Saturday 16 July 2016

[amdavadis4ever] મોનાલિઝાન ું ‘લુવ્ર’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈ.સ. ૧૮૦૩ પહેલા દોરવામાં આવેલા વિશ્ર્વના પ્રખ્યાત પેઈન્ટર્સ, જેઓ 'ઓલ્ડ માસ્ટર્સ' તરીકે ઓળખાય છે, એમના પેઈન્ટિંગ્સ મોટા ભાગે મ્યુઝિયમની માલિકીના હોય છે. મ્યુઝિયમ ભાગ્યે જ એમને વેચતા હોય છે. આથી તેઓ ખરા અર્થમાં અમૂલ્ય હોય છે. પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ 'મોનાલિઝા'ના પેઈન્ટિંગની કિંમત ૧૪ ડિસેમ્બર, ૧૯૬૨ના ૧૦૦ મિલિયન ડૉલર એટલે કે એક ડૉલરના જો રૂપિયા ૬૮ ગણવામાં આવે તો રૂપિયા ૬ અબજ ૮૦ કરોડની આંકવામાં આવી હતી. મોંઘવારીને જો ધ્યાનમાં લેવામાં આવે તો ૧૯૬૨માં મોનાલિઝાની જે સો મિલિયન ડૉલરની કિંમત હતી એ આજે વર્ષ ૨૦૧૬માં ૭૮૨ મિલિયન ડૉલરની આંકી શકાય! આજથી થોડા વર્ષ પૂર્વે નોર્વેના એડવર્ડ મન્ચનું 'ધ સ્ક્રીમ' નામનું પેઈન્ટિંગ લીલામમાં ૧૨૦ મિલિયન ડૉલરમાં વેચાયું હતું. એ પછી ફ્રાન્સિસ બેકનનું પોટ્રેટ ૧૪૩ મિલિયન ડૉલરમાં વેચાયું હતું. આમ વિશ્ર્વના બજારમાં લિયોનાર્ડો-દ-વિન્સીનું પેઈન્ટિંગ મોનાલિઝા સૌથી વધુ કિંમત ધરાવે છે.

ઓલ્ડ માસ્ટર્સના પેઈન્ટિંગની કિંમત એ ખરેખર ઓલ્ડ માસ્ટરે જ પેઈન્ટ કર્યું છે? એને દોરનાર ઓલ્ડ માસ્ટર આજે ચલણમાં છે? સંગ્રહ કરનારા લોકો એના પેઈન્ટિંગ્સ ખરીદવા આતુર છે? એ દોરનાર ઈતિહાસમાં કેવું સ્થાન ધરાવે છે? એનું અંગત જીવન કેવું હતું? એ ગરીબીમાં ઉછરેલો? એની પ્રેમિકાએ એને દગો આપ્યો હતો? નાની વયે જ એનું મૃત્યુ થયું હતું? આ સર્વે પેઈન્ટિંગ્સની કિંમત વધારવામાં કે ઘટાડવામાં ફાળો આપે છે. દરેક આર્ટિસ્ટના જીવનમાં એક તબક્કો એવો આવે છે જે એને કાં તો એકદમ ઊંચે લઈ જાય છે, કાં નીચે પછાડે છે. જીવનના કયા તબક્કામાં આર્ટિસ્ટે એનું કયું પેઈન્ટિંગ દોર્યું હતું એ મુજબ એ પેઈન્ટિંગની કિંમત અંકાય છે. પેઈન્ટિંગનો વિષય શું છે? એ સારી હાલતમાં છે? આ સર્વે પણ પેઈન્ટિંગ્સની કિંમત વધારવા યા ઘટાડવામાં અગત્યનો ભાગ ભજવે છે.

મોનાલિઝા વિશે તો વર્ષોથી વાદ-વિવાદ ચાલતા જ આવ્યા છે. એમ કહેવાય છે કે લા જિયોકોન્ડા નામની ૧૬મી સદીની સ્ત્રીનું પોટ્રેટ 'મોનાલિઝા' છે. કોઈ એમ કહે છે કે એ સ્ત્રી નહોતી કોઈ પુરુષ હતો અને કોઈ એમ કહે છે કે લિયોનાર્ડો-દ-વિન્સીએ પોતાની કલ્પના વડે જ એ ચિત્ર દોર્યું છે. ઘણાનું એવું માનવું છે કે લિયોનાર્ડો-દ-વિન્સીએ મોનાલિઝાના એક કરતાં વધુ ચિત્રો દોર્યાં હતા. આ ચિત્ર લુવ્રમાંથી ચોરાઈ પણ ગયું હતું અને મ્યુઝિયમની એ દીવાલ જ્યાં એ ચિત્ર ટીંગાડવામાં આવ્યું હતું એ ખાલી દીવાલ જોવા પેરિસવાસીઓ ઉમટી પડ્યા હતા.

મોનાલિઝાના સ્મિત વિશે તો જાતજાતની અને ભાતભાતની અટકળો કરવામાં આવે છે. પ્રેમમાં પડેલા યુવાનો એમની પ્રેમિકાને રિઝવવા 'તારું સ્મિત તો મોનાલિઝા જેવું છે.' એવું કહેતા હોય છે. લોકો લાંબા સમય સુધી એ પેઈન્ટિંગને તાકી તાકીને આંખનું મટકું માર્યાં સિવાય જોયા કરે છે. એમ કહેવાય છે કે એના હોઠ ઉપર લાંબો સમય જોયા બાદ જો તમે એની આંખમાં જોશો તો તમને એનું સ્મિત આંખમાંથી વરસતું દેખાશે. એવું પણ કહેવાય છે કે જો તમે મોનાલિઝાના સ્મિત તરફ તાકી તાકીને જોયા કરશો તો એના ચહેરા પરથી સ્મિત અદૃશ્ય થઈ જશે અને એના મુખ ઉપર ઉદાસી જોવા મળશે. એમ પણ માનવામાં આવે છે કે જે સ્ત્રી મોડેલ તરીકે મોનાલિઝાનું પેઈન્ટિંગ દોરાવવા લિયોનાર્ડો-દ-વિન્સીની સામે બેઠી હતી એ તે સમયે સગર્ભા હતી અને એના કારણે એનું સ્મિત આટલું મોહક હતું અને મુખ ઉપર એક જુદા જ પ્રકારની અવર્ણનીય કાંતિ પથરાયેલી હતી.

વિશ્ર્વના સૌથી મોંઘા ગણાતા આ પેઈન્ટિંગ્સ ઉપર અનેક પુસ્તક લખાયાં છે, ઓપેરા રચાયા છે અને ફિલ્મ ઉતરી છે. છેલ્લે છેલ્લે ડેન બ્રાઉન નામના લેખકે એની રહસ્યમ નવલકથા 'દા વિન્સી કોડ' પણ મોનાલિઝા અને લુવ્ર મ્યુઝિયમને કેન્દ્રમાં રાખીને લખી છે. અતિ પ્રખ્યાત એવું મોનાલિઝાનું પેઈન્ટિંગ આના કારણે હતું એનાથી વધુ જાણીતું થઈ ગયું છે. એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે લુવ્રમાં જતાં અડધાથી ઉપરાંત પ્રવાસીઓ ત્યાં ફક્ત અને ફક્ત મોનાલિઝાના પેઈન્ટિંગને જ જોવા જાય છે.

ભારતીયોને યુરોપનો પ્રવાસ કરાવતી ટુર્સ એમનાં પ્રવાસીઓને પેરિસ જોવા માટે દોઢ દિવસ ફાળવે છે, એમાંથી તેઓ બે કલાક એમને લુવ્ર મ્યુઝિયમ જોવા માટે આપે છે! બધા જ ભારતીય પ્રવાસીઓ લુવ્ર મ્યુઝિયમમાં લિયોનાર્ડો-દ-વિન્સીએ ૭૭ ડ્ઢ ૫૩ સેન્ટિમીટરના લાકડા ઉપર પેઈન્ટ કરેલું તૈલચિત્ર 'મોનાલિઝા' જોવા જ આવ્યા હોય છે. મ્યુઝિયમની અંદર પ્રવેશતાં જ પ્રવેશદ્વારની નજીક જ આવેલ મ્યુઝિયમના સ્ટોરમાં જો ભૂલેચૂકે તેઓ દાખલ થાય તો ત્યાં મૂકવામાં આવેલી ચીજ-વસ્તુઓ એમને એટલી આકર્ષી શકે છે કે એમના બે કલાક એ સ્ટોરમાં જ ક્યાં પસાર થઈ જાય છે એનો એમનો ખ્યાલ નહીં રહે. આથી તેઓ મ્યુઝિયમના સ્ટોરમાં જવાનું ટાળતા સીધેસીધા મ્યુઝિયમની અંદર પ્રવેશી ચારેય દિશામાં આવેલા ચાર જુદા જુદા દાદરાઓમાંથી કયા દાદરાથી ઉપર જતાં મોનાલિઝા પેઈન્ટિંગ જે કક્ષમાં મૂકવામાં આવ્યું છે ત્યાં પહોંચાય એની એમના ટુર ગાઈડે જે માહિતી આપી હોય એ મુજબ જ જઈને સૌપ્રથમ મોનાલિઝાને નિહાળે છે.

મોનાલિઝા પેન્ટિંગ એટલું પ્રખ્યાત છે કે એને જોવા જનાર દરેકેદરેક વ્યક્તિએ એ પેઈન્ટિંગને કશે ને કશે નિહાળ્યું જ હોય છે. એને મૂળ સ્વરૂપમાં જોતાં સામાન્ય પ્રવાસીઓને એમણે જોયેલ એ પેઈન્ટિંગના ફોટાઓ અને ચિત્રકારે દોરેલ પેઈન્ટિંગ, એ બેમાં ઝાઝો તફાવત નથી લાગતો. ઘણા તો લુવ્રમાં મૂકવામાં આવેલ અતિપ્રસિદ્ધ મોનાલિઝાના ચિત્રને જોયા બાદ એવું પણ ગણગણતા હોય છે કે 'આટલા નાના ચિત્રને જોવા માટે આટલો બધો ઊહાપોહ અને હાયવોય શેની?' પછી તેઓ ચાલો, ચાલો, બે કલાકમાં તો આપણે પાછા બસમાં પહોંચી જવાનું છે. મ્યુઝિયમના બધા જ કક્ષ એક સરખા લાગે છે એટલે આપણે અટવાઈ ન પડીએ માટે જલદી જલદી પાછા જઈએ એમ કહીને મ્યુઝિયમની બહાર જવા માંડે છે.

લુવ્રના જે ખંડની દીવાલ ઉપર મોનાલિઝા ટાંગવામાં આવ્યું છે એ દીવાલની બરાબર સામેની દીવાલ ઉપર જ લુવ્ર મ્યુઝિયમનું સૌથી મોટું, ૬૭૬ ડ્ઢ ૯૯૪ સે.મી.નું કદ ધરાવતું પાઉલો કેલિયારી, જે વરોનિઝના નામથી ઓળખાય છે, એણે કેનવાસ પર દોરેલ તૈલચિત્ર 'ધ વેડિંગ ફીસ્ટ એટ કેના' ટાંગવામાં આવ્યું છે. જિસસ ક્રાઈસ્ટ અને મેરીને મધ્યમાં રાખીને એ જમાનાના વસ્ત્ર ધારણ કરેલઅસંખ્ય લોકો એક સમારંભમાં ભોજન લેવા બેઠા છે. એમની આજુબાજુ વાજિંત્રકારો છે. એ દર્શાવતું એ ચિત્ર મોનાલિઝા, જે ફક્ત એક જ સ્ત્રીનું અત્યંત ગુઢ અને મોહક સ્મિત દર્શાવે છે, એના જેટલું જ સુંદર છે. આમ છતાં મોનાલિઝાને જોવામાં મોટા ભાગના પ્રવાસીઓ વરોનિઝના એ ભવ્ય પેઈન્ટિંગને જોવાની તસ્દી નથી લેતા.

લુવ્ર મ્યુઝિયમમાં ૧૩મી સદીથી ૧૯મી સદી સુધીના પેઈન્ટરોના છ હજારથી વધુ પેઈન્ટિંગ છે. એમાંના બે તૃતિયાંશ ફ્રાન્સની શૈલી ધરાવતા છે. ઈટાલિયન અને ફ્લેમિશ શૈલી ધરાવતા પેઈન્ટિંગ્સ પણ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં છે. આ સર્વે જોતાં આપણને સહેજે એવો વિચાર આવી જાય છે કે આજથી સેંકડો વર્ષ પહેલાં આવા ભવ્ય પેઈન્ટિંગ્સ દોરનારાઓ જાતે કેવા હશે? એમણે ચિત્ર દોરતા એવા કેવા રંગો વાપર્યા હશે કે વર્ષો સુધી એ જેમના તેમ બિલકુલ ઝાંખા પડ્યા સિવાય રહ્યા છે.

પેરિસ જાઓ તો જગપ્રસિદ્ધ લુવ્ર મ્યુઝિયમમાં અવશ્યથી જજો. ત્યાં ફક્ત મોનાલિઝાનું પેઈન્ટિંગ ન જોતાં અન્ય પેઈન્ટિંગ્સ અને વિશ્ર્વના દરેકેદરેક દેશના કલાકારીગરીના ઉત્કૃષ્ઠ નમૂનાઓ પણ જો જો. શક્ય હોય તો એક આખો દિવસ ત્યાં ગાળજો. વારંવાર જવાનું અને કલાકો સુધી ત્યાં મૂકવામાં આવેલી ચીજવસ્તુઓ જોવાનું મન થાય એવું એ અપ્રતિમ સંગ્રહાલય છે. સુંદર વસ્તુ હંમેશ માટે આનંદ પમાડે છે.

આવતા અઠવાડિયે આપણે લુવ્રના જેવું જ સુંદર કળાકૃતિઓ ધરાવતું અને વિશ્ર્વના સૌથી મોટા મ્યુઝિયમ્સમાં જેની ગણના થાય છે એવા રશિયાના સેંટ પિટર્સબર્ગમાં આવેલ 'હર્મિટેજ મ્યુઝિયમ'માં લટાર મારવા જઈશું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment