Monday, 17 October 2016

[amdavadis4ever] બહામાઝ પેપ ર્સ : આતંકવ ાદને પોષતી પાક. કંપનીઓ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહામાઝ પેપર્સ : આતંકવાદને પોષતી પાક. કંપનીઓ

પનામા પેપર્સના વિવાદાસ્પદ તથ્યો પછી સપ્ટેમ્બર, ૨૦૧૬માં બહામા પેપર્સ લીક થયા. વિશ્વની ૧,૭૫,૦૦૦ કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓએ પોતાના દેશમાં કરવેરાથી બચવા અથવા તો કહો કે કાળું નાણું છુપાવવા બહામાઝમાં કંપની, ટ્રસ્ટ કે ફઉન્ડેશનની નોંધણી કરાવી હોવાનો ઘટસ્ફેટ થયો હોવાના સમાચારો ચમક્યા. લીક થયેલી ૧૩ લાખ ફઈલ્સમાં ચોંકાવે તેવી વિગતો એ છે કે એમાંથી બે કેસ આતંકવાદને નાણાં પૂરા પાડતા હોવાના છે. આ બે કંપનીઓ છે – અકિડા ઈસ્લામિક બેન્ક અને અલ્તાફ્ ખાનાનીના પુત્ર ઓબૈદની કંપની બ્લેકડેલ હોલ્ડિંગ્સ લિમિટેડ. નાઈન ઈલેવન પછી અકિડા ઈસ્લામિક બેન્ક પર અમેરિકા અને યુનાઈટેડ નેશન્સે પ્રતિબંધ લાદ્યો હતો, જેને યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૦૭માં ઉઠાવી લેવાયો હતો. બીજી કંપની ઓબૈદ અલ્તાફ્ ખાનાનીની માલિકીની બ્લેકડેલ હોલ્ડિંગ્સ લિમિટેડ છે, જેના પિતા અલ્તાફ્ ખાનાની અમેરિકામાં મની લોન્ડરિંગ – નાણાંની અવૈધ હેરાફેરીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. અલ્તાફ્ ખાનાનીની ધરપકડ ૨૦૦૯માં પાકિસ્તાનમાં કરાઈ હતી, પરંતુ તેને અદાલતે છોડી મૂક્યો હતો. તેનું નામ એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં હતું, છતાં એ દુબઈ ઊડી ગયો હતો. તે પછી અમેરિકા અને યુએઈ વચ્ચેની સમજૂતીને પગલે અમેરિકામાં પકડાયો હતો.
પરંતુ બહામાઝ લીકની વિગતો આટલેથી અટકતી નથી. મની ચેન્જર ઓબૈદ ખાનાની અને પ્રોફેસર એહમદના નામની સંડોવણી દર્શાવે છે કે ઓફ્શોર કંપનીઓની સમસ્યામાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના ચોક્કસ રાજકીય પક્ષો અને આતંકવાદી જૂથો સામેલ છે. ઓબૈદના પિતા અલ્તાફ્ ખાનાનીની અમેરિકાએ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન્સ માટે ધરપકડ કરાયા બાદ જે હકીકતો જાણવા મળી તે દુનિયાને ચોંકાવનારી હતી. અલ્તાફ્નું નામ તાલીબાન, અલ-કાયદા, જૈશ-એ મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને દાઉદ ઈબ્રાહીમ સાથે સ્પષ્ટ અને સીધી રીતે જોડાયેલું મળી આવ્યું હતું અને આતંકવાદી જૂથો અને ડ્રગ ટ્રાફ્કિર્સને ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરીમાં એને કારાવાસ થયો. અલ્તાફ્ ખાનાનીની ધરપકડ બાદ તેના પુત્ર ઓબૈદે કંપનીના કામકાજ યુએઈમાંથી બહામાઝ શિફ્ટ કરી દીધા હતા. અફ્ઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ હામીદ કરઝાઈના કઝિન એહમદ રબાબ પોટલનું નામ પણ બહામાઝ પેપર્સમાં ચમક્યું છે. આ મહાશય તાલીબાન સાથે તેમજ સ્થાનિક ડ્રગ માંધાતાઓ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે અને એમની પર એક જમાનામાં હેરોઈનની દાણચોરીના આરોપો પણ મૂકાયેલા હતા. પોટલની ઓફ્શોર કંપનીનું સરનામું ઈસ્લામાબાદ દર્શાવાયું છે, જેની સામે પણ અનેક સવાલો ઊભા થાય એમ છે. નાણાકીય ક્ષેત્ર અને ગુનાખોરીની દુનિયા વચ્ચેની સાંઠગાંઠ પર આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની જરૂર છે. પનામા પેપર્સને પગલે સર્જાયેલા રાજકીય બખેડામાં આતંકવાદી જૂથોને કેવી રીતે નાણાં પહોંચાડાય છે તે હજુ સુધી સવાલ જ રહ્યો છે. એચએસબીસી જેવી બેક્ગિં ક્ષેત્રની અગ્રણી બેન્ક પણ ડ્રગ કાર્ટેલને નાણાંની હેરાફેરીમાં મદદ કરવા વિક્રમજનક દંડ ચૂકવવો પડયો હતો. પાકિસ્તાનમાં ખાનાની જેવા બીજા કેસીઝ પણ હશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંની હેરાફેરીના રેકેટ્સ ચલાવતા હશે.

જુલાઈ, ૨૦૧૬માં ભારતના ઈન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ મુજબ દર વર્ષે રૂ. ૧૦૦ કરોડ પાકિસ્તાનમાંથી હવાલા મારફ્તે કાશ્મીર પહોંચે છે. આ નાણાં સીધા અલગાવવાદી તત્ત્વોને મળે છે, જે કાશ્મીરી યુવાનોને સુરક્ષા દળો સામેની રેલીઓમાં વિરોધ પ્રદર્શન કરવા, પથ્થરમારો કરવા વગેરે માટે વહેંચે છે. અહેવાલ મુજબ તાલીમ પામેલા આતંકવાદીઓ પણ વિરોધ પ્રદર્શન કરતી રેલીઓમાં ભાગ લે છે અને પોલીસ તેમજ પેરામિલિટરીના જવાનોને મોતને ઘાટ ઉતારવા ટાર્ગેટ કરે છે.

 

૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ સિંગાપોરથી એક ન્યૂઝ વેબસાઈટે કોર્મિશયલ અફેર્સ ડિપાર્ટમેન્ટના ર્વાિષક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન શંકાસ્પદ નાણાકીય લેવડ-દેવડની સંખ્યા બમણી થઈ છે. વર્ષ ૨૦૧૨માં સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિર્પોિટગ ઓફ્સિે ૧૭,૯૭૫ રિપોર્ટસ નોંધ્યા હતા, જે સંખ્યા ૨૦૧૪માં ૨૯,૦૮૨ થઈ હતી અને ગયા વર્ષે ૨૦૧૫માં ૩૦,૫૧૧ નોંધાઈ હતી. ગયા વર્ષના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સમાંથી ૧૦,૦૮૦ ટ્રાન્ઝેક્શન્સ બેન્કો દ્વારા, ૬,૭૩૭ કેસિનો અને ૬,૬૪૫ મની-ચેન્જર્સ કે રેમિટન્સ એજન્ટ્સ દ્વારા નોંધાયા છે. આને પગલે મની લોન્ડરિંગ અને આતંકવાદને પોષવા નાણાકીય લેવડ-દેવડનું પ્રમાણ વધ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment