Saturday, 3 December 2016

[amdavadis4ever] મુંબઈ વધુ સાબ દું, પણ સલામત?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




ગયા અઠવાડિયે ઓશિવારામાં આગ લાગતાંની સાથે મુંબઈ મહાનગરપાલિકાના મકાનના બીજા માળે આવેલું અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું તંત્ર સાબદું થઈ ગયું. ઓશિવારાની આસપાસની પરિસ્થિતિ પર કેમેરા મંડાઈ ગયા અને દરેક હોટલાઈન પર સૂચનાઓ અપાવા લાગી. એમ્બ્યુલન્સ, ટ્રાફિક, ફાયરબ્રિગેડ અને અધિકારીઓને સતત સૂચનાઓ સાથે માર્ગદર્શન અપાતું હોવાથી મોટી હોનારત થતાં બચી ગઈ. કુદરતી કે માનવીય રીતે ઊભી થયેલી કોઈપણ દુર્ઘટના સમયે મુંબઈ શહેરમાં વ્યવસ્થા જળવાય તે માટે એક આખો મેનેજમેન્ટ કક્ષ બનાવવામાં આવ્યો છે. તેમાં હાલમાં જ આખી દીવાલ પર મુંબઈભરમાં લાગેલાં ૫૦૦૦ સીસીટીવીમાંથી ફુટેજ પર નજર રાખવામાં આવે છે. આ કેમેરા એટલા સક્ષમ છે કે રસ્તા પર પાર્ક કરેલી ગાડીમાં કોઈ બેઠું છે કે નહીં અથવા ગાડીનો નંબર જાણવો હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કક્ષમાંથી ઝૂમ કરીને જાણી શકાય છે. તંત્ર દ્વારા સમગ્ર મુંબઇને સાબદું બનાવવાની દિશામાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે, પણ આતંકવાદીઓના ઓળા મંડરાતા રહે છે એ અવસ્થામાં એક સવાલ એ જરૂર ઊભો થાય છે કે શહેર સલામત ખરું? ૨૬ જુલાઈ ૨૦૦૫ અને ૨૬ નવેમ્બર ૨૦૦૮ વખતે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામગીરી બજાવનાર શાંતારામ જાધવ કહે છે કે 'એ સમયે પડેલી તકલીફોમાંથી અમે શીખ્યા કે વધારે સુસજ્જ થવાની જરૂર છે. તે સમયે અમે મહાપાલિકાના બેઝમેન્ટમાં હતા. ત્યારે તો ફક્ત બે ટેલિફોન અને એક જ વાયરલેસ સેટ હતો. તે છતાં અમે શક્ય તેટલી વ્યવસ્થા જાળવીને લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે અમે ૪૮ કલાકથીય વધુ સમય એકધારું કામ કર્યું હતું.' 

ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારી નાર્વેકરજીએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે 'મુંબઈનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ભારતનો અદ્યતન અને સુસજ્જ વિભાગ છે જે મુંબઈ શહેર અને પરાં ઉપર બાજ નજર રાખી શકે છે. હવે કોઈપણ પ્રકારની હોનારતને પહોંચી વળવા માટે મુંબઈ શહેર તૈયાર છે. અને હજી દરેક વોર્ડને પણ અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા સાંકળવાની તૈયારીઓ ચાલુ જ છે.' 

૧૨ હજાર સ્કેવર ફૂટમાં આવેલા આ વિભાગમાં પ્રવેશતાં જ જાણે કોઈ વિદેશી ફિલ્મનો સીન જોતા હોઈએ તેવું લાગે. ઓટોમેટિક લોકવાળા કાચના દરવાજામાંથી પરવાનગી સિવાય અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશી શકે નહીં. દરેક હાજર કર્મચારી બ્લુ રંગના યુનિફોર્મમાં સજ્જ. એક આખી દીવાલ પર લાગેલા મોટા સ્ક્રીન પર મુંબઈના વિવિધ રસ્તા પરની અવરજવર દેખાતી હોય. બાજુની દીવાલ પર ટેલિવિઝન પર સમાચારની ચેનલ ચાલતી હોય. સ્ક્રીનની સામે મૂકેલાં ટેબલો પર કોમ્પ્યુટર, ફોન પર બેસેલા કર્મચારીઓ. જમણી બાજુની દીવાલ પર ૫૧ હોટલાઈન, વાયરલેસ. બીજા એક તરફના ખૂણા પર લાંબા ટેબલ પર ફાયર બ્રિગેડ, બેસ્ટ, સેફ્ટી એન્ડ લો ઓર્ડર, મુંબઈ પોલીસ, ટ્રાન્સપોર્ટ, સંપર્ક અધિકારી વગેરે વગેરે બોર્ડ લાગેલાં છે. જ્યારે કોઈ ઈમરજન્સી આવે ત્યારે મુંબઈની વ્યવસ્થા અને સલામતીને ઉપયોગી દરેક ખાતાના અધિકારીઓ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કક્ષમાં જ આવીને બેસી જાય. જેથી જરૂરી દરેક નિર્ણયો તત્કાળ લઈ શકાય. ૩ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ ક્યારેય પણ ઈમરજન્સી માટે સાબદા હોય છે. એ વિભાગમાં સતત ફોનની ઘંટડીઓ વાગતી રહે છે અને હેલ્લો ડિઝાસ્ટર મેનેજમન્ટ મુંબઈ અવાજ સંભળાય છે. જાધવ કહે છે કે 'એક વાર કર્મચારી આ વિભાગમાં કામ પર આવે પછી ક્યારે પાછો ઘરે જશે તે કહી શકે નહીં. સામાન્ય સંજોગોમાં તો તે શિફ્ટ બદલાય ત્યારે ઘરે જાય, પણ વારતહેવારે પણ કોઈ રજા અહીં મળે નહીં. ઊલટાનું તે દિવસોમાં વધારે ચાંપતી નજર રાખવાની હોય છે. તેમાં પણ જો ઈમરજન્સી સર્જાય તો ઉપરી અધિકારીઓ સહિત બીજા કર્મચારીઓને પણ કોલ કરી તત્કાળ બોલાવી લેવામાં આવે છે. કેટલીક વાર તો જમવાનો પણ સમય ન હોય, પણ અહીં કોઈને ફરિયાદ નથી હોતી. બધાનો કામ કરવાનો ઉત્સાહ કદીય ઓછો નથી થતો. બસ એક વીકલી ઓફ્ફ સિવાય ક્યારેય કોઈ રજા મળે નહીં. અહીં જોડાયેલા દરેક કર્મચારીઓને એક મહિનાની તાલીમ આપવામાં આવે છે કે કઈ રીતે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમમાં કામ કરવું, બીજાનું તો ઠીક અહીં આ જ મકાનમાં કોઈ દુર્ઘટના સર્જાય તો પણ તેને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ.' ઉ

-------------

ૄ લાતુરમાં ૧૯૯૩ના વરસમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ સરકારને લાગ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ મહારાષ્ટ્રમાં હોવો જોઈએ એટલે ૧૯૯૯ની સાલમાં આ વિભાગ મહાપાલિકામાં શરૂ કરવામાં આવ્યો જેથી આપાતકાળે નિર્ણયો લેવામાં અને સહાય કરવામાં કોઈ ઢીલ ન થાય. રાજ્યની વ્યવસ્થા માટે મુખ્ય પ્રધાન અધ્યક્ષ છે તો ફક્ત મુંબઈ શહેર માટે હોનારત મદદ વિભાગમાં મુંબઈ પાલિકાના કમિશનર અધ્યક્ષ છે. 

ૄ આ વિભાગ ૨૪ બાય સેવન કાર્યરત રહે છે. એટલે જ મુંબઈગરાઓ હવે નચિંત થઈને જીવી શકે છે. 

ૄ નાગરિક ફરિયાદ માટે ૩૦ સેવાઓ ઉપલબ્ધ છે. 

ૄ વિવિધ મહત્ત્વની સેવાઓ સાથે જોડવા માટે ૫૧ હોટલાઈન સેવાઓ ચાલુ છે. 

ૄ ભવિષ્યમાં થઈ શકનારી કોઈપણ આપત્તિ પર નજર રાખીને તૈયારી કરવામાં આવે છે જેમકે હવાામાન ખાતાની કોઈપણ ચેતાવણી બાદ આ વિભાગ તૈયારીઓ શરૂ કરી દે છે. 

ૄ ૨૦૧૧ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા રોલ મોડલ સિટીનો પુરસ્કાર આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આપવામાં આવ્યો છે. 

ૄ હવે તેઓ દરેક નાગરિકોને ઈમરજન્સીમાં કઈ રીતે વર્તવું તે શીખવવા માટે પ્રયત્નશીલ રહે છે જેથી આજના જમાનામાં કોઈને પણ વધુ નુકસાન ન થાય. કેટલાંક મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લોકોને કોઈને અચાનક બીમારી થાય ત્યારે ફર્સ્ટ એઈડ કેવી રીતે આપવું તે શિખવાડાય છે તો કોઈ પ્લમ્બિંગનું કામ, ફ્યુઝ જાય તો કેવી રીતે ઠીક કરવું વગેરે વગેરે સમજાવે છે. એ લોકો ઈચ્છે છે કે દરેક નાગરિક પોતપોતાની રીતે ઈમરજન્સીમાં ઉપયોગી બને. લોકોને કોઈપણ અકસ્માત કે હોનારત વખતે ફોટા લઈને ફેરવવાની આદત હોય છે તેમ ન કરતાં તેઓ જાતે પણ પરિસ્થિતિને મદદરૂપ બની શકે તેની તાલીમ આપવા તેઓ તૈયાર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment