Thursday 14 July 2016

[amdavadis4ever] ‘હું પણ તમારા જેવ ો જ એક લે ણદાર છું’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈ.સ. ૧૯૨૦થી ૧૯૩૦ના ગાળામાં 'બૉમ્બે ક્રોનિકલ' નામનું અંગ્રેજી છાપું ઉમર સોબાની અને ઉસમાન સોબાની નામના બે ભાઈઓ ચલાવતા ત્યારની આ વાત છે. 'બૉમ્બે ક્રોનિકલ' દૈનિકને છાપખાનાને લગતો માલ પૂરો પાડવાનું કામ 'કામા નૉર્ટન ઍન્ડ કંપની' કરતી જેના ભાગીદારો હતા મંચેરજી નસરવાનજી કામા અને તેમુરસ રૂસ્તમજી નવરોજી કામા. એક વખત 'બૉમ્બે ક્રોનિકલ'નું રૂ. ૧૪,૦૦૦ની રકમ જેટલું બિલ ચડી ગયું. વારંવાર ઉઘરાણી કરવા છતાં ઘણો લાંબો સમય સુધી રકમ અટવાયા કરતી હતી અને વાત વાયદા પર વાયદામાં ઠેલાતી જતી હતી. એક દિવસ મંચેરજી કામા પોતે એ નાણાં વસૂલ કરવા 'બૉમ્બે ક્રોનિકલ'ની ઑફિસે ગયા અને ઉઘરાણી કરી. ઉમર સોબાનીએ હંમેશની રીત પ્રમાણે ફરી વાયદો કર્યો એટલે વાતચીત ગરમાગરમી પર ચડી ગઈ. મંચેરજી ઊંચે સાદે બોલતા હતા એટલામાં 'મુંબઈ સમાચાર'ના માલિક નવરોજી બેલગામવાળા કોઈ કામસર ત્યાં આવી ચડ્યા. એમણે મંચેરજીને પૂછ્યું કે 'શાની ભાંજગડ ચાલે છે?' રૂપિયા ૧૪ હજારના લેણાની વાત જાણીને બેલગામવાળાએ મંચેરજી કામાને કહ્યું કે, 'ગભરાવાની કંઈ જરૂર નથી. સોબાની એ રકમ નહિ આપે તો અંગત રીતે એ પૈસા ચૂકવવાની જામીનગીરી અને જવાબદારી હું મારે માથે લઉં છું. તમે બેફિકર રહો.'


મંચેરજી કામાએ વેપારી ઢબે પાકી ચોખવટ કરી લીધી કે બેલગામવાળા પોતે અંગત રીતે 'બૉમ્બે ક્રોનિકલ' વતી આ રકમ ચૂકવવાની બાંયધરી આપે છે. બેલગામવાળાએ 'ચરખા સંઘ'ના ફંડમાં માતબર રકમનો ફાળો નોંધાવવાની ઉદાર જાહેરાત એ જ અરસામાં કરી હતી એટલે એમના જેવા એક જાહેર કાર્યકર અને પૈસાપાત્ર આસામીની વાત અને વચન પર ભરોસો ન કરવાનું મંચેરજી કામા માટે કોઈ કારણ ન હતું.

એ પછી તો કાળક્રમે બેલગામવાળાએ સોબાની બ્રધર્સ પાસેથી ૧૯૨૮માં 'બૉમ્બે ક્રોનિકલ' છાપું લૉક, સ્ટૉક ઍન્ડ બેરલ ખરીદી લીધું. મંચેરજી શેઠે તેમની પાસે લેણા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે એમના મોટા આશ્ર્ચર્ય વચ્ચે બેલગામવાળાએ કહ્યું કે, 'બૉમ્બે ક્રોનિકલ પાસે કંઈ પૈસા નથી એટલે એ રકમ ચૂકવી શકાય તેમ નથી માટે લાચાર છું.'

બેલગામવાળાની આવી બેઢબ રીતથી મંચેરજીને ખૂબ નફરત આવી ગઈ અને તેમણે એ લેણું વટાવ ખાતે લખીને માંડી વાળ્યું.

પણ વિધિનો સંકેત કંઈક જુદો જ હતો.

ત્યાર પછી ઘણે વખતે મંચેરજી કામા અને બેલગામવાળા સંજોગવશાત્ ફોર્ટ મુંબઈમાં યુનિવર્સિટીની સામે એન. એમ. વાડિયા બિલ્ડિંગમાં ૩જા અને ૪થા માળે આવેલી રિપન ક્લબમાં લંચ પર ભેગા થઈ ગયા. (૧૮૮૪માં સ્થપાયેલી આ ક્લબમાં સર ફિરોઝશાહ મહેતા, જમશેદજી તાતા અને સર દિનશા પિટીટ જેવા મહાન મુંબઈગરાઓ સભ્ય રહી ચૂક્યા છે. રાજાબાઈ ટાવરનો સુંદર નજારો જ્યાંથી દેખાય છે અને દર બુધવારે જ્યાંનું મટન ધાનશાકનું બુફે લંચ વખણાય છે એવી આ સુંદર હેરિટેજ ક્લબનો વારસો ઉદાર દિલના મુંબઈગરા પારસીઓએ હજુ પણ અકબંધ રાખ્યો છે). રિપન ક્લબના લંચ પર બેલગામવાળાએ સામે ચાલીને જૂની વાત ઉખેળી અને પોતાના ગેરવર્તન માટે દિલગીરી જાહેર કરી રકમ ચૂકવી આપવાની નવેસરથી ઑફર કરી. એટલું જ નહીં, 'કામા નૉર્ટન ઍન્ડ કંપની' પાસેથી 'મુંબઈ સમાચાર' અને 'બૉમ્બે ક્રોનિકલ' માટે જોઈતો મોટી રકમનો ન્યૂઝપ્રિન્ટ કાગળ ખરીદવાની પણ તત્પરતા દેખાડી. એ વિશેની વાત પાકી કરવા માટે બેલગામવાળા આગ્રહપૂર્વક મંચેરજી કામાને પોતાની મોટરમાં ઑફિસે લઈ આવ્યા. બીજી પાર્ટીઓ શું ભાવે માલ આપે છે તેના ઓરિજિનલ ઈન્ડેન્ટો બતાવ્યા અને મંચેરજી શેઠ રાજી હોય તો કોન્ટ્રાક્ટ કરવાની તૈયારી દેખાડી.

ફરી એક વાર વિશ્ર્વાસે વહાણ ચાલ્યું અને મંચેરજી શેઠે 'કામા નૉર્ટન ઍન્ડ કંપની વતી ત્રણ મહિનાની ક્રેડિટ પર માલ આપવાનું મંજૂર કરી સોદો પાકો કર્યો. અને આ રીતે 'મુંબઈ સમાચાર' સાથેના મોટા સોદામાં તેઓ સંડોવાયા.

નવરોજી બેલગામવાળાનો ઘાટ એ વખતે સબ બંદર કા વેપારી જેવો હતો. પોતાનાં બે વર્તમાનપત્રો અને રાજકીય પ્રવૃત્તિઓ ઉપરાંત તેઓ શેર, સટ્ટો, રૂ બજાર અને રેસકોર્સને રસ્તે પણ પૂરા ઊતરી ચૂકેલા. એ રસ્તો એમના માટે ખતરનાક પુરવાર થયો.

'મુંબઈ સમાચાર'ને જે નફો-નુકસાન થતાં તે, પણ એના કાર્યાલયમાં જે રોકડ રકમ આવતી તે બધી આ રીતે વેડફાઈ જતી. ન્યૂઝપ્રિન્ટના હિસાબ પેટે અપાયેલા નવરોજી બેલગામવાળાના ચેક નાણાંને અભાવે બૅન્કમાંથી અસ્વીકાર્ય થઈને પાછા આવવા માંડ્યા. 'કામા નૉર્ટન ઍન્ડ કંપની'ને એના બિલનાં નાણાં પેટે કંઈ રકમ મળી નહીં અને બેલગામવાળાનો બીજા દેવા સાથેનો કુલ કરજો વધતાં વધતાં અગિયાર લાખ જેવી જંગી રકમ પર પહોંચી ગયો. સદ્ભાગ્યે 'કામા નૉર્ટન ઍન્ડ કંપની'વાળો કૉન્ટ્રાક્ટ 'મુંબઈ સમાચાર', 'બૉમ્બે ક્રોનિકલ' અને બેલગામવાળા - એમ ત્રણેય પાર્ટીની સંયુક્ત જવાબદારીવાળા સ્પષ્ટ લખાણ સાથે હતો.

પોતાની લેણી રકમ માટે 'કામા નૉર્ટન ઍન્ડ કંપની'એ ના છૂટકે કોર્ટનો આશરો લીધો. બેલગામવાળા પાસે તો નાદારી નોંધાવવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં. એમણે મંચેરજી શેઠને માર્ગ સૂચવ્યો કે, 'મારી પાસે તો રોકડ નાણું કંઈ છે જ નહિ જે હું આપી શકું. જે કંઈ છે તે આ પ્રેસ છે અને આ છાપાં છે. તમે પોતે એનો કબજો લઈને એ છાપાં ચલાવો અને નસીબ યારી આપે તો એમાંથી તમારું લેણું વસૂલ કરો. હું એ બધું તમને સોંપી દેવા તૈયાર છું.'

છેવટે દાદાભાઈ નવરોજીના પૌત્ર જાલભાઈએ વચ્ચે પડી પતાવટ કરી આપી અને મંચેરજી કામાએ 'મુંબઈ સમાચાર લિમિટેડ' અને 'બૉમ્બે ક્રોનિકલ કંપની લિમિટેડ'ના બધા શેર પોતાને નામે ચડાવીને એ બંને છાપાં અને પ્રેસનો તા. ૧ ફેબ્રુઆરી, ૧૯૩૩ના દિવસે કબજો લીધો. ત્યાર બાદ એમના ભાગીદાર તેમુરસ કામા પણ એમાં જોડાયા.

ઑફિસમાં આવીને પહેલે દિવસે મંચેરજી કામા બેઠા કે તરત એ વખતે મૅનેજરપદ અને તંત્રીપદ બેઉ સંભાળતા સોરાબજી કાપડિયાએ સમાચાર આપ્યા કે, 'સ્ટાફને ઘણા મહિનાથી પૂરો પગાર નથી મળ્યો. મોટી રકમ ચડી ગઈ છે, બધા માણસો હડતાળ પર ઊતર્યા છે. પૈસા ચૂકતે થયા વિના કામ પર ચડવાની ના પાડે છે અને આપણી પુરાંતમાં તો પાંચ રૂપિયાનીય સિલક નથી.'

મંચેરજી કામાએ સ્ટાફના માણસોને ભેગા કરીને એમની વાત સાંભળી. વાતમાં વાત એટલી કે, 'અમારા લેણા પૈસા ચૂકવી આપો પછી જ કામ પર ચડીશું...'

મંચેરજીએ શાંત ચિત્તે પરિસ્થિતિનો મિજાજ પારખ્યો. પછી પૂરી મક્કમતા સાથે પોતાનો આખરી ફેંસલો તેને તે જ વખતે સંભળાવી દીધો:

'હું પણ તમારા જેવો જ એક લેણદાર છું. હું અહીં ગાંઠના ગોપીચંદન કરીને દેવું ચૂકવવા નહિ, પણ મારા અગિયાર લાખ વસૂલ કરવા આવ્યો છું. તમે જે રસ્તો બતાવો છો એ તો દેવાળિયાનો રસ્તો છે. ખરો રસ્તો તો એ છે કે આપણે સૌ સાથે મળીને, પરસેવો પાડીને, ખભેખભો મિલાવીને કામે લાગી જઈએ અને પ્રામાણિકતાથી મહેનત કરીને છાપાનો અને છાપખાનાનો ઉદ્ધાર કરીએ અને એમાંથી પૈસા પેદા કરીને આપણાં નાણાં વસૂલ કરીએ. મારી શરત એટલી જ છે કે તમારા સૌના જૂના લેણાની પાઈએ પાઈ ચૂકતે નહિ થાય ત્યાં સુધી હું, મારા ભાગીદાર, મારા કુટુંબની કોઈ પણ વ્યક્તિ કે 'કામા નોર્ટન ઍન્ડ કંપની' એક પણ પૈસો લઈશું નહીં. આ જ પછી તમને તમારો પગાર દર મહિને ચૂકતે મળશે અને જૂના લેણા પેટે છાપખાનાના નફામાંથી જેમ જેમ બચત થતી જશે તેમ ફાળે પડતા હપતાથી પૈસા ચૂકવાશે. આ શરત તમને મંજૂર હોય તો છાપું ચલાવીએ, નહિતર બંધ કરી દઈએ. મારો આ ફેંસલો આખરનો અને અફર છે. એમાં વાટાઘાટ કે બાંધછોડને કોઈ અવકાશ નથી. તમને મંજૂર હોય, તો તમે કામ પર ચડી જાઓ અને મને કામ પર લાગી જવા દો.'

સદ્ભાગ્યે કામદાર સમૂહને સારી બુદ્ધિ સૂઝી અને તેઓ કામ પર ચડી ગયા. મંચેરજી કામાએ પણ પોતાનો બોલ પાળી બતાવ્યો. 'મુંબઈ સમાચાર' પ્રેસનાં યંત્રો ફરી એક વાર ધમધમવા લાગ્યાં. ફરદુનજી મર્ઝબાનજીએ શરૂ કરેલું છાપખાનું અને છાપું જાણે એમના આશીર્વાદથી એક મોટી આફતમાંથી ઊગરી ગયું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment