Wednesday, 19 October 2016

[amdavadis4ever] ડિવાઇડ એન્ડ રૂલ બાબતે અમેરિકાએ અંગ્રેજોને હંફાવ્યા!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'ડિવાઇડ એન્ડ રૂલ' બાબતે અમેરિકાએ અંગ્રેજોને હંફાવ્યા!

બસ, ત્યારથી મોટા ભાગના રાજકારણીઓએ પોતાના હિસ્સામાં આવેલો રાષ્ટ્રપ્રેમ પ્રજાને ખાતર જતો કરી દીધો. ભારતીય પ્રજા ખુશ થઈ ગઈ. મોટા ભાગની પ્રજાને લાગ્યું કે વાહ, નેતાઓએ આપણા માટે કશુંક તો રાખ્યું! આપણને કશુંક આપ્યું તો ખરું! હરખાવું અને હરખઘેલા થવું એમાં ફરક છે સાહેબ! આવો ફરક હમણાં જ કેટલાક ર્જી So Called રાષ્ટ્રવાદી નેતાઓએ સર્જિકલ સ્ટ્રાઇક બાબતે બતાવી દીધો! આપણે ભલે નાનાં મોટાં ગૃહઉદ્યોગ કરવામાં નિષ્ફળતા મેળવીએ, પણ નાનાં મોટાં ગૃહયુદ્ધો કરવામાં તો ૧૯૪૭ થી આજ સુધી કોઈ જ રોકી શક્યું નથી અને રોકી શકશે પણ નહીં. ઘરનાં છોકરાં ઘરનાં આંગણામાં પોતાનું જોર ના બતાવે તો બીજે ક્યાં બતાવે? ક્યારેક એકાદ બે દસકાના અંતરે કોઈ નેતા બહાર જઈને પોતાનું જોર બતાવે, તો ઘરના જ કેટલાક નેતાઓ એને પાછો પાડવા 'કબડ્ડી, કબડ્ડી, કબડ્ડી'નો મંત્ર શરૂ કરી દેતા હોય છે! રાષ્ટ્રપ્રેમ બતાવવાની કંઈ એક જ રીત નથી હોતી ભ'ઈ!
હમણાં હમણાં અમેરિકાને ભારત પર એટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો છે કે એ વરસતા પ્રેમમાં આપણા કેટલાક હરખપદૂડા નેતાઓ ફોગાઈ ન જાય એની બીક લાગે છે! દુનિયાના મોટાભાગના દેશનેતાઓને પોતાના દેશ માટે પ્રેમ હોય છે, પણ આ બાબતે અમેરિકાની એક ખાસિયત છે કે એનો 'દેશપ્રેમ' સાચા અર્થમાં 'વિદેશપ્રેમ' હોય છે! નરેન્દ્ર મોદીને વિઝા આપવામાં જે દેશ 'એં…ઊં…, એં…ઊં…' કરતો' તો એ જ દેશનો પ્રમુખ, મોદીનો મિત્ર બની જાય અને અત્યાર સુધી મિત્ર માનેલા પાકિસ્તાનને એવું કહી દે કે 'હાંઈ, જાઓ પહલે ઉસકી સાઇન લે કે આઓ, જિસને તુમ્હારે હાથ પે લિખ દિયા હૈ કિ મેરા દેશ આતંકી નહીં હૈ ! તબ મેરે ભાઈ, કાશ્મીર કી બાત લે કે મેરે પાસ આના!' આને કહેવાય અમેરિકાની વિદેશનીતિ, જે આપણા કાચિંડાના રંગ જેવી છે!
જેમ કેટલાક પ્રેમીઓનો પ્રેમ મોસમ બદલાય એમ બદલાઈ જાય છે એમ અમેરિકાનો 'વિદેશપ્રેમ' પણ જરૂરિયાત મુજબ બદલાતો રહે છે. એકબાજુ પાકિસ્તાનને એવું કહે કે આતંક બંધ કરો પછી કાશ્મીર બાબતે ફરિયાદ કરવા આવો. અને બીજી બાજુ એજ અમેરિકા એમ કહે કે ગભરાશો નહીં, અમે તમને લોકોને જોઈએ એટલાં શસ્ત્રો અને યુદ્ધજહાજો પૂરાં પાડીશું! આ સંદર્ભે એક અમેરિકન પત્રકારે ઓબામાને પૂછેલું, કે સર, પાકિસ્તાની સૈન્ય જ ખુદ આતંક ફેલાવે છે તો પછી આપણે એને શસ્ત્રો અને યુદ્ધ જહાજો કેવી રીતે આપી શકીએ? ત્યારે ઓબામાએ પોતાની બત્રીસી બતાવતાં કહ્યું, 'આઇ નો, આઇ નો વેરી વેલ, પણ શું તું એવું ઇચ્છે છે કે આપણી યુદ્ધ સામગ્રીનું માર્કેટ તૂટી જાય? આપણો વિદેશપ્રેમ 'માર્કેટ બેઇઝ' છે. જે દેશનું બજાર આપણી જે પ્રોડક્ટને અનુકૂળ આવે એ દેશ માટેનો આપણો પ્રેમ એ રીતે અકબંધ રહેવો જોઈએ! 'ડિવાઇડ એન્ડ રૂલ' એવું ગવર્નન્સ સ્લોગન ભલેને અંગ્રેજોએ આપ્યું, પણ એનું પાલન કરવામાં આપણે નંબર વન છીએ! ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અવર ફોરેનહૂડ એન્ડ ફોરેનલવ!' અને તરત જ પેલા પત્રકારે હરખપદૂડા થઈને કહી દીધું : 'ઓહ યેસ્સ સર ! રિયલી, યોર ફોરેનહૂડ ઇઝ જસ્ટ લાઇક રોબિનહૂડ એન્ડ ફોરેનલવ ઇઝ જસ્ટ લાઇક ફેર ઇન લવ! યુ આર ગ્રેટ સર!' ચોક્કસ એ પત્રકાર ઇન્ડિયામાં એકાદ આંટો મારી ગયો હોવો જોઈએ.

એ પછી ઓબામાના તમામ સેક્રેટરીઓ અંગ્રેજીની બધી ડિક્ષનરીઓમાં ચબરાક શબ્દનો અર્થ શોધવા બેસી ગયા છે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment