Wednesday, 19 October 2016

[amdavadis4ever] મોદીના સાહસિક નિર્ણયનો શ્ર ેય ભાજપ શા મા ટે ન લે, ભાઈ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોદીના સાહસિક નિર્ણયનો શ્રેય ભાજપ શા માટે ન લે, ભાઈ?

હવે રહીરહીને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સર્જિકલ સ્ટ્રાઇકના વિવાદમાં ઝંપલાવ્યું છે. બસપાના સ્થાપક કાંશીરામની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી રેલીમાં મેડમ માયાવતીએ કહ્યું કે રાજકીય લાભ ખાતર યુપીની ચૂંટણી પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક કરાવી હતી. આ પહેલાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જવાનોના લોહીની દલાલી કરવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના પિતા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ દ્વારા વિધાનસભાની આગામી ચૂંટણી સંબંધમાં કોરાણે મૂકી દેવાયેલા યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ રાહુલના આક્ષેપમાં સૂર પુરાવ્યો છે. અખિલેશના મતે રાહુલ ગાંધી આવું બહુ વિચાર કરીને બોલ્યા હશે. ટૂંકમાં, સર્જિકલ સ્ટ્રાઇક એક લશ્કરી કાર્યવાહીમાંથી રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં આર્મીના કમાન્ડોએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકઓની છાવણીઓનો ખાતમો બોલાવ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિત તમામ પક્ષોએ સૈન્ય અને મોદી સરકારની કામગીરીને બિરદાવી હતી. ખુદ રાહુલ પણ પોતાને એવું બોલતાં રોકી નહોતા શક્યા કે પહેલી વાર નરેન્દ્ર મોદીએ એક વડાપ્રધાનને છાજે એવું કામ કર્યું છે. એ તો પછીથી બત્તી થઈ કે વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે આ રીતે આપણે મોદીને બિરદાવીશું તો એમના પક્ષ ભાજપને લાભ થશે અને આપણો એકડો નીકળી જશે. એટલે રાહુલ સહિત મોટાભાગના વિપક્ષી નેતાઓનો સૂર બદલાઈ ગયો.
વિધાનસભાઓની ચૂંટણી ઢુકડી છે ત્યારે ભાજપને આટલો મોટો શ્રેય (ક્રેડિટ) મળે તો બીજા તમામ પક્ષોને ફટકો પડે એવું વિચારીને વિપક્ષી નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. ભારતીય સૈન્યના કમાન્ડોએ તો જીવના જોખમે પીઓકેમાં બઘડાટી બોલાવી આતંકીઓ અને એમની છાવણીનો સફાયો બોલાવ્યો. એટલે એમની બહાદુરીના વખાણ કરીએ એટલા ઓછા છે. પરંતુ સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય સરકારમાં સર્વોચ્ચ સ્તરે લેવાયો હતો. એટલે એની સફળતાનો રાજકીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રના શાસક પક્ષ (ભાજપ)ને જાય એ સ્વાભાવિક છે. મીડિયા અને આમઆદમી તો એની ક્રેડિટ વડાપ્રધાન મોદી અને એમની પાર્ટીને જ આપે અને એમાં ખોટું પણ શું છે? સરકારના પક્ષે લેવાયેલા નિર્ણયની સફળતાની ક્રેડિટ શાસક પક્ષને જાય એ લોકશાહી શાસનની એક લાક્ષણિકતા છે. સામા પક્ષે સરકારનો કોઈ નિર્ણય બૂમરેંગ થાય તો જશ ને બદલે જૂતિયા પણ શાસક પક્ષને જ મળે. જરા વિચારી જુઓ કે સર્જિકલ સ્ટ્રાઇકમાં જો પાસાં અવળાં પડયા હોત તો વિપક્ષ મોદી પર માછલાં ધોવામાં કાંઈ બાકી રાખત ખરો? જો સરકારની નાનીઅમથી ભૂલ માટે પણ વિરોધ પક્ષો એની પર પસ્તાળ પાડતા હોય તો સર્જિકલ સ્ટ્રાઇક જેવા આરપારની લડાઈ જેવા મહત્ત્વના નિર્ણયનો શ્રેય સરકારને શા માટે ઔન મળે?
ભાજપની જગ્યાએ આજે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હોત અને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હોત તો શું સોનિયા અને રાહુલ ગાંધી એની સફળતાનો શ્રેય લેવાનો હાથ જોડીને નમ્રતાપૂર્વક ઇનકાર કરી દેત? રાજકારણમાં આવી ભલમનસાઈ દાખવવા જેટલું કોઈ ભલું ભોળું હોતું નથી અને હોય તો એ બેવકૂફમાં ખપી જાય એ પણ ચોક્કસ છે. એક તરફ કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇકનો શ્રેય લેવા બદલ મોદીને ખરી-ખોટી સંભળાવે છે અને બીજી બાજુ એવો દાવો કરે છે કે ૨૦૧૧માં અમારી સરકારે પણ પીઓકેમાં આવી સર્જિકલ સ્ટ્રાઇક કરાવી હતી. એનો અર્થ એવો થયો કે પીઓકેમાં આ રીતનો હલ્લો કોંગ્રેસને પણ સાહસ અને પરાક્રમનો વિષય લાગે જ છે. તમે જો પાંચ વર્ષ પહેલાના પરાક્રમ માટે હવે શ્રેય લેવા જાગ્યા હો તો આજના પરાક્રમ માટે હાલની સરકારને ક્રેડિટ આપવામાં શા માટે પાછીપાની કરો છો? અહીં બીજી પણ એક વાત નોંધવા જેવી છે કે ઉરીના આતંકી હુમલા બાદ બધાએ મોદી સરકારને મહેણાં-ટોણાં કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. વિરોધ પક્ષોએ જ સરકારને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા આહ્વાન કર્યું હતું. મોદી સરકારે નિર્ણય લઈને પાકિસ્તાનને કાયમ યાદ રહે એવો પાઠ ભણાવ્યો. એટલે હાકલા-પડકારા કરનારાઓનો સૂર એકાએક બદલાઈ ગયો. આને જ કદાચ તળિયાનું રાજકારણ ઔકહેવાતું હશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment