Tuesday, 18 October 2016

[amdavadis4ever] બાજની તીક્ષ્ણતા કબૂતરની નરમાશ બની

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મારી મુદતની છેલ્લી મિનિટ સુધી શાંતિ સ્થાપવાના પ્રયાસો કરતો રહીશ, એમ કોલંબિયાના પ્રમુખ યુઆન મેન્યુએલ સેન્ટોઝે, મતદારોએ ડાબેરી બળવાખોર જૂથ ફાર્ક (એફએઆરસી) સાથે શાંતિ-કરાર નકારી કાઢ્યા બાદ કહ્યું હતું. આના થોડા દિવસો અગાઉ જ કોલંબિયાના કાર્ટાજેના ખાતે સેન્ટોઝે એક ઐતિહાસિક સમારંભમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી બળવાખોર નેતા અને ટિમોશેન્કોના નામે વધારે જાણીતા રોડ્રિગો લૉન્ડોનો સાથે હાથ મેળવ્યા હતા.

સેન્ટોઝનો આ કરાર અંદાજે ૨,૬૦,૦૦૦ જણનો ભોગ લેનારા અને લાખો અન્યોને વિસ્થપિત કરી દેનારા તથા પચાસ વર્ષથી વધારે સમયથી ચાલતાં લોહિયાળ સંઘર્ષનો અંત લાવવાનો હતો. ટીકાકારો માટે બળવાખોર જૂથને આપેલી સવલતો અને છૂટછાટો 'બહુ વધારે પડતી'ના લેબલ હેઠળ સખત ટીકાનો વિષય બની હતી. જોકે એમાં કોઈ જ શક નથી કે લોહિયાળ લડતનો અંત લાવી શાંતિની સ્થાપના કરવાના સેન્ટોઝના પ્રયાસોએ તેમને ૨૦૧૬નું નોબેલ પ્રાઈઝ અપાવ્યું છે. જોકે, જે વાત માટે સેન્ટોઝની આજે જેટલી સ્તુતિ કરવામાં કે ગુણગાન ગાવામાં આવે છે એટલા આશાવાદી કે શાંતિ સ્થાપવાની વાતો કરનારા નેતા તેઓ ક્યારેય નહોતા. દસ વર્ષ કરતાંય ઓછો સમય થયો છે એ વાતને, જ્યારે તેમણે પડોશનાં રાજ્યોને જાણ કર્યા વિના ઈક્વાડૉરમાં ફાર્કના અડ્ડાઓ પર વિવાદાસ્પદ બૉમ્બમારો કરવાની બાબતને લીલીઝંડી આપી હતી, ત્યારે સેન્ટોઝ સંરક્ષણ પ્રધાન હતા. તેઓ ત્યારે સમાધાન ન કરનારા અને પ્રામાણિક પ્રધાન કહેવાતા હતા. પ્રમુખકીય મહેલમાં પોતાના પુરોગામી આલબારો ઉરિબી બેલેસ સાથેના ઘનિષ્ઠ સંબંધનો સેન્ટોઝની સત્તામાં ચડતી થવામાં નાનોસૂનો ફાળો નથી. ફાર્કના બળવાખોરો સામે નિષ્ઠુરપણે લડતા રહેવાના વચનને પગલે ઉરિબી ફરી ચાર વર્ષ માટે પ્રમુખ પદ પર ચૂંટાઈ આવ્યા હતા. પ્રધાનમંડળની ફેરરચનાની કવાયતમાં ઉરિબીએ સેન્ટોઝને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા. આ ભૂમિકા દેશમાં ચાવી રૂપ ભૂમિકા હતી, જેને દાયકાઓથી બળવાખોર પ્રવૃત્તિનો માર ખાવો પડતો હતો. સેન્ટોઝ પહેલેથી જ ઉરિબીને ટેકો આપતા રહ્યા હતા. ઉરિબીના પ્રમુખપદની ઉમેદવારી માટે ઝુંબેશ ચલાવવા એક રાજકીય પક્ષની સ્થાપના પણ કરી હતી. સંરક્ષણ પ્રધાન બન્યા બાદ સેન્ટોઝે સંખ્યાબંધ લશ્કરી કાર્યવાહીઓ કરીને ખાસ્સું મોટું નામ મેળવ્યું હતું, તેમનાં નેતૃત્વમાં લશ્કરે ફાર્ક દ્વારા અપહરણ કરાયેલા રાજકીય નેતા ઈન્ગ્રિડ બેટનકોર્ટ તથા ત્રણ અમેરિકન બાનોને મુક્ત કરાવ્યા હતા. લશ્કરે પડોશના ઈક્વાડૉરમાં બૉમ્બમારોે કર્યો હતો, તેમાં ફાર્કના નેતા રાઉલ રઈસ માર્યો ગયો હતો.

આખરે સેન્ટોઝે ભૂતકાળથી છેડો ફાડ્યો હતો. કોલંબિયા દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યાનો ઈક્વાડૉરે આક્ષેપ કરતા ૨૦૦૮માં બે પડોશી દેશ વચ્ચે રાજદ્વારી કટોકટી સર્જાઈ હતી. એ જ દરમિયાન કોલંબિયન લશ્કર તેની ફાર્ક વિરોધી 'કિલ રેટ્સ'ની-કત્લેઆમની ઝુંબેશને ગતિમાન રાખવા માટે બળવાખોર ગણાવીને સામાન્ય નાગરિકોની હત્યા કરતી હોવાના પુરાવાઓ મળી આવ્યા હતા. આ મામલાને ઉરિબી શાસનનું 'કાળું પાનું' ગણવામાં આવ્યું હતું. સેન્ટોઝની લોકપ્રિયતા ઊંચી હતી. તેથી ૨૦૧૦માં પ્રમુખ પદની ચૂંટણીમાં ઝંપલાવવાના ઈરાદે સેન્ટોઝે ૨૦૦૯માં સંરક્ષણ પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યું હતું. માર્ચ ૨૦૧૦માં પ્રમુખ પદની ચૂંટણી તેઓ કોલંબિયામાં મતના ઈતિહાસમાં સૌથી વધારે મત મેળવીને જીતી ગયા હતા. ખરેખર તો 'લોકશાહીની સલામતી'નાં નામે તેમણે પ્રમુખ ઉરિબીના વચનોનો પડઘો પાડતાં વચનો આપ્યાં હતાં, પણ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પુરોગામીની નીતિઓ સાથેનો છેડો ફાડીને તેમણે અનેકોને આંચકો આપ્યો હતો. સેન્ટોઝે હ્યુગો શાવેઝની આગેવાની હેઠળની વેનેઝુએલાની ડાબેરી સરકાર સાથે સંબંધો સામાન્ય બનાવ્યા હતા. માજી પ્રમુખ ઉરિબીને શાવેઝ સરકાર સાથે વેરવાટ હતી. ઉપરાંત અગાઉની સરકારના કેટલાક નેતાઓ પર સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપ તળે સેન્ટોઝે ખટલા ચલાવ્યા હતા.

વર્ષ ૨૦૧૨માં શાંતિની દિશામાં જતા પ્રમુખ સેન્ટેઝો તેમની સરકાર હવાનાની સામ્યવાદી સરકાર દ્વારા ક્યુબામાં આયોજિત ફાર્ક સાથેની બેઠકમાં શાંતિ માટે છાનું ચર્ચા સત્ર ચલાવી રહી હોવાની અફવાને સમર્થન આપ્યું હતું. સરકારના આવા નીતિ પરિવર્તનના પરિણામ સ્વરૂપ બે જૂના સાથી પક્ષોએ નોખા પડ્યા હતા અને માજી પ્રમુખ ઉરિબી દેશના વિરોધ પક્ષના નેતા બન્યા હતા. ઉરિબી અને સેન્ટોઝ જેવા એક સમયના નિકટના સાથી એટલા દૂર દૂર થઈ ગયા કે વર્ષ ૨૦૧૪માં પ્રમુખ સેન્ટોઝે પુન-ચૂંટણી કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે માજી પ્રમુખ ઉરિબીએ પ્રમુખ સેન્ટોઝના હરીફને ટેકો આપ્યો હતો. આખરે સેન્ટોઝ ફરી ચૂંટાઈ આવ્યા પણ એમણે વચન તો ફાર્ક સાથે શાંતિ કરાર કરવાના લક્ષ્યને સાધ્ય કરવાનું આપ્યું હતું.

ચાર વર્ષના વિધિસરની અને બે વર્ષ છાની ચર્ચાઓ બાદ વર્ષ ૨૦૧૬માં પ્રમુખ સેન્ટોઝે જાહેરાત કરી હતી કે તેમની સરકારે ફાર્ક સાથે શાંતિ કરાર કરવામાં સફળતા મેળવી છે આ કરારને પગલે દેશમાં લાંબો સમય ટકે એવી શાંતિ સ્થપાશે. ૨૬ સપ્ટેમ્બરે કોલંબિયાના બંદરના શહેર કાર્ટાજેના ખાતે આ કરાર પર હસ્તાક્ષરો કરવામાં આવ્યા હતા, પણ સેન્ટોઝે વચન આપ્યું હતું કે કોઈ પણ કરાર જનતાના મત વડે જ મંજૂરી આપવામાં આવશે, પણ બીજી ઑક્ટોબરના દિવસે કોલંબિયનોએ ૫૦.૨ ટકા નકારના મત વડે આ કરાર નકારી કાઢ્યા હતા. આટલા લોકોએ ફક્ત 'ના' કહીને મત આપ્યો હતો. અનેકોએ કહ્યું હતું કે બળવાખોરો માટે કરારમાં ખાસ્સું નરમાશભર્યું વલણ લેવામાં આવ્યું છે. આમ સખત વિરોધ હોવા છતાં પ્રમુખ સેન્ટોઝે ફાઈનલ કરાર માટે ચર્ચાઓ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી હતી. શાંતિ સ્થપાય એમાં જગતના લગભગ રાષ્ટ્રોને રસ છે એટલે એમને અનેક દેશોમાંથી ટેકો મળ્યો છે અને એનું પ્રતિબિમ્બ પ્રમુખ સેન્ટોઝને નોબેલ મળ્યામાંથી જોઈ શકાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment