Tuesday, 28 June 2016

[amdavadis4ever] ચીનની ખંધાઈનો પ ્રતિકાર: તેનો સ ામાન ખરીદવો બંધ કરો -તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છેલ્લા એક સપ્તાહમાં ચીન અને પાકિસ્તાન દ્વારા ભારતના હિત વિરોધી જે કામગીરી કરવામાં આવી છે તેની નોંધ લેવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં કેટલેક અંશે ચીન - પાકિસ્તાનના વલણમાં નજીવો ફેરફાર દેખાતો હતો. આવે વખતે એવી આશા હતી કે ભારત સાથે સારા સંબંધ નિર્માણ કરીને આ બન્ને રાષ્ટ્ર હવે રોજગારી અને આર્થિક મુદ્દા તરફ ઢળશે, પરંતુ તેવી આશા બહુ ચરિતાર્થ થઈ નથી.

પાકિસ્તાને જમ્મુ - કાશ્મીરમાં એક મહિનામાં ચોથી વખત ત્રાસવાદી હુમલો કરાવ્યો છે. જેના વડા પ્રધાન નવાઝ શરીફ લંડનમાં તબીબી સારવાર લઈ રહ્યા છે ત્યાં કોનું રાજ ચાલે છે તે આવી ઘટના પુરવાર કરે છે. એક વાત નિશ્ર્ચિત છે કે પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો કે મિત્રતા વધારવા કોઈ જ પ્રયત્ન કરવાની હવે જરૂર નથી. આવી બાબતે હાલની સરકારે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા છે તેટલી વાત જ પૂરતી છે. ભલે તે સફળ થયા નથી.

તેવી જ રીતે ચીન સાથે ખૂબ જ આત્મિય વ્યવહાર કરીને ભૂતકાળ ભૂલીને મિત્રતાનું નવું પ્રકરણ શરૂ કરવા થયેલો પ્રયત્ન સફળ થયો નથી. ચીન દ્વારા તો પાકિસ્તાનનો સાથ સહકાર લેવાનું વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેનો પ્રતિકાર ભારતે વિવિધ પ્રકારના આર્થિક પગલાં લઈને ચીનને ભીંસમાં મૂકવાની જરૂર છે. ચીન એક ખખડી ગયેલું રાષ્ટ્ર છે. ચીન - પાકિસ્તાન બન્ને એકબીજાના ટેકે લથડિયા ખાતા ચાલી રહ્યા છે.

ભારતમાં આવતા ચીનના તમામ પ્રકારના માલસામાનનો બહિષ્કાર ખુદ પ્રજાએ જ કરવાની જરૂર છે. આમ પણ ચીનના માલસામાનમાં કોઈ ગુણવત્તા નથી. માત્ર સસ્તો જ હોય છે. તેને બીજીવાર ખરીદવાનું ગ્રાહકો પસંદ કરતા નથી. ચીનનો આવો સસ્તો માલસામાન માત્ર ભારત - આફ્રિકાના ગરીબ રાષ્ટ્ર અને ટેક્નોલોજીની દૃષ્ટિએ પછાત એવા મધ્યપૂર્વના રાષ્ટ્ર જ ખરીદી કરે છે. ભારત ભૌગોલિક દૃષ્ટિએ નજીક હોવાથી ચીનનો માલસામાન કાયદેસર અને ગેરકાયદે રીતે ઘુસાડવામાં તેને સરળતા રહે છે, પરંતુ ખરીદનારામાં જો રાષ્ટ્ર પ્રતિ નિષ્ઠા હોય તો આવો સામાન ખરીદવાનું જ બંધ કરી દેવું જોઈએ. ચીનના મોબાઈલ, બેટરી - બેટરીના સેલ - ઘડિયાળ, રમકડાં - પ્લાસ્ટિકની ચીજવસ્તુ અને તેવી તો સેંકડો ચીજ છે કે જે ચીનથી ભારતમાં ઘૂસી જાય છે.

ચીનના ખંધા અને લુચ્ચા શાસકોની ચાલાકી ઘણી જોઈ છે. આપણે તેમને સુધરવાની પૂરી તક આપી, પરંતુ તેમને સુધરવું જ નથી. તેઓ વિનાશના આરે ઊભેલા પાકિસ્તાન સાથે ડૂબવા માગતા હોય તો ભલે ડૂબે. મૂળ તો ભારતે પાકિસ્તાનને ઈરાનના ચાબહાર બંદરના વ્યૂહથી ઘેરી લીધું છે. એટલે જ હવે ચીન બેબાકળું બન્યું છે. તેને ખ્યાલ આવી ગયો છે કે આવી જ નીતિ આગળ ચાલી તો તે ઘેરાઈ જવાનું છે. ભારતે હવે પછીની વિદેશનીતિમાં ચીન - પાકિસ્તાનની બાદબાદી કરીને આગળ જવું જોઈએ તેને બદલે નેપાળ, મ્યાનમાર, ભૂતાન, શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે સંબંધો વધારવા ધ્યાન આપવું. આ દેશના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને ભારતમાં વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવી - વ્યાપાર વધે તે માટે ટેક્સમાં રાહત આપવી તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવું.

નેપાળ - ભૂતાન - બંગલાદેશ - અફઘાનિસ્તાન અને મ્યાનમારના દર વર્ષે ૫ હજાર વિદ્યાર્થીઓને ત્રણથી છ મહિનાની કમ્પ્યુટર્સ ટ્રેનિંગ ઉપરાંત અન્ય રીતે તેમનું કૌશલ્ય વધે તેવી રીતે સ્કોલરશિપ આપવાથી આવા વિદ્યાર્થી જ ભારતના રાજદૂત બનીને તેમના દેશમાં કામ કરશે અને ભારતના આર્થિક હિત - જળવાઈ તેવી બાબતોને પ્રોત્સાહન આપશે. ચીન - પાકિસ્તાનને સાવ પડતા મૂકીને જ આગળ જવાની જરૂર છે. કારણ કે આ બે દેશ કદી પણ ભારતના થવાના નથી. જો તેવું થાય તો તેમનું અસ્તિત્વ જ રહેવાનું નથી. ચીન લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યું છે. તેને સતત ડર છે કે જો ભારત આગળ નીકળી જશે તો તેનો માલસામાન ક્વોલિટી વગરનો હોવાથી વિશ્ર્વની બજારમાં કદી વેચાણ થવાનો નથી. અવિશ્ર્વાસ અને અદેખાઈ હોવાથી ચીન - પાકિસ્તાન કદી ભારતના સારા મિત્ર કે શુભેચ્છક બની શકવાના નથી. ચીનના નેતૃત્વની જો ભૂતકાળની વાતો સાંભળવા કે સમજવામાં આવે તો ઘણી જ ચોંકાવનારી છે. પંડિત નહેરુના અવસાનના સમાચાર ચીનના સામ્યવાદી પક્ષના દૈનિકમાં તે વખતે સાવ અંદરના પાને માત્ર છ લીટીમાં પ્રસિદ્ધ થયા હતાં!! આવો તેજોદ્વેષ તેમને ભારત પ્રતિ વર્ષોથી છે.

ચીનના હાલના વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન બન્ને વચ્ચે દુશ્મનાવટ છે. તેઓ પ્રધાનમંડળની બેઠકમાં પણ એકબીજા સામે બોલવાનું તો ઠીક સામું પણ જોતા નથી. ચીનના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા તે વખતે સરહદ પર ચીનના લશ્કરી સૈનિકો ઘૂસણખોરી કરતા હતા. જેવા ચીનના વડા પ્રધાન સ્વદેશ પહોંચ્યા કે આ ઘૂસણખોરી બંધ થઈ ગઈ અને પૂર્વવત્ બની ગયું હતું!! આ ઘટનાનો મર્મ સમજનારા જ સમજી શકે છે.

ભારતે પોતાની આજુબાજુ જે બૌદ્ધ ધર્મના અનુયાયી રાષ્ટ્ર છે તે તમામને અંકે કરી લેવા - તેમની સાથે ગાઢ આર્થિક સંબંધ વધે તેવો વ્યૂહ અમલી બનાવવો જોઈએ. તેમાં શ્રીલંકા - મ્યાનમાર - થાઈલેન્ડ વગેરે મુખ્ય છે. આ ત્રણેય રાષ્ટ્ર પાસે કુદરતી સંપત્તિ અઢળક છે. વળી તેમને વિશ્ર્વાસુ મિત્ર જોઈએ છે. ભારતે કદી કોઈનું શોષણ કર્યું નથી જે તેનું જમા પાસુ છે.

ચીન અને પાકિસ્તાન બન્નેના સ્વાર્થ એકબીજા સાથે છે. તેઓ કદી ભારતનું સારું થાય તેમ થવા દેવાના નથી, કારણ કે તેમને સતત ડર અને ભય છે કે ભારત આગળ જાય તો તેઓ ખતમ થઈ જાય!! પાકિસ્તાનનું તો અસ્તિત્વ જ ભારતના ધિક્કાર આધારિત છે. પાકિસ્તાન ભારત વિરોધી પરિબળોનો સમૂહ છે. તેના ધર્મ - સંસ્કૃતિ - ભાષા - તમામ ભારત વિરોધી પાયા પર જ નિર્ભર છે.

વિદેશનીતિમાં એક જ બાબતને જોડીને ચીન - પાકિસ્તાન સિવાય જ્યાં જેટલું સારું થઈ શકે તેટલું કરીને ભારતીય ઉપખંડમાં એક ભારતને સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરવું. વિદેશનીતિમાં ભારતના હિત - ભારતના લાંબા ગાળાના વ્યાપારી હિત અને સુરક્ષા આટલી બાબતો લઈને આગળ વધવાની જરૂરત છે.

ચીન અને પાકિસ્તાનની ખંધાઈ અને દગાખોરીને ભારત કદી પહોંચી વળી શકે તેમ નથી કારણ કે ભારત એક જવાબદાર લોકશાહી રાષ્ટ્ર છે, પરંતુ તેની સાથે સામેના પક્ષને સમજમાં આવે તેવો તમાચો ચીનના માલસામાનનો બહિષ્કાર જો માત્ર એક જ વર્ષ થાય તો ચીન તરફડિયા મારતું થઈ જાય તેવું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment