Sunday, 16 October 2016

[amdavadis4ever] સ્માર્ટ ફોનની જેમ આપણાં સભ્યત ાનાં વર્ઝન કેમ અપડેટ નથી થતાં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમિતાભ બચ્ચન. સદીના મહાનાયક. અભિનેતાની સાથે પ્રમાણમાં એક આદર્શ વ્યક્તિત્વ. વિવાદ ઓછો, વાદ વધુ કરે. તેમણે ૧૧ ઑક્ટોબરે ૭૪ વર્ષ પૂરાં કર્યાં. હિન્દી ફિલ્મના આ એક કલાકાર એવા છે જેમના ચીલાએ ચાલી શકાય. તેમણે આ વર્ષે જન્મદિવસ પર કેક કાપવાની ફાલતુ પ્રથા બંધ કરી. કેમ?

તેમણે કારણ આપ્યું કે પહેલાં તેઓ કેક કાપતા હતા પણ હવે કેક કાપવાના પક્ષમાં નથી. અમિતાભના જ શબ્દોમાં:

હમને કેક કી પ્રથા જો હૈ વો બંધ કરવાને કહા હૈ ક્યોંકિ હમેં પતા નહીં હૈ કિ કેક ક્યોં લાયા જાતા હૈ? કેક હી ક્યોં લાયા જાતા હૈ? ઉસ પર મોમબત્તી ક્યોં લગાઈ જાતી હૈ? ઉસે જલાયા ક્યોં જાતા હૈ? જલાને કે બાદ કહતે હૈં, ઈસ કો ફૂંકકર બૂઝા દો. બુઝાને કે બાદ એક કત્લનૂમા ચાકૂ આ જાતા હૈ, ફિર ઉસકો કાટકર ફાંકે બનાઈયે. ફિર વો ફાંક જો હૈ વો કિસી કો ખિલાઈએ ઔર અબ એક નઈ પ્રથા શુરૂ હો ગઈ હૈ કિ જબ સબ કાંડ હો જાતા હૈ તો એક ઔર કાંડ હોતા હૈ કિ કેક લેકર પોત દેતે હૈં. ક્યોં હોતા હૈ યે સબ, હમારી સમજ મેં નહીં આતા.

કોઈ કહી શકે કે અમિતાભને હવે ઘરડે ઘડપણ ડહાપણ સૂઝયુ. પણ જાગ્યા ત્યારથી સવાર. આ કેક કાપીને જન્મદિવસ મનાવવો, વેલેન્ટાઇન ડેને મનાવવો, લગ્નમાં સૂટ પહેરવો, ઘરમાં ચપ્પલ પહેરીને આંટા મારવા, કોઈના ઘરે જઈએ ત્યારે ઘરની અંદર બૂટ પહેરીને જવું, પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, કોઈ પણ ઉજવણી હોય તો દારૂ પીને કરવી, મંદિરની અંદર ટીશર્ટ-બરમૂડા-કેપ્રીમાં જવું, મોટી ઉંમરની વ્યક્તિને આદર ન આપવો, તેમને પગે લાગવામાં પૂરેપૂરા વાંકા વળીને પગે લાગવા કરતાં માત્ર ઘૂંટણને સ્પર્શી લેવા, ઘરે મહેમાન આવ્યા હોય, બેસણામાં ગયા હોય કે અગત્યની બેઠકમાં બેઠા હોય ત્યારે કોઈનો મોબાઇલ આવે તો વાતચીત કરવી, ૩૧મી ડિસેમ્બરની ઉજવણી વિદેશી ડાન્સરના અભદ્ર ડાન્સ જોઈને કે કોલગર્લ બોલાવીને નોન-વેજ ખાઈને, દારૂ પીને ફાર્મ હાઉસમાં કે હોટલમાં જઈને કરવી...આ બધાં દૂષણો કેમ આપણા સમાજમાં પેસી ગયાં છે તે ખબર નથી પડતી.

વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તો પ્રગતિ થઈ રહી છે પણ સભ્યતામાં? સ્માર્ટ ફોનમાં એપ્લિકેશનો સમયાંતરે અપડેટ થાય છે. જ્યારે માણસ સભ્યતાનાં જૂનાં વર્ઝનોમાં જતો હોય તેમ લાગે છે. આપણા જન્મદિવસે કેક કાપવાની પ્રથા હતી જ નહીં. પહેલાં તો કેક શુદ્ધ શાકાહારી છે કે કેમ તે જ વિવાદિત છે. બીજું કે જન્મદિવસ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે નહીં, વિક્રમ સંવતની તિથિ પ્રમાણે મનાવાતો. તેનું કારણ એ છે કે જે દિવસે આપણે જન્મ્યા હતા તે તિથિ પર પ્રવાહિત થતાં ઊર્જા તરંગો આપણા શરીરની અંદરના તરંગો સાથે વધુ મેળ ખાય છે. તિથિ પણ રાતના ૧૨ વાગે નથી બદલાતી. એ ગમે ત્યારે બદલાઈ શકે છે, પરંતુ મોટા ભાગે સૂર્યોદયથી આપણો દિવસ બદલાય છે. માતાપિતા, દાદાદાદી, નાનાનાની, કાકા-કાકી વગેરે વડીલોને પગે લાગવાની પ્રથા હતી. લાપસી-શીરો-લાડુ-ફરસાણ વગેરે ભાવતાં ભોજન ઘરમાં બનાવાતાં. તે બનાવવામાં પણ ઘરની સ્ત્રીઓને હોંશ આવતી. ગાયને ઘાસ નાખવા જવાનું થતું. મંદિરે ભગવાનને પગે લાગવા જતા. ઘરમાં સત્યનારાયણની કથા કરી સગાઓને બોલાવીને ભોજન કરાતા. તેના વિકલ્પે ગાયત્રી હવન કે રૂદ્રાભિષેક કરાતા. દીવો પ્રગટાવવો એ પ્રકાશ ફેલાવવાનું- જીવન પ્રાગટ્યનું પ્રતીક છે. જ્યારે મીણબત્તી ઓલવવી, કેક કાપવી એ એક પ્રકારે જીવન સમાપ્ત કરવાનું પ્રતીક છે.

પણ હવે તો કિશોરવયના છોકરા-છોકરીઓ પોતાની જાતે બર્થ ડે પાર્ટી માટે રેસ્ટોરન્ટ કે હોટલ બુક કરાવે છે. ઘોંઘાટિયું મ્યુઝિક વગાડાય છે. કેક કપાય તો ખરો પણ મોઢા પર લગાડી તેનો બગાડ કરાય છે. ફિલ્મોમાં બતાવાતાં રમૂજી દૃશ્યો જોઈ જોઈને ઘણી વાર તો એકબીજા પર ફેંકવામાં પણ આવે છે. તે સમયે હોટલ-રેસ્ટોરન્ટમાં શાંતિથી જમવા આવેલાઓને કેટલો ત્રાસ પડે છે તે કોઈ વિચારતું નથી. કેકના બગાડ સામે સેક્યુલરો, લિબરલો, ડાબેરીઓને વાંધો નથી આવતો? હોળી, શ્રાવણમાં જ દૂધ-પાણીના બગાડનો વિરોધ કરવાનો? કેમ આ મોંઘીદાટ હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાના બદલે ગરીબોને ભોજન કરાવવાનો વિચાર કોઈને નથી આવતો? પહેલાં રાજા, મહારાજા, શ્રેષ્ઠીઓ, મહાજનો પોતાના જન્મદિને લોકોને ભેટસોગાદો આપતા. કૂવા ખોદાવતા. તળાવ બંધાવતા. જ્યારે હવે તો ખર્ચામાં વધારો કરવાનો એક નવો રિવાજ આવી ગયો છે. બાળકના જન્મદિવસે હોટલ-રેસ્ટોરન્ટમાં પાર્ટી તો કરવાની જ, પણ ગિફ્ટ આવે તેની સામે રિટર્ન ગિફ્ટ પણ આપવાની! જે લોકો દહેજનો કે બીજા ખોટા રિવાજનો વિરોધ કરે છે તે આવા ખોટા લેતી-દેતીના રિવાજનો કેમ વિરોધ નહીં કરતા હોય?

માતાપિતા કે વડીલોને પગે લાગવા પાછળનું વિજ્ઞાન છે જ. આપણા શરીરમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળતા હોય છે. તેથી તો આપણને ઇલેક્ટ્રિક શોક લાગે છે. માતાપિતાને જ્યારે પગે લાગીએ ત્યારે માતાપિતા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે. આમ, એક આખી સર્કિટ પૂરી થાય છે. માતાપિતાની શુભેચ્છાઓ હાથ દ્વારા સંતાનના શરીરમાં પ્રવેશે છે. બહાર જતી વખતે માતાપિતાને પોતે ક્યાં જાય છે તે કહીને જવાની ટેવ ઘણા સંતાનને બંધનરૂપ લાગે છે પરંતુ ક્યાંક ફસાયા હોય કે કોઈ મુસીબતમાં પડી જઈએ ત્યારે માતાપિતા દોડીને આવી શકે તે માટે આ બંધન સ્વીકારવું જરૂરી છે. 

પરંતુ હિતકારક બંધન પણ આજે કોઈને ગમતાં નથી. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'પિંક' જોઈને જ મહિલાવાદીઓ પ્રશ્ર્નો ઉઠાવવા લાગ્યા છે. તમારા ઘરમાં પાણીમાં કચરો પડી ગયો હોય તો તેને તમે સાફ કરશો કે પાણીમાં કચરો પડી ગયો છે એટલે દૂધમાં પણ કચરો નાખી દેશો? સ્ત્રીઓ સંદર્ભે ડાબેરીઓ, ફેમિનિસ્ટો, લિબરલો આવી જ વાત કરી રહ્યા છે. પુરુષ સીટી મારી શકે તો સ્ત્રી કેમ નહીં? પુરુષ દારૂ-સિગારેટ પી શકે તો સ્ત્રી કેમ નહીં? લગ્નમાં સ્ત્રી જ કેમ સાડી પહેરે? ખ્રિસ્તી પંથમાં પહેરાય તેવું ગાઉન કેમ નહીં? પુરુષ તો થ્રી પીસ સૂટ પહેરે છે. સ્ત્રી મોડી રાત્રે કેમ બહાર ન રખડી શકે?

અપવાદ બધે જ હોય છે. કેટલીક જાતિઓમાં સ્ત્રી પણ બીડી પીતી જ હોય છે. તમાકુ પણ ખાતી હોય છે. વ્યભિચાર પર એકલા પુરુષોનો ઈજારો નથી. સામે સ્ત્રીપાત્ર મળે છે ત્યારે જ પુરુષ વ્યભિચાર કરી શકે છે. લગ્નમાં સ્ત્રી આજે પણ સાડી પહેરે છે તે સારી વાત છે, પણ પુરુષ સૂટ પહેરતો હોય તો તે તાર્કિક નથી. ભારત જેવા ઉષ્ણ દેશમાં અંગ્રેજોનું જોઈ જોઈને પુરુષ સૂટ-બૂટમાં ફરે છે. કોર્પોરેટ કંપનીઓમાં, ન્યૂઝ ચેનલોમાં બ્લેઝર અઘોષિત રીતે ફરજિયાત છે, પરંતુ જ્યારે લગ્ન કરતા હોય ત્યારે તો પરંપરા મુજબ અને પારંપરિક પોશાકમાં જ લગ્ન કરવા જોઈએ. 

આપણે બેસણામાં સફેદ, કાળાં કે ભૂરાં કપડાંમાં જ જઈએ, લગ્નમાં લાલ, પીળા, લીલા કપડાંમાં જઈએ છીએ. રાત્રે પહેરાતા નાઇટ ડ્રેસમાં આપણે કોર્પોરેટ કંપનીમાં નોકરીએ જતા નથી. આમ, અઘોષિત રીતે કેટલાક નિયમો છે, જે દરેક પંથ-ઉપાસના-જાતિઓએ- કોર્પોરેટ-સરકારી ઑફિસો-ધંધા વગેરેએ સ્વીકાર્યા છે. જાન પુરુષની જ નીકળે છે, સ્ત્રીની નહીં. આવું કેમ? એવો પ્રશ્ર્ન ડાબેરીઓ, લિબરલો, ફિલ્મ ઉદ્યોગવાળા કરી શકે, પણ કેટલાક નિયમ પડી ગયા હોય છે, જેમ કે ભારતમાં રસ્તા પર ડાબી બાજુએ જ વાહન ચલાવાય છે. અમેરિકામાં જમણી બાજુએ ચલાવાય છે. આ નિયમ લોકોની સુખાકારી માટે છે. જો બધા ઐચ્છિક રીતે વાહન ચલાવવા લાગે તો શું થાય? ચાર રસ્તાએ લાલ સિગ્નલે વાહન ઊભું રાખવું જ પડે. બુદ્ધિજીવીઓ કહે કે ના અમારે તો લાલ સિગ્નલે જ નીકળવું છે. તો મરવાનો જ વારો આવે. 

આ જ રીતે મંદિરમાં પણ ટીશર્ટ-બરમૂડા-કેપ્રી (અને આ વાત પુરુષો માટે પણ છે) પહેરીને ન જવાય. ભારતીય પોશાકમાં ન માનતા હો તો કંઈ નહીં, ઓછામાં ઓછું પુરુષો શર્ટ-પેન્ટ અને સ્ત્રીએ અંગ ઢંકાય તેવા સલવાર-કમીઝમાં જવું જોઈએ. 

આ જ રીતે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. પહેલાં તો ઘણા પોતાનો ગ્લાસ સાથે રાખતા. ઘરમાં બૂટ-ચપ્પલ પહેરવાના નિયમ પાછળ સ્વચ્છતા છે. મંદિરમાં પણ બૂટ-ચપ્પલ બહાર કાઢવા પાછળ સ્વચ્છતાના નિયમ જ છે. જમતી વખતે પણ બૂટ-ચપ્પલ ઉતારીને બેસવું જોઈએ. બને તો ધરતી પર આસન પાથરી પલાંઠી વાળી સુખાસનમાં બેસવું જોઈએ. તેની પાછળ વૈજ્ઞાનિક હેતુ છે. પહેલાં તો પાટલા પર બેસતા અને જમવાનું નાના લાકડાના ટેબલ પર રાખતા. જમતી વખતે લગભગ મૌન પાળતા. કારણ એ છે કે જમતી વખતે શરીરમાં રાસાયણિક ચયાપચયની ક્રિયા થતી હોય છે. શારીરિક ઊર્જા બચે તે માટે લાકડા જેવા અવાહક માધ્યમનો ઉપયોગ કરાતો. માત્ર બેસવા માટે જ નહીં, પણ પગરખાં તરીકે પણ લાકડાનો ઉપયોગ કરાતો. આપણે જેને ચાખડી કે પાવડી કહીએ છીએ, હિન્દીમાં ખડાઉ કહે છે અને અંગ્રેજીમાં વૂડન ક્લોગ કહે છે તેનો ઉપયોગ પણ થતો, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આપણી ઊર્જા પૃથ્વીમાં જતી ન રહે. ચામડાંની ચીજોનો ઉપયોગ જેટલો ઓછો તેટલી ઓછી પશુહત્યા થાય. વૃક્ષો ઓછાં કપાય અને પેપરલેસ કામકાજ થાય તે માટે ઘણી સજાગતા આવી છે પણ પશુહત્યા ન થાય તે માટે કેમ આપણે સજાગ નથી? નેધરલેન્ડ અને સ્વીડનમાં લાકડાંનાં પગરખાંની ફેશન ૨૦૦૭થી પાછી ફરી છે. ડચમાં તેને ક્લોમ્પન કહે છે. બ્રિટન-નેધરલેન્ડ સહિતના દેશ-પ્રદેશોમાં તો આવાં પગરખાં પહેરીને ડાન્સ કરવાનો એક પ્રકાર વિકસિત છે. તેને ક્લોગ ડાન્સિંગ કહેવાય છે. તેનું શહેરી રૂપ એટલે ટેપ ડાન્સિંગ. આમીર ખાને 'ધૂમ ૩'માં કર્યો હતો તે. આવાં પગરખાં વિદેશથી આયાત કરીને ફેશનમાં આવશે ત્યારે લોકો હોંશે હોંશે પહેરશે. આવાં પગરખાં પહેરવા કેમ ફાવે તેવી વાત ન કરશો. હાઇ હિલવાળાં શૂઝ પહેરીને સ્ત્રીઓ ચાલી શકતી હોય, ડાન્સ કરી શકતી હોય, ગરમીમાં પણ ચામડાનાં કાળાં બૂટ પહેરી શકાતાં હોય તો બધું જ શક્ય છે. જરૂર માત્ર વાત ગળે ઊતરવાની કે દેખાદેખીની (ફેશનની) છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment