Wednesday, 26 October 2016

[amdavadis4ever] ‘ધનતેરસ’નુ ં માહાત્મ્ય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ધનતેરસ' એ પાંચ દિવસના દિવાળી ઉત્સવનો પહેલો દિવસ છે. જે પ્રાથમિકપણે ભારતના ઉત્તર અને પશ્ર્ચિમ ભારતના વિસ્તારોમાં ઉજવાય છે. આ દિવસ 'ધનત્રયોદશી' અથવા 'ધન્વંતરિ ત્રયોદશી'ને નામે પણ ઓળખાય છે. 'ધન' શબ્દનો અર્થ થાય છે, સંપત્તિ, વિપુલતા અને ત્રયોદસી એટલે તેરસ એટલે કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે તેરમો દિવસ એવો અર્થ થાય છે. એ આસો કે આશ્ર્વિન મહિનામાં કૃષ્ણ પક્ષ (અંધારિયા પખવાડિયા)ના તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ ઑક્ટોબર મહિનાની ૨૮ તારીખે (શુક્રવારે) છે.

ધનતેરસના દિવસે આબાદી, ઉત્કર્ષ અને કલ્યાણ માટે દેવી લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે કિંમતી ધાતુની જણસો ખરીદવાનો રિવાજ હોઈને વેપારી સમુદાય માટે ધનતેરસ ખાસ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે મિલકત, અસ્કયામત અને સમૃદ્ધિના દેવ કુબેરની પણ પૂજા-આરાધના કરવામાં આવે છે.

ઉજવણી: આ દિવસે સાંજના સમયે દીવા પ્રગટાવી ધનની દેવી લક્ષ્મીને ઘરમાં આવકાર આપવામાં આવે છે. ઘરના બારણે અલ્પના કે રંગોળી કાઢવામાં આવે છે અને લક્ષ્મીના આગમનના સૂચન તરીકે દેવીનાં પગલાં પણ પાડવામાં આવે છે. દેવી લક્ષ્મીની સ્તુતિમાં આરતી અને સ્તવનો ગાવામાં આવે છે તથા દેવીને મીઠાઈ અને ફળ ધરાવવામાં આવે છે. ધનતેરસને પવિત્ર સમજીને સોનું કે ચાંદીની જણસો કે વાસણ ખરીદવા લોકો ઝવેરીની દુકાનમાં ગરદી કરે છે. અનેક લોકો દિવાળી ઉત્સવનો પહેલો દીવો પ્રગટાવતી વખતે નવાં વસ્ત્રો અને દાગીનાં, ઝવેરાત પહેરે છે તો કેટલાકો વળી જુગાર રમવામાં વ્યસ્ત થાય છે.

દંતકથા: રાજા હિમાના ૧૬ વર્ષના પુત્ર સંબંધી એક રસપ્રદ વાત દ્વારા ધનતેરસનાં વર્ણનને આલેખતી એક પુરાણકથા છે. રાજાના પુત્રની કુંડળીમાં તેનું મરણ તેનાં લગ્નના ચોથા દિવસે સાપના ડંખથી થવાનું ભાવિ ભાખવામાં આવ્યું છે. લગ્નના દિવસે તેની નવી પરણેતર પત્ની તેને ઊંઘવા દેતી નથી. એ શયનખંડના બારણે તમામ સોનાનાં અને ચાંદીનાં સિક્કાઓ અને દાગીનાનો ઢગલો કરે છે અને આખા સ્થાનમાં અનેક દીવા પ્રગટાવે છે. પછી એ પતિને ઉંઘમાં સરી જતો રોકવા માટે વાર્તાઓ કહે છે અને ગીતો ગાય છે. બીજા દિવસે મૃત્યના દેવતા યમ સાપના સ્વરૂપમાં રાજકુંવરના બારણે આવે છે. એમની આંખો દીવા અને ઝવેરાત-દાગીનાનાં ચળકાટને કારણે અંજાઈ જાય છે. યમ રાજકુંવરના ખંડમાં પ્રવેશી શકતા નથી, તેથી તેઓ સોનાના સિક્કાનાં ઢગલા પર ચઢીને બેસે છે અને આખી રાત વાર્તાઓ અને ગીતો સાંભળ્યા કરે છે. સવાર પડતા તેઓ ચૂપચાપ ચાલી જાય છે. આમ રાજકુંવર તેની પત્નીની ચતુરાઈને કારણે મોતના પંજામાંથી બચી જાય છે. એ દિવસથી ધનતેરસ ઉજવવામાં આવે છે.

એની પછીનો દિવસ આવે છે, 'નરક ચતુર્દશી'નો. (નરકનો અર્થ તો સૌને ખબર છે, દોજખ અને ચતુર્દશી એટલે ચૌદસ). ઘરની મહિલાઓ આ દિવસે માટીનાં દીવડાં-દીપ પ્રગટાવે છે અને મૃત્યુના દેવ યમના માનમાં એ દીવાઓને રાતભર પ્રગટતાં રાખે છે, તેથી આ દિવસને 'યમદીપદાન'ના નામે પણ ઓળખવામાં આવે છે. વળી આ દિવસ દિવાળીના આગલા દિવસે આવે છે એટલે એને 'છોટી દિવાલી', નાની દિવાળી પણ કહે છે.

અન્ય એક દંતકથા પ્રમાણે દેવો અને દાનવો અમૃત માટે જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે 'ધન્વંતરિ' (દેવોના વૈદ્ય અને વિષ્ણુ ભગવાનના અવતાર) અમૃત કુંભ સાથે ધનતેરસના દિવસે પ્રગટ્યા હતા.

તૈયારી: ધનતેરસના દિવસે વેપારી સંકુલો-સ્થાનોમાં સજધજ અને શણગાર કરવામાં આવે છે. સંપત્તિની અને ઉન્નતિની દેવીને આવકારવા માટે પ્રવેશદ્વારોને રંગબેરંગી બનાવાય છે અને પરંપરાગત ભાતની રંગોળી કાઢવામાં આવે છે. જેની બહુ સમયથી રાહ જોવાતી હતી એવા દેવીના આગમનને દર્શાવવા ચોખાના લોટ અને હિંગળોક પાઉડર કે સિંદુરથી આખા ઘરમાં દેવીના પગલાંની છાપ કાઢવામાં આવે છે. આખી રાત દીવા પ્રગટતાં રાખવામાં આવે છે.

પરંપરા: ધનતેરસના દિવસે હિન્દુઓ સોનું કે ચાંદીની જણસો અથવા કમસે કમ એકાદ-બે નવા વાસણો ખરીદવાને પવિત્ર માને છે. એમ માનવામાં આવે છે કે 'ધન' અથવા કોઈ પણ સ્વરૂપમાં કિંમતી ધાતુની ખરીદી સારા ભાગ્યની નિશાની છે. સાંજના 'લક્ષ્મી પૂજા' કરવામાં આવે છે અને નરસા કે ખરાબ ઓળાંનાં ઓછાયાને દૂર રાખવા માટે માટીનાં નાનકડાં દીવા પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મીદેવીની સ્તુતિ કરતાં ભજનો કે સ્તવનો ગાવામાં આવે છે. ધનતેરસ જોશ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દેવીને પરંપરાગત મીઠાઈનું 'નૈવેદ્ય' ધરાવાય છે. મહારાષ્ટ્રમાં એક ખાસ પ્રથા છે કે હળવા કુટેલાં ધાણા (મરાઠીમાં ધનત્રયોદશીમાં ધણે) અને ગોળનું મિત્રણ કરી તેનું નૈવેદ્ય દેવીને ધરાવવામાં આવે છે.

ગામડાંઓમાં ખેડૂતો દ્વારા ઢોરોને, ગાય-બળદને શણગારવામાં અને તેની પૂજા કરવામાં આવે છે, કરણ કે ઢોર જ તેમની આવકનો મુખ્ય સ્રોત હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment