Sunday, 27 September 2015

[amdavadis4ever] અનંત-ચતુર્દશીએ થોડ ું વિસર્જન વિશે...સૌરભ શ ાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનંતચતુર્દશીએ થોડું વિસર્જન વિશે

'સન્ડે મૉર્નિંગ'

સૌરભ શાહ

('મુંબઇ સમાચાર' : રવિવાર, 27 સપ્ટેમ્બર 2015)

સિગ્નિફિક્ન્સ છે આ ક્ન્સેપ્ટનું, આપણા દરેકની લાઈફમાં.

ક્રિયેટિવ વ્યક્તિઓ માટે તેમ જ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, કશું પણ કામ કરતા લોકો માટે સૌએ સર્જનની સાથે વિસર્જનનું મહત્ત્વ સમજવું પડે, અને સમજ્યા પછી જીવનમાં ઉતારવું પડે.

જિંદગી આખી એક એક પગલું ભરીને સર્જન કરતા રહીએ છીએ. જિંદગી આખી નાના-નાના ટુકડાઓ જોડીને પોતાનું એક નવું - અલાયદું વિશ્ર્વ સર્જતા રહીએ છીએ. ઘર વસાવ્યું, સંસાર માંડ્યો, બાળકોનું સર્જન કર્યું, આસપાસની વ્યક્તિઓ સાથે મળીને એક નવું વાતાવરણ બનાવ્યું અને વર્ષો સુધી, દાયકાઓ સુધી એ બધું જ માણ્યું.

જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે આ બધાં જ વળગણો - ખૂબ પ્રિય હોવા છતાં - દૂર કરવાનાં છે. આમાંનું કશું છાતીએ વળગાડીને જવાના નથી એ છતાં આ બધાનો મોહ છૂટતો નથી પણ છોડવાનો જ છે એની ખબર છે. કોઈ છોડાવી દે એ પહેલાં છોડી દેવાનો છે.

મોક્ષ (એટલે કે મુક્તિ) એને જ મળે છે જે પોતાની મેળે આ સઘળાનું વિસર્જન કરી શકે છે. પોતાને જીવતેજીવ. મોહમાયા ત્યાગવી એટલે જ આ વિસર્જન. જેના પર પોતાના હક્ક છે એને સામે ચાલીને જતું કરવામાં આવે છે ત્યારે ત્યાગનો સંતોષ મળે છે, કોઈ છોડાવે કે પરાણે છોડવું પડે એ ત્યાગ નથી. તમને શુગરનો પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર તમારી મીઠાઈઓ બંધ કરાવે ત્યારે સામે મૂકેલાં રસગુલ્લાં ન ખાવાની તમારી મજબૂરી છે. તબિયત વિશે કોઈ ચિંતા ન હોય અને તમે તમને પિરસાયેલા ત્રણ રસગુલ્લાંમાંથી બે બાજુએ મૂકી દો ત્યારે ખરો ત્યાગ થયો.

વિસર્જન મહત્ત્વનું છે, સર્જન જેટલું જ.

મોહ ઊભો થાય તે મહત્ત્વનું છે. બાળકો માટેનો મોહ, સ્પાઉઝ માટેનો મોહ આપણને એમની કાળજી લેતાં કરે છે. એ મોહ પઝેસિવનેસમાં પલટાઈ જાય એ પહેલાં એનું વિસર્જન કરી નાખવાનું.

મોહ રાખ્યા વિના, નિર્લેપ બનીને, એમને ચાહ્યાં કરવાનાં.

ક્રિયેટિવ પીપલ માટે ઈગોનું સર્જન મહત્ત્વનું. લખતી વખતે કે કોઈ પણ ક્રિયેટિવ કામ કરતી વખતે - ગાતી વખતે, ચિત્ર બનાવતી વખતે, શિલ્પ ઘડતી વખતે - જરૂરી છે કે તમારામાં જબરજસ્ત ઈગોનું સર્જન થયેલું હોય - આ દુનિયામાં આવું કામ કરનારો મારા જેવો બીજો કોઈ કળાકાર નથી, કોઈની તાકાત નથી કે એ આવું લખી શકે, ગાઈ શકે કે ચિત્ર-શિલ્પ બનાવી શકે. આવા ઈગો સાથે કામ શરૂ થાય.

અને કામ પૂરું થઈ ગયા પછી એ જ ઈગોનું વિસર્જન કરી નાખવું પડે.

કોઈ ત્રીજી વ્યક્તિએ આ કામ કર્યું છે એવા ભાવથી એનું મૂલ્યાંકન કરવું પડે, એમાં રહી ગયેલી ખામીઓ શોધીને એને સુધારવી પડે અને સુધારતાં ન આવડે ત્યારે મહેનત કરીને સુધારવાની આવડત મેળવવી પડે. ઈગોના સર્જન વિના કામ થતું નથી અને કામ પૂરું થઈ ગયા પછી ઈગોના વિસર્જન વિના એ કામનું મૂલ્યાંકન શક્ય બનતું નથી.

કામ પૂરું થયા બાદ ઈગોનું વિસર્જન કરવાનું જે લોકો ભૂલી જાય છે તેઓ ભ્રમણાના વિશ્ર્વમાં, ફૂલ્સ પેરેડાઈઝમાં રહેતા થઈ જાય છે. પોતાની ઔકાતને-હેસિયતને ઓવર એસ્ટિમેટ કરતા થઈ જાય છે.

જે મળે છે તે જાતે જ જતું કરી દેવાનું છે એવું સ્વીકારી લીધા પછી એ જતું રહેશે એની અસલામતી દૂર થઈ જાય છે અને અસલામતી દૂર થઈ જતાં જ મળવાનો રોમાંચ વધારે સારી રીતે માણી શકાય છે - આજની પળને માણવી એટલે શું તે સમજી શકાય છે.

અંતિમ સંસ્કાર પછીનાં અસ્થિ વિસર્જન એક સંદેશો છે આપણા સૌના માટે કે નવા આવનારાઓ માટે તમારે જગ્યા કરી આપવાની છે.

ન તો મૃતદેહ સાચવવાનો છે, ન એનાં અસ્થિફૂલ.

જિંદગી આખી જેને જીવની જેમ સાચવ્યા કર્યો એ દેહનું પણ જો વિસર્જન કરવું ફરજિયાત હોય તો જિંદગીમાં આવતી-જતી બીજી ચીજવસ્તુઓ, મઝાની પળો, વ્યક્તિઓ વગેરેની શું વિસાત?

અનંતચતુર્દશી એવો ભવ્ય દિવસ છે જે સમજાવે છે કે પ્રિયમાં પ્રિય હોય એ બધાનું વિસર્જન જાતે જ કરવાનું, જાહેરમાં કરવાનું અને સૌથી મોટી વાત તો એ કે રંગેચંગે કરવાનું - આનંદ અને ઉમળકા સાથે કરવાનું, નાચીગાઈને કરવાનું.

બોલવાનું જરૂર કે 'ચેન પડે ના આમાલા' પણ છતાં વિસર્જન તો કરવાનું જ - એ આશા સાથે કે પુઢચ્યા વર્ષી કે પછી આવતા જન્મે એ 'લૌકર' આવશે, જરૂર આવશે.

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63LWc=?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment