Tuesday 12 July 2016

[amdavadis4ever] આપણે માણસ ઃ માણસ છીએ ખરા? (કે લિડોસ્કોપ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ પૃથ્વી પર માણસ જે પ્રકારે લડાઈ-ઝઘડા કરે છે એ પ્રકારે ક્યારેય કોઈ પ્રાણીઓ લડયાં નથી. માણસે જેટલું લોહી વહેવડાવ્યું છે એટલે લોહી બીજાં કોઈ પ્રાણીઓએ વહેવડાવ્યું નથી. માણસે જેવી નિરર્થક હિંસા કરી છે એવી બીજાં કોઈ પ્રાણીઓએ કરી નથી. એક પ્રાણી બીજાને મારે છે- પોતાના ખોરાક માટે કે પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા માટે. સિંહ હરણને મારે છે- મારી ખાય છેપણ કશા જ કારણ વિના એકસાથે સેંકડો હરણોને માર્યા કરતો નથી. એ માત્ર પોતાનું જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય એટલી જ હિંસા કરે છેપણ મનુષ્ય તો કશા જ કારણ વિના એના જેવા જ સેંકડો મનુષ્યોને મારી નાખે છે અને એવું કર્યા પછી પણ પોતે અન્ય પ્રાણીઓ કરતાં ઉચ્ચ છે એમ માને છે. પોતે મનુષ્ય છે,જાનવર નથીબુદ્ધિશાળી છેનીતિવાન છેર્ધાિમક છે એમ માને છે.  
કોઈ કૂતરો જયારે બીજા કૂતરાની હદમાં પ્રવેશ કરે છે ત્યારે તરત જ એ પ્રદેશનો માલિક કૂતરો તેના ઉપર હુમલો કરે છે. પરંતુ પ્રવેશ કરનાર કૂતરો જો બે પગ વચ્ચે પૂંછડીને દબાવીને નમી પડે તો હુમલો કરનાર થોડી ઘૂરકીઓ કરીને દમદાટી આપીને તેને જવા દે છે. કૂતરાઓ પણ આવી રીતે પોતાની સરહદમાં ઘૂસનાર કૂતરાને જવા દે છે. પરંતુ માણસો જયારે બીજા ઉપર હુમલો કરે છે ત્યારે હાથ જોડીને કરગરી રહેલાનિરાધાર,નિર્બળઅશક્ત માણસોને પણ છોડતા નથી. આવી ક્રૂરતા પ્રાણીઓમાં જોવા મળતી નથી. બીમારનેબચ્ચાંઓનેમાદાઓને પ્રાણીઓ મારતાં નથી. માણસો તો સ્ત્રીઓને અને બાળકોને પણ કતલ કરે છે. એટલું જ નહિ જેણે એનું કશું જ બગાડયું ન હોયજેની સાથે કોઈ તકરાર ન હોય,કોઈ ઓળખાણ-પિછાણ પણ ન હોય એવા નિર્દોષ માણસોને પણ રહેંસી નાંખે છેજીવતા સળગાવી દે છે. તેમના નીતિનિયમો એ વખતે આડે આવતા નથી. દયા કે ધર્મ તેમને રોકતાં નથી.  

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment