Monday, 17 October 2016

[amdavadis4ever] ભોમિયો ચિ ંતન કણિકા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક હતા પંડિત. રોજ પ્રાર્થના કરે: 'હે ભગવાન, તારો ભેટો કરાવી આપે એવો કોઇ જણ બતાવ! સાચનો મારગ બતાવે એવો ભોમિયો ભેટાડી દે!' પંડિતે પ્રાર્થના કરવામાં બાકી ન રાખી. રોજેરોજે એકની એક જ રટણા. પછી તો કંઠે પ્રાણ આવ્યા. તલસાટથી તાળવું ફાટફાટ થવા માંડયું. ત્યાં પંડિતે આકાશવાણી સાંભળી:

'શંકરના દેરામાં જા! તને સાચો સોબતી મળશે. મુકિતનો મારગ સુઝાડશે.'

પંડિત પહોંચ્યા તરત શિવને દેરે. જઇને જુએ તો એક ચીંથરેહાલ આદમી ઊભેલો. માથે જીંથરાં, દાઢું વધેલું, ને ઉઘાડા પગમાં ચીરા. સમ ખાવાયે પાસે ફૂટી બદામ ન મળે. પંડિત તો આભા બની એના દેદાર જોઇ જ રહ્યા. એને રામ રામ કરતાં પંડિતે કહ્યું:

'ભગવાન તને રૂડા દી દેખાડે.'

'મારે કોઇ માઠો દી ઊગ્યો જ નથી,' પેલાએ કહ્યું.

'ભગવાન તારા નસીબ આડેથી પાંદડું ખેસવી નાખે.'

'આંયા નસીબ આડે પાંદડું છે જ કોને?'

'તું સૌે વાતે સુખી થા એ હું માગું છું. એમાં એલા, આવા ઊંધા જવાબ કાં આપે?'

'ઊંધુ ને ચત્તું. દુ:ખનું કો મોઢું જ આંઇ કયા બંદાએ દેખ્યું છે?'

'આવા જવાબનો કાઇ અરથ? તારે માથે દુ:ખનાં ઝાડવાં ઊગ્યા લાગે છે. તોય કહે છે કે તને કોઇ વાતનું દુ:ખ નથી? ભારે નવાઇ જેવું. ફોડ પાડીને સમજાવ તો તારી વાતમાં કાંઇ ખબર પડે.'

'એમાં તે શું? આ ફોડ પાડ્યો. જાણે તમે મને કીધું કે ભગવાન તને રૂડા દી દેખાડે. પણ મારે તો માઠો દી ઊગ્યો જ નથી. કારણ કે ધોમ ધખે, હિમ પડે કે બારે મેઘ ખાંગા થાય પણ હું તો મારે એ...ય ને ભગવાનનાં ગુણગાન જ ગાયા કરું છું. મોસમ મરને એના હજાર રંગ બદલે, પણ આપણે તો એક જ શ્યામ રંગમાં રાજી! આપણે ભલે ને મુફલિસ ને રદબાતલ મૂઆ, પણ રામ રાખે એમાં આપણું રૂડું જ હશે ઇ વાત પાકી. એટલે ખરાબ દિવસી તો વાત જ નથી, મહેરબાન!

'હવે તમે કીધું કે મારા નસીબ આડેથી પાંદડું ખસી જાય, પણ મારાં નસીબ મોળાં હોય તો ને! ભગવાનની ભેળા કેમ રે'વું એની મને પૂરેપૂરી ખબર્ય છે. ભગવાન જે કરે તે આપણા સારા માટે, જીવના કલ્યાણ માટે. એમાં મીનમેખ નહિ ને તલમાતર શંકા નહિ. ભગવાનની સારી-નરસી, કડવી-મીઠી કોઇ પણ ભેટ હું તો હરખથી વધાવું છું. તેથી મારે માટે કમનસીબી કાયમને ખાતે મરી પરવારી છે.

'વળી તમે બોલ્યા કે તું સૌ વાતે સુખી થા! આ વાત સાંભળીને તો ભાઇ, મારાથી ખડખડાટ હસ્યા વિના રે'વાતું નથી. માફ કરજો મે'રબાન! મારી મરજીથી જ આ દુનિયાનો ચરખો ચાલે છે એની તમને ખબર્ય નથી લાગતી. ભાઇ સાહેબ, દુ:ખનો ઓછાયોયે મારે માથે પડી શકે એમ નથી. કાં કે ભગવાનની મરજીમાં જ મારી મરજી ઓગળી-પીગળી ગઇ છે. એટલે ભગવાનની મરજી ઇ મારી મરજી, સમજ્યા ને!'

પંડિતજીએ રામને ભરોસે થઇને જીવતા આ આદમીને ચકાસી જોવા પૂછયું:

'પણ ભગવાન તને સૈરવ નરકમાં નાંખે તો? નરકની ઘાણીમાં પિલાવાનું આવે તો તું શું કરે?'

'ભગવાન મને નરકમાં નાખે? રામે ભજો. એની કૃપાનો છાંટોય ઝીલ્યો હોય તો આવી વાત મોઢામાંથી ન નીકળે. પણ ધારો કે ભગવાન મને નરકમાં નાખે તો ભગવાનને બથમાં લેવા ભગવાને મને બે હાથ આપ્યા છે. એક હાથ છે ખરી દીનતા. નરકના જીવોમાં સહુથી નીચે પડી હું મારા પ્રભુની પવિત્ર માનવતાને વળગી રહીશ. સહુ નારકી જીવની યાતના ઓછી કરવા તનતોડ મે'નત કરીશ. અને મારા બીજા હાથથી ભગવાનની પરમ દિવ્યતાને એવો ચોંટીશ કે ભગવાનને મારા ભેળું આવવું પડશે. અને તમે ઇ તો કબૂલ કરશો કે ભગવાન વગર સ્વર્ગમાં રહેવાં કરતાં ભગવાનની ભેળા નરકમાં રહેવાનું તો સાત થોક સારું.'

પંડિતની આંખો ઊઘડી ગઇ.

'ભગવાનની સહુથી નજીક લઇ જતી કેડી કઇ?'

'ભગવાનમાં ભરપૂર ભરોસો.' ને ભારોભાર નમ્રતા.'

પંડિતને ભોમિયો ભેટી ગયો, પંથ જડી ગયો.

- મકરન્દ દવે ('પીડ પરાઇ'માંથી સાભાર)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment