Monday, 17 October 2016

[amdavadis4ever] નરસિંહની વાણી પરાપા રની અધ્યા ત્મવાણી છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નરસિંહની વાણી પરાપારની અધ્યાત્મવાણી છે

અલખનો ઓટલો - ડૉ. નિરંજન રાજ્યગુરુ
 

 

નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણ જિહ્વાએ રસ સરસ પીવો,

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,અરધ-ઉરધની મધ્યે મહાલે,

નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે..

ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ નરસિંહ મહેતા. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર, પત્ની : માણેકબાઈ. સંતાનો : શામળદાસ, કુંવરબાઈ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેક્વાર ભક્તિની આકરી ક્સોટી તાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હુંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્ર્વરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના થઈ છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચના : 'સુદામા ચરિત્ર', ' દાણલીલા', 'ચાતુરીઓ', 'વિવાહ', 'મામેરું', ' હૂંડી', 'હારમાળા', 'ઝારીનાં પદ' અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં 'રાસ સહસ્રપદી', અને 'શૃંગારમાળા', વગેરે રચનાઓ. ( જીવન સમય ઈ.સ. ૧૪૦૮થી ૧૪૮૦ અથવા ઈ.સ. ૧૪૧૪થી ૧૪૭૪).

નરસિંહ મહેતાને આજસુધી આપણા ગુજરાતી ભાષ્ાા-સાહિત્યના વિદ્વાનો 'ભક્ત કવિ','જ્ઞાનમાર્ગી કવિ','પ્રેમલક્ષ્ાણા ભક્તિના કવિ','આર્ષ્ાવાણીના કવિ','વેદાન્તી તત્વચિંતક કવિ'. એમ વિધવિધ નામે ઓળખાવતા રહ્યા છે પણ નરસિંહના સમગ્ર કાવ્યસર્જનને તપાસી,ચકાસી એમાં વપરાયેલા સંતસાધનાનો નિર્દેશ આપતા તમામ પારિભાષ્ાિક શબ્દોની યાદી કે સૂચિ બનાવી તે દરેક શબ્દો સાથે જોડાયેલી સંતસાધનાના વિભિન્ન પરિમાણો ચકાસવાનું કાર્ય હજુ સુધી ભવિષ્યના સંશોધકો માટે અનામત પડ્યું છે.

કોઈપણ કવિનો સર્વાંગી દ્રષ્ટિકોણથી અભ્યાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેમની તમામ પ્રમાણભૂત રચનાઓ, એમાં મળતાં નાનામાં નાના દરેક પાઠાંતરો સાથે એ કવિની નામછાપ સાથે કંઠસ્થપરંપરામાં સચવાયેલી તમામ રચનાઓના પાઠના સંચયો પણ પ્રકાશિત રૂપમાં પ્રાપ્ય હોય, કવિએ પોતાની રચનાઓમાં પ્રયોજાયેલા એક એક શબ્દનો અર્થ અને પદક્રમાંક સાથેનો સંદર્ભકોશ પ્રાપ્ય હોય. આપણે ત્યાં અન્ય ભારતીય ભાષ્ાાઓના સંત કે ભક્તિસાહિત્ય વિષ્ાયે થયેલાં સંશોધનોના પ્રમાણમાં નરસિંહ વિશે હજુ પાશેરામાં પહેલી પૂણી જેટલું યે કામ નથી થયું. ચીલાચાલુ વિવેચનની પરિભાષ્ાાથી થયેલાં નરસિંહપદોના આસ્વાદોના ઢગલામાં નરસિંહની કવિતાના આંતરતત્ત્વને ઉજાગર કરતા અભ્યાસો કેટલા ? માત્ર બે-ચાર શબ્દો જ લઈએ - નરસિંહની આજની તારીખે પ્રાપ્ય અને પ્રમાણભૂત મનાતી કાવ્યસૃષ્ટિમાં 'સંત' શબ્દ પચીસથી વધારે વખત પ્રયોજાયો છે, અને દરેક જગ્યાએ એની અર્થચ્છાયાઓ બદલાતી રહી છે. સમગ્રતયા નરસિંહના મનમાં 'સંત'શબ્દ વિશે ક્યો અર્થ અભિપ્રેત હશે એ જાણવું હોય તો એ તમામ સ્થાનોની શબ્દાવલી અને તેના પરાપૂર્વના અર્થસંકેતોની છાયાઓ વિશેની પ્રમાણભૂત સૂચિનું કામ સૌથી પહેલાં હાથ ધરાવું જોઈએ. સાવ ઉપરછલ્લી નજરે જોતાં પણ 'ગુરુ' /'સતગુરુ'/'સદ્ગુરુ/જગત્ગુરુ' શબ્દો પાંચ વખત, 'સૂરત/સૂરતા/ સુરતિ' શબ્દ ત્રણ વખત, 'ભજન' શબ્દ ચાર વખત, 'ધ્યાન' શબ્દ ત્રણ વખત વપરાયેલો જોવા મળે. અને દરેક જગ્યાએ એની અર્થચ્છાયાઓ પણ બદલાતી રહેલી જોવા મળે.. એ સિવાય 'ગગન, નામ, હરિનામ, ભજન, ધ્યાન, કીર્તન, જોગ, યોગ, જુક્તી, જુગતે કરી,અરધ-ઉરધ,શૂન્ય,અનુભવરસ, નવધા-દશધા....'જેવા શબ્દોનું અનુસંધાન સંતસાધનાની પરિભાષ્ાા સાથે જોડાયેલું છે.

નરસિંહની વાણી પરાપારની અધ્યાત્મવાણી છે. નરસિંહની ભક્તિસાધના કે સંતસાધના સ્વયંભૂ અનાયાસ પરમાત્મકૃપાએ પ્રાપ્ત થયેલી છે, કોઈપણ પંથ-સંપ્રદાય-ગુરુપરંપરાની સીધી અસર નીચે આ વાણીનું અવતરણ નથી થયું. એમનો અનુભવ પોતે પોતાનાં અનેક કાવ્યોમાં વારંવાર સૂચવ્યું છે તેમ લૌકિક જગતનો, ભૂતલ પરનો સ્થૂલ અનુભવ નથી. અનેક જન્મોની એમની સાધનાપથની યાત્રા પછી આ જન્મે માત્ર સાત દિવસ એક અપૂજ શિવાલયમાં નિરાહારી રહીને ધ્યાન કરતાં પરમશિવનો સાક્ષ્ાાત્કાર થાય, શિવકૃપાએ દિવ્ય દ્રષ્ટિ અને શ્રી કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ મળે, સગુણ-નિર્ગુણના ભેદ ટળી જાય, અધ્યાત્મની ચોથી ભૂમિકાએ એમની ગુપ્ત-સુપ્ત /સૂતેલી આદ્યવાણી અચાનક પ્રગટ થાય અને જીવતરના અંત લગી એમના ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ કાવ્યસરવાણી વહેતી રહે એ ચમત્કાર નાનોસૂનો નથી.

નરસિંહ દ્વારા રચાયેલાં પદો/ભજનોમાં છૂટક છૂટક સહજ સાધનાના સંકેતો મળે છે . એક જ પદ કે ભજનમાં સળંગ ક્રમાનુસાર સાધના નથી મળતી પણ તેમની સમગ્ર રચનાઓ તપાસીએ તો સળંગસૂત્ર સાધના માર્ગની ઝાંખી જરૂર થાય છે. નરસિંહની વાણીમાં પરમતત્ત્વનો સ્પષ્ટ સ્પર્શ થયેલો જોવા મળે, આ પરમ ચેતનાને નરસિંહ પામ્યા છે શુદ્ધ સાત્વિક પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિ દ્વારા. એટલે એમની ભક્તિ લોૈકિક સ્તરની નથી, એમનો પ્રેમ, એમનો શૃંગાર લૌકિક સ્તરનો નથી પણ અલૌકિક,દિવ્ય અને રહસ્યમય છે,એ સ્થૂળ માનવ દેહનો કામસંબંધ નથી. વારંવાર નરસિંહે પોતાનાં પ્રેમલક્ષ્ાણાભક્તિનાં શૃંગારપદોમાં આ વાતની ચોખવટ કરી જ છે, એમના પ્રેમઅનુભવો સૂક્ષ્મદેહના અનુભવો છે,એક સંતને થયેલા રહસ્યાત્મક ગૂઢાતિગૂઢ અનુભવો છે. એમનો વિરહ કે એમનું મિલન પોતાની સૂક્ષ્મ ચેતનાએ નિર્ગુણ નિરાકાર અને છતાં સગુણ સાકાર એવા પરમાત્માના કૃષ્ણસ્વરૂપ સાથેના અનુસંધાનથી જોડાયેલું છે. જે પ્રેમની વાત બ્રહ્મા, દેવરાજ ઈન્દ્ર કે અન્ય દેવતાઓ નથી જાણતા અને જેનો રસ જવલ્લે જ માત્ર કેટલાક યોગી/મુનિવરો પામી શકે છે એ વાત વારંવાર નરસિંહ પોતાનાં પદોમાં ઘુંટ્યા કરે છે. 

આવી પંક્તિઓ વારંવાર નરસિંહ ગાયા કરે છે, કારણ કે- એમનો એ અનુભવ એક સંત દ્વારા થયેલો રહસ્યાત્મક ગૂઢ અનુભવ છે,જેને આપણી લોૈકિક -બૌદ્ધિક સ્થૂલ દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરીએ તો માત્ર સ્થૂલ શૃંગાર કે જારભાવ જ નજરે ચડે..પરાવાણીનો ધબકાર ઝીલવાનું-પરાવાણીની અભિવ્યક્તિનું સામર્થ્ય નરસિંહને પરમાત્મ કૃપાએ પ્રાપ્ત થયું છે. 'શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે'. પંક્તિ આપણને સીધી જ સંતસાધનાના 'શૂન્ય','શૂન્યમંડળ','શૂન શિખર'જેવા સાધનાના પારિભાષ્ાિક શબ્દો અને તેની સાથે છુપાયેલી આત્મસાધના તથા સૂરતાની યાત્રાના એક ચોક્ક્સ અનુભૂતિસ્થાન તરફ દોરી જાય છે.નરસિંહની આ સગુણ-નિર્ગુણનો સમન્વય કરતી પ્રેમસાધના છે. 

સાંકેતિક ભાષા, વ્યંજનાનો વિશેષ ઉપયોગ, રૂપક, પ્રતીક, કલ્પનાનો આશરો અને પરંપરિત રાગ, તાલ, ઢાળ-લયનો સથવારો લઈને રચાયેલી આ વાણીને જયારે સાહિત્યના માપદંડોથી મૂલવવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે સાક્ષરતા કે વિત્તા કે અધિકાર અલબત આપણા ક્ષેત્રના ધરાવતા હોય એ છતાં અનુભૂતિના ક્ષેત્રે શૂન્ય હોઈને ઘણીવાર અનુચિત કે ખોટાં અર્થઘટનો પણ કરીએ, ઘણીવાર પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા વિકૃત, અનર્થકારી કે મૂળને જરાપણ અભિપે્રત નહીં એવું અહંભાવી અર્થઘટન કરીએ ત્યારે સંતો મનમાં ને મનમાં હસતાં-હસતાં નરસિંહની માફક ગાતા હોય... 

'વાણી વિલાસમાં રંગ ન લાગ્યો રૂદે,પરહરી વસ્ત્ર ને લાગ્યો ચૂંથે,

શબ્દ સંચ્યા ઘણા,સકળ વિદ્યા ભણ્યા,અધ્યાત્મ ઉચરે એ જ પોતે,

પ્રપંચ પંડમાં રહ્યો,અહંકાર નવ ગયો,અનંત જુગ વહી ગયા એમ જોતે,

શાસ્ત્ર કીધાં કડે,તો ય રજનીમાં આથડે, અંધ થૈ સંચરે શૈલ્ય ઓથે..

-----------------------------

મોરપીંછનું રહસ્ય



વનવાસ દરમિયાન ઘેઘૂર વૃક્ષ નીચે રામ અને સીતા વાર્તાલાપ કરતાં હોય છે. અયોધ્યાથી ચાલીને આવતાં હોવાથી આરામ કરવા અહીં બેઠાં હતાં. સીતાજીને ખૂબ તરસ લાગી હતી. રામે કહ્યું : 'હવે સરોવર ઘણું જ નજીક છે.'

મોર અને ઢેલ આ વાર્તાલાપ સાંભળીને વિચાર કરવા લાગ્યાં. મોરે ઢેલને પોતાનો મનસૂબો કહી સંભળાવ્યો. ઢેલને પતિનો વિચાર ગમી ગયો. મોર અને ઢેલ સીતાજીથી થોડે દૂર નૃત્ય કરવા લાગ્યાં. તેમનું ધ્યાન આ નૃત્ય તરફ કેન્દ્રિત થયું. થાક ભૂલી જઇ સીતાજી મોર અને ઢેેલને પકડવા ઊઠ્યાં. બંનેને પોતાની યુક્તિ સફળ થઇ હોય એમ લાગ્યું. સીતાજી તો પાછળ ને પાછળ જવા લાગ્યાં. રામ-લક્ષ્મણે મનોમન મોરને અભિનંદન આપ્યાં. 

સરોવર નજીક આવી ગયુંં. મોર અને ઢેલને 

ખૂબ જ થાક લાગ્યો હતો. સરોવરકાંઠે મોર 

અને ઢેલ ઢળી પડ્યાં! શ્રીરામે બંનેને પાણી પાયું. 

તેમનામાં ચેતન આવ્યું. રામે વચન આપ્યું, 'આવતા જન્મમાં હું શ્રીકૃષ્ણનો અવતાર લઇ 

તમારાં સુંદર પીંછાનો ઉપયોગ મારા મુગટમાં 

કરીશ.'

શ્રીરામના આ શબ્દો સાંભળી મોર અને ઢેલની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. આ આંસુ દુ:ખનાં નહીં,હર્ષનાં હતાં!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment