Monday, 17 October 2016

[amdavadis4ever] પ્રતિભાપારખ ું સફળ વ્યક્ તિ કોઈનું જ ીવન બદલી શકે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સફળ થનારી વ્યક્તિઓએ મોટે ભાગે સફળતા મળતા અગાઉ ઘણાં સપનાં જોયાં હોય છે. કોઈ ને કોઈ ક્ષેત્રમાં સફળ થવાના સપના જોનારી ઘણી વ્યક્તિઓ તેમની ધારણાંથી પણ વધુ સફળતા મેળવતી હોય છે. પણ કોઈ વ્યક્તિએ ક્યારેય સફળ થવાનું સપનું ન જોયું હોય અને કોઈ સફળ પ્રતિભાપારખું વ્યક્તિની એવી વ્યક્તિ પર નજર પડે અને તેઓ એવી વ્યક્તિનું જીવન બદલી નાખે એવાય ઘણાં કિસ્સાઓ દુનિયામાં બનતા હોય છે. આવી જ એક વ્યક્તિના રોમાંચક જીવનની વાત વાચકો સામે મૂકવી છે. 

નાઈજીરિયાના લાગોસ શહેરમાં બ્રેડ વેચીને પૈસા રળતી એક યુવતી ઓલાજુમોક ઓરિસાગનાના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. અને બે બાળકોની માતા પણ બની ગઈ હતી. ૨૭ વર્ષની ઓલાજુમોક ઓરિસાગના તેના પતિ સન્દે ઓરિસાગના અને બે બાળકો સાથે, સંખ્યાબંધ નાઈજીરિયન મહિલાઓની જેમ જ, બીબાઢાળ જિંદગી જીવી રહી હતી. તેના કોઈ સપનાં નહોતાં. દરરોજ બ્રેડ વેચીને થોડા પૈસા કમાવા અને રસોઈ કરીને પતિ તથા બાળકોને જમાડવા એ તેનો નિત્યક્રમ હતો. તે દરરોજ માથા પર બ્રેડ ભરેલું પ્લાસ્ટિકનું પોટલું લઈને બજારમાં નીકળી પડતી હતી. અને નિશ્ર્ચિત સમયે ઘરે પાછી પહોંચી જતી હતી. 

પરંતુ એક દિવસ તે બ્રેડનું પારદર્શક પોટલું લઈને બજારમાં ફરી રહી હતી ત્યારે અજાણતા એક તસવીરમાં કંડારાઈ ગઈ. અને એ એક તસવીરને કારણે તેની જિંદગી એકસો એંસી ડિગ્રી પર બદલાઈ ગઈ. એ તસવીર અને એ તસવીર ખેંચનારી સફળ વ્યક્તિને કારણે, ઓલાજુમોકે ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવો વળાંક તેની જિંદગીમાં આવી ગયો.

બન્યું હતું એવું કે નાઈજીરિયાના વિખ્યાત ગાયક ટી બેલો અને નામાંકિત સંગીતકાર ટિની ટેમ્પાએ વિચાર્યું કે આપણે શહેરી જીવનને તસવીરોમાં કંડારવા જઈએ. તે બન્ને નાઈજીરિયાના લાગોસ શહેરના એક વિસ્તારમાં ઉપડ્યા. તેમણે ઢગલાબંધ તસવીરો ખેંચી. તે બન્ને ફોટો શૂટ માટે જે વિસ્તારમાં ગયા હતા ત્યા ઓલાજુમક બ્રેડ વેચવા માટે માથે પોટલું લઈને જઈ રહી હતી. તસવીરો ખેંચતી વખતે ગાયક ટી બેલોએ ભૂલથી ઓલાજુમોકનો ફોટો ખેંચી લીધો. 

એ પછી ગાયક ટી બેલો અને સંગીતકાર ટિની ટેમ્પા બધી તસવીરો જોવા બેઠા હતા એ વખતે તેમની નજર ઓલાજુમોકના ફોટો પર ગઈ. તેમને થયું કે આ યુવતીનો ચહેરો તો મોડેલ બનવાને લાયક છે. તે જો અનાયાસે ખેંચાયેલા ફોટોમાં આવી આકર્ષક લાગતી હોય તો તેનો ચહેરો કેટલો ફોટોજેનિક હશે.

વળી એ ફોટોમાં ઓલાજુમોકનો જે પોઝ હતો એના પરથી તો તે બન્નેને વધુ ખાતરી થઈ ગઈ કે આ યુવતી અદ્ભુત મોડેલ બની શકશે. 

સંગીતકાર ટિની ટેમ્પા અને ગાયક ટી બેલો ફરી એ વિસ્તારમાં ગયા જ્યાં ટી બેલોએ ઓલાજુમોકની તસવીર અનાયાસે ખેંચી લીધી હતી. તેમણે ઓલાજુમકની શોધ આદરી. ઓલાજુમોક તરત તો ન મળી, પણ ટિની ટેમ્પા અને ટી બેલોએ તેની શોધ જારી રાખી. અંતે ઓલાજુમક તેમને મળી ગઈ. 

સંગીતકાર ટિની ટેમ્પા અને ગાયક ટી બેલોએ ઓલજુમોકને કહ્યું કે તું બ્રેડ વેચવા માટે નથી જન્મી. તું તો મોડેલ બનવા સર્જાઈ છે. તારો ફોટો અત્યંત ફોટોજેનિક છે. તને આજ સુધી કોઈએ ન કહ્યું કે તારે મોડેલિંગ કરવું જોઈએ? 

ઓલાજુમોક તો તે બન્ને ખ્યાતનામ ગાયક-સંગીતકારની વાત સાંભળીને દિગ્મૂઢ બની ગઈ. 

ટિની ટેમ્પા અને ટી બેલોએ કહ્યું કે અમે તને મોડેલ બનાવવા માગીએ છીએ. 

એ દિવસથી ઓલાજુમોકની દુનિયા બદલાઈ ગઈ. ટિની ટેમ્પા અને ટી બેલોએ ઓલાજુમોકનો પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો. તેમણે તેને મોડેલ બનવા માટે તાલીમ અપાવી. થોડા સમયમાં તો તેનામાં અદ્ભુત આત્મવિશ્ર્વાસનો સંચાર થયો. 

ટિની ટેમ્પા અને ટી બેલોએ ઓલાજુમકને તાલીમ અને તક આપીને મોડેલ બનાવી દીધી. તે બન્નેની પ્રતિભાપારખું નજરને કારણે બે બાળકોની માતા પ્રખ્યાત મોડેલ બની ગઈ. રસ્તાઓ પર બ્રેડનું પોટલું લઈને ફરતી ઓલાજુમોક મોડેલ બનીને આત્મવિશ્ર્વાસ સાથે રેમ્પ વોક કરતી થઈ ગઈ. તેના વિશે અખબારોમાં સમાચાર અને ફીચર છપાવા લાગ્યા અને પ્રખ્યાત ફેશન મૅગેઝિન 'ધિસ ડે સ્ટાઈલ'ના કવર પેજ પર પણ તે ચમકી ગઈ. એ મૅગેઝિનની ઓલાજુમોક પરની કવર સ્ટોરી પ્રખ્યાત ગાયક ટી બેલોએ જ લખી હતી. 

પ્રતિભાપારખું સફળ વ્યક્તિ કોઈનું જીવન બદલી શકે છે એનો પુરાવો મોડેલ ઓલાજુમોક ઓરિસાગના છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment