Friday, 8 July 2016

[amdavadis4ever] કલાકાર એ છે જેની પાસે સવા લો છે, જવાબો નહીં (ટેક ઓફ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઉત્તમ લેખકે - ક્લાકરોનું બોડી-ઓફ્-વક્ર્ અથવા તો સમગ્ર સર્જન જુઓ તો અમુક એવાં કન્દ્રબિંદુઓ જરૂર જડી આવવાનાં, જેના ફ્રતે એક ક્રતાં વધારે કૃતિઓનું સર્જન થયું હોય. આ વખતનું પ્રતિષ્ઠિત બૂકર પ્રાઈઝ જીતનાર હેન કાંગ નામની કેરિઅન નવલક્થાકરની રચનાઓમાં પણ એક પ્રકરનું સાતત્ય જળવાયેલું છે એવું વિવેચકેને લાગે છે. 'ધ વેજિટેરીઅન' નવલક્થાનાં ૪૫ વર્ષીય લેખિક હેન કંગ વિશે આપણે ગયા અઠવાડિયે ટૂંક્માં જોયું.આ ક્થામાં એક સીધીસાદી ગૃહિણી છે, જે હિંસાનો વિરોધ ક્રવા શાકહારી બનવાનો નિર્ણય લે છે. પરિવાર વિરોધ ક્રે છે. સ્ત્રીનો વિદ્રોહ વધુ ને વધુ વિચિત્ર અને ખતરનાક બનતો જાય છે. એના સંબંધોમાં તિરાડ પડે છે. પરિવાર અને સમાજ એમ બન્ને સ્તરે એને જાકારો મળે છે. આ અતિ ડાક્ર્, હિંસક અને ડિસ્ટર્બિંગ નવલક્થામાં શાકહારી બનવાની વાતને પ્રતીક રૂપે મુકઈ છે.
લેખિક ખુદ વચ્ચે થોડાં વર્ષો માટે શાકહારી બની ગયાં હતાં. તે વખતે એમનાં પરિવારે એમને પાછાં માંસાહાર તરફ્ વાળવા માટે ખાસ્સો ઉદ્યમ ર્ક્યો હતો. ઘરના લોકેનું વર્તન જોક ક્ડવું નહીં પણ રમૂજી હતું. કેઈ પણ લેખક ખુદના અનુભવો અને લાગણીઓનો ટ્રિગર પોઇન્ટ તરીક ઉપયોગ ક્રતો હોય છે, અનુભવનો શેડ અને ટોન જરૂરિયાત પ્રમાણે બદલી નાખતો હોય છે. હેન કંગે એમ જ ર્ક્યું. પોતાના શાકહારી બનવાનો અનુભવ એમણે 'ધ વેજિટેરીઅન' લખતી વખતે ઉપયોગમાં લીધો. જો ક આ નવલક્થાના ખરેખરાં મૂળિયાં તો એમણે છવ્વીસ વર્ષની ઉંમરે લખેલી 'ફ્રુટ્સ ઓફ્ માય વુમન' નામની ટૂંકી વાર્તામાં દટાયેલાં છે. લાભશંક્ર ઠાક્રના વિખ્યાત એકંકીમાં 'વૃક્ષ'માં એક જીવતોજાગતો માણસ ઝાડ બની જાય છે અને પછી આખું નાટક આ ઘટનાની આસપાસ આકર લે છે.  હેન કંગની પ્રતીકત્મક નવલિકમાં પણ એવું જ ક્શુંક થાય છે. એક ક્પલ છે. એક વાર પતિ ઓફ્સિેથી ઘરે આવે છે ત્યારે જુએ છે ક પત્ની નાનક્ડા છોડમાં પરિવર્તિત થઈ ગઈ છે. પતિ એને એક કૂંડામાં રોપે છે, એને પાણી પાય છે, એની સંભાળ રાખે છે. ઋૃતુ બદલતાં છોડ પોતાનાં છેલ્લાં બીજ 'થૂંક' છે. પતિ આ બીજ બાલ્ક્નીમાં ફેંકી દે છે. પછી એના મનમાં વિચાર આવે છે ક ફ્રી પાછી સિઝન બદલાશે ત્યારે મારી છોરૂપી પત્ની નવેસરથી ખીલશે કે નહીં ખીલે?
તો શું માનવપ્રકૃતિમાં રહેલું અસુરી તત્ત્વ યા તો ડાક્ર્નેસ એ હેન કંગને સૌથી વધારે આર્ક્ષતો ભાવ છે? તેઓ ક્હે છે, 'હું એક જ વિષયને વારે વારે એક્સપ્લોર તો નથી ક્રતી, પણ હા, એક પ્રશ્ન જરૂર છે જે મને હંમેશા આર્ક્ષતો રહે છે અને મારાં લખાણોમાં અવારનવાર દેખાતો રહે છે. તે છે હૃાુમન વાયોલન્સ. એક માણસ દ્વારા બીજા માણસ પર આચરવામાં આવતી હિંસા. જેમ ક, 'ધ વેજિટેરીઅન'માં એક સ્ત્રી પોતાના જીવના ભોગે  આસપાસ સતત ઝળુંબતી હિંસાનો વિરોધ ક્રે છે. મારી બીજી એક નવલક્થાની નાયિક ભાષામાં રહેલી હિંસાનો વિરોધ ક્રે છે ને સમૂળગી ભાષાને જ નકરી કઢે છે. મને ખુદને ભલે હિંસાનો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ નથીપણ મેં મારી પેઢીએ જુવાનીમાં હિંસાનો સંદર્ભ સતત જોયો છે.'
હેન કંગ જે હિંસાના સંદર્ભની વાત ક્રે છે તેનો સંબંધ કેરિયામાં ૧૯૮૦ના મે મહિનામાં બનેલા લોહિયાળ ઘટનાક્રમ સાથે છે. ગ્વાન્જગુ નામનાં શહેરમાં નાગરિકેએ સરકર વિરુદ્ધ બળવો પોકર્યો હતો. એમાં કેલેજિયનો પણ સામેલ હતા. સરકરે દમનનો વિક્રાળ કેરડો વીંઝ્યો જેના લીધે ૬૦૦ ક્રતાં વધારે માણસો ક્મોતે મર્યા. આ બનાવ બન્યો એના થોડા અરસા પહેલાં જ હેન કંગનો પરિવાર ગ્વાન્જગુથી સૉલ શિફ્ટ થઈ ગયો હતો. તે પછી એક વાર બન્યું એવું ક, એક વાર હેન કંગના હાથમાં અચાનક એક ડાયરી આવી ગઈ. એમાં ગ્વાન્જગુ હત્યાકંડ વિશેના વિદેશી મીડિયામાં જે લેખો-તસવીરો છપાયાં હતાં તેનાં ક્ટિંગ્સ ચીપકવેલાં હતાં. માબાપે આ ડાયરી બાળકેના હાથમાં ન આવે તે રીતે છુપાવી રાખી હતી. આ ડાયરી જડી ત્યારે હેન કંગ હજુ ટીનેજર હતાં.
'મારી એક નવલક્થાએ જે પ્રશ્નો જન્માવ્યા હોય તેમાંથી મને ઘણી વાર નવી નવલક્થાનું બીજ મળે છે,' હેન કંગ ક્હે છે, 'દાખલા તરીક, 'ધ વેજિટેરીઅન'માં મેં માનવીય હિંસા અને શ્રેષ્ઠતા હાંસલ ક્રવાની માણસની ક્ષમતા વિશે પ્રશ્નો ખડા ર્ક્યા છે. અલબત્ત, આપણે ક્ંઈ છોડ ક ઝાડ ન બની શકીએ. આપણે જીવવા માગીએ છીએ. તો પછી આપણે હિંસક કવી રીતે જીવી શકીએ છીએ? આ ચર્ચા મેં 'ગ્રીક લેસન્સ' નામની નવલક્થામાં આગળ વધારી છે, એવું ધારી લઈને ક હિંસક માહોલ વચ્ચે જીવવું અશકય નથી. સવાલ એ ઊઠે ક માનવની પ્રકૃતિમાં એવું તે શું છે જે એને હિંસા તરફ્ દોરે છે અથવા હિંસાથી દૂર લઈ જાય છે?પોતાનાં સંતાનને બચાવવા ખુદનો જીવ પણ આપી શક્તો માણસ  અન્ય માણસની - ક જે બીજા કેઈનું સંતાન છે - એની હત્યા શી રીતે ક્રી શક?'
'આ પ્રશ્નોના ઉત્તર શોધવા હું પુસ્તકે તરફ્ વળતી. પુસ્તકેમાંથી મને કેઈ ઉત્તર ન જડતો, પણ આને કરણે સારી વાત એ બની ક હું પ્રશ્નો પૂછતાં શીખી. મને સમજાયું ક લેખક એ છે જેની પાસે સવાલો છે, જવાબો નહીં. હું નાનપણથી સાહિત્યના પ્રભાવ વચ્ચે ઊછરી છું. મારા ફધર પણ લેખક છે. તેમની પાસે ચિક્કાર પુસ્તકે હતાં. અમે વારે વારે ઘર બદલતાં. અમારા ઘરમાં ખાસ ફર્નિચર ન હોય, પણ બારી-બારણાંને બાદ ક્રતાં ઘરનો એકએક ખૂણો, એકએક દીવાલો પુસ્તકેથી ઊભરાતાં હોય. મને નાનપણથી જ વાંચવાની આદત હતી. હું મારી બહેનપણીઓને ત્યાં જતી ત્યારે મને નવાઈ લાગતી ક આ લોકેના ઘરમાં કયાંય પુસ્તકે કમ દેખાતાં નથી? મારાં મા-બાપ મને વાંચવા માટે હંમેશાં પ્રોત્સાહિત ક્રતાં. વાંચવાનો શોખ હતો એટલે લખવાનો શોખ પણ કુદરતી રીતે ઊતરી આવ્યો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment