Tuesday, 28 June 2016

[amdavadis4ever] સરખામણીની અકળામ ણ......સુખી રહે વાનો સિદ્ધાંત શ ું?: ગળણી રાખો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.





પ્રશ્ર્ન:

મારી પત્નીનો એકંદર સ્વભાવ અત્યંત મળતાવડો છે. બધા સાથે હળીમળીને રહે છે. કામકાજમાં પણ ખૂબ જ હોશિયાર છે. બીજા પણ કેટલાંક ગુણ તેનામાં છે. જોકે, આ બધા સદ્ગુણો વચ્ચે તેનામાં એક અવગુણ ડોકિયા કરી રહ્યો છે. આ અવગુણ એવો છે કે મને તો ઠીક મારાં સંતાનોને પણ પજવે છે. એને બધી બાબતે સરખામણી કરવાની કૂટેવ પડી ગઇ છે. ખાસ કરીને ભણતરની બાબતમાં અન્ય બાળકો સાથેની સતત તુલના કરવાના તેના સ્વભાવથી બાળકો અકળાઇ ગયા છે. મેં કેટલીક વાર એને સમજાવવાની કોશિશ કરી જોઇ, પણ વ્યર્થ. તમને એ નહીં સમજાયથી માંડીને હવે આવું નહીં કરું જેવી અંતિમ દલીલો એ કરતી હોય છે. બાળકો પણ હવે એના આ સ્વભાવથી કંટાળી ગયા છે અને તેની સાથે મહત્ત્વની વાતો કરવાનું ટાળવા લાગ્યા છે. સાચું કહું તો બાળકાો માથી દૂર થઇ રહ્યા છે એ વાત મને નથી ગમતી, પણ હું કંઇ કરી શકું એમ નથી. બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ તેમનું એટલું જ કહેવું છે કે તેમણે હવે પીઠ ફેરવી લીધી છે. આ પરિસ્થિતિમાંથી કઇ રીતે બહાર નીકળવું એ જ મને નથી સમજાતું.

ઉત્તર: 

ઘણા લોકો તમારી જેવી સમસ્યામાંથી પસાર થતા હોય છે. સરખામણી એ બહુ અળખામણી બાબત છે. જોકે, કેટલાંક લોકોનો આવો સ્વભાવ જ હોય છે. તમારી પત્નીની વાત કરીએ તો સરખામણી કરવાનો તેનો સ્વભાવ તમારા શું કોઇના બાળકોને ગમે નહીં. એમાંય આજ કાલ તો જો પેલાને ૯૪ આવ્યા, તને કેમ ૯૨.૫ આવ્યા? બરાબર વાંચ્યું નહીં હોય. સરખી મહેનત નહીં કરી હોય જેવા આક્ષેપો થયા કરતા હોય છે. આ સંદર્ભમાં સરખામણી કરતા પિતા અને અકળામણ અનુભવતા પુત્રનો એક કિસ્સો વાંચવા જેવો છે. એક કિશોર એના પિતા સાથે ફરવા માટે નીકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દીકરો બાજુમાં બેઠો હતો. પિતાને એમની એ કાર ખૂબ વહાલી હતી એટલે તેઓ એને અત્યંત કાળજીપૂર્વક લગભગ ૮૦ની સ્પીડથી ચલાવી રહ્યા હતા. થોડીવાર પછી એક કાર આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. બાજુની સીટ પર બેઠેલા દીકરાએ પિતાને કહ્યુ, 'પપ્પા, જુઓ જુઓ, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ. તમે ગાડી બહુ ધીમી ગતિએ ચલાવો છો. હવે તમે જરા સ્પીડ વધારો તો આપણે એ ગાડીને ઓવરટેક કરી આગળ નીકળી જઇએ.' પુત્રની વાત સાંભળીને પિતાએ મલકાતા મલકાતા કહ્યું, 'બેટા એ શક્ય નથી, કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની ક્ષમતા વધુ સારી છે અને એટલે હું ગમે તેટલા પ્રયત્નો કરીશે તો પણ એ કારને ઓવરટેઇક નહીં કરી શકું.' તેમની વચ્ચેની આ વાત ચાલુ જ હતી ત્યાં એક અન્ય સ્ટાઇલિશ કાર વાયુવેગે આવી અને આગળ નીકળી ગઇ. ફરી દીકરાએ પિતાને કહ્યું, 'પપ્પા, તમે આ શું કરી રહ્યા છો? બીજી કાર પણ આપણી આગળ નીકળી ગઇ. હવે તો જરા સ્પીડ વધારો. સાચુ કહું તો મને એવું લાગે છે કે તમને ગાડી ચલાવતા જ નથી આવડતું.' આ સાંભળીને પિતાને થોડો ગુસ્સો આવ્યો અને તેમણે થોડા અકળાઇને કહ્યું, 'બેટા, મેં તને કહ્યું તો ખરું કે જે ગાડી આપણને ઓવરટેક કરીને આગળ જતી રહે છે એ બધી જ ગાડીની એન્જિનની ક્ષમતા આપણી ગાડીના એન્જિનની ક્ષમતા કરતા વધુ છે એટલે એ આપણી આગળ નીકળી જાય એ સ્વાભાવિક છે.' હજી બીજી કોઇ વાત થાય એ પહેલા એક સ્પોર્ટસ કાર આવીને સડસડાટ જતી રહી. પુત્રથી હવે રહેવાયું નહીં અને એ પોતાની સીટ પર ઊભો થઇ ગયો અને ડૅડીને કહેવા લાગ્યો કે 'પપ્પા, હવે તો સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એક પછી એક બધી કાર આપણી કારને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ.' પુત્રની આ વાત પિતા સહન ન કરી શક્યા અને તાડુક્યા, 'કેમ ક્યારનો સમજતો નથી? હું તને જે સમજાવવાનો પ્રયાસ કરું છુ એમાં તને કેમ સમજ નથી પડતી? આપણી આગળ નીકળી ગઇ એ કાર જ તને કેમ દેખાય છે? આપણા કરતાં ઓછી ક્ષમતાવાળી ઘણી ગાડીઓથી આપણે આગળ નીકળી ગયા એ ગાડીઓ તને કેમ નથી દેખાતી? એક વાત સમજી લે, જે ગાડીઓ આપણી આગળ નીકળી રહી છે એ ગાડીઓથી આગળ નીકળવા આપણે ગમે તેટલા પ્રયત્નો કરીશું તો પણ આપણે એની આગળ નહીં જઇ શકીએ. એવા પ્રયત્નો કરવા જશું તો આપણી કારને નુકસાન થવાનો સંભવ છે.' આ સાંભળીને પુત્રની આંખો ચમકી ઊઠી. તેણે પપ્પાને વહાલ કરતા કહ્યું, 'પપ્પા, તમે કેટલા સમજદાર છો. એક કારની સરખામણી બીજી કાર સાથે ન થઇ શકે એ તમે ખૂબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી બીજા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો? હું એ વિદ્યાર્થીઓની આગળ વધવાની કોશિશ કરીશ તો મને પણ નુકસાન થઇ શકે છે. મારી આગળ નીકળી ગયેલા કેટલાંક વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા વિદ્યાર્થીઓ કરતાં આગળ છું એ તમને કેમ નથી દેખાતું?' કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભગવાને દરેક માટી જુદી જુદી રીતે ઘડતો હોય છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો આપણા સંતાનોને નુકસાન થવાની સંભાવના છે.

-----------------------------

સુખી રહેવાનો સિદ્ધાંત શું?: ગળણી રાખો 

પ્રશ્ર્ન: 

આજે ઠેર ઠેર નજર નાખતા એક વાત ઊડીને આંખે વળગે છે કે ભૌતિક સમૃદ્ધિની રેલમછેલ છે, હા પ્રમાણમાં ફરક હશે, પણ આંતરિક સમૃદ્ધિ કે શાંતિનો મોટે ભાગે અભાવ જોવા મળે છે. એવું લાગે છે કે કોઈ આંધળી દોટમાં આપણે આપણો વારસો, આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ખોઈ રહ્યા છીએ. આપણે જાણે કે મૂળસોતા ઉખડી રહ્યા હોઈએ એવી લાગણી અનુભવાય છે. શર્ટનું ખીસું છલકાય છે, પણ એ ખીસાની પાછળ રહેલા દિલમાં જાણે કે ખાલીપો વરતાય છે. એક બીજા પ્રત્યે પ્રેમ, લાગણી વગેરે ધીરે ધીરે ઓસરતાં જાય છે. ઉમળકાઓ તો ભાગ્યે જ દર્શન દે છે. નફરત અને ધિક્કાર ચારેકોર શોરબકોર કરતા હોય એવું ચિત્ર ઉપસે છે. માણસ માણસ પ્રત્યેના અહોભાવમાં ગજબનાક ઓટ આવી ગઈ છે. અહમ્ભાવમાં ભરતી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ કે મનોદશા આપણને ક્યાં લઈ જશે એની ખબર નથી પડતી. મહિનાના અંતે બૅન્કની પાસબુક કે ઘરના કબાટના લૉકરમાં વૃદ્ધિ થાય છે પણ માંહ્યલો એક ખાલીપો અનુભવી રહ્યો છે. આ અછત અકળાવનારી છે, પણ એ ઊભી કરનારા આપણે જ છીએ. હું સમજું છું કે સુખી રહેવાનો કોઈ સિદ્ધાંત ન હોય, પણ કોઈ ચોક્કસ વિચારને અનુસરવાથી એક કેડી તો મળી શકે ને. પછી એ કેડી પર કેટલા ડગ માંડવા અને ક્યાં સુધી પહોંચવું એ વ્યક્તિગત સવાલ બની જાય છે. 

ઉત્તર: 

તમારી વાત પીડાદાયક છે, પણ મહદ્અંશે સાચી સુધ્ધાં છે. ભૌતિક સુખ પાછળની આંધળી દોડમાં આપણે આપણા સમૃદ્ધ વારસાને જાણે કે ખોઈ બેઠા છીએ. એકબીજા પ્રત્યેનું મમત્વ ઘટી રહ્યું છે અને મમત વધતો જાય છે. આનું એક કારણ એ હોઈ શકે કે આપણે પશ્ર્ચિમની સંસ્કૃતિના એવા ઘેલા થયા, એવા દીવાના થયા કે આપણી સંસ્કૃતિની મીઠાશ ખોઈ બેઠા. આજે ચારેકોરથી માહિતીનો મારો થઈ રહ્યો છે એવા યુગમાં તમારા આંખ અને કાન સામે વિવિધ વિચારો, સમજણો ટપકી પડે એ સ્વાભાવિક છે. એમાંથી શું સ્વીકારવું અને શું ત્યજી દેવું એના માટે એકે ગળણી પાસે રાખવી જોઈએ કે જેની મદદથી ચાળી ચાળીને શું પાસે રાખવું અને શું ફગાવી દેવું એનો નિર્ણય લઈ શકાય. આ સંદર્ભમાં તાજેતરમાં વાંચેલી એક દૃષ્ટાંતકથા થોડામાં ઘણું કહી જાય છે. આશા છે આપને અનુસરવા જેવી લાગશે.

એક સરસ મજાની વાર્તા છે. કૉલેજના એક પ્રોફેસરે કેટલાક વિદ્યાર્થીઓને બટાટા લઈ આવવાની જવાબદારી સોંપી. તેમણે હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે 'તમે જેટલા લોકોને નફરત કરતા હો એટલા બટાટા આવતી કાલે લઈને આવજો. તમે નફરત કરતા હોય એનું નામ એક એક બટાટાને આપજો.' બીજા દિવસે વિદ્યાર્થીઓ તો બટાટા લઈને આવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. તો વળી કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા અને અમુક તો એવા પણ હતા કે જેમની આખી થેલી ભરેલી હતી. આ સર્વ વિદ્યાર્થીઓએ કૉલેજમાં જઈને પ્રોફેસરને પોતપોતાની થેલી બતાવી. પ્રોફેસરે એ થેલીઓ જોઈને માત્ર એટલું જ કહ્યું કે, 'બહુ જ સરસ. હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી રોજ તમારે તમારી સાથે લાવવાની છે.' ડોકું ધુણાવીને બધાં વિદ્યાર્થીઓ એમ કરવા તૈયાર થઈ પણ ગયા. બે-ત્રણ દિવસ તો કોઈ પ્રકારનો વાંધો ન આવ્યો પણ પછી ધીમે ધીમે બટાટા સડવાની શરૂઆત થઈ ગઈ. અધૂરામાં રોજ રોજ બટાટા ભરેલી વજનદાર થેલી ઉપાડીને આવવામાં વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડવા લાગી જેને કારણે અકળામણ વધવા લાગી. થયું એવું કે ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને એમાંથી વાસ આવવા લાગી. આખરે થાકીને વિદ્યાર્થીઓએ કહ્યું કે 'હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને એે ફેંકી દેવાની છૂટ આપો.' ત્યારે પ્રોફેસર હસીને એટલું જ બોલ્યા કે, 'તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે? નફરત, ગુસ્સો, નારાજગી,વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો? એ કોહવાઈ ગયા છે અને એમાંથી વાસ આવે છે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી. એટલે સૌપ્રથમ તો આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment