક્સીમાં કંઇ ભૂલી જાય તો તે પરત કરવા માટે પ્રયત્નો શરૂ કરી દઉં છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment