Sunday, 28 August 2016

[amdavadis4ever] તહેવારોમાં પહેરો હટકે વીંટી - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તહેવારોમાં પહેરો હટકે વીંટી
ફેશન - નિધિ ભટ્ટ

તહેવારો શરૂ થાય એટલે યુવતીઓ અવનવાં વસ્ત્રો અને ઘરેણાં પહેરીને આનંદ મેળવે. યુવાનોને તો ઉત્સવમાં સીધાસાદા પેન્ટ-શર્ટ કે શૂટ પહેરવા મળે.

તો પારંપારિક વસ્ત્રો જેમાં શેરવાની, ખાદી કે સિલ્કના ઝભ્ભાની સાથે ચુડીદાર કે લેંધો પહેરીને ઉપર આકર્ષક રંગમાં મળતો 'ખેંસ' નાંખીને એટલે ફક્ત ૧૦ મિનિટમાં તેઓ તૈયાર થઈ જાય.

ઘરેણાં પહેરવાં એ કાંઈ સ્ત્રીઓનો શોખ નથી રહ્યો. પુરુષો પણ ઘરેણાં પહેરવાના શોખીન જોવા મળે છે. કોઈને ગળામાં લાંબી જાડી ચેઈન પહેરવાનો શોખ હોય, તો કોઈને હાથમાં છટાદાર બ્રેસલેટ પહેરવાનું બહુ જ ગમે. તો કોઈને વળી આંગળીમાં વિવિધ આકારની વીંટીઓ પહેરવાનો શોખ હોય. વિંટી પહેરવાના શોખીનો માટે બજારમાં આકર્ષક વીંટી મળે છે. જે દેખાવમાં તો મનોહર લાગે સાથે ફેશનેબલ પણ લાગે.

મિશ્ર ધાતુની વીંટી

ગોળાકાર આ વીંટીમાં મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જે પહેરી હોય તો ઓક્સિડાઈઝ કરેલી લાગે. આ વીંટીમાં નાની ફંકી ડિઝાઈન પણ કરવામાં આવેલી હોય છે.

જે સામાન્ય રીતે ફંકી હોય છે. નાની ખોપરી, વિંછી, સાપ કે ચામાચીડિયાનું નાનું પ્રતીક બનાવેલું હોય છે. ફિલ્મ હેરીપૉટરના શોખીનોને આ પ્રકારની વિંટી પહેરીને આનંદ મળે છે.

ટિટેનિયમની વીંટી

ટિટેનિયમ ધાતુની વીંટી પહેરવાનો શોખ યુવાનોમાં ઘણો જ જોવા મળે છે. આ ધાતુની વીંટી હાથમાં પહેરી હોય તો ચાંદીની વીંટી પહેરી હોય તેવો જ દેખાવ દૂરથી લાગે છે.

આ વીંટીમાં હીરા જડાવેલા હોય તો તેનો દેખાવ વધુ મનોહર લાગે છે. આ પ્રકારની વીંંટીમાં નાની ડિઝાઈન કે કોતરણી કામ પણ કરેલું જોવા મળે છે.

આદિજાતીના લોકો પહેરે તેવી ચાંદીની વીંટી

આદિજાતિના લોકો પણ ઘરેણાં પહેરવાના શોખીન હોય છે. તેઓ જંગલમાં જે મળે તેમાંથી ઘરેણાં બનાવીને પહેરતા હોય છે.

તો ક્યારેક કોઈ શિલાલેખ કે ચાંદીની ધાતુની પણ વિંટી પહેરતા હોય છે. તેમની વીંટીમાં ખાસ પ્રકારનું લખાણ પણ જોવા મળે છે. જેથી તેને અંગ્રેજીમાં 'ટ્રાઈબલ રિંગ' કહેવામાં આવે છે.

બે આંગળીમાં પહેરી

શકાય તેવી વીંટી

આ પ્રકારની ચાંદીની અંગૂઠી હાલમાં યુવાનોને ઘણી જ પસંદ પડે છે. કારણ કે તે એક સાથે બે આંગળીમાં પહેરી શકાય છે.

વળી તેમાં ઉપરની તરફ વિવિધ ડિઝાઈન પણ જોવા મળે છે. જેમ કે મોરપીંછ, તોપ બંદૂક કે સંગીતનાં વિવિધ સાધનોની નાની પ્રતિકૃતિ બનાવી શકાય છે.

ઊડતા પંખીના પ્રતીકની અંગૂઠી

માનવીને પશુ-પંખી પ્રત્યે પહેલેથી જ પ્રેમ છે. તેથી જ તેમને 'જીવદયા પ્રેમી'ના નામે ઓળખવામાં આવે છે. સ્ત્રીઓના ઘરેણાંમાં મોર, મોરપીંછ કે પોપટને સોનામાં કે ચાંદીમાં મઢાવીને પહેરવાનું ચલણ જોવા મળે છે. ઊડતા પંખીને નિહાળવું દરેકને ગમતું હોય છે. યુવાનો પણ ઊડતા પંખીના આકારમાં ખાસ અંગૂઠી બનાવીને પહેરે છે.

કાચબાની આકૃતિવાળી વીંટી

આંગળીમાં જાણે કે નાનો કાચબો બેસાડ્યો હોય તેવી વીંટી પહેરવાનો શોખ દરેક વયના પુરુષોમાં જોવા મળે છે.

ઘણા નકશીકામ કરેલો નાનો કાચબો પહેરવાનું પસંદ કરે છે. મોટી વીંટી પહેરવાના શોખીનો કાચબાની મોટા આકારની વીંટી પહેરવાનું પસંદ કરે છે. કાચબો માણસનું ભાગ્ય ચમકાવે છે ત્યારથી કાચબાની વીંટી પહેરવાના શોખીનો વધતા જાય છે.

ડરામણી અંગૂઠી

આ પ્રકારની અંગૂઠીમાં ખાસ માનવ ખોપરી, પશુ ખોપરી કે હાડકાંના આકારની વીંટી પ્રમાણમાં મોટા આકારની પહેરવાનું વલણ જોવા મળે છે.

મૂલ્યવાન ધાતુમાં પણ ખાસ ડિઝાઈન કરાવીને પહેરવાનો શોખ વિદેશમાં સંગીત શોખીનોમાં જોવા મળે છે. બોલીવૂડમાં પણ અનેક અભિનેતા ઊડીને આંખે વળગે તેવા આકારની અંગૂઠી પહેરવાના

શોખીન જોવા મળે છે. જેમાં સૌથી વધુ ભયાનક પ્રાણી જેવા કે સાપ, વિંછી, વાઘ, સિંહ કે મગરના ચહેરાના આકારની સાથે મોર, પોપટ, બાજ કે ગીધના આકારમાં નકશીકામ કરાવેલી વીંટી પહેરવાનો ગાંડો શોખ જોવા મળે છે. તમારા ખિસ્સાને પરવડે તો ઉપર જણાવેલી બધી જ વિંટી કીમતી ધાતુમાં પણ ખાસ ઓર્ડર આપીને પણ બનાવી શકાય છે.

આપ પણ તહેવારોમાં મન પસંદ વીંટી કે અંગૂઠી પહેરીને આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.

 


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment