Sunday, 16 October 2016

[amdavadis4ever] ‘કરવા ચોથ’ની ઉ જવણીનું મહત્ત્વ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેટલાક દેશોમાં હિન્દુ અને શીખ મહિલાઓ દ્વારા ઊજવવામાં આવતા એક દિવસના 'કરવા ચૌથ'ના વ્રત ઉત્સવમાં પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તથા તેમની સલામતી માટે સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરે છે. ઉપવાસનું આ વ્રત પરંપરાગત રીતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં તથા ઉત્તર પ્રદેશના કેટલાક હિસ્સામાં ઊજવવામાં આવે છે. આ ઉત્સવ હિન્દુ કેલેન્ડર અનુસાર આસો-અશ્ર્વિન મહિનામાં પૂનમ બાદ ચોથા દિવસે એટલે કે આ વર્ષે કરવા ચોથ ૧૯મી ઑક્ટોબર, ૨૦૧૬ના બુધવારે છે. આ ઉત્સવમાં ક્યારેક અપરિણીત મહિલાઓ પણ તેમના ભાવિ પતિ કે ઈચ્છિત પતિ માટે આ વ્રત કરવામાં જોડાય છે.

પારંપરિક કથાઓ: 'કરવા ચોથ'ના વ્રત-ઉત્સવ સાથે જુદી જુદી દંતકથાઓ સંકળાયેલી છે. કેટલીક કથાઓમાં આ કથાઓ પરસ્પર જોડાયેલી છે, જેમાં એક કથા અન્ય કથાના માળખા તરીકે કામ કરે છે.

રાણી વીરવતીની કથા: વીરવતી નામની એક સુંદર રાણી સાત પ્રેમાળ ભાઈઓની એકની એક બહેન છે. તે પરિણીત સ્ત્રી તરીકે એનું પહેલું કરવા ચોથનું વ્રત પિયરમાં કરે છે. એ સવારના સૂર્યોદયથી કડક ઉપવાસ શરૂ કરે છે, પણ સાંજ સુધીમાં એ ભૂખ-તરસથી બેહાલ થઈને ઉત્સુકતાથી ચંદ્રોદયની રાહ જુએ છે. એના સાત ભાઈઓ બહેનની આવી વ્યાકુળ અવસ્થા જોઈ શકતા નથી તેથી પીપળાના વૃક્ષમાં આરસાનું એવી રીતે સર્જન કરે છે કે તે ચંદ્ર ઊગ્યો હોય એવો દેખાય છે. બહેન ચંદ્ર ઊગ્યાનું માની લઈને ઉપવાસ પૂર્ણ કરવા લાગે છે અને એ ખાય છે ત્યારે બાતમી આવે છે કે પતિનું, જે રાજા છે એનું નિધન થયું છે. બાતમીથી તેનું દિલ તૂટી જાય છે અને એ આખી રાત રડે છે, આખરે તેની શક્તિ દેવીને પ્રગટ થવાની ફરજ પાડે છે. દેવી એ શા માટે રડે છે એમ પૂછતાં એ તેની બેહાલીનું કારણ જણાવે છે એટલે દેવી એને એના ભાઈઓએ કેવી તરકીબથી છેતરી હતી એની વાત જણાવી દે છે અને વીરવતીને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવા ચોથનો ઉપવાસ ફરી કરવા કહે છે. વીરવતી ફરી ઉપવાસ કરે છે એટલે યમને એના પતિનું જીવન પરત આપવાની ફરજ પડે છે.

આ કથાની બીજી બાજુ અનુસાર, ભાઈઓ પર્વતની પાછળ પ્રચંડ આગ જલાવી બહેનને ચંદ્રનો ઉજાશ હોવાનું ગળે ઉતારી એને છેતરે છે. એ ઉપવાસનો અંત લાવે છે ત્યારે એના પતિનું મૃત્યુ થયાની બાતમી આવે છે. બાતમી મળતાં બહેન પતિના ઘરે જવા દોડે છે, જે થોડે દૂર આવેલું છે. રસ્તામાં શિવ-પાર્વતી એને અટકાવે છે. પાર્વતી એની સાથે કરાયેલી તરકીબની વાત કરે છે અને પોતાની ટચલી આંગળી કાપી બહેનને થોડાં ટીપાં પોતાનું પવિત્ર રક્ત આપે છે અને ભવિષ્યમાં સંપૂર્ણ ઉપવાસ રાખવાની બાબતે અતિશય કાળજી રાખવાની સૂચના આપે છે. પત્ની એટલે કે પેલી બહેન પાર્વતીનું રક્ત છાંટતાં પતિ ફરી જીવતો થાય છે ને પતિ-પત્ની ફરી એકત્ર થાય છે.

મહાભારતની દંતકથા: આ ઉપવાસ અંગેની માન્યતા અને તેની સાથે જોડાયેલી વિધિ મહાભારતના આગળના કાળમાં પહોંચે છે. દ્રૌપદી પણ આ ઉપવાસ કરતી હતી, એમ કહેવાય છે. એક વખત અર્જુન તપ કરવા નીલગિરી પર્વતમાળામાં ગયો. એની ગેરહાજરીમાં બાકીના પાંડવોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. પરેશાન દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને મદદ માગી. ભગવાન કૃષ્ણે એને દેવી પાર્વતીએ આવા જ સંજોગોમાં ભગવાન શિવનું માર્ગદર્શન માગ્યું હતું, એમને કરવા ચોથનું વ્રત કરવાની સલાહ અપાઈ હતી, એ કથા યાદ કરાવી હતી. આ કથાની અન્ય એક પાસામાં ભગવાન શિવે પાર્વતીને કરવા ચોથનું વ્રત સમજાવવા માટે રાણી વીરવતીની કથાના કહી હતી. દ્રૌપદીએ સૂચનાઓનું અનુસરણ કર્યું અને તમામ વિધિ સહિત કરવા ચોથનો ઉપવાસ કર્યો હતો. એને પગલે પાંડવો પોતાની સમસ્યાઓને મહાત કરી શક્યા હતા.

'કરવા'ની દંતકથા: કરવા નામની મહિલા એના પતિને ખૂબ સમર્પિત હતી. પતિ માટેના એના તીવ્ર પ્રેમ અને સમર્પણને કારણે એને દૈવીશક્તિ મળી હતી. એક વાર નદીમાં નાહતી વખતે કરવાના પતિને મગરે પકડી લીધો. કરવાએ મગરને સૂતરના દોરા બાંધી લીધો અને પછી મૃત્યુના દેવ યમને પોકારી એમને આ મગરને નરકમાં મોકલવા જણાવ્યું, પણ યમે નકાર ભણતા કરવાએ યમને શ્રાપ આપવાની સાથે એમને નષ્ટ કરવાની ધમકી આપતા યમ પતિવ્રતા પત્નીથી ગભરાઈ જઈ મગરને નરકમાં મોકલી કરવાના પતિને લાંબી જિંદગીનું વરદાન આપ્યું. તેથી કરવા અને એના પતિએ ઘણા વર્ષો લગ્નજીવન માણ્યું હતું. આજે પણ કરવા ચોથનું વ્રત ઊંડી શ્રદ્ધા અને ભાવથી મનાવવામાં આવે છે.

સત્યવાન અને સાવિત્રીની કથા: યમદેવતા જ્યારે સત્યવાનનો આત્મા લેવા આવ્યા ત્યારે સાવિત્રીએ યમની પાસે પતિને જીવનદાન આપવાની ભીખ માગી. યમે નકાર કરતા સાવિત્રીએ ખાવા-પીવાનું બંધ કરી દઈ પતિને લઈ જતા યમરાજનો પીછો કરવા લાગી. યમે સાવિત્રીને પતિના જીવનને બદલે બીજું કશું વરદાન માગવા કહ્યું. સાવિત્રીએ પુત્રોનું વરદાન માગ્યું. યમરાજ સહમત થયા. પતિવ્રતા પત્ની તરીકે સાવિત્રી અન્ય કોઈ પુરુષને પોતાના સંતાનોનો પિતા બનવા દઈ શકે નહીં એટલે યમ પાસે સાવિત્રીના પતિની જિંદગી પરત કરવા સિવાય બીજો કોઈ વિક્લ્પ જ નહોતો રહ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment