Sunday, 28 August 2016

[amdavadis4ever] માફી માગવાનો ર ાજકારણીઓમાં ફૅડ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧) તાઈવાનનાં પ્રમુખ ત્સેઈ-ઈન્ગ વેન, ૨) ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રુડ, ૩-૪) કેનેડાના વડા પ્રધાનો સ્ટીફન હાર્પર અને જસ્ટિન ટ્રુડો, ૫) અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા, ૬) જર્મનીના પ્રમુખ જોઆકિમ ગૌક



બ્રિટનના રાજકારણી અને લેખક તથા દેશના બે વાર વડા પ્રધાન રહેલા બેન્જામિન ડિઝરાયલીએ રાજકારણીઓ દ્વારા વારે-તહેવારે મગાતી માફી વિશે સરસ વાત કહેલી, "જેને બદલી શકાતી નથી, જેમાં પરિવર્તન લાવી શકાતું નથી એવી ભૂલ માટે માફી માગવી સહજ છે. ૧૮૦૪થી ૧૮૮૧ દરમિયાન થયેલા બ્રિટિશ રાજકારણીના કથનને યાદ કરવાનું એવું કારણ છે કે ટાપુના દેશ તાઈવાનનાં પ્રમુખે આ જ મહિનાની શરૂમાં દેશીઓની, મૂળ વતનીઓની સદીઓ અગાઉ તેમને કરાયેલા અન્યાય બદલ માફી માગી હતી. વિશ્ર્વના અનેક મહાનુભાવોએ આમ માફી માગી છે, જાણે કે રાજકારણી મહાનુભાવોમાં માફી માગવાનો ફૅડ જ છે. (ગુજરાતીમાં ફૅડનો અર્થ છંદ, લત, તરંગ, ઘેલું, ઘેલછા, તુક્કો... જેવો છે. મૂર્ખાઈભર્યો કે વિચિત્ર શોખ એવો પણ એક અર્થ છે!) 
તાઈવાનનાં પ્રમુખ ત્સેઈ ઈન્ગ-વેને દેશના મૂળ વતનીઓને કહ્યું હતું કે, "ચાર સદી સુધી તમે લોકોએ જે વેદના-પીડા અને ગેરવ્યવહાર વેઠ્યો છે, એ બદલ હું સરકાર વતી તમારી માફી માગું છું. અહીં તાઈવાનના રાજકારણમાં થોડું ઊતરવું પડે એમ છે. સત્તરમી સદી સુધી તાઈવાનમાં મોટા પ્રમાણમાં ઑસ્ટ્રોનેશિયન લોકોની વસતિ હતી. (ઑસ્ટ્રોનેશિયન ભાષા બોલનારા લોકોનું વતન એટલે ઑસ્ટ્રોનેશિયા એવી ઐતિહાસિક વ્યાખ્યા છે. ઑસ્ટ્રોનેશિયન ભાષાઓમાં ઈન્ડોનેશિયન, મલય, ફિલિપ્પિનો, મેઓરી, મલાગાસી, હવાઈયન, ફિજીયન, તાઈવાનની ઑસ્ટ્રોનેશિયન ભાષાઓ અને બીજી સેંકડો ભાષાઓનો સમાવેશ થાય છે. ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે ઑસ્ટ્રોનેશિયનોનું વતન પ્રાગૈતિહાસિક કાળનું તાઈવાન હતું.) ઈન્ગ-વેને વિગતો આપતા મેઈનલૅન્ડ તરીકે ઓળખાતા ચીની પ્રજાસત્તાકના વિસ્તારોમાંથી લોકો તાઈવાનમાં સ્થળાંતર કરી આવ્યા અને વસાહતો સ્થાપી અને મૂળ વતનીઓને-આદિવાસી જેવી મૂળ રહેવાસી પ્રજાને હરાવી, તાબામાં લીધી હતી. ઈન્ગ-વેને કહ્યું હતું કે, "ચારસો વષર્ર્ અગાઉ પણ તાઈવાનમાં લોકો વસતા જ હતા. તાઈવાનના પ્રથમ રહેવાસીઓને પોતાની ભાષા હતી. સંસ્કૃતિ હતી, રીતિરિવાજો હતા. પોતાના અધિકારો અને પોતાની મિલકત હતી, પણ એમની પરવાનગી વિના આ બહારના લોકો તેમના કાંઠે ઊતર્યા અને સમયની સાથે આ ટાપુના પહેલા રહેવાસીઓ પાસેથી બધું આંચકી લીધું હતું. આ ધરતીનો મૂળ વતની અચાનક ઘાતકીપણે વિસ્થાપિત થઈ ગયો હતો, વિદેશી બની ગયો હતો અને મુખ્યપ્રવાહથી બહાર કરી દેવાયો હતો. હાંસિયા પર આવી ગયો હતો. તાઈવાનના મૂળવાસીઓ પરના દમનની અન્ય બાબતો ઉપરાંત અન્ય અનેક કારણો છે જેણે માફી માગવાના પ્રયોજનને નક્કર ઈંધણ આપ્યું હતું. જોકે એમાં ઝાઝી વિગતોમાં ઉતરવું નથી.

આવું ઘાતકી વિસ્થાપન છેલ્લી કેટલીક સદીઓમાં વિશ્ર્વના અન્ય કેટલાક વિસ્તારોમાં, દેશોમાં પણ થયું છે. એને પગલે એ દેશના કેટલાક રાજકારણીઓએ અગાઉ માફી માગી છે તો અન્ય કેટલાકોએ ભૂતકાળની અન્ય ખતરનાક અને સુધારી ન શકાય એવી ભૂલો માટે માફી માગી છે. ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રુડે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના દિવસે દેશના મૂળ વતનીઓની, 'સ્ટોલન જનરેશન'ની દિલથી માફી માગી હતી ત્યારે અનેક ઑસ્ટ્રેલિયનો રડી પડ્યા હતા. (ઑસ્ટ્રેલિયાની મૂળ પ્રજાના બાળકોને, મોટાભાગે બળજબરીથી તેમના માતાપિતા-કુટુંબથી નોખા પાડી દેવામાં આવ્યાં હતાં, હેતુ ફક્ત એટલો જ હતો કે તેમને વ્હાઈટ ઑસ્ટ્રેલિયન બનાવવાના હતા એટલે કે તેમના પર તેમના આદિવાસી સંસ્કારો ન આવે, પણ અમેરિકન-અંગ્રેજ સંસ્કારો આવે! વીસમી સદીમાં આ બન્યું હતું). ઑસ્ટ્રેલિયન સરકારની નીતિએ આવી રીતે આંચકી જવાયેલા બાળકોની આખી પેઢી અસ્તિત્વમાં આવી હતી, એ સ્ટોલન જનરેશન કહેવાઈ હતી.

એ જ ૨૦૦૮ના વર્ષના પછીના સમયમાં એટલે કે ૧૧ જૂનના કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પરે પોતાના દેશના મૂળ વતનીઓ, નેટિવ અમેરિકનો, રેડ ઈન્ડિયનો જેવા આદિવાસીઓને કબજામાં લઈ તેમના સંસ્કારોને નાબૂદ કરી દેવાની જે સરકારી નીતિ અમલમાં મૂકાઈ હતી અને અત્યાચારો થયા હતા તે બદલ કેનેડાવાસીઓ વતી તેમની માફી માગી હતી. ચોક્કસ સમુદાયમાં ધર્મપરિવર્તનના આશયે આ જાતિના બાળકોને ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્ક્ૂલ (આઈઆરએસ)માં પાઠવવામાં આવતા હતા. આ માફી કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ માજી આઈઆરએસ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

કેનેડાના અન્ય એક વડા પ્રધાને પણ તેમની અત્યાર સુધીની કારકિર્દીમાં ત્રણેકવાર માફી માગી છે, એક વારની માફી તો કેનેડાની સંસદમાં ધક્કામૂક્કી કરવા માટે હતી, પણ સૌથી મોટો પ્રસંગ તો 'કામાગાટા મારૂ' નામના જાપાનીઝ જહાજને કેનેડાના બારામાં લાંગરવાની પરવાનગી ન અપાયાની બાબતે માફી માગવાનો છે. નવેમ્બર ૨૦૧૫માં કેનેડાના વડા પ્રધાન બનેલા જસ્ટિન પીયરી જેમ્સ ટ્રુડૌએ હાઉસ ઑફ કોમન્સ-આમ સભામાં આ મામલે વિધિસરની માફી માગી હતી. ૧૯૧૪ના મેના બીજા સપ્તાહમાં આ જહાજવાળી બનેલી ઘટના બની હતી. ૧૯૧૪ના એપ્રિલની શરૂમાં બ્રિટિશ સામ્રાજ્યના કબજાના હોંગકોંગથી ઊપડેલું જહાજ કોમાગાટા મારૂ વાયા ચીનના શાંઘાઈ અને જાપાનના યોકોહામાથી વાનકુંવર ને પછી કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા ખાતે આવી પહોંચ્યું હતું. જહાજમાં બ્રિટિશરાજના ભારતના પંજાબમાંથી ૩૭૬ પેસેન્જરો હતા, જેમાં ૨૪ મુસ્લિમ અને ૧૨ હિન્દુ તથા બાકીના ૩૪૦ શીખ હતા. આ બધાને ત્યારે બ્રિટનની અમાનત કે 'બ્રિટિશ સબ્જેક્ટ' ગણાવાયેલા હતા. (ટૂંકમાં બ્રિટિશરોના પરાધીન કે ગુલામ હોવું એવો એનો અર્થ થાય.) આમાંના ૨૪ને કેનેડામાં પ્રવેશ અપાયો હતો જ્યારે બાકીના ૩૫૨ને બળજબરીથી બ્રિટિશ ઈન્ડિયા ખાતે પરત રવાના કરી દેવાયા હતા. ૨૦મી સદીનો એ સમય એવો હતો કે જેમાં કેનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં રેસિસ્ટ એક્સક્સ્યુઝન લોઝ (વાંશિક બહિષ્કૃત કાયદા)નો અમલ એશિયન મૂળના સ્થળાંતરી લોકોને દેશમાં આવવાથી બાકાત રાખવા માટે કરાતો હતો.

બીજા વિશ્ર્વયુદ્ધનો અંત લાવવાના આશયથી અમેરિકા દ્વારા હિરોશિમા અને નાગાસાકી પર કરાયેલા અણુબૉમ્બ હુમલા બાદ જાપાન શરણે આવ્યું હતું. વર્ષો વીતવાની સાથે બૉમ્બ હુમલાના સ્થળે સ્મારક ઊભું કરાયું છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૬ના મે મહિનાના અંતમાં હિરોશિમાના એટમબૉમ્બ પાર્કની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એક અહેવાલ પ્રમાણે તેમણે આ હુમલા બદલ માફી માગી હતી. બીજા અહેવાલ અનુસાર અણુબૉમ્બ હુમલામાંથી ઉગરી ગયેલાં કેટલાકોને વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપીને પ્રમુખે માફી માગી હતી. ત્યારે આ આક્રમણમાં હિસ્સો લેનારા પીઢ સૈનિકોએ એનો વિરોધ કર્યાનો અહેવાલ પણ હતો તો અન્ય એક અહેવાલ પ્રમાણે બરાક ઓબામાએ જાપાની ટીવી પર તેમણે આ બૉમ્બ હુમલા બદલ માફી માગી નથી અને માગવાના નથી એવું કહ્યાના અહેવાલો આજે પણ નોંધાયેલા છે. ૨૭મી મે, ૨૦૧૬ના ધ હિન્દુના અહેવાલ અનુસાર 'હિરોશિમામાં બરાક ઓબામાની શ્રદ્ધાંજલિ, પણ માફી નહીં' એવા શિર્ષક હેઠળ વિગતવાર સમાચાર છે. 

ગ્રીસમાં લિજિયેડિસ ગામમાં નાઝી સૈનિકો દ્વારા નવજાત શિશુઓ સહિત ૧૯૪૩માં ડઝનબંધ ગ્રામવાસીઓની ઘાતકી હત્યા કરાઈ હતી. જર્મનીના પ્રમુખ જોઆકિમ ગૌકે ૨૦૧૪માં ગ્રીસની મુલાકાત દરમિયાન આ ઘટનાની માફી માગી હતી. તેમણે આ હત્યાકાંડને 'શરમજનક' ગણાવતા "હત્યાકાંડમાં પોતાના પરિવારજનોને ગુમાવનારાં કુટુંબો સમક્ષ હું જર્મનીને નામે દુ:ખ અને શરમ સાથે માફીની યાચના કરું છું, એમ કહ્યું હતું.

હાલમાં કાશ્મીરમાં જે થઈ રહ્યું છે એ માટે સંબંધિત બદમાશો માફી માગે તો વિસ્થાપિતોના ઘા રૂઝાવાનું તો દૂર જખમ વધુ લીલા થઈ જાય કે નહીં? એવો સવાલ સૌ કોઈને થાય. માફી માગનાર તો ચોખ્ખો થઈ જતો હશે, પણ માફી આપનાર ઘટનાની વેદનાને યાદ ન કરે એટલે એ ભૂલી ગયો છે એમ તો ન કહી શકાયને! ખેર માફી માગવી ને આપવી એ જરૂરી એટલા માટે છે કે સમગ્ર દુ:ખદાયક બાબત પર સમયની રાખ વધારે ગાઢપણે જામી જાય, એમ વિચારશીલ લોકોનું કહેવું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment