Thursday 14 July 2016

[amdavadis4ever] દીકરીએ દિ લ ખોલ્યું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મેગેઝિન્સ સાથે એક કવર પણ ટપાલી નાખી ગયો. શોભાબહેને કવર પર ચિરપરિચિત અક્ષરો જોયા અને ચમક્યાં. અરે, આ તો દીકરી દીપ્તિપ્રજ્ઞાના અક્ષરો છે. દીકરી સાથે તો રોજ ઇન્ટરનેટ દ્વારા લાંબી લાંબી વાત થાય છે તો પછી આ કાગળ કેમ? કોઇની વરસગાંઠ કે કોઇ શુભ તહેવાર નથી કે કાર્ડ મોકલવાનું હોય, તો આ કવર કેમ? કંઇ કેટલાય શુભ અશુભ અનુમાન કરતા શોભાબહેને કવરમાંથી પત્ર કાઢીને વાંચવા માંડ્યો. દીકરી લખી રહી હતી. 

મારી વહાલી મમ્મી, 

હમણાં જ તારી સાથે વાતો કરી, ઘણી વાતો કરી પણ હજી જાણે કંઇક કહેવાનું બાકી રહી જાય છે તે કહેવા માટે હાથમાં પેન પકડી છે મમ્મી, આજે હું એ સમયખંડમાં પહોંચી ગઇ છું જ્યારે હું તમને બધાંને, આપણા ઘરને, આપણા અમદાવાદને છોડીને કેનેડા વસવા પ્રસ્થાન કરી રહી હતી. આપણે મામાના ઘેર ઉતર્યા હતાં જે દિવસે મારે નીકળવાનું હતું એની આગલી રાતે આપણે હું, તું, પપ્પા, ભાઇ, મામા, મામી બધાં એમના મોટા હોલમાં એક સાથે પથારીઓ નાખીને ઊંઘી ગયા હતાં. હું તારી પાસે સૂઇ ગઇ હતી પણ તું જાણે મારાથી દૂર ઘણી દૂર હતી. છેલ્લા કેટલાય દિવસોથી તું મારી સાથેનું એકાંત ટાળતી હતી. મારી સાથે ખાસ વાત કરતી ન હતી. હું સમજતી હતી કે તારાથી દૂર જવાના વિચારથી હું ઢીલી પડી જાઉં, લાગણીમાં તણાઇને રડી પડું તો, એ બીકે તું મારાથી દૂર જ રહેતી હતી. છૂટા પડવાની ક્ષણ જેમ નજીક અને નજીક આવતી ગઇ તેમ તેં મારી સાથે બોલવાનું, અરે, મારી સામે જોવાનું ય જાણે છોડી દીધું. 

મમ્મી, મમ્મી, જાણે તું મને આપણા પ્રેમના બંધનમાંથી તું મુક્ત થવા ઇચ્છતી હતી, મારો સંસાર વસાવવા તું મને મુક્ત કરવા ઇચ્છતી હતી. પણ મારી વહાલી મમ્મી, દીકરી માથી કદી દૂર થઇ શકે? દીકરી સ્થૂળ રીતે દૂર જાય ત્યારે તો જાણે એ વધારે નજીક આવે છે. 

એરપોર્ટ પર હું તને ભેટવા ઇચ્છતી હતી પણ ત્યારે તું સંકોચાઇને એક બાજુ એવી રીતે ઊભી હતી કે જાણે આંસુનું પૂતળું ! તને અડું ને તું પીગળવા માંડે અને પછી કદાચ ક્યારે ય અટકે નહિ તો ! મમ્મી, તને અડકવાની ય હું હિંમત નહતી કરી શકી પણ મારું સમગ્ર અસ્તિત્વ તને વિંટળાઇ વળ્યું હતું. 

મમ્મી, તેં કેટલીય વાર કહ્યું હતું કે સ્વજનથી છૂટા પડતી વખતે રડાય નહિ. તારા લગ્ન સમયે, તને સાસરે વળાવી ત્યારે ય તું રડી ન હતી. નાનીમા ય રડ્યાં ન હતાં, એમણે જ તને કહ્યું હતું કે નવજીવનમાં ડગ ભરતી વખતે આંખમાં આંસુ ના હોય. મમ્મી મારી વિદાયની ક્ષણે તેં આંખમાં આંસુ આવવા દીધું ન હતું પણ જુદા પડવાનું એ દુ:ખ અંદર ઉતારવું, પચાવવું કેટલું કઠિન છે એ તો તારી આંખ કહેતી હતી. 

મમ્મી તું મારી સાથે શું બીજા કોઇની ય સાથે બોલતી ન હતી. ઔપચારિક રીતે ના છૂટકે તું કહેવા જતી હતી ત્યારે ય તારો એ ગળગળો, આંસુભીનો અવાજ, હજી ય મારા કાનમાં થીજી ગયો છે. 

મમ્મી, તેં એકવાર કહ્યું હતું કે મારા લગ્ન સમયે ગ્રહશાંતિ ન હતી કરાવી, ગણપતિ પૂજન કે માંડવામૂર્હુત કે કોઇ ધાર્મિક વિધિ કરાવી ન હતી, પપ્પા વિધિવિધાનમાં માનતા નથી અને તું પપ્પા સામે કદી દલીલ કરતી નથી એટલે કોઇ ધાર્મિક અનુષ્ઠાન થયું ન હતું, પરંતુ તારાથી અનાયાસ સાહજિકતાથી એકધારું ઇશ્ર્વરસ્મરણ થયા જ કરતું હતું, તેથી તું આમંત્રિત સ્નેહીજનોને યથાયોગ્ય આવકાર આપી શકી ન હતી. 

સદાકાળની તારી આ ટેવ સારામાઠા પ્રસંગે પ્રભુસ્મરણમાં તલ્લીન થઇ જતી અને તું કોઇ બીજા જ લોકમાં 

પહોંચી જતી. તારી આ ટેવ મને વારસમાં મળી છે. એટલે જ હું તારાથી છૂટા પડતી વખતે તને ભેટી ન હતી, રડી ન હતી. 

તારી એ ટેવનું મારામાં સીંચન થયું છે. મમ્મી, હું તારાથી છૂટી પડતી હતી, લાંબા સમયનો એ વિજોગ હતો, ફરી ક્યારે મળીશું એ નક્કી ન હતું, છતાં બીજી માની જેમ તેં મને કોઇ સલાહ સૂચન આપ્યાં ન હતાં 'સુખી થજે' એવા આશીર્વાદ પણ પ્રગટપણે તે આપ્યાં ન હતાં.તું મૌન જ રહી હતી, મારાથી અળગી રહી હતી છતાં કોને ખબર કેમ હું વિમાનમાં પ્રવેશી ત્યારે મને એવું લાગ્યું હતું કે હું એકલી નથી, તું મારી સાથે જ હતી, મારા પપ્પા, આપણું ઘર આપણો એ ઓટલો, 

આપણું આંગણું, દરવાજે ઊભેલો એ ચંપો, એ પારિજાતક બધાં મારી સાથે જ હતાં. બધાં મારી સાથે એરપોર્ટ પર ઉતર્યા હતાં.

મમ્મી, તે કહ્યું હતું વર્તમાનમાં જીવવાનું ભૂતકાળ વીતી ગયો છે, એને વળગી રહેવાની જરૂર નથી. વર્તમાન જીવનમાં જે નવું પ્રાપ્ત થયું છે તેને સ્વીકારવાનું, પૂરા હૃદયમનથી સ્વીકારવાનું અને માણવાનું. 

મમ્મી, હું વિમાનમાંથી બહાર નીકળી ત્યારે હિમવર્ષા થતી હતી. હિમવર્ષા પહેલવહેલી જોઇને હું નાચી ઊઠી હતી. રસ્તામાં બે કાંઠે વહેતી, પાણીથી છલોછલ નદી જોઇ. મમ્મી, એમાં મેં મને જ જોઇ. તેં કહ્યું હતું ને કે માણસે તો નદીની જેમ વહેવાનું છે. નદીને જોઇને તું યાદ આવી ગઇ. 

અહીં મારા ઘરની પાછળ મોટી મોટી શિલાઓ છે. એ શિલાઓ જોઇ અને મને યાદ આવ્યા તારા બોલ કે માણસે ખડકની જેમ અડગ રહેવાનું છે.

મમ્મી, અહીં મારા સાસરે માતાજીની મૂર્તિ છે, બે હાથ જોડી માથું નમાવીને વંદન કરતાં મને અનાયાસ તારું જ સ્મરણ થઇ ગયું. તું આ માતાજી જેવી જ સમર્થ છે, માતાજીના હૈયે સમસ્ત જગતનું હિત વસ્યું છે, અને મમ્મી તારા હૈયે મારું હિત વસ્યું છે. આ માતાજી જેવી જ તું સમર્થ છે, મારી સર્વ ચિંતા, પરિતાપ હરી લેનાર. 

યાદ છે મમ્મી, એક વાર મેં તને કહ્યું હતું કે મારું સાસરું - અજાણ્યો મુલક, અજાણ્યાં માણસ, જુદા સ્વભાવ - વિષમ આબોહવા - સાવ જુદી જીવનશૈલી એ અજાણ્યા વાતાવરણમાં હું શી રીતે જીવી શકીશ? ત્યારે તે કહ્યું હતું કે અજાણ્યાને માણતાં શીખ. નહિ જોયેલો દેશ, નહિ જાણેલાં માણસો વચ્ચે રહેવાની મઝા તો કંઇ ઓર છે, એ પડકારને તું અવસર માન.' કેવા સ્વાભાવિક સૂરમાં તું બોલી હતી. તને મારામાં કેટલો બધો વિશ્ર્વાસ છે કે હું ક્યાંય પાછી નહિ પડું. અને ખરેખર મમ્મી, હું જરાય પાછી નથી પડી. હું મુંઝાઇ નથી. ઘરમાં અને બહાર બધે મેં મારી જગ્યા બનાવી છે. મમ્મી, આઇ એમ પ્રાઉડ ઓફ યુ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment