Saturday, 26 September 2015

[amdavadis4ever] થોટ બર્સ્ટ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રાર્થના કેવી હોવી જોઈએ?

થોટ બર્સ્ટ: પ્રકૃતિ ઠાકર

આ બધા પ્રકારની પ્રાર્થના કોઈ પણ ર્ધાિમક સ્થળની બહાર આસાનીથી મળી રહે છે. ચોપડીના સ્વરૂપમાં અથવા સીડીના સ્વરૂપમાં આ પ્રાર્થનાઓ અપણે ઘરે લાવીએ છીએ. સમય અને સંજોગો પ્રમાણે આપણે આ પ્રાર્થનાઓ ગાઈએ છીએ. દરેક વાર પ્રમાણેની અને દરેક દેવ પ્રમાણેની પણ અલગ-અલગ પ્રાર્થના હોય છે. દરેક ભગવાન પાસે કયા વારે શું માગવું જોઈએ એની પણ ચોક્કસ પ્રાર્થનાઓ હોય છે. એમાં પણ શ્રાવણ મહિનો આવે એટલે લોકો આખા વર્ષનું ફળ મેળવવા પૂજા-અર્ચનામાં લાગી જાય છે, પરંતુ શું આ પ્રાર્થના દરેકને માટે એક જ હોવી જોઈએ? દરેક વ્યક્તિની જીવનશૈલી જુદી જુદી હોય છે, તેની જરૂરિયાત અને ઇચ્છાઓ પણ જુદી જુદી હોય છે, તો પછી પ્રાર્થના બધા માટે કેમ કોમન રહી શકે?
આ પંક્તિ પણ કર્મ તરફ જ ઇશારો કરે છે. સ્વસ્થ જીવન માટે અને શરીરની રક્ષા માટે ગવાતી એક પ્રાર્થનામાં છેલ્લી કડી એવી આવે છે કે હે મા! મને સુંદર,સુશીલ પત્ની આપજો અને આ કડી લગભગ તમામ મહિલાઓ પણ ગાય છે, કેમ કે આ સમૃદ્ધિ માટેની પ્રાર્થના છે એટલે તેમાં જે આવે એ બધું ગાઈને આખી પ્રાર્થના પૂરી કરવી જરૂરી છે. પછી ભલે તેમને પત્નીની કોઈ જરૂર જ ન હોય. આ તો એક ઉદાહરણ છે, આવી તો કેટલીય પ્રાર્થનાઓ છે જેના તમામે તમામ શબ્દો આપણને લાગુ પડતા હોય કે ના હોય, પણ આપણે ગાઈએ છીએ. કારણકે, આપણે માત્ર તેનું રટણ કરી નાખીએ છીએ. તેનો અર્થ સમજવા પ્રયાસ કરતા નથી. હકીકતમાં આપણને આ સવાલ થવો જોઈએ કે આપણને જેની જરૂર છે તે પ્રમાણેની અરજ કે પ્રાર્થના પણ હોવી જોઈએ. સંસ્કૃતના શ્લોકો સિવાય ઘણી બધી એવી પ્રાર્થના છે જે જે તે સમયે સંતો કે ભક્તોએ તેમની અરજ પ્રભુ સુધી પહોંચાડવા તે પ્રાર્થનાની રચના કરી હતી, જેને આપણે આજ સુધી ગાયા કરીએ છીએ.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment