Monday, 17 October 2016

[amdavadis4ever] તેઓ માત્ર આપવ ાનું જ જાણે છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બત્રીસ વર્ષની ઉંમરે કિસાનાં લગ્ન ચાળીસ વર્ષના પ્રોફેસર હરિત સાથે થયાં. આજથી વીસ વર્ષ પહેલાં હરિતનાં માબાપ એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં, ત્યારથી હરિતની મોટીબેને ઘરની જવાબદારી માથે લીધી હતી. એ અપરિણીત હતી.

કિસા પરણીને આવી ત્યારે એને પૂરો ખ્યાલ હતો કે આજ સુધી મોટીબેને ઘરને સાચવ્યું છે. કિસાને હરિતે કોઈ સલાહ-સૂચન નહોતાં આપ્યાં કે ખાતરી નહોતી માગી છતાં એ જાણતી હતી કે મોટા નણંદનાં મન અને માન સાચવવાની જવાબદારી હવે એની છે.

મોટીબેન સુજ્ઞાના દિલને જરાય આંચકો ન લાગે એમ કિસાએ એક પછી એક ઘરનાં કામ પોતાના હાથમાં લઈ લીધાં, દરેક કામ એ પોતે કરતી પણ સુજ્ઞાને પૂછીને જ કરતી. સુજ્ઞાની જરાય અવગણના ન કરતી.

એ મહિને મળેલો પગાર હરિતે કિસાના હાથમાં મૂક્યો તો કિસા બોલી, 'આજ સુધી મોટીબેને પૈસાનો કારભાર સંભાળ્યો છે તો આજે પગાર એમના હાથમાં જ આપો. નાણાંનો વ્યવહાર એ જ સંભાળશે.'

'આ પૈસા એમને તું આપી દેજેને.' હરિતે કહ્યું.

'ના. તમે તમારા હાથે જ એમને આપો' કિસાએ વિનયથી કહ્યું.

હરિત બોલ્યો, 'હું શું ને તું શું?' નાની વાતમાં તું આટલી ચીકાશ કેમ કરે છે? લે આપી દેજે બહેનને.'

'એ તમે ન સમજો, હું નાની. એમને આપું એ એમને અપમાન લાગે. આજ સુધી તમે જે રીતે વિવેકપૂર્વક કરતા આવ્યા છો એમ જ કરો, એમને જરાય ઓછું ન આવવું જોઈએ.'

'તુંય ગજબની છે, મારી બેન સમજુ છે, નાની નાની વાત લક્ષમાં લે એવી નથી.' હરિત બોલ્યો, પરંતુ કિસાના આગ્રહથી એ સુજ્ઞાને પૈસા આપવા ગયો. હરિત જે ના સમજે એ કિસા સમજે છે, કારણ કે કિસા એક સ્ત્રી છે, એ જાણે છે કે સ્ત્રીનું મન કેટલું આળું હોય છે. નાની બાબતે એના મન પર કેવી અસર કરે છે ને એ દુ:ખી દુ:ખી થઈ જાય છે. આજ સુધી આ ઘરમાં બહેન કર્તાહર્તા હતી, એમનું એ આસન જરાય ડગમગવું ના જોઈએ.

કિસા સુજ્ઞાનો પળેપળ આદરમાનથી ખ્યાલ રાખે છે, છતાં પોતે નણંદ માટે વધારે પડતું કરે છે કે, એના માટે ખાસ ભોગ આપે છે એવો કોઈ ભાર બોજ એનાં વાણી કે વર્તનમાં દેખાતો નહીં, બધું ખૂબ સ્વાભાવિકતાથી એ કરે છે, એ આ ઘરમાં આવી ત્યારથી માત્ર પતિને જ નહિ નણંદને પણ એણે સંપૂર્ણપણે પોતાના માની લીધાં હતાં. આ ઘરમાં એણે પગ મૂક્યો ત્યારથી એને એની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો કે આ ઘરનો ખૂણેખૂણો હેતપ્રેમ અને કાળજીથી એણે ભરી દેવાનો છે, ઘરની વહુ તરીકે એ એનું કર્તવ્ય છે.

વળી હરિત અને સુજ્ઞા સ્વમાની અને શિક્ષિત હતા એટલે એક મનોચિકિત્સકની જેમ એમના મૂડ પારખીને એમની લાગણીઓની માવજત કરવાની હતી, ક્યાંય દયા બતાવે છે એવું ના દેખાવું જોઈએ, ક્યાંક બહાર જવાનું હોય ત્યારે કિસા કાયમ સુજ્ઞાને આમંત્રણ આપતી. સુજ્ઞા વિચારતી ભાભી સારી છે તો મને સાથે જવાનું કહે છે પણ એમ કંઈ જવાય નહિ. નવા પરણેલાં ભાઈ-ભાભી સાથે જવાનો મને હક નથી પહોંચતો. ભાઈ પરણેલો છે હવે હું એક બાજુ ખસી જાઉં એમાં જ મારું શાણપણ છે, શોભા છે, તેથી સુજ્ઞા ના પાડતી. હસીને સ્નેહપૂર્વક સાથે જવાનો ઈનકાર કરતી. પોતાની વહાલસોયી નણંદની ના સાંભળીને કિસા બોલી ઊઠતી, 'તમે નહિ આવો તો આપણે ત્રણે ઘેર બેસીને વાતો કરીશું.'

હવે? હવે જો સુજ્ઞા ના પાડે તો કિસાનું અપમાન છે, એની નિષ્ઠા અને એના હેતનું અપમાન છે. એને નકારવાની શક્તિ સુજ્ઞામાં નથી. સુજ્ઞાનું હૈયું હેતપ્રેમ અને આનંદ-ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું. ઘરનો ખૂણેખૂણો સુખથી ઝળહળી ઊઠ્યો. આવી સમજદાર, ઉદાર અને પ્રેમાળ જીવનસાથી માટે હરિત ઈશ્ર્વરનો આભાર માને છે. દુનિયાના દરેક દેશના શાણા માણસો પોકારી પોકારીને કહે છે કે ઘરના સુખનો આધાર બહુધા સ્ત્રી પર જ હોય છે. સ્ત્રીએ એક મનોચિકિત્સકની જેમ ઘરના દરેક સભ્યને અને એની લાગણીઓને સમજીને એ સંતોષાય એ રીતે વ્યવહાર કરવો જોઈએ.

કિસા જેવી યુવતી બીજાને સુખી કરવાનું પોતાનું પરમ કર્તવ્ય માને છે, એ સામી વ્યક્તિમાં ઓગળી જવા તત્પર હોય છે. એને અહમ્ નથી હોતો. એવું કહેવાય છે કે પ્રેમ એટલે આત્મવિલોપનની સતત પ્રક્રિયા. તમામ ઈચ્છાઓની શરણાગતિ અને નર્યું સમર્પણ. પ્રેમના કારણે જ પ્રેમના ઐશ્ર્વર્યનો અનુભવ થાય છે. પ્રેમ આપવાનું જ જાણે છે, પોતે આપે છે, એવું સામી વ્યક્તિને ભાન પણ નથી કરાવતી.

આવી યુવતીઓ કર્તવ્યપરાયણ હોય છે.

આવી જ વાત છે નૃપાની. એ પરણી ત્યારે નિશાળમાં નોકરી કરતી હતી, પણ સાસરે આવીને એણે જોયું કે સાસુની તબિયત જરાય સારી નથી, લગભગ પથારીવશ છે. નાની-મોટી ફરિયાદોથી એમનું શરીર કંતાઈ ગયેલું. નૃપાએ જોયું કે સાસુને કાળજીભરી માવજત અને આરામની જરૂર છે અને એમની ચાકરી કરવાની મારી ફરજ છે.

નૃપાએ તરત પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. એનાં સાસુસસરાએ કહ્યું કે આવી સારી નોકરી શું કામ છોડે છે? નૃપાના મમ્મીપપ્પાને પણ થયું કે દીકરી આદર્શમાં તણાઈને કેરિયર બગાડે છે અરે નૃપાના વર સૌમિલે કહ્યું કે 'મમ્મીને સવારસાંજ મદદ કરજેને ચાલશે, તું ભાવનાના આવેશમાં નિર્ણય ના લે, પણ પછી કદાચ આવી સારી નોકરી ના મળે.'

પરંતુ નૃપાએ કોઈનું સાંભળ્યું નહિ, એણે નોકરી છોડી દીધી. એણે સાસુની આયુર્વેદિક દવા શરૂ કરી. પાચનશક્તિ નબળી પડી ગઈ હતી તો દર બે ત્રણ કલાકે કંઈ ગરમ બનાવીને આપતી. એમનું મન પ્રસન્ન રહે માટે સાહિત્યનું કંઈક કંઈક વાંચતી. યોગ્ય માવજતથી એનાં સાસુ એકાદ વરસમાં સાજા થઈ ગયાં. નૃપાની બહેનપણીઓ એને અવારનવાર કહેતી, 'તારું એક વર્ષ ફોગટ ગયું.' ત્યારે નૃપા કહેતી 'શરૂઆતમાં મેં ફરજ સમજીને મમ્મીની સેવા શરૂ કરી હતી પણ મને મમ્મીનાં એટલા લાડ-પ્યાર મળ્યાં કે મને થાય છે મેં કશું ગુમાવ્યું નથી, મને જે મળ્યું એ અણમોલ છે, નોકરી કરતાં ક્યાંય વધારે.'

મને જીવનનું એક પાસું જોવા ને અનુભવવા મળ્યું, કે પ્રેમ આપો તો પ્રેમ મળે જ. સમાજમાં બહુ વગોવાઈ ગયેલા સાસુવહુના સંબંધમાંથી મને તો ફાયદો જ થયો છે, મેં આપ્યું એનાથી અનેકગણું હું પામી છું અને હું તો માનું છું કે મારી ટીચર તરીકેની કેરિયર મારા જીવનનો એક ભાગ હતી, સમગ્ર જીવન નહિ. જીવન તો બહુ મોટું છે, એમાં પ્રેમ જીવનનું મુખ્ય કેન્દ્રબિંદુ છે, સુખનું ઉદ્ભવ સ્થાન છે. પોતાની જાતને અર્પી દેવામાં ગૌરવ હોય છે એના કરતાંય વધારે તૃપ્તિનો આનંદ હોય છે, એ નૃપા નાની ઉંમરમાં સમજી છે. આધુનિક વિચારસરણીવાળી નોકરી કરતી યુવતી સ્વને ભૂલીને પતિ કે કુટુંબ માટે ઘસાવાનું બિનજરૂરી માને છે, પરંતુ પોતાની જાતને ઘરના હિત ખાતર અને કુટુંબીજનોનાં સુખ ખાતર ઓગાળી નાખવામાં કર્તવ્ય સમજનાર ગુણિયલ ગૃહલક્ષ્મી કુટુંબના શ્રેષ્ઠ સત્ત્વનું પ્રતીક છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આ આદર્શ છે, ઘરમાં આવી સ્ત્રી હોય તો કોઈ સમસ્યા સર્જાય નહિ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment