Wednesday 13 July 2016

[amdavadis4ever] વિજ્ઞાાન મૃ ત્યુની આગાહ ી કરવાની નજ ીક પહોંચ્યું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિજ્ઞાાન જગતમાં અવનવાં સંશોધનો થતાં જ રહે છેછતાં મૃત્યુ અકળ છે,એ દિશામાં હજુ કોઈ ખાસ સંશોધનો થયાં નથી. જન્મ અને મૃત્યુ બંને એક સિક્કાની બે બાજુ છેપણ એનો નિશ્ચિત સમય કહેવો વિજ્ઞાાન માટે પણ મુશ્કેલ છે. હાહવે ઇચ્છિત સમયે અને તારીખે બાળક જન્મે એ માટે સિઝેરિયન પ્રસૂતિ કરાવીને મા-બાપ ભલે ખુશ થતાં હોયપરંતુ બહુધા જન્મ પણ તેના નિર્ધારિત સમયે જ થાય છેઆ અંગે આગાહી કરી શકાય એમ નથીતો મૃત્યુ પણ એટલું જ અનિશ્ચિત છેકોણક્યારે આ પૃથ્વી પરથી ઊઠી જશે એ કહેવું અશક્ય છે. હવે કુદરતના આ હક ઉપર વિજ્ઞાાનીઓ તરાપ મારી રહ્યા છે. માખી પરના સંશોધનો પછી વિજ્ઞાાનીઓ મૃત્યુની આગાહી કરી શકવા શક્તિમાન બની જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
 વિજ્ઞાાનીઓ આ અકળ વિશ્વને સમજવા માટે સતત મથતા રહે છે. જન્મ અને મરણ એવી કુદરતી ક્રિયા છેજે અંગે કોઈ આગાહી કરવી મુશ્કેલ છે. જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છેછતાં તે અંગે કહેવું મુશ્કેલ છે. કોઈ જ કળ મળતી નથીજેનાં માતા-પિતા ઓછી વયે કુદરતી મૃત્યુ પામ્યાં હોયતોપણ તેમના સંતાનો ઓછી વયે મૃત્યુ પામે એ જરૂરી હોતું નથીવાઈસે વરસા પણ એટલું જ સત્ય છે. મૃત્યુનું રહસ્ય ઉકેલવા માટે હવે વિજ્ઞાાનીઓ મેદાને પડયા છે. અમેરિકાના વિજ્ઞાાનીઓ એ દિશામાં સંશોધનો કરી રહ્યાં છે. આ વિજ્ઞાાનીઓ માખી ઉપર સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધી વિજ્ઞાાનીઓ બાળપણ અને યુવાની એમ બે ભાગમાં જીવનને મૂલવતા હતા. હવે વિજ્ઞાાનીઓ માને છે કે જીવનનો આખરી તબક્કો લેઈટ લાઈફ છે. મતલબ કે બાળપણ વીતાવ્યા પછી બાળકો પેદા કરવાથી માંડીને વૃદ્ધ થવાના કાળને એક જ તબક્કામાં ગણવામાં આવતું હતું,તેને હવે વિજ્ઞાાનીઓ બે ભાગમાં વહેંચી રહ્યા છે. કેલિર્ફોિનયા યુનિવર્સિટીના બે વિજ્ઞાાનીઓ લોરેન્સ મ્યૂલર અને માઈકલ રોઝ માખીઓ ઉપર સંશોધન કરી રહ્યા છે. તેઓ માને છે કેજીવનના લેઈટ લાઈફ તબક્કામાં પહોંચી ગયેલા જીવનો છેલ્લો દિવસ કયો છેતે જાણી શકાય છે. આ વિજ્ઞાાનીઓએ ૨૮૦૦થી વધુ માદા માખીઓને બે નર સાથે એક બાટલીમાં રાખ્યા હતા. બીજા દિવસે બીજા નરોની સાથે માદા માખીઓને બીજી બાટલીમાં રાખવામાં આવે છે એ રીતે દરરોજ આ માખીઓ કેટલાં ઈંડા મૂકે છેતેની દરરોજ ગણતરી કરવામાં આવી હતી. આ માખીઓ મરી જાય ત્યાં સુધી આ રીતે ઈંડાની ગણતરી કરતા રહ્યા હતા. આ કામ તમે માનો એટલું સહેલું નથી. એક તો નરી આંખે પણ માંડ જોઈ શકાય એવા ઈંડાઓની ગણતરી કરવી એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું જ કામ કહી શકાય.
 માખીઓ લગભગ આઠેક અઠવાડિયાનું જ આયુષ્ય ધરાવે છે. તેમાં એક માખી ૧૨૦૦ ઈંડાં મૂકે છે. મ્યૂલર અને રોઝે બીજા વિદ્યાર્થીઓની મદદથી દરરોજ બાટલી બદલતા રહીને માખીઓએ મૂકેલા ઈંડાંની ગણતરી ચાલુ રાખી હતીજેમ જેમ માખીઓનું આયુષ્ય પૂરું થવામાં હોય તેમ તેમ માખીઓની ઈંડાંની સંખ્યા ઘટવા માંડી હતી અને જ્યારે ઈંડાં મૂકતી બંધ થાય ત્યારે એ માખીનું મોત નજીક હોવાના સંકેત મળતા જતા હતા. માદા માખી તેના આખરી દિવસના થોડા દિવસ પહેલાંથી ઈંડા મૂકવાનું બંધ કરી દેતી હોવાનું જણાયું હતું. અહીં માખીની વય ગમે તે હોયપણ જે માખી ઈંડા મૂકવાનું બંધ કરી દે એ પછી થોડા દિવસમાં તેનું મૃત્યુ થવાનું સત્ય જાણવા મળ્યું હતું. માખી ઉપરના સંશોધનમાં વિજ્ઞાાનીઓએ માખી ઈંડાં મૂકવાનું બંધ કરે એ પછી મૃત્યુ સુધીના જીવનકાળને ડેથ સ્પાઈરલ તરીકે ઓળખાવ્યો છે. આ સત્ય ફક્ત માદા માખીને જ લાગુ પડે એમ નર માખીઓમાં પણ એ સત્ય અફર હોવાનું જણાવ્યું હતું. નર માખીમાં પણ મૃત્યુ પહેલા થોડા દિવસ નર માખીમાં બચ્ચાં પેદા કરવાની ક્ષમતા ખૂબ જ ઘટી ગયેલી જોવા મળી હતી.
 એવું નથી કે મ્યૂલર અને રોઝ જ માખી ઉપર સંશોધન કરે છેમૃત્યુનો રાઝ જાણવા માટે અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીની જેમ્સ કર્ટસિંગર પણ સંશોધન કરી રહ્યાં છે. તેમણે પણ પોતાના સંશોધનમાં એવું તારણ કાઢયું છે કેમાખીના મૃત્યુ અને તેની ઈંડા આપવાની ક્ષમતા વચ્ચે સીધો સંબંધ છે. કોઈ ઓછી વયની માખી ઈંડા મૂકવાનું બંધ કરી દે તો તે ઓછી વયે પણ મૃત્યુ પામતી હોવાનું જણાયું છે. કર્ટસિંગર કહે છે કે માખીઓમાં ડેથ સ્પાઈરલ દિવસો સરળતાથી ઓળખી શકાય એમ હોય છે. માખીઓ સતત વધુ ઈંડા મૂકતી હોય છે. પોતાના આયખા દરમિયાન માખીઓ આ એક જ કામ કરતી હોય એમ લાગે છે. માખી સરેરાશ આઠ અઠવાડિયાં જીવે છેતે દરમિયાન તે લગભગ ૧૨૦૦ ઈંડાં મૂકે છેત્યારે એક દિવસમાં ૨૧ ઈંડાંની સરેરાશ આવતી હોય છે. આટલા ઈંડા મૂકતી માખી અચાનક જ ઈંડા મૂકતી બંધ થઈ જાય એ વાત સરળતાથી પકડાઈ જાય છેએ વખતે જ સમજાઈ જાય કે કઈંક ગરબડ છે.
એ ઉંદરડીનું આયુષ્ય પણ વધી ગયું હતું. મતલબ કે બચ્ચાં પેદા કરવાની ક્ષમતા અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ જરૂર છે. જોકેઆ પ્રયોગ માખી અને ઉંદર પર સફળ રીત મૃત્યુની આગાહી કરી શકે એવો રહ્યો છે પણ કર્ટસિંગર માને છે એ તારણથી માનવીમાં મૃત્યુની આગાહી કરવી શક્ય નથી. કર્ટસિંગર ભલે એમ માનતા હોય પરંતુ મ્યૂલર અને તેના સાથીઓ માને છે કેમાનવી પણ બીજા પ્રાણીઓની જેમ ડેથ સ્પાઈરલમાંથી પસાર થાય જ છે. મતલબ કે જો એ ડેથ સ્પાઈરલનો તબક્કો સરળતાથી પિછાણી શકાય તો માનવીમાં પણ તેનું મૃત્યુ ક્યારે થશેતેની આગાહી થઈ શકે એમ છે. માનવી આ તબક્કામાંથી પસાર થતો હોય તેનામાં કેટલીય શારીરિક તકલીફો જોવાં મળે છેતેની મેમરી લોસ થવા માંડે છેતો મુશ્કેલીનો સામનો કરવામાં તેની શક્તિ ઓછી થઈ જતી હોય છે. ડેન્માર્કમાં થયેલા એક સંશોધનમાં જણાયું છે કેમૃત્યુ સમીપ હોય ત્યારે માનવીનું મગજ ઘણુંક નબળું પડી જતું હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment