Thursday 14 July 2016

[amdavadis4ever] સ્લો લર્નર બાળક ો: તારે ઝમીન પર

 


ધોરણ ૩માં અભ્યાસ કરતો અભિ સામાન્ય બાળકની જેમ ફટાફટ બોલી શકતો નથી. અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સંગીત કલાસ અને ડ્રૉઈંગ કલાસમાં પણ તે જાય છે. સુંદર ડ્રૉઈંગ તે કરી શકે છે. કીબૉર્ડ શીખીને સુંદર ગીતો પણ તે ગાઈ શકે છે.

જ્યારે અભ્યાસની વાત આવે ત્યારે તે થોડો ગભરાઈ જાય છે. ક્લાસમાં શીખવાતી અભ્યાસની વાતો તે સમજી શકતો નથી. તે માટે તેને કાઉન્સેલરની મદદની જરૂર પડે છે. એક જાણીતી સ્પેશ્યલ બાળકોની સંસ્થાના અધ્યક્ષનું કહેવું છે કે મેડિકલ ભાષામાં આ બાળકોને 'સ્લૉ-લર્નર' કહેવામાં આવે છે. આ બાળકોને ખાસ મદદની જરૂર પડતી હોય છે. સ્લૉ-લર્નર હોવું એ કાંઈ બીમારી નથી. આ શબ્દ એ બાળકો માટે વાપરવામાં આવે છે જેઓ બધું જ શીખી કે સમજી શકે છે, પણ તેમની વયના સમાન બાળકોની સરખામણીમાં થોડો વધુ સમય લાગે છે. સામાન્ય આઈક્યુ ટેસ્ટમાં આ બાળકોનો સ્કૉર ૭૦-૮૦ જેટલો જોવા મળે છે. જે સામાન્ય બુદ્ધિમતાથી ઓછો મનાય છે. મુખ્યત્વે આ બાળકોને કાંઈપણ શીખવા માટે વધુ સમય અને અભ્યાસની જરૂર પડે છે. 

કોઈ બાળક સ્લૉ લર્નર હોય તેનો અર્થ એ નથી થતો કે તેનામાં નવું નવું શીખવાની કે ભણવાની ઈચ્છા નથી હોતી. યોગ્ય વ્યક્તિની સહાય મળી જાય તો તેઓ પણ સામાન્ય બાળકની જેમ જ શીખી શકે છે. શાળાના કાઉન્સેલરની મદદથી ઉત્સાહથી કામ કરે છે. 

સામાન્ય રીતે સ્લૉ લર્નર આમ લોકો કે સગાસંબંધીને મળવાનું ટાળતા હોય છે. 

બાળકોની આવી સ્થિતિ ઓછા આઈક્યુને લીધે નહીં પણ ઝડપથી કામ કરવાના અનુભવના અભાવને કારણે, ખરાબ સ્વાસ્થ્ય, વાતચીતમાં પડતી તકલીફને કારણે ઊભી થાય છે. સ્વાભાવિક છે કે તેમને વાતચીત કરવાનું મન તો થતું હોય છે, આગળ આવીને બોલવામાં ખચકાટ અનુભવે છે. વાતચીતમાં ભૂલ થાય તો નાનપ અનુભવે છે. ધીમેધીમે તેમનામાં આત્મવિશ્ર્વાસ ઘટવા લાગે છે. તેઓ મનોમન ગભરાવા લાગે છે. ઉદાહરણ જોઈએ તો એકબીજા સાથે વસ્તુઓની અદલાબદલી કરવી કે એકબીજાનું કામ કરવામાં તેઓ અચકાય છે. જેને કારણે મિત્રતા નિભાવવામાં તેઓ સફળ થતા નથી. ક્યારેક એવું પણ બને છે કે મિત્રો ઘટવા લાગે છે. સામાન્ય બાળકો તેમની સાથે રમવા તૈયાર થતા નથી. તેઓ એવું માનવા લાગે છે કે એકની એક વાત તેમની પાસે બે-ત્રણ વખત કરવી પડે છે. જે મિત્રોને રોજ કરવું પસંદ હોતું નથી. 

---------------------------

આ સ્થિતિથી બચવા માટે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું

ક બાળકને સકારાત્મક વિચારોથી પ્રોત્સાહિત કરવા જરૂરી છે. મહેનત કરીને સારું પરિણામ મેળવી શકે તે માટે તેમને ઉત્સાહિત કરો. જેથી હમઉમ્ર બાળકો પાસેથી પણ તેઓ શીખવામાં સંકોચ ન અનુભવે.

ક બાળકોને અન્ય બાળકો સાથે હળવા મળવા માટે પ્રોત્સાહિત કરવા. જેથી તેઓ અન્ય બાળક પાસેથી પણ રોજબરોજ કંઈક નવું શીખી શકે. એક સમયે એક જ વસ્તુ શીખવવી. તે પણ સરળ શબ્દો અને સરળ રીતે. 

ક તેમને તમારી વાત સમજાવવા ફ્લૉ ચાર્ટ બનાવો. જેમાં પોઈન્ટસના માધ્યમથી કોઈપણ પાઠને સહેલો બનાવી શકાય છે. પ્રેકિ્ટસ માટે તેમને ઑબ્જેક્ટિવ પ્રશ્ર્નો આપો.

ક કોઈપણ સવાલ પૂછતા પહેલાં સંતાનની સાથે સ્વયં પણ પ્રશ્ર્ન વાંચી લો. તેથી તેમને પ્રશ્ર્ન સમજાવવામાં સરળતા રહે. તેમને વારંવાર લખવા માટે આપવા કરતાં બોલીને સમજાવવાનો પ્રયત્ન કરવો.

ક બાળકને સમયસર કામ કરવાની આદત પડે તે માટે તેમની પાસે ટાઈમટેબલ બનાવડાવો. એક-બે વખત સમયપત્રક પ્રમાણે તેઓ કામ કરી શકે તે માટે તેમને મદદ કરો. જેથી બાળકોને પ્રોત્સાહન મળશે. સમયસર કામ પૂરું કરવાનું તેઓ શીખશે. 

ક શિક્ષકે શીખવેલું ઓછું સમજ પડતાં બાળકમાં શિક્ષણ પ્રત્યે અણગમો પેદા થાય છે. તેથી તેમને ઉદાહરણ આપીને સમજાવવું જરૂરી છે. જેમ કે વિજ્ઞાન સમજાવવા માટે બાળકને બાગ-બગીચામાં લઈ જઈને તેની જાણકારી આપવી. ગણિત શીખવવા માટે તેને જમા-ઉધાર શીખવવા તેમને મનગમતી વસ્તુ જેમ કે ચોકલેટ, પેન્સિલ અને રમકડાંના ઉદાહરણ આપીને શીખવો. 

ક બાળકની પસંદ જાણી લો. તેના શોખને વિકસાવવામાં મદદ કરો. જેથી તે મોટો થઈને તેના શોખને તેનો વ્યવસાય બનાવી શકે. શાળામાં વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન આપો. નાની સફળતા પણ તેનામાં ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસ જગાવશે. 

ક શિક્ષણનો ભાર ઓછો કરવા તેને અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરો. જેમ કે ડ્રૉઈંગ, ડાન્સ, મ્યુઝિક, જૂડો, સ્કેટિંગ, સ્વિમિંગમાં પારંગત બનતા તેમનો સ્વમાં ભરોસો વધશે. 

ક બાળક કંઈ કામ કરે અને તેમાં સફળતા મેળવે તો તેને મનગમતી ભેટ આપીને પ્રોત્સાહન આપો. કૅડબરી કે આઈસ્ક્રીમ ખવડાવવો, રમકડાં અપાવવા, બાગમાં ફરવા લઈ જવા.

------------------------------

હેંડરાઈટિંગ પણ સુધારવા પ્રયાસ કરવો

સ્લૉ લર્નર બાળકોના હેંડરાઈટિંગ ઘણી વખત ખરાબ જોવા મળે છે. તેના બે કારણ હોય છે. આ બાળકોમાં આંખ-હાથ વચ્ચે સમન્વય ઓછું જોવા મળે છે. બ્લૅકબોર્ડ ઉપર એકધારું જોવાનું પણ તેમને અઘરું પડે છે. આ બાળકોની હાથ અને આંગળી થોડી નબળી હોય છે. આ સંજોગોમાં ઑક્યુપેશનલ થેરાપી મદદરૂપ થાય છે. 

ઑક્યુપેશનલ થેરાપિસ્ટ સ્લૉ-લર્નર બાળકોને મસલ્સ -બિલ્ડિં ઍક્સરસાઈઝ કરાવતા હોય છે. માતા-પિતા પણ બાળકોને પ્યારથી મદદરૂપ થાય તો તેઓ આનંદિત થાય છે. ચાર લાઈનવાળી નોટબુકમાં લખતી વખતે તેઓ ક્યાં લખવું તેની ગડમથલમાં પડી જાય છે. માતા-પિતા જો બે લાઈનને હાઈલાઈટ કરી આપે તો બાળકને યાદ રહે છે કે બે લાઈનની વચ્ચે લખવાનું છે. 

આ બાળકોને કર્સિવ રાઈટિંગ(વળાંકવાળું લખાણ) લખવામાં મુશ્કેલી પડે છે. તેથી તેઓ કર્સિવ રાઈટિંગમાં જ લખે તેવો આગ્રહ રાખવો નહીં. નિયમિત અભ્યાસ કરવાથી તેમના અક્ષરો સુંદર બનતા જાય છે. 

--------------------------------

સ્લો લર્નર બાળકોને ઓળખો: 

તમારું બાળક સ્લો લર્નર હોય તો નીચે જણાવેલી વાતોને ધ્યાનમાં લો 

સંતાન તેની શાળામાંથી અપાયેલું કામ પૂરું કરી શકતો નથી. તેને દરેક કામમાં મદદની જરૂર પડે છે. 

સ્લૉ લર્નર બાળક નિયત સમયમાં કામ નથી કરી શકતો. તેમને પ્લાનિંગ બનાવીને કામ કરવું ફાવતું નથી. 

બાળકોમાં એકાગ્રતાની ખોટ જોવા મળે છે. જેમ કે એક જ સમયે તેમને અનેક નામ કહેવામાં આવે તો, એક સાથે બોલવામાં તેઓ ગૂંચવાઈ જાય છે. તેમની કામ કરવાની ઝડપ ઘટતી જાય છે. 

આ બાળકોમાં તર્કક્ષમતા ઓછી જોવા મળે છે. કોઈપણ નવી વસ્તુ શીખવા માટે તેમને વધુ અભ્યાસ કે એકની એક વાત વારંવાર કહેવાની જરૂર પડે છે. આ બાળકોની સાથે શિક્ષકે ધીરજપૂર્વક કામ કરવું પડે છે. જો તેઓ આ બાળકોને સમજવામાં સફળ ન થાય તો બાળકોનો વિકાસ ધીમો પડી જાય છે. 

શિક્ષકના નકારાત્મક અભિગમને કારણે બાળકોનો આત્મવિશ્ર્વાસ ઘટવા લાગે છે. 

તેમને પોતાની વાત રજૂ કરવામાં વધુ મુશ્કેલી પડે છે. જેને કારણ બાળક જિદ્દી બની જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment