Tuesday, 18 October 2016

[amdavadis4ever] કોઈપણ વ્યક્તિન ે તમે મળો ત્યાર ે સૌ પ્રથમ એના ભૂતકાળને મળો છો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મજમૂન એટલે લેખકે કવિતાના વિષયો, મઝામીં એનું બહુવચન. આ બધા વિચારો જે દિમાગમાં આવે છે તે કયાંય આવે છે? ઉપરથી, ગેબી દુનિયામાંથી.
કવિ કહે છે કે આ વિચારો બીજું કંઈ નહીં પણ શું છે? ખામા એટલે લખવા માટેની બરુમાંથી બનતી કલમ. આ કલમ વડે લખતી વખતે કાગળ પર ઘસાવાથી જે રવ,જે અવાજ ઉત્પન્ન થાય તેને સરીર કહે છે. તો આ અવાજ શું છે? આ અવાજ ફરિશ્તાઓનું (સરોશ) ગાન (નવા) છે, ગુંજન છે.

 

ક્યારેક સમાધાનો કરીને સર્વાઈવ થવા કરતાં તૂટી જવામાં વધારે મઝા છે. તમે ફેંકાઈ જાઓ, કોઈ તમારો ભાવ ન પૂછે એવી ફાડી ખાનારી એકલતા હોય અને બીજા લોકોને તમે સમાધાનો કરી કરીને સફળતાના નશામાં ચૂર થઈ ગયેલા જોતા રહો, એવા સમયમાં પણ તમારી પાસે પોતાની કહી શકાય એવી એક ચીજ બચેલી હોય છે. ડિક્શનરી, એને સેલ્ફ એસ્ટિમ કહે છે. આત્મસન્માન.
 
નવા સંબંધની સમૃદ્ધિનો આધાર ભૂતકાળના અનુભવો નહીં, ભવિષ્યની કલ્પનાઓ જ હોય
 
વર્તમાનમાંથી નથી આવતો એટલો આનંદ આવનારા વર્તમાન વિશેની કલ્પનામાંથી અને વીતેલા વર્તમાનને યાદ કરવામાંથી આવે છે. સતત ભવિષ્યમાં અથવા ભૂતકાળમાં રહેવાની મઝા માણવાની ટેવ પડી જાય તો મુસીબત ઊભી થાય છે. વર્તમાન આપણા માટે ન-બરાબર થઈ જાય છે. વર્તમાનમાં જીવવાની મઝા સદંતર ચાલી જાય છે. ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો એક આખો કાળ-વર્તમાનકાળ- જીવનમાંથી ગાયબ થઈ જાય છે.
 
જિગ્ઝો પઝલના બે વાંકાચૂકા ટુકડા જેવાં બે વ્યક્તિત્વો એકબીજાથી સાથે ફિટ થઈ શકે ત્યારે આદર્શ સહજીવન સર્જાતું હોય છે. તકલીફ માત્ર એટલી જ છે કે પઝલની જેમ વારાફરતી એક પછી એક ટુકડો ઊઠાવીને એ તમારી સાથે ફિટ થાય છે કે નહીં એવા પ્રયોગો તમે લગ્નમાં કરી શક્તા નથી.
 
બે જણ ચૂપ બેઠાં હોય અને એક જણ પૂછી બેસેઃ 'શું વિચારે છે?' ત્યારે બીજી વ્યક્તિની પ્રાઈવસીનો ભંગ થાય છે. તમારી સૌથી નજીકની વ્યક્તિની પણ પ્રાઈવસીનો ભંગ કરવાનો તમને હક્ક નથી. એ જે વિચારે છે તે કહેવા માગતી હશે તો કહેશે. આજે નહીં તો ગમે ત્યારે કહેશે. અને ક્યારેય ન કહે એવું પણ બને, પણ આવું પૂછીને તમે ક્યારેક એને ખોટું બોલવા માટે મજબૂર કરતા હો છો.
 
આદર્શ સંબંધ પાંચ સ્તરે બે વ્યક્તિને એકબીજાની નિકટ લાવેઃ મેન્ટલ, ઈમોશનલ, ઈન્ટલેક્ચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ. આમાંના કયા સ્તર પર વધારે રહેવું છે અને કેવા સ્તર પર ઓછું રહેવું છે તેનો નિર્ણય બેઉ વ્યક્તિએ, શબ્દોમાં ફોડ પાડયા વિના, એકબીજાને પામી જઈને સમજૂતીપૂર્વક કરી લેવાનો. આ પાંચમાંના માત્ર કોઈ એક જ સ્તરને સંબંધનું કેન્દ્ર માનીને ચાલનારી બે વ્યક્તિઓનું સહજીવન લાંબું ટક્તું નથી. આ પાંચેય વહેણને જે બે જણ એકબીજાની, તેમ જ પોતપોતાની જરૂર તથા ઈચ્છા મુજબ વત્તાંઓછાં કરી શકે તેઓ લોકોને ઈર્ષા થાય એવું સુંદર જીવન જીવતાં થઈ જાય.
 
અંગંત સંબંધ વ્યક્તિ પોતાના માટે બાંધે છે; મા-બાપ, કુટુંબીઓ કે સમાજનું ભલું કરવા નહીં. આવા અંગત સંબંધને કોઈએ છોડવો હોય તો એમાં એણે પોતાનો જ વિચાર કરવાનો હોય મા-બાપ શું કહેશે, પડોશીઓ શું બોલશે કે મિત્રો કેવી કૂથલી કરશે કે સમાજમાં-જ્ઞાાતિમાં કેવું દેખાશે તે વિશે વિચારવાનું ન હોય. જે સંબંધ મૃત હોય તેના અંતિમ સંસ્કાર વહેલામાં વહેલી તકે કરી નાખવા પડે.
 
માણસના સદ્ગુણોને યાદ કરવા, એની પ્રશંસા કરવા શું એનું મૃત્યુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે?
 
ડાહ્યા લોકો બહુ જ સરસ રીતે તમને સમજાવી શકે કે તમે શા માટે ડૂબી રહ્યા છો, તમારા વાંકની લંબાઈના અને પાણીની ગહેરાઈના આંકડા એમની જુબાન પર હોય છે, અગાઉ તમારી જેમ કોણ ડૂબ્યું હતું અને અત્યારે તમારા જેવા બીજા કેટલા ડૂબી રહ્યા છે એની એક લાંબી ફેહરિસ્ત એમની પાસે હોય છે. એમનું દીર્ધ સંભાષણ અમે સાંભળ્યું- ન સાંભળ્યું કરતાં રહો છો અને એ પૂરું થાય ન થાય ત્યાં સુધીમાં તમે શું જુઓ છોઃ તમને તરતાં આવડી ગયું છે! હવે ન તો તમને એમના ડહાપણની જરૂર છે, ન એમના હાથની.
 
કોઈપણ વ્યક્તિને તમે મળો છો ત્યારે સૌ પ્રથમ એના ભૂતકાળને મળો છો.
 
સતત દરેક વાતે સલામતી મેળવવાની ઈચ્છા રાખનારાઓનું જીવન ચારેબાજુથી બંધિયાર બની જાય છે. લાગણીની, આબરૂની, આર્થિક, સામાજિક વગેરે અનેક સલામતીઓ પાછળ ભાગતા માણસને મૃત્યુ કરતાં વધારે ડર જીવનનો લાગતો હોય છે.
 
જિંદગીમાં કેટલીક વ્યક્તિ એવી પ્રાપ્ત થાય છે જેમના વિશે, કોઈ જ દેખીતા કારણ વિના વિચારવું ગમતું હોય છે. પુસ્તકોનું પણ એવું જ. જે પુસ્તક વાંચતા એક સમાંતર વિચારક્રિયા ચાલે, જેને શબ્દોમાં ઉતારવામાં આવે તો એનું બીજું એક પુસ્તક થઈ શકે, એવા વિચારસમૃદ્ધ પુસ્તકનું મૂલ્ય એક જીવતીજાગતી વિચારવંત વ્યક્તિ કરતાં સહેજ પણ ઓછું નથી.
 
ભવિષ્યમાં આ સંબંધ નહીં સચવાયો તો- એવો વિચાર આજથી જ તમને વિહવળ બનાવી દે છે. એટલું જ નહીં, એના તૂટવામાં તમારો વાંક હશે એવા વિચારથી તમે અગોતરી ગિલ્ટ ફીલિંગ અનુભવતા થઈ જાઓ છો. અને તૂટવામાં એનો વાંક હશે એવો વિચાર જો આવે તો તમે અત્યારથી એના કોઈ વાંકગુના વિના એના દરેક વર્તનના ઈરાદાઓમાં શંકાકુશંકા વ્યક્ત કરતાં થઈ જાઓ છો.
 
દરેક પ્રકારની ભૂખ કરતાં એક કોળિયો ઓછું ખાઈને પ્રસન્ન થઈ શકાય.
 

 

……આ અને આવા કેટલાંક વિચારો છેલ્લાં બે-અઢી દાયકા દરમ્યાન ફરિશ્તાઓનાં ગુંજનરૂપે અવતર્યા અને હજુ સુધી સચવાયા. એ સચવાયા એટલે જ તમારી સાથે વહેંચ્યા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment