Wednesday, 13 July 2016

[amdavadis4ever] ભાગી જવું કે છોડી દ ેવું એ આઝા દી કે મુક્ તિ નથી! : ચિંતનની પ ળે – કૃષ્ણ કાંત ઉનડકટ [2 Attachments]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક યુવાન હતો. એ ઓલ્વેઝ મસ્તીમાં જ હોય. કોઈ પૂછે તો કહે કે જલસા છે. એક દિવસ તેના મિત્રએ તેને કહ્યું, તારે શેના જલસા છે? તારી પાસે છે શું? સામાન્ય જોબ કરે છે, માંડ માંડ પૂરું કરે છે, આખર તારીખમાં ખીસાં સાવ ખાલી હોય છે, રહેવાનાં ઠેકાણાં નથી, સુખ કહી શકાય એવું તારી પાસે છે શું? એ યુવાને કહ્યું, તું ગણવા બેસે તો મારી પાસે એવું કંઈ ખાસ નથી. બસમાં અપડાઉન કરું છું. માંડ-માંડ બે છેડા ભેગા થાય છે. વૃદ્ધ મા-બાપની ચિંતા છે. આ બધા વિચારથી હું પણ ડિસ્ટર્બ થતો હતો. મને હતાશ જોઈને એક વખત મારા પિતાએ મને તેમની પાસે બેસાડ્યો. તેમણે કહ્યું કે, તારી સામે અનેક પડકારો છેને? એ રહેવાના જ છે. જિંદગીના અંત સુધી હશે. સવાલ એ છે કે તું એને કેવી રીતે લે છે. જિંદગી અરીસા જેવી છે. તું એની સામે જેવું કરીશ એવું એ તારી સામે કરશે. તું હસીશ તો એ હસશે, તું રડીશ તો એ પણ રડશે, તું બખાળા કાઢીશ તો એ પણ બખાળા જ કાઢશે. જિંદગીમાં તારી મસ્તીને ઓછી ન કરતો, કારણ કે એ જ માત્ર તારા હાથમાં છે. જે કરવાનું છે એ કરવાનું જ છે, તો પછી હળવાશથી અને હસતાં હસતાં કરને! તારા કામમાં મજા શોધ, કામ સાથે રોમાંચ અનુભવ, અપડાઉન કરતી વખતે નજીકમાં વિખરાયેલી પ્રકૃતિને એન્જોય કર, સૌથી મહત્ત્વનો મૂડ હોય છે. ફકીર પાસે કંઈ જ હોતું નથી, પણ તે ખુશ હોય છે. આપણા બધામાં થોડુંક અલગારીપણું ધબકતું હોય છે એને જીવતું રાખજે, તો થાક નહીં લાગે. પડકાર આસાન લાગશે.
તારી મુશ્કેલીનો વિચાર કરીશ તો એક પછી એક નબળા વિચારો આવતા જ રહેશે. હતાશા પહેલાં નબળા વિચારથી નથી આવતી. એક પછી એક નબળા વિચારો જ નિરાશા આપે છે. ધીમે ધીમે આપણને એ ડિપ્રેશનમાં ખેંચી જાય છે. આપણને ચારે તરફ અંધકાર દેખાય છે. એ અંધકાર મોટાભાગે આપણે જ સર્જેલો હોય છે. મારી પાસે વારસામાં આપવા માટે કંઈ ખાસ તો નથી, પણ મારો ઉત્સાહ, મારી ખુશી અને મારા વિચારો તને વારસામાં આપવા ઇચ્છું છું અને તને કહું છું કે જિંદગીમાં સુખ જો તમારી અંદર નહીં હોય તો બહાર ક્યાંય મળવાનું નથી. બહારનો આનંદ થોડાક સમયનો હોય છે. પાર્ટી પતી અને પાછા એકલા. ફરીને આવ્યા અને પાછી એ જ ઘટમાળ. અંદરનો આનંદ ક્યારેય આપણને એકલા પડવા દેતો નથી. સ્થિતિ ભલે નબળી હોય, સંજોગો ભલે વિપરીત હોય, પણ તારા વિચારોને નબળા પડવા ન દેતો. ક્યારેય કંઈ છોડી દેવાનું કે ક્યાંય ભાગી જવાનું ન વિચારતો, કારણ કે ભાગી જવું કે છોડી દેવું એ આઝાદી કે મુક્તિ નથી. આપણાં કામ, કર્તવ્ય અને કર્મ સાથે જોડાયેલા રહેવું અને હસતા મોઢે જિંદગીને જીવવી એ જ આઝાદી છે, એ જ મુક્તિ છે. બસ આ દિવસથી મેં નક્કી કર્યું કે હું મજામાં રહીશ.
આપણને આપણા વિચારો અને આપણી ઇચ્છા મુજબની પરિસ્થિતિ જોઈતી હોય છે. આવું જોઈએ છે, આવું કરવું છે, આવું જ હોવું જોઈએ એવા વિચારો આવે એ સ્વાભાવિક છે, પણ એવું થાય જ એવું જરૂરી નથી. હા, તમારી શક્તિથી તમે એવું કહી શકો, પણ એના માટે ધીરજ, શાંતિ અને હળવાશ જોઈએ. પરિસ્થિતિથી ભાગો નહીં, કંટાળો નહીં, ફરિયાદ ન કરો, જે છે એને સ્વીકારો. સબળા સમય માટે એ સૌથી વધુ જરૂરી હોય છે કે તમે નબળા સમયમાં પણ સક્ષમ રહો. એ ત્યારે જ થવાનું જ્યારે તમારું ચિત્ત સ્થિર હોય. ડિસ્ટર્બ માણસનું દિમાગ ડિસ્ટ્રક્ટિવ જ વિચારે. ડિસ્ટર્બન્સ પરિસ્થિતિથી કદાચ થોડું-ઘણું આવતું હશે, પણ વિચારોથી વધુ આવે છે. પરિસ્થિતિ સારી ન હોય, પણ તેના વિચારો આપણને નબળા બનાવી દે છે. આવા સમયે જ માણસની સકારાત્મકતા અને સક્રિયતાની કસોટી થતી હોય છે. પરિસ્થિતિ ભલે આપણા હાથમાં ન હોય, પણ આપણે આપણા હાથમાંથી છટકી જવા ન જોઈએ. આપણે આપણી તાકાતને ઓળખવાની હોય છે. હું શક્તિશાળી છું, કુદરતે મારામાં અપાર ક્ષમતા ભરી છે, હું નબળો પડવા માટે સર્જાયો નથી. મને કોઈ સ્થિતિ કે કોઈ વ્યક્તિ હતાશ નહીં કરી શકે. હું મજામાં રહીશ, હું ખુશ રહીશ, તમારી જાતને આવું પ્રોમિસ આપતા રહો, તમારી પોઝિટિવિટી કાયમ સજીવન રહેશે.



--

 


Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
42.jpg 13 JULY 2016 42.jpg

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment