Tuesday, 18 October 2016

[amdavadis4ever] નાયક-ખલનાયક વચ્ચ ે શિસ્તન ી ભેદરેખા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘણી વાર કંઈક કામ કરવા પાછળ નેક ઈરાદો હોઈ શકે પણ એ કરનારી વ્યક્તિ, સમય, સ્થળ અને સંજોગો અનુરૂપ ન હોય એવુંય બને. જુઓને અત્યારે દેશપ્રેમની મોસમ પુરબહારમાં ખીલી છે. એનો આનંદ અનુભવવા જઈએ ત્યાં જ પહેલીવાર લશ્કરી પગલાંને વરવો રાજકીય રંગ અપાતો હોવાનો વિષાદ ઘેરી વળે. હાલના સિનારિયાનો લાભ લેવા, પોતાનો કક્કો સાચો ઠેરવવા, મૂઠી ઊંચેરા સાબિત કરવા અને સવાયા દેશપ્રેમીનો સિક્કો મેળવવા માટેની અમુક લોકોની કવાયત શરૂ થઈ જાય છે. આ મથામણથી પોતાને કંઈ નક્કર ભલે હાંસિલ ન થાય, પણ દેશ, સમાજ, પ્રજા અને લોકશાહી માટે પાયારૂપ સંસ્થા-પ્રણાલીને કેટલી મળજ્ઞોટી હાનિ થવાની છે એની ખબર ન હોય અને જાણ હોય તો દરકાર ન હોય.

વાત વિગતે સમજવા માટે ભૂતકાળ પર જઈને વર્તમાન પર પાછા આવીએ ત્યારે એક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું કે આપણાં વાસ્તવિક પાત્રો નાયક છે, ખલનાયક છે કે એ બંનેની વચ્ચે?

ર૦૧૦ની ૩૦મી એપ્રિલે. આતંકવાદ અને અજંપાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરનો બનાવ. લાઈન ઑફ ક્ધટ્રોલ પાસે આવેલા મચ્છિલ સેક્ટર પાસે લશ્કરે ત્રણ ઘૂસણખોરનાં ઢીમ ઢાળી દીધાનો દાવો કરાયો હતો. પછી લશ્કરે જાહેર કર્યું કે ત્રણેય પાકિસ્તાની આતંકવાદી હતા. ત્યાર બાદ જાહેર થયું કે આ ત્રણેય મૃતક તો બારામુલ્લા જિલ્લાના જદીહાલ ગામના રહેવાસી હતા: એમની ઓળખ મુહમ્મદ શફી, શહજાદ અહમદ અને રિયાઝ અહમદ તરીકે મળી. હવે લશ્કરી અધિકારીઓ પર આરોપ મુકાયો કે આ ત્રણેયને સરહદી વિસ્તારમાં લઈ જઈને ગોળીએ દેવાયા હતા, ત્રણેય મૃતકોના પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ સુધ્ધાં લખાવી હતી. આ ઘટનાને પગલે ઉકળતા ચરુ જેવા કાશ્મીરમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના કેરબા ઠલવાયા. વિરોધની શરૂઆત થઈ

અને એ ફેલાતા રહ્યા. ત્રણેક મહિના સુધી જનઆંદોલન ચાલતાં રહ્યાં

એ ૧૨૩ માણસોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ 'બનાવટી' એન્કાઉન્ટર કેસની પોલીસે એફ.આઈ.આર. નોંધી ત્યારે આરોપીઓમાં ફોર્થ રાજપૂત રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર કર્નલ દિનેશ કે પઠાણિયા, કેપ્ટન ઉપેન્દ્રસિંહ, હવાલદાર દેવેન્દ્રકુમાર, લાન્સ નામક લખમી, લાન્સ નાયક અરુણકુમાર એ રાઈફલમેન અબ્બાસ હુસૈન હતા. સાથે સ્થાનિક પ્રાદેશિક લશ્કરી દળના ત્રણ જણનાં નામ પણ આવ્યાં. 

જો કે, જમ્મુ-કાશ્મીરમાં ધ આર્મ્ડ ફોર્સિસ પાવર્સ ઍક્ટ (એએફએસપીએ) અમલમાં હોવાથી લશ્કરી/સલામતી અધિકારીઓ સામે કામ ચલાવવાનું આસાન નહોતું. 

આરોપ તો એવોય મુકાયો કે લશ્કરમાં મજૂરી કામની નોકરી આપવાને નામે ત્રણેય જણને સોપોરથી બોલાવીને કિડનેપ કરાયા હતા અને ત્યાર બાદ કુપવાડાના પર્વતીય વિસ્તારોમાં લઈ જઈને મારી નાખવા અને આતંકવાદીને મારી નાખ્યાનો દાવો કરાયો હતો, પરંતુ વિરોધ અને આંદોલન એટલા બધા ઉગ્ર, હિંસક અને જીવલેણ બની ગયા કે પગલાં લીધા સિવાય છુટકો નહોતો. 

ગંભીર ફરિયાદ અને જોરદાર આંદોલનને પગલે ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ બી.એસ. જયસ્વાલે જાહેરાત કરી હતી કે આ મામલાની લશ્કરે ગહન તપાસ કરી છે, લશ્કર ઈચ્છે છે કે કોર્ટ માર્શલની કાનૂની પ્રક્રિયા દ્વારા દોષિતોને ઉચિત સજા મળે.

ત્રણ યુવાનોના વિવાદ જગાવનારા મોતના ત્રણ વર્ષ બાદ લશ્કરે કોર્ટ માર્શલનો નિર્ણય જાહેર કર્યો હતો. બ્રિગેડિયર દીપક મહેરાની આઠ સભ્યોની બનેલી અદાલતે કોર્ટ માર્શલમાં બનાવટી એન્કાઉન્ટરમાં ત્રણ નાગરિકની હત્યાના કાવતરા બદલ કર્નલ દિનેશ પઠાણિયા, મેજર ઉપેન્દ્રસિંહ અને પાંચ જવાનને દોષિત ઠેરવ્યા હતા. આ ગુના બદલ કર્નલ અને મેજરને જનમટીપની સજા સંભળાવાઈ હતી. 

આ કેસમાં બંધારણ મુજબ પોલીસની કાનૂનની અને લશ્કરી કાર્યવાહી હાથ ધરાયા બાદ આરોપીઓને સજા થઈ હતી. અપરાધ, ગંભીર અપરાધ આચરાયાનું સાબિત થયું હતું. બધે બધું બંધારણ, કાયદા અને નિયમ મુજબ થયું હતું. આરોપીઓના જેલભેગા થવા સાથે આ મામલા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. 

પરંતુ તાજેતરમાં જોશ પકડતી દેશપ્રેમની મોસમમાં આ કેસને નવો ટ્વિસ્ટ અપાયો છે. હવે પોલીસ, કોર્ટ અને અદાલતે દોષિત ઠેરવેલા આ આરોપીઓને છોડી મૂકવાની હિલચાલ શરૂ થઈ છે. આ લશ્કરી અધિકારીઓ અને જવાન માટે અલગ કહેવાય રહ્યું છે: ૧) રોજ રોજ નજર સામે જવાનોને શહીદ થતાં જોઈને કર્નલ દીપક પઠાણિયા ખૂબ વ્યથિત થઈ ગયા હતા. ર) દિલ્હી સ્થિત સરકાર જવાબી કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી બતાવતી નહોતી. ૩) ભારતમાતાનો આ બેચેન પુત્ર રોજ શહીદોના અંતિમ સંસ્કાર કરતો હતો, ત્યારે દિલ્હી સરકાર 'જૈસે થે' ઈચ્છતી હતી. ૪) ... અને ૩૦મી એપ્રિલ, ર૦૧૦ના રોજ કર્નલ પઠાણિયાએ ખુદને પોતમેળે દિલ્હી સરકારના દરેક આદેશ, દરેક બંધન અને દરેક નિયમોથી મુક્ત કરી નાખ્યા. પ) કર્નલ પઠાણીયા અને મેજર ઉપેન્દ્રસિંહનો ખૌફ હિમાલયમાં બંદૂક અને તોપથી વધુ ગૂંજવા માંડ્યો. ૬) હવે પોતાને આતંકવાદી ગણાવનારાઓ એકદમ ફફડીને બુરખામાં બહાર નીકળવા માંડ્યા. ૭) આ બધા શાંતિદૂતોની બહાદુરી અને ખૌફ દિલ્હી સરકાર અને આતંકવાદી સંગઠનોને પસંદ ન પડ્યા અને એમના પર અત્યાચાર વરસાવવાની શરૂઆત થઈ. 

એ સમયે થયેલી બધી કાનૂની કાર્યવાહીને અન્યાય, અત્યાચાર અને ખુન્નસ ગણાવવાનારી ચેષ્ટા થઈ રહી છે એ સમયે ખ્રિસ્તી કૉંગ્રેસી પ્રમુખ સોનિયા ગાંધી અને ખ્રિસ્તી સરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની હતા, એ વાત પર ખાસ બાર મુકાય છે. આ તદ્દન અયોગ્ય જ ગણાય. હાલ જન્મટીપ ભોગવતા અધિકારીઓ-જવાનોના દેશપ્રેમ પર આપણે શંકા ન કરીએ, એમને ખલનાયક ન માનીએ પણ તેઓ શિસ્તની લક્ષ્મણ-રેખા ચૂકી ગયાનું માનવું જ રહ્યું. એમને ખલનાયક ન ગણવાનું કહેવા સાથે રાતોરાત નાયક ચિતરવાનુંય યોગ્ય નથી. એક સૈનિક કદાચ વ્યથિત હોય, પણ શિસ્ત અને સંયમ તો શૌર્ય જેટલાં જ અનિવાર્ય ન ગણાય? નાયક અને ખલનાયકની બીબાંઢાળ વ્યાખ્યા વચ્ચે આપણા આ ભારતીયો છે. 

ભારતીય લશ્કર પોતાના શૌર્ય અને દેશપ્રેમને લીધે જ અપૂર્વ નથી, શિસ્તબદ્ધતાને લીધે પણ અનન્ય છે. ભારતીય લશ્કરે ચુસ્ત શિસ્ત પાળવા અને રાજકારણથી બાર ગાંઉનું છેટું રાખવાના પુણ્ય પ્રતાપે જ હજી સુધી ભારતની પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગલાદેશ જેવી દુર્દશા થઈ નથી. આપણા દેશમાં લોકશાહી ટકવા અને ખીલવામાં લશ્કરની શૂરવીરતા, સંયમ અને શિસ્તનો ફાળો છે. રાજકીય કે અન્ય કારણોસર લશ્કરની સાથોસાથ ન્યાયતંત્ર અને પોલીસતંત્રને ખોટું ઠેરવવાનું અયોગ્ય જ નથી, ખૂબ જ નુકસાનકારક છે. ભવિષ્યમાં બહુ ભારે કિંમત ચૂકવવી ન હોય તો અત્યારે જ જાગી જવાની, થોભી જવાની તાત્કાલિક જરૂર છે. ડેન્જર અહેડ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment