Tuesday 12 July 2016

[amdavadis4ever] ટ્વેન્ટીસિક્સ -ઈલેવન ધ હીરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમેરિકાનું નવું જ બોઇંગ ઊડવા માટે તૈયાર છે. અમેરિકાના મિ. પ્રાઇમ મિનિસ્ટર તેમના પરિવાર સાથે આ વિમાનમાં પ્રવાસ કરવા જઇ રહ્યા છે. અમેરિકાની જનતા પણ આ પ્લેનમાં મુસાફરી કરી રહી છે. પ્લેને ટેકઓફ્ફ કર્યાના થોડા સમય બાદ જ અચાનક પાંચથી છ આતંકવાદી તેમના એક સાથી જે યુએસની જેલમાં સજા કાપી રહ્યો છે તેને છોડાવવા પ્લેનને હાઇજેક કરે છે. આતંકવાદીઓને ઘૂંટણિયે પડવામાં એટલે કે આતંકવાદીઓના સાથીને છોડવા માટે અમેરિકાના પ્રધાનો ઓલમોસ્ટ તૈયારી કરવાનો નિર્ણય કરે છે. આવો નિર્ણય લેવાનું કારણ મિ. પીએમ આ પ્લેનમાં હતા. વિમાનમાં મુસાફરી કરી રહેલા મિ. પીએમને જ્યારે તેમના પ્રધાનો આતંકવાદીઓની તેમના સાથીને છોડી મૂકવાની માગને પૂરી કરવા સહમત થયા છે એવી જાણ થાય છે ત્યારે તેઓ હાથ પર હાથ ધરીને બેસવાને બદલે કંઇક તરકીબ કાઢવાનું વિચારે છે.

હિંમત દાખવીને મિ. પીએમ આતંકવાદીઓએ પ્લેનના એક ઓરડામાં બંદી બનાવીને રાખેલા પેલા મુસાફરોનો છુટકારો કરાવે છે અને પછી એક એક કરીને બધા આતંકવાદીઓનો ખાતમો બોલાવે છે અને આતંકવાદીઓની તેમના સાથીને છોડવવાના પ્લાનને ફ્લોપ બનાવવામાં આવે છે. ખેર, આ વાત તો હતી હૉલીવૂડની દર્શકોને સૌથી વધુ પસંદ પડેલી ફિલ્મ ઍરફોર્સ-વનની.

આવી જ એક ઘટના વાસ્તવિક જીવનમાં પણ બની છે. આતંકવાદીઓની ચુંગાલમાંથી ૧૫૭ બંધકોને હેમખેમ તારવ્યા હતા ૩૧ વર્ષીય ઇન્ડિયન એવા અમેરિકન નૌકાદળના કેપ્ટને. વાત છે, ૨૬/૧૧ના રોજ મુંબઈ શહેર પર થયેલા સૌથી ક્રૂર, ઘાતકી અને નિર્લજ્જ આતંકવાદી હુમલા અને બહાદુર સિપાહી એવા રવિ ધરણીધિર્કાની.

રવિ ધરણીધિર્કાની વાત કરીએ તો તેણે ૨૦૦ મિશન હાથ ધર્યાં હતાં જેમાં તેણે સતત ચાર વર્ષ સુધી યુદ્ધ વિમાનો ઉડાડ્યાં હતાં, આ ઉપરાંત ૨૦૦૪માં સીરિયાના ફાલુજા ખાતે થયેલા લોહિયાળ યુદ્ધમાં પણ તેણે ભાગ લીધો હતો. ૧૦ વર્ષના ગાળા બાદ તે મુંબઈ શહેરના બુધવાર પાર્ક વિસ્તારમાં તેમના પરિવાર સાથે વેકેશન ગાળવા માટે નવેમ્બર મહિનામાં આવ્યો હતો.

૨૬/૧૧ના રોજ થયેલા હુમલાના દિવસે વેકેશન મનાવવા આવેલા રવિના પરિવારની માફક અનેક મહેમાનો આવ્યા હતા. આ જ હૉટેલમાં બ્રિટિશ પત્રકાર કેથી સ્કોટ-ક્લર્ક અને એડ્રિયન લેવી પણ હતાં. ૬૮ કલાક સુધી બંધક રહી ચૂકેલા આતંકવાદી હુમલાના સાક્ષીમાંના આ બે પત્રકાર ઘટનાને ક્યારે પણ વિસરી નથી શક્યાં, પણ સાથે તેઓ પેલા રવિની અને તેની મદદે આવેલા સાઉથ આફ્રિકન કમાન્ડોને પણ નથી ભૂલ્યા. જેને કારણે તેઓ આજે હયાત છે. હુમલાખોરોથી ડર્યા વિના રવિ અને કમાન્ડોએ જે હિંમત દાખવી એ ૬૮ કલાકને તેઓ કાગળ પર ટપકાવતાં ગયાં અને 'ધ સીજ: ૬૮ હવર્સ ઇનસાઇડ ધ તાજ હૉટેલ' નામનું પુસ્તક થયું પ્રકાશિત. ખોફમાં કાઢેલા ઓલમોસ્ટ ત્રણ દિવસ અને બહાર નીકળવા માટે કેટલાં કપરાં ચઢાણ ચઢવા પડ્યાં, એ તમામ બાબતને આમાં વણી લેવામાં આવી છે.

ખરેખર તો રવિ તેના પિતરાઇ ભાઇ અને કાકાની સાથે ૨૦મા માળે લેબનીઝ રૅસ્ટોરાંમાં જમવા માટે આવ્યો હતો. કેથી ઉલ્લેખે છે, ધરણીધિર્કાને સૌથી મોટી કઠિનાઇ તો એ હતી કે પ્રવેશદ્વાર પર એક પણ સિક્યોરિટી નહોતી અને તેણે પ્રવેશ કર્યો ત્યાં જ મેટલ ડિટેક્ટરનો બીપ થવાનો અવાજ આવ્યો. કંઇક ગોટાળો છે એ તો ધ્યાનમાં આવ્યું જ્યારે થોડા જ સમય પછી તાજ હૉટેલના તમામ ફોન રણકવા લાગ્યા હતા અને રિસિવર ઉપાડવાવાળું કોઇ નહોતું. એવામાં જ તેના પિતરાઇ ભાઇનો તેને એવી જાણ કરવા માટે ફોન આવ્યો હતો કે કોલાબા વિસ્તારમાં આડેધડ ફાયરિંગ થઇ રહ્યું છે. 

આતંકવાદીઓએ તાજ પર હુમલો કર્યો છે એ વાતની ખાતરી થયા પછી રવિ અને તેની સાથે અન્ય અમુક ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન અને ખાનગી કંપનીમાં કામ કરતા કમાન્ડો કંઇક કરી છૂટવાનો નિર્ણય કરે છે, પણ હથિયારધારી આતંકવાદીઓના હુમલા સામે ઝીંક ઝીલવાનું સહેલું નહોતું. તો શું કરવું. એટલે તેઓએ નક્કી કર્યું કે જેટલા પણ મહેમાનો તાજમાં ફસાયા છે તેઓને હેમખેમ બહાર કાઢવાની કોશિશ કરીએ.

૨૦મા માળે આવેલી લેબનીઝ રૅસ્ટોરાંમાં અનેક મહેમાનો કિચનમાં લપાઇને બેઠા હતા. તેનો દરવાજો કાચનો બનેલો હોઇ આતંકવાદીઓ ક્યારે પણ તેને ગ્રેનેડથી ફૂંકી શકે એમ હતા. બે સાઉથ આફ્રિકન કમાન્ડો મહેમાનોને આખી પરિસ્થિતિની જાણ આપતા રહીને તેઓને ધરપત આપતા રહ્યા. બીજી બાજુ રવિ તેમ જ અન્ય કમાન્ડોએ આસપાસના વિસ્તારની રેકી કરી અને એ જ સમયે તેઓને સલામત એક કોન્ફરન્સ હોલ દેખાયો, જેનો દરવાજો જાડા લાકડાનો બનેલો હતો. આ હોલમાં એક આગ લાગે ત્યારે ઉપયોગમાં લેવામાં આવતી ઇમરજન્સી સીડી દેખાઇ. આતંકવાદીઓ તેઓ પાસે પહોંચી જ ન શકે તે માટે રવિ અને પેલા કમાન્ડોએ એ રસ્તાને જ ટેબલ અને ખુરશી જેવી ભારે વસ્તુઓ રાખીને બ્લોક કરી નાખ્યો હતો. બંધકોને બહાર કાઢવા માટે તાજના સ્ટાફને એક સંકેત આપ્યો, જેથી કરીને તેઓ જે સીડીના માર્ગે જતા રસ્તાને ખોલી આપે. રવિ અને કમાન્ડો અહીંથી છુટકારો મેળવવાની યોજના બનાવી જ રહ્યા હતા અને તે જ સમયે સિક્યોરિટી ફોર્સ તેમને બચાવવા માટે હૉટેલમાં પ્રવેશી ચૂકી છે એવા સમાચાર મળ્યા, પણ અફસોસ એ બધી અફવા હતી.

તમામ લોકોને કિચનમાંથી હોલમાં સુરક્ષિત રીતે પહોંચાડવા માટે રવિએ તેઓના હાથમાં કિચનમાં ચાકુ, સળિયો, તવેથો જે મળે તે સાથે રાખવા માટે જણાવ્યું. સમય મળ્યે અહીંથી ભાગવાનું છે. આતંકવાદીઓના હથિયાર સામે આ હથિયાર ખૂબ જ નાના પડવાના હોવાનું માલૂમ હોવા છતાં સંકટ સમયે સાકળનું કામ કરી શકે એવાં હથિયાર હતાં. બીજી બાજુ રવિ અને પેલા આફ્રિકન કમાન્ડોને એ વાતની ખબર હતી કે કિચનથી હોલ સુધી પહોંચવામાં જાનનું જોખમ છે અને આ તમામ ૧૫૭ જણના જીવ આતંકવાદીઓ સહેલાઇથી પળ વારમાં લઇ શકે છે, પણ હિંમત દાખવ્યા સિવાય છુટકો જ નહોતો. એક સમય આવ્યો કે કિચનમાંથી કોન્ફરન્સ હોલમાં જવાની લાગ મળી અને જેમતેમ કરીને અમે કોન્ફરન્સ હોલ સુધી પહોંચી ગયા અને ત્યાર બાદ હોલમાંથી સલામત સીડી મારફત બહાર નીકળી ગયા. જોકે ૬૮ કલાક સુધી મોતના મુખમાં સપડાયેલા આ મહેમાનો માટે તાજ હૉટેલના સ્ટાફે જઠરાગ્નિ ઠારવા બધાને ફૂડપેકેટ તેમ જ પીવા માટે પાણી પહોંચાડીને પ્રશંસનીય કાર્ય કર્યું હતું. 

મુંબઈ શહેર પર ૨૬/૧૧ની રાતે પાકિસ્તાનના ૧૦ આતંકવાદીઓ દ્વારા ૧૨ વિવિધ જગ્યાએ કરાયેલા હુમલા આખા દેશને શું વિશ્ર્વને હચમચાવી ગયા હતા. એ ખોફનાક હુમલાથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે આતંકવાદીઓ આપણા દેશની કોઇ પણ સુરક્ષાને ભેદીને પ્રવેશી શકે છે. આ હુમલામાં ૧૫૯નાં મોત થયાં હતાં.

ચાર દિવસ સુધી ચાલેલા આ હુમલાના સાક્ષી આ હુમલામાં ભોગ બનેલા નિર્દોષ લોકો, જેણે નજર સમક્ષ મોતને જોયું હતું એ સામાન્ય જનતા અને બદાદુરીથી લડત ચલાવનારા આપણી ભારતીય ફોર્સના જવાનો હતાં. આટલું જ નહીં આ ઘટનાને કારણે આખું શહેર શોકાન્તિકામાં ફેરવાયું હતું. હુમલામાં જેણે જીવ ગુમાવ્યો અને અનેક મુંબઈ પોલીસના જવાનો શહીદ થયા તેના માટે ખરેખર દિલગીરી છે અને જે લોકોને ભારતીય જવાનોએ બચાવી લઇને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બહાદુર જવાનને સો સો સલામ. પણ, તાજમાં હુમલા દરમિયાન જીવસટોસટની બાજી ખેલનારા એ અમેરિકન ઇન્ડિયન પણ કાબિલે તારીફ છે. હવે આ ટ્વેન્ટીસિક્સ-ઇલેવન આવે ત્યારે 'ધ હીરો' રવિ ધરણીધિર્કાને જરૂર યાદ કરજો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment