Sunday, 16 October 2016

[amdavadis4ever] રાંધવામા ં અને કાંત વામાં કોઈ ફરક જ નથી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાંધવામાં અને કાંતવામાં કોઈ ફરક જ નથી?
સૌરભ શાહ

 

ગાંધીજી સાથે આત્મીયતા ધરાવતા પણ થોડાં વર્ષ બાદ ગાંધીજીના વિચારો સાથે મતભેદ ધરાવતા થઈ ગયેલા જૉર્જ જોસેફે ખાદી વિશેના પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કર્યા જે ગાંધીજી સુધી પહોંચ્યા.

જોસેફે કહ્યું કે ગાંધીજીના મૃત્યુ પછી ખાદી ટકવાની જ નથી (અહીં જોસેફ ખોટા પડ્યા જેનાં કારણો જુદાં હતાં.) જોસેફે કહ્યું કે: હું આ નિશ્ર્ચય પર આવ્યો છું કેમ કે ખાદીમાં કંઈ અર્થશાસ્ત્ર નથી, તેમાં અર્થસિદ્ધિ નથી. તેને ઉત્પન્ન કરવામાં અને તેને વેચવામાં બહુ વધારે ખર્ચ થાય છે અને તેથી લેનારને ન્યાય મળતો નથી. મિલોમાં જે કપડું છ આનામાં પેદા થઈ શકે છે તેવી ખાદીની કિંમત એક રૂપિયો પડે છે. એટલે લેનારને તો પોસાય જ નહીં. ઉત્પન્ન કરનારને વિશે પણ એમ જ જાણજો. ગરીબ સ્ત્રીઓ જેમની ઉપર ખાદીનું મંડાણ રચાયું છે તેમણે દસ કલાક રોજના કામ કરીને ત્રણ આનાથી સંતોષ માનવો પડે છે. મૂળ કામદારને જે ઉદ્યોગમાં ત્રણ જ આનાનું દાડિયું મળી શકે તે ઉદ્યોગ કદી સફળ થાય નહીં કેમ કે તેમાં તો કામદારને ચૂસવા બરોબર થાય છે. મજૂરને ચૂસવાનો અર્થ એ છે કે તેને પેટ પૂરતું દાડિયું ન મળે. આના જવાબમાં એમ કહેવું કે દેશમાં દુષ્કાળ વર્તે છે અથવા કરોડો લોકો ધંધા વિનાના છે એટલે કંઈ પણ ન કમાય તેના કરતાં થોડું ઘણું પણ કમાય એમાં કશું ખોટું, એ બરાબર બચાવ નથી. આવી દલીલ હું કદી કબૂલ નહીં કરું. જે કોઈમાં મનુષ્યપ્રેમ છે તે એવો બચાવ કબૂલ નહીં કરે એટલે આ ખામી ખાદીની જડમાં રહેલી છે, અને તેથી જ ગાંધીજીના સાતઆઠ વર્ષના પ્રયત્ન છતાં તેમ જ લાખો રૂપિયા તે કામમાં પાણીની જેમ વપરાયા છતાં પ્રમાણમાં ખાદી ઉત્પત્તિ નહીં જેવી રહી છે, કેમ કે આપણે તો ૬૦ કરોડ રૂપિયા પ્રતિવર્ષ જાય છે તે બચાવવા પૂરતી ખાદી ઉત્પન્ન કરવી છે. આવા વિચારો જૉર્જ જોસેફે વ્યક્ત કર્યા હતા. આ વાત ૧૯૨૯ના ડિસેમ્બરની.

ગાંધીજીએ તાબડતોબ જોસેફની દલીલોનો જવાબ આપ્યો જે વાંચવા જેવો છે અને વાંચીને તમારે નક્કી કરવાનું છે કે કોણ સાચું-જોસેફ કે ગાંધીજી. મારા આ વિશેના વિચારો તો ગયા રવિવારે જ પ્રગટ કર્યા એટલે એનું પુનરાવર્તન નહીં કરું.

ગાંધીજીએ જોસેફને આ રીતે જાહેર જવાબ આપ્યો:

ઉતાવળમાં તેમણે (જોસેફે) માન્યું છે કે ૧૦ કલાક કાંતનારી સ્ત્રી ત્રણ આના કમાય છે. એટલું કમાય તો હું નાચું, કેમ કે કદાચ શ્રી જોસેફ ભૂલી ગયા હશે કે હિંદુસ્તાનમાં દેહાતીને ત્રણ આનાની મજૂરી મળતી નથી. ચંપારણમાં મારી પાસે પુરાવો આવ્યો હતો કે તેમને આખો દહાડો કામ કરે ત્યારે બચ્ચાંને, સ્ત્રીઓને અને મજબૂત કામ કરનાર પુરુષોને ત્રણ પૈસા, છ પૈસા અને બાર પૈસા એમ અનુક્રમે વધારેમાં વધારે મળતા. વળી શ્રી જોસેફ કહે છે કે ખાદી બહુ મોંઘી છે. ખાદી પહેલાનાં કરતાં એટલી બધી સોંઘી થઈ છે એ ઉપરથી એનામાં સોંઘી થવાની હજુ કેટલી બધી શક્તિ છે, એ પણ તેઓ ભૂલી ગયા છે, અથવા તેમણે ખાદીની પ્રગતિનો અભ્યાસ નથી કર્યો... ઘેર પેદા થયેલી ખાદીને કોઈની સાથે હરીફાઈમાં ઊતરવાપણું રહેતું નથી, જેમ ઘરને ચૂલે પાકેલી રોટલીને માન્ચેસ્ટર કે દિલ્હીના કારખાનામાં બનેલી રોટી કે બિસ્કિટની સાથે હરીફાઈમાં ઊતરવાનું નથી રહેતું. આપણે જો રેટિંયાને છોડી ન દીધો હોત તો આ યંત્રના યુગમાં પણ આપણે યંત્રની બીજી અનેક વસ્તુઓનો ઉપયોગ કરતાં છતાં હાથે કંતાયેલી અને વણાયેલી ખાદી છોડી દેવાનો કદી વિચાર ન કરત. જેમ અનેક ધંધાઓમાંથી વખત બચાવીને રાંધવા વગેરેની આવશ્યક ક્રિયાઓ આપણે કરી લઈએ છીએ અને તેમાં અર્થહાનિ નથી માનતા, તેમ અનેક રીતે પૈસા પેદા કરતાં છતાં, યંત્રની બીજી અનેક વસ્તુઓ વાપરવા છતાં આપણે ખાદી પૂરતો વખત બચાવતા હોત. કમભાગ્યે આપણા હાથમાંથી ખાદી છૂટી ગઈ. પણ એ છૂટી ત્યારે બીજા દેશોમાં બન્યું તેમ આપણા દેશમાં પણ આજીવિકાનું બીજું વધારે પૈસા આપનારું સાધન ઊભું થયું હોત તો મને કે મારા જેવા કોઈને રેંટિયાના પુનરુદ્ધારનો પ્રશ્ર્ન ન જ ઊગી શકત. પણ અત્યારે તો રેંટિયો હિંદુસ્તાનના કરોડોને સારું કામધેનુ છે. એમાં મતભેદ હોવો ન જોઈએ. છતાં મતભેદ ઉત્પન્ન થાય છે. એ રૂઢિની સત્તા બતાવે છે, પણ જેઓ સમજી ગયા છે તેઓ ભ્રામક વિચારોથી ભોળવાઈને કદી ખાદી પ્રવૃત્તિનો ત્યાગ ન કરો.

ગાંધીજીની દલીલ એવી પણ છે કે: ખાદી પ્રવૃત્તિમાં પાણીની જેમ પૈસા રેડાયા જ નથી. એવું એક પણ પ્રજાકાર્ય મારા અનુભવમાં કે સાંભળવામાં નથી જેમાં ખાદીસંગઠનના જેટલા ઓછા પૈસાનું ખરચ થયું હોય. 

ગાંધીજી જોસેફની દલીલોથી કેટલા અકળાઈ ગયા હશે તેનો અંદાજ

એમના આ આકરા પ્રત્યાઘાત પરથી આવે:

હવે શ્રી જોસેફની છેલ્લી વાત લઈએ. તે એમ કહે છે કે મારા મૃત્યુ પછી લોકો રેંટિયા અને ખાદીને ભૂલી જશે. આમાં શ્રી જોસેફે આખા દેશની અવગણના કરી છે. કેમ કે એ વાત સાચી ઠરે તો ખાદીમાં પોતાનું સર્વાર્પણ કરનારા, બુદ્ધિબળ રાખનારા, પ્રખ્યાતિ મામલે માણસો મૂરખ અથવા અત્યંત ભોળા છે એ ફલિતાર્થ નીકળે. જે સંઘ ૧,પ૦૦ ગામડાંમાં દોઢ લાખ સ્ત્રીઓને નિત્ય કામ આપે છે, જેની પાસે રપ લાખની મૂડી છે, જે મધ્યમ વર્ગના લગભગ ૧,પ૦૦ લોકોને કામ આપે છે, તે સંઘ મારા મૃત્યુ પછી તુરત સંકેલાઈ જશે? જે ખાદીની પાછળ સર્વસ્વ અથવા ઘણું હોમી ચૂકેલાં છે. એવાં મીઠુબહેન પિટીટ, હિંદના દાદાની પૌત્રીઓ, જમનાબહેન, જમનાલાલ બજાજ, શંકરલાલ બૅન્કર, રાજગોપાલાચારી, અબ્બાસ તૈય્યબજી, વલ્લભભાઈ, લક્ષ્મીદાસ, રાજેન્દ્ર બાબુ, વેંકટપૈય્યા, પટ્ટાભી સીતારામૈયા, ગંગાધરરાવ, જયરામદાસ, મહાદેવ, કૃપાલાની, સતીશચંદ્ર દાસગુપ્તા, સુરેશ બૅનરજી, રાષ્ટ્રપતિ (?) જવાહરલાલ નેહરુ અને બીજા એવા જ પ્રખ્યાતિ પામેલા વકીલો, દાક્તરો, વેપારીઓ જેમનાં નામ આપી શકાય એવાં છે. એ બધાં શું એવી સાદી અક્કલનાં છે કે જેઓ મારા મૃત્યુ પછી આકાશ ભણી આંખ કરીને હાથ જોડીને કહેશે: 'ઓહ, આપણે કેવા મૂરખ કે ગાંધી જેવા મૂરખની પાછળ ભોળવાઈને રેંટિયા ભણી દોરવાઈ હજારોને ખોટે રસ્તે ચડાવ્યા!' જો ખરે જ આવું થાય તો એ દુનિયામાં એક મહાદયાજનક, કરુણામય ચમત્કાર ગણાશે...

છેલ્લે સમાપન કરતાં ગાંધીજી જણાવે છે:

... મારી અલ્પમતિ રેંટિયા સિવાય બીજી વસ્તુને જોઈ શકતી નથી. તેથી જ્યાં લગી એનાથી વધારે શક્તિપ્રદ વસ્તુ આપણા હાથમાં ન આવે ત્યાં લગી કરોડોનું કલ્યાણ ઈચ્છનાર કોઈ પણ હિંદી રેંટિયાને ન ભૂલે. 

ગાંધીજીના આ વિચારને ૮૫-૮૬ વર્ષ વીતી ગયાં. ર૦૧૬ની સાલમાં આપણી પાસે ખાદીના ઉત્પાદનમાં સબળ-પૈસાશક્તિ વેડફવાને બદલે બીજી ઘણી 'શક્તિપ્રદ વસ્તુઓ'માં આ ત્રણેયને રોકવા જેટલી અક્કલ આવી છે. સ્થળકાળના સંદર્ભમાં ગાંધીજીના ખાદી વિશેના વિચારો કદાચ પ્રસ્તુત પણ હોય, પરંતુ હવેના સમયમાં તે અપ્રસ્તુત બની ગયા છે. ગાંધીજીનો રેંટિયો હવે માત્ર સાબરમતી આશ્રમ મ્યુઝિયમમાં જ શોભે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment