Wednesday, 26 October 2016

[amdavadis4ever] ઝોર લગા કે હઈશા, દેશ ભક્તિની સી ઝન છે ભાઈ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હમણાં ભારતમાં દેશભક્તિની સિઝન ચાલે છે! હા સિઝન. આપણે ત્યાં દેશભક્તિ બારેમાસ નથી હોતી. એ હોય છે યુદ્ધ, ત્રાસવાદી હુમલા (એમાંય મોટા પાયે તો ત્યારે જ જ્યારે મુંબઈ કે અમદાવાદ જેવાં મોટાં શહેરમાં થાય), ૧૫ ઑગસ્ટ કે ૨૬ જાન્યુઆરી કે પછી ભારત-પાકિસ્તાન મેચ વખતે. અત્યારે એક સંદેશ બહુ ફરે છે કે ચીન ત્રાસવાદી પાકિસ્તાનને મદદ કરે છે તો તેનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરો. સુરતમાં વેપારીઓએ પણ ચીની ઉત્પાદનો ન વેચવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ઓબરા ગામની પંચાયતે ઠરાવ કરીને ચીનનાં ઉત્પાદનો ન ખરીદવા નિર્ણય કર્યો છે અને જો કોઈ આ નિર્ણયનું ઉલ્લંઘન કરે તો તેને દંડ કરવાની પણ જોગવાઈ તેમાં છે!

સ્વદેશી આંદોલન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે શરૂ થયું હતું. મહર્ષિ અરવિંદ, લોકમાન્ય તિલક, બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય વગેરેએ આ આંદોલનના પાયા નાખ્યા. ગાંધીજીએ પણ આ વિચારને આગળ ધપાવ્યો. ૧૯૯૩માં સંઘ પરિવારની સંસ્થા સ્વદેશી જાગરણ મંચે પણ ઝુંબેશ ઉપાડેલી. ભાજપની સરકારો (૧૯૯૮-૨૦૦૪ અને તે પછી ૨૦૧૪માં) આવી તે પછી આ ઝુંબેશનું 'રામ નામ સત્ય' થઈ ગયું એમ કહીએ તો ખોટું નથી.

પણ લોકોમાં કોઈ દેશની ચીજોનો બહિષ્કાર કરવાનો ઉમળકો આ વખતે સ્વયંભૂ આવ્યો છે તે પ્રશંસનીય બાબત છે. આ સાથે એ નોંધવું જોઈએ કે દ્વાપરયુગમાંથી કળિયુગમાં અવતાર લેનારા કેટલાક (કર્મે નહીં, સ્વભાવે) 'ધોબીઓ' પ્રશ્ર્ન કરે છે કે સરકાર ચીનનાં ઉત્પાદનો પર પ્રતિબંધ કેમ નથી મૂકતી? એનું કારણ સમજવા માટે ભૂતકાળમાં જવું પડશે. 

સ્વતંત્રતા પછી ઘણો સમય ભારતની નિકાસમાં મંદી હતી. ભારતે ઉદારીકરણ સ્વીકાર્યું તે પછી ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થયો. ભારત ચા, શણ અને કપાસ સહિતની ચીજોની નિકાસ કરે છે. તેના મુખ્ય ગ્રાહક યુરોપીય સંઘ, ચીન, અમેરિકા અને યુએઇ છે. ભારતે સ્વતંત્રતા પછી તરત જ ૧૯૪૮માં જનરલ એગ્રીમેન્ટ ઑન ટ્રેડ એન્ડ ટેરિફ (ગેટ અથવા ગાટ્ટ)માં સહી કરી હતી. આ કરાર ૧૯૯૩ સુધી ચાલ્યો અને પછી તેનું સ્થાન લીધું વિશ્ર્વ વેપાર સંસ્થા (ડબ્લ્યુટીઓ)એ. ૧૫ એપ્રિલ ૧૯૯૪એ ૧૨૩ દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે સંઘ પરિવારે આ કરાર પર હસ્તાક્ષર ન થાય તે માટે ઘણો વિરોધ કર્યો હતો અને સ્વદેશી જાગરણ મંચના નેજા હેઠળ સ્વદેશી ચીજો જ ખરીદવાનું અભિયાન ચલાવ્યું હતું. ડબ્લ્યુટીઓની સત્તાવાર શરૂઆત થઈ ૧૯૯૫થી. તેમાં ૧૫૩ દેશો સભ્ય છે અને તે વિશ્ર્વના ૯૭ ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જો ભારત સરકાર સત્તાવાર રીતે ચીનનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકે તો ડબ્લ્યુટીઓના નિયમોનો ભંગ થાય. સામે પક્ષે સ્વાભાવિક જ ચીન પણ ભારતીય ઉત્પાદનોની આયાત (આપણી દૃષ્ટિએ નિકાસ) પર પ્રતિબંધ મૂકે એટલે આપણને પણ આર્થિક ફટકો પડે જ, પરંતુ આપણા સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે છટકબારી બતાવી દીધી છે તેમ લોકો બહિષ્કાર કરી શકે. અને સરકાર એમ કહીને હાથ ઊંચા કરી શકે કે અમે શું કરી શકીએ, લોકો જ નથી ખરીદતા. આમ છતાં 'ઇન્ડિયા ટૂડે'નો એપ્રિલ ૨૦૧૬નો અહેવાલ કહે છે કે વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારામને ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગને નુકસાન કરતી ચીનમાંથી ઇલેક્ટ્રોનિક આઇટમ, કેટલાક મોબાઇલ ફોન, દૂધ અને દૂધનાં ઉત્પાદનો, કેટલાંક સ્ટીલનાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. અર્થાત ઉડીના હુમલા પહેલાં જ મોદી સરકારે લેવાતાં હતાં તે પગલાં લઈ લીધાં છે. 

આવું જ પાકિસ્તાનના કલાકારોને હિન્દી ફિલ્મમાં કામ કરતા અટકાવવા બાબતે અને તેમની હિન્દી ફિલ્મોના બહિષ્કાર બાબતે છે. કેટલાક 'ધોબીઓ'એ આ બાબતે એવી દલીલ કરી કે તો પછી ભારતના કલાકારોને હોલીવૂડની ફિલ્મોમાં કામ કરતા અટકાવે તો? આ દલીલ પાયા વગરની છે. પહેલું, ભારતના લોકો અને તેમાંય ખાસ કરીને કલાકારો વિદેશથી બહુ પ્રભાવિત છે. એટલે માનો કે અમેરિકામાં ત્રાસવાદી હુમલો થયો હોય અને ન કરે નારાયણ તેમાં ભારતનું કોઈ સંડોવાયેલું હોય તો તેને વખોડવામાં સૌ પહેલા આપણા કલાકાર હોય. આવું પાકિસ્તાનના કલાકારો બાબતે નથી. ફવાદ ખાન, માહિરા ખાન જેવાં કલાકારોનાં રહેવાસી થાણાં હજુ પાકિસ્તાનમાં હોવાથી તેમણે ઉડીના હુમલાને વખોડવાનું યોગ્ય નથી સમજ્યું. બીજું, ભારતમાં ઘણા સારા કલાકારો છે. ઝેબા બખ્તિયાર,અનિતા અયૂબ, સોમી અલી, મીરા,વીણા મલિક, ફવાદ ખાન, હુમૈમા મલિકે અભિનયના કયા ચમકારા બતાવ્યા? અને હા, મુસ્લિમ કલાકારો જ લેવા હોય તો બંગલાદેશ, અફઘાનિસ્તાન કે સાઉદી અરબના કેમ નથી લેતા? પાકિસ્તાનના જાસૂસ જેવા નહીં તોય, ભારતમાંથી કમાતા પણ ભારતને વફાદાર ન હોય તેવા કલાકારો શા માટે લેવાય છે? આનું કારણ ફોર્બ્સ મૅગેઝિનના અહેવાલમાં જાણવા મળે છે. હિન્દી ફિલ્મોદ્યોગમાં ગેંગસ્ટરો અને રાજકારણીઓનાં કાળાં નાણાં બહુ ફરે છે. આનું ઉદાહરણ દાઉદને ગ્લોરિફાય કરતી ફિલ્મોથી મળી રહે. વળી, ભારતની ફિલ્મો પાકિસ્તાનમાં સારો એવો ધંધો કરે છે, પરંતુ પાકિસ્તાને તો સર્જિકલ સ્ટ્રાઇક પછી હિન્દી ફિલ્મો થિયેટરોમાં બતાવવા પર પ્રતિબંધ ઓલરેડી મૂકી દીધો છે. તો પછી ફિલ્મ કલાકારોને એક તરફી પાકિસ્તાન પ્રેમ કેમ છે?

મૂળ પ્રશ્ર્ન એ જ રહે છે કે આપણી દેશભક્તિ સિઝનલ કેમ રહે છે? સ્વદેશી ચીજો વાપરવા પ્રત્યેનો પ્રેમ માત્ર યુદ્ધની સ્થિતિમાં જ જાગવો જોઈએ? અને સ્વદેશી વિચારમાં માત્ર ઉત્પાદનોનો સમાવેશ નથી થતો. તેમાં સ્વભાષા, સ્વપહેરવેશ, સ્વસંસ્કૃતિ બધાનો સમાવેશ થાય છે. આમાં તમે ચીન અને જાપાનનું ઉદાહરણ લઈ શકો. (ચીન ભલે દુશ્મન ગણાતું હોય, પરંતુ દુશ્મન પાસેથી પણ શીખવું જોઈએ તે રામાયણ અને મહાભારત બંનેમાં દર્શાવાયું છે.)

'ધોબીઓ'ની દલીલ હશે કે તમે જે મોબાઇલ વાપરો છો તેના પાર્ટ તો ચીનમાં બને છે. તમે જે ટેક્નોલોજી વાપરો છો તે વિદેશની છે. આજની સ્થિતિમાં બધી ચીજો-ટેક્નોલોજી સ્વદેશી વાપરવી શક્ય નથી, પરંતુ જે ચીજો શક્ય છે તે તો વાપરી શકાય ને. અને માત્ર ચીનનાં ઉત્પાદનોનો જ બહિષ્કાર નથી કરવાનો. શક્ય હોય તો ભારતમાં અને ભારતીય કંપની દ્વારા નિર્મિત ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ. અમેરિકા જેવી મહાસત્તા દેશમાં પણ 'બી અમેરિકન બાય અમેરિકન' ચળવળ ચાલે છે. જોકે 'બાય અમેરિકન, વોટ ઓબામા' સૂત્ર સાથે ચૂંટણી લડેલા બરાક ઓબામાએ પણ વર્ષ ૨૦૦૯માં માત્ર અમેરિકી લોખંડ, પોલાદ અને અમેરિકામાં ઉત્પાદિત ચીજો ખરીદવાના ક્લોઝને દૂર કરવાની ખાતરી આપવી પડી હતી કેમ કે કેનેડા, યુરોપીય સંઘ, જાપાને તેનો વિરોધ કર્યો હતો. 

બીજો અને ત્રીજો મુદ્દો સ્વભાષાનો અને સ્વસંસ્કૃતિનો છે. આપણી માતૃભાષા બહુ સમૃદ્ધ અને સુંદર છે. પરતંત્રતાકાળથી તેમાં કેટલાક અંગ્રેજી, ઉર્દૂ અને ફારસી શબ્દો ઘૂસી ગયેલા છે અને ઘૂસી રહ્યા છે. અંગ્રેજી અને ઉર્દૂ-ફારસી શબ્દ વાપરો તો તમારા સમાચાર-લેખ વધુ સારા બને તેવી માન્યતા કેટલાક પત્રકાર-કોલમિસ્ટ ધરાવે છે. 'સમોવડિયા' જેવો શબ્દ આજની તારીખે પણ પ્રચલિત હોય ત્યાં 'હમઉમ્ર' શબ્દ વાપરવાનો શું અર્થ? અંગ્રેજોએ આપણા એવા જ શબ્દો અપનાવ્યા છે કે જેમના તેમની પાસે પર્યાય ન હોય, પણ હા, અંગ્રેજોની નકલ કરતા બુદ્ધિજીવીઓ એ ભૂલી જાય છે કે એ શબ્દો પણ તેમણે યથાવત નહીં પણ બગાડીને અને પોતાની ભાષાના વ્યાકરણને લાગુ કરીને રાખ્યા છે. દા.ત. ચોકલેટનું બહુવચન આપણે ચોકલેટ (બહુવચનમાં પણ એનો એ જ શબ્દ રાખી શકાય) અથવા ચોકલેટો કરવાના બદલે ચોકલેટ્સ વાપરવાનો આગ્રહ રાખીએ છીએ જે ખોટું છે. ગુજરાતીમાં ગુજરાતી વ્યાકરણનો નિયમ લાગુ પડે. અંગ્રેજોએ ભારતીય શબ્દ 'સાડી'ને બગાડીને 'સારી' (તફયિય) તરીકે ગ્રાહ્ય રાખ્યો પરંતુ તેનું બહુવચન હિન્દી કે ગુજરાતીના નિયમ પ્રમાણે નહીં પણ 

અંગ્રેજીના નિયમ પ્રમાણે સારીઝ (તફયિયત) જ થાય છે. એ તો ઠીક, પણ આપણા શબ્દોને અંગ્રેજોએ તો બગાડ્યા પણ આપણે તે બગાડેલા શબ્દો અંગ્રેજીમાં લખવાનું શા માટે ચાલુ રાખ્યું, જેમ કે છફળફ (સાચો સ્પેલિંગ છફળ) થવો જોઈએ, ૠફક્ષલફના બદલે ૠફક્ષલયત, ખયફિવિંના બદલે ખયયિીિ.ં આ જ ગુલામી માનસિકતાવાળા લોકો પાછા વડોદરાને બદલે બરોડા અને મુંબઈના બદલે બોમ્બે બોલવામાં ગર્વ અનુભવશે પણ 'ખજ્ઞક્ષિં ઇહફક્ષભ'નો ઉચ્ચાર 'મોં બ્લાં' જ થાય તેનું ખાસ ધ્યાન રાખશે.

સ્વતંત્રતા પછી રાષ્ટ્રીય ભાષા (કોમન લેંગ્વેજ) તરીકે હિન્દીને અપનાવી પણ દક્ષિણમાં તેનો વિરોધ થયો. જો સંસ્કૃત અપનાવી હોત તો આ વિરોધ ન થાત કારણકે દક્ષિણની ભાષાઓ સંસ્કૃતપ્રચૂર છે. તો સામાન્ય ભાષા તરીકે અંગ્રેજી વાપરવાની જરૂર ન પડત. 

અંગ્રેજી નહીં જાણવાથી આપણી અધોગતિ થશે તેવી દલીલો છે, પરંતુ અંગ્રેજી આવડવી એક વધારાની લાયકાત છે, જરૂરી નથી. અંગ્રેજી બોલતાં-લખતાં આવડ્યું તેથી આપણને દેશ તરીકે કોઈ ફાયદો થયો નથી. તેનાથી ન તો આપણે સ્વનિર્ભર બન્યા કે ન આપણે એવી કોઈ મહત્ત્વની શોધ કરી. સિલિકોન વેલીથી માંડીને નાસા સુધી જે કોઈ આપણું બુદ્ધિધન છે તે નોકરિયાત છે. અંગ્રેજીમાં લખવા-બોલવાથી આપણે ત્રાસવાદથી લઈને બીજી અનેક બાબતોમાં આપણું વલણ દુનિયાના ગળે ઉતરાવી શક્યા નથી. હા, સર્જિકલ સ્ટ્રાઇક થઈ તે પછી દુનિયાનું વલણ બદલાવા લાગ્યું છે. 

જર્મની, ફ્રાન્સ, ચીન, જાપાન, રશિયા, સ્પેન, ઇટાલી, સ્વીડન જેવા કેટલાય વિકસિત ગણાતા દેશોમાં અંગ્રેજીનું ચલણ નહીંવત છે અને ઉચ્ચતર તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પોતાની જ ભાષા વપરાય છે. જર્મની ઑટોમોબાઇલ ક્ષેત્રે ટોચના દેશો પૈકીનું એક છે. ચીનમાં ગૂગલ જેવું સર્ચ એન્જિન બાઈડુ છે. કમ્પ્યૂટરથી માંડીને મોબાઇલની ભાષા ચાઇનીઝ અથવા તો મેન્ડેરિયન છે. ધીરુભાઈ અંબાણી જેવા ઘણા ઉદ્યોગપતિ અંગ્રેજીના જ્ઞાન વગર સફળતા પ્રાપ્ત કરી શક્યા. ચાર્લીઝ થેરોન, સાંદ્રા બુલોક, સલમા હાયેક, મોનિકા બેલુચી, જિયી ઝાંગ વગેરે અનેક હોલીવૂડ કલાકારો ઘરે અંગ્રેજી નથી બોલતા. આપણે સ્વતંત્ર થયા, પરંતુ ભાષાથી લઈને પોશાક-રીતરિવાજો દરેક બાબતમાં આપણે બ્રિટન અને સ્થળાંતરિત બ્રિટિશરો દ્વારા મુખ્યત્વે નિયંત્રિત અમેરિકાના પ્રભાવમાં વધુ ને વધુ આવતા ગયા. ઘણાને પોતાના ટીશર્ટ પર અમેરિકા કે બ્રિટનનો ધ્વજ હોય તે ગમે છે. ફેશન ડિઝાઇનરોથી લઈને ફિલ્મોના લેખકો, સંગીતકારોથી માંડીને કોલમિસ્ટો સુધી, મહદંશે અમેરિકા-બ્રિટનમાંથી જ ઉઠાવવાનું, સ્થાનિક ભાષામાં ઢાળવાનું, એટલે કામ પત્યું. હોલીવૂડ પરથી બોલીવૂડ, ઢોલીવૂડ, કોલીવૂડ વગેરે નામોમાં પણ અંધાનુકરણ. મહિલાઓના પ્રશ્ર્નોથી લઈને સેક્સના પ્રશ્ર્ને સલાહો આપતા કાઉન્સેલરો-ડૉક્ટરો-કોલમિસ્ટો પાશ્ર્ચાત્ય દેશોના અભિગમથી જ- માત્ર અનુવાદ કરીને જ સલાહ આપે છે. આવું જ સરકારો આર્થિક નીતિથી લઈને શિક્ષણ પદ્ધતિ, શહેરના વિકાસથી લઈને ઉદ્યોગ વગેરેમાં અમેરિકા-બ્રિટન શું કરે છે તેના જ દાખલા લે છે.

અગાઉ નવ ઑક્ટોબર ૨૦૧૬ના રોજ અહીં લખ્યું હતું તે પુનરાવર્તન કરીને- જ્યાં સુધી અંગ્રેજો અને મોગલોના ગુલામની માનસિકતા નહીં જાય ત્યાં સુધી ગમે તે સરકાર આવે, દેશનો સાચો વિકાસ નહીં થાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment