Saturday 16 July 2016

[amdavadis4ever] હમ તુમ કહી ં કો જા રહે હો ઔર રસ્ તા ભૂલ જાયે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દિલ્હીમાં વસતા ત્રણ યુવાનોની કથા જાણવા જેવી છે. આ ત્રણ યુવાન એક અપાર્ટમેન્ટમાં શેરિંગથી રહેતા હતા. મતલબ કે જે ખર્ચ આવે એ સરખે ભાગે વહેંચી લેવાનો. ત્રણેય પોતપોતાની લાઇફથી ખુશ હતા, પણ તેમને બે મૂળભૂત સમસ્યાઓ સતાવતી હતી. પહેલી એ કે પાણી સવારે ચારથી પાંચની વચ્ચે આવતું. ત્રણેમાંથી કોઈ એટલું વહેલું ઊઠી શકતું નહીં અને પાણી ભરવાનું રહી જતું. પરિણામે સવારે ઉઠતાવેંત પાણીના ધાંધિયા. બીજી તકલીફ આપે એવી સમસ્યા એ હતી કે તેમનું લાઈટનું બિલ ૧૫૦૦૦થી ૨૦૦૦૦ની વચ્ચે આવતું. આ ત્રણેય યુવાન એન્જિનીયર હતા અને એ પાછા આઈઆઈટીના એટલે આ સમસ્યાનો જાતે જ ઉકેલ લાવવાનું નક્કી કર્યું. ઉકેલ લાવવાની દિશામાં આગળ વધ્યા તો તેમને ખબર પડી કે શહેરમાં દસેક લાખ ઘર એવા છે જેમને ત્યાં પાણી વિચિત્ર સમયે આવતું. અહીં ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (ઈંજ્ઞઝ) તરીકે ઓળખાતી નવી ટેક્નોલૉજી તેમની મદદે આવી. તેમણે ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહે એવું એક ઉપકરણ બનાવ્યું જે નિયત સમયે પાણીની મોટર ચાલુ કરી દે અને પાણી ભરાઈ જાય. પ્રારંભિક સફળતાને પગલે તેમણે એ ઉપકરણને એવી રીતે વિકસાવ્યું કે સ્માર્ટફોનથી જોડાયેલું રહીને એ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ઉપકરણો ચાલુ-બંધ કરી શકે, એલાર્મ સેટ કરી શકે અને વીજળીનો કેટલો વપરાશ થઈ રહ્યો છે એની દૈનિક ધોરણે દેખરેખ રાખી શકે. આ ઉપકરણ ચલાવવા માટે ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. આનો ફાયદો એ થયો કે પરોઢિયે ચાર વાગ્યે જાગ્યા વિના પાણી ભરાઈ જતું અને લાઈટનું તોતિંગ બિલ પણ અડધો અડધ જેટલું થઈ ગયું. ઈંજ્ઞઝના આશીર્વાદ, બીજું શું?

માની લ્યો કે તમે ટ્રેનમાં નીકળ્યા છો કોઈની ઑફિસે જવા. પહેલી જ વાર જઈ રહ્યા છો અને તમારી જાણકારી મુજબ એ ઑફિસ સ્ટેશનથી બહુ દૂર નથી, ચાલીને પહોંચી શકાય એમ છે. વિમાસણ એવી છે કે સ્ટેશનથી ડાબી તરફ જવું, જમણી તરફ જવું કે સીધો રસ્તો પકડવો. ધારી લ્યો કે તમે જમણે વળી ગયા અને જો પાછો એકાદ વળાંક આવે તો શું કરવું? આ સમયે ઈંજ્ઞઝ તમારી મદદે આવશે. તમે જો એક ખાસ પ્રકારના શૂઝ પહેર્યા હશે જેના સોલમાં સેન્સર્સ અને વાઈબ્રેશન મોટર્સ બેસાડ્યા હશે તો એ રચના બ્લુટુથ મારફત ફોન એપ સાથે કનેક્ટ થશે અને વાઈબ્રેશનથી તમને કઈ દિશામાં આગળ વધવું એની સૂચના આપશે. જગત આખાને અચરજ પમાડતી ઇન્ટરનેટ ઑફ થિંગ્સનો સમગ્રપણે વપરાશ કરનારો નેધરલૅન્ડ્સ પ્રથમ દેશ તાજેતરમાં બન્યો છે.

અલબત્ત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાવ નવી વાત નથી. ટેક કંપનીઓ તેમ જ આ ક્ષેત્રના પંડિતો છેલ્લા ત્રણેક દાયકાથી એની ચર્ચા કરી રહ્યા છે. ઇન્ટરનેટથી જોડાયેલું પહેલું સ્માર્ટ ટોસ્ટર ૧૯૮૯માં એક કૉન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. ઈંજ્ઞઝનો મૂળભૂત સિદ્ધાંત બહુ સરળ છે. આ એક એવી વ્યવસ્થા છે જેને કારણે જુદા જુદા ઉપકરણો ઇન્ટરનેટ મારફત એકબીજા સાથે જોડાયેલા રહે. એટલું જ નહીં પણ આપણી સાથે અથવા અન્ય ઉપકરણો સાથે માહિતીની આપલે કરી શકે. આ સમજવા માટે ફ્રિજનું ઉદાહરણ સમજવા જેવું છે. ધારી લ્યો કે તમારી પાસે સ્માર્ટ ફ્રિજ છે અને એ ઇન્ટરનેટ કનેક્શનથી જોડાયેલું છે. આ પરિસ્થિતિમાં એ કઈ કઈ જવાબદારીઓ પાર પાડી શકશે? તમારી દૂધની તપેલીઓ ખાલી થઈ ગઈ છે એટલે જાઓ ઉપડો અને દૂધ લઈ આવો (નહીંતર આજે ચા વિનાના રહેશો) એમ તમને જણાવી દેશે. જો ફ્રિજની અંદર રહેલા કૅમેરાને ખ્યાલ આવી જાય કે ઘરમાં દૂધ જરાય નથી તો તમને ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે. ક્યારેક એવી પણ જાણકારી મળશે કે ફ્રિજના સાઈડના ખાનામાં તમે જે ફૂડ પૅકેટ્સ રાખ્યા છે એની એક્સપાયરી ડેટ વીતી ગઈ છે. આજે સસરા જમવા આવવના છે અને એમને પ્રિય એવો સૂકો મેવો ખતમ થઇ ગયો છે તો ઉપડો દુકાને અને લઇ આવો એમ જણાવશે. બ્રિટન જેવા ઠંડા પ્રદેશમાં તો ઊર્જા વેડફાય નહીં એ માટે સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે. આ મીટરોમાં નામ પ્રમાણે ગુણ છે અને એકદમ સ્માર્ટલી પોતાનું કામ કરે છે. વાતાવરણમાં ખૂબ ઠંડી હોય ત્યારે રિમોટથી હીટર ચાલુ કરી શકાય છે. જો સૂર્યપ્રકાશ સારો હોય અને વાતાવરણમાં ગરમાવો હોય તો હીટરનું ઉષ્ણતામાન એડ્જસ્ટ થઇ જશે. જો ઘરે કોઈ નહીં હોય તો હીટર બંધ પણ કરી દેશે. આ બધું કઈ રીતે શક્ય બને? તમારો સ્માર્ટફોન ઘરમાં નથી અને એટલે તમે પણ ઘરમાં નથી એવો ખ્યાલ આ મીટરને આવી જાય.

બીજું ઉદાહરણ. તમારી અલાર્મ ક્લૉક તમને સવારે છ વાગ્યે જગાડી દે અને પછી તમારા કૉફી મેકરને તમારા માટે કૉફી તૈયાર કરવા જણાવી દે તો મજા પડી જાય ને? તમારી ઑફિસની નિયમિત વપરાશની કેટલીક ચીજવસ્તુઓનો સ્ટૉક તળિયે આવી ગયો હોય અને આપોઆપ એનો ઑર્ડર અપાઇ જાય તો? વિદેશમાં તો કેટલાક ખેડૂતો ખેતપેદાશ વધારવા માટે સેન્સરથી કનેક્ટેડ રહીને પાકની અને ધણની માહિતી મેળવતા રહે છે. જોકે, ઈંજ્ઞઝની કમાલ કેવળ સ્માર્ટ ઘર કે ઉપકરણો પૂરતી સીમિત નથી રહેવાની. આરોગ્યના ક્ષેત્રે પણ સ્માર્ટવૉચ કે ફિટનેસ બૅન્ડ જેવા ઉપકરણો તમારી તબિયત પર નજર રાખે છે. આ ઉપરાંત ટેક્નોલૉજીના નિષ્ણાતો તો સ્માર્ટ શહેરોને પણ ઇન્ટરનેટથી સાંકળી લેવનું વિચારી રહ્યા છે. ધારો કે તમે અજાણ્યા શહેરમાં કારમાં કોઈને મળવા જઈ રહયા છો. જો અચાનક તમારે સખત ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવે તો તમારી કાર તમે જેને મળવા જઇ રહ્યા છો એને ટેક્સ્ટ મેસેજ મોકલીને જણાવી દેશે કે તમે મોડા પડશો. અને રસ્તો ખબર નથી. ૠઙજ તરીકે ઓળખાતી ટેક્નોલૉજી અત્યારે તો આપણે ત્યાં કાર્યરત છે જે વાહનને યોગ્ય સ્થળ સુધી પહોંચવામાં ખાસ્સી મદદરૂપ થાય છે. આ સર્વિસમાં હવે કેટલીક સગવડોનો ઉમેરો થશે જેમાં તમે પહોંચવામાં મોડા પડશો એની જાણ તરત સામે છેડે થઈ જશે. 

ફિક્સડ ઇન્ટરનેટના આગમનથી પર્સનલ કમ્પ્યુટર મારફત આશરે એક અબજ વપરાશકારો એકમેક સાથે જોડાયા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ આગમન થયું સ્માર્ટફોનનું અને આ ઉપકરણ મારફત બે અબજ લોકોનું આપસમાં સાંધણ થયું. એક અંદાજ પ્રમાણે આ આંકડો જોતજોતામાં છ અબજને પાર કરી જશે. જો આ આંકડા વાંચીને તમે હેરત પામી ગયા હો તો શ્ર્વાસ રોકી રાખો. ૨૦૨૦ સુધીમાં એટલે કે બીજા ચાર જ વર્ષમાં અધધધ કહી શકાય એટલી ૨૮ અબજ વસ્તુઓ (ઝઇંઈંગૠજ) ઇન્ટરનેટ મારફત આપસમાં જોડાઈ જશે અને આ પ્રતાપ હશે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (ઈંજ્ઞઝ)નો. ડિપાર્ટમેન્ટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલૉજીની માહિતી પ્રમાણે ૨૦૨૦ સુધીમાં ભારતમાં ઈંજ્ઞઝ ઈન્ડસ્ટ્રી ૧૫ અબજ ડોલર (આશરે ૧૦૦૦ અબજ રૂપિયા)ની થવાની ધારણા છે. વાંચીને ચક્કર આવી જાય એવી વાત છે ને!

જોકે, આ વ્યવસાય સામે કેટલાક પ્રશ્ર્નો, કેટલાક પડકારો ઊભા છે. એક દલીલ એવી કરવામાં આવે છે કે આપણા દેશમાં રહેલા સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે ઈંજ્ઞઝનું તંત્ર વિકસાવવું આસાન નહીં રહે. મતલબ કે ટેક્નિકલી વિકસાવેલી કોઈ એક પ્રોડક્ટને પશ્ર્ચિમના રાજ્યોમાં સારો આવકાર મળે એટલે એને પૂર્વ ભારતમાં કે પછી દક્ષિણ ભારતમાં એવો જ આવકાર મળે એ કંઇ જરૂરી નથી. આ ક્ષેત્રની અન્ય એક સમસ્યા એ છે કે ઇલેક્ટ્રોનિક્સના સેમીક્ધડક્ટર્સ જેવા ઉત્પાદનો વિશાળ પાયે તૈયાર કરતી બહુ જૂજ સગવડો આપણા દેશમાં છે. બીજી એક તકલીફ છે કે ઈંજ્ઞઝ માટે અત્યંત જરૂરી એવી વાયરલેસ ડેટા સર્વિસ આપણા દેશમાં સર્વ ઠેકાણે ઉપલબ્ધ નથી. ભારતમાં ઈંજ્ઞઝના વિકાસ માટે આ બે પાયાની જરૂરિયાતો છે. હા, આપણો દેશ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં ગતિ કરી રહ્યો છે, પણ એ સાથે એ ટેક્નોલૉજીમાં છીંડું પાડીને સમસ્યાઓ ઊભી કરવાની દિશા પણ ખુલી જતા વાર નથી લાગતી. ઇન્ટરનેટનો ઉપયોગ આવે એટલે સલામતી, પ્રાઇવસી જેવા પ્રશ્ર્નો પણ ઊભા થયા વિના નથી રહેતા. આ દિશામાં પણ વધુ ચોકસાઈ રાખવામાં આવે એ જરૂરી છે. હેકર્સ નામના વર્ગને અત્યારે આમાં બહુ રસ નથી પડતો, કારણ કે ખાતર પાડવાના આર્થિક પ્રયાસ સામે એટલું વળતર નથી, પણ જેમ જેમ સ્માર્ટ સિટી અને સ્માર્ટ હોમ વિકસતા જશે એમ એમ તેમના મોઢામાંથી લાળ ટપકવાનું શરૂ થઈ જશે. એ લોકોને કેમ ફાવવા ન દેવા એ પણ એક મોટો પડકાર છે. આજની તારીખમાં તો ઈંજ્ઞઝ સલામત છે. 

ઈંજ્ઞઝનું એકમાત્ર લક્ષ્ય છે કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે ઉપકરણો ઉપકરણોની સાથે કે વ્યક્તિ સાથે જોડાયેલા રહે. ઑફિસે નીકળતી વખતે મહત્ત્વની મીટિંગના જરૂરી કાગળિયા લીધા છે કે નહીં એ યાદ કરાવવા માટે પત્નીની મદદ નહીં લેવી પડે. તો બીજી તરફ મેરેજ એનિવર્સરીનો દિવસ યાદ રાખવાની અને એ દિવસે પત્ની માટે ક્યાંથી કેવી ગિફ્ટ લેવી એની ઝંઝટમાંથી પણ મુક્તિ. કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં છે કે કેમ એ તમે જાતે ચકાસી શકશો. આપણી તળપદી ભાષામાં કહીએ તો કોઈની સાડીબારી શું કામ રાખવી?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment