Tuesday, 27 September 2016

[amdavadis4ever] સફળતા સહેલાઈથી હાથ નથી આવતી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દરેક સ્વપ્ન એક પડકાર છે, એમ ડાહ્યા લોકોએ કહ્યું છે અને સફળતા સફાળી મળતી નથી, કે સહેલાઈથી મળતી નથી એવું તો દરેક જણે પોતાના ઘરના વડીલોને મોઢે સાંભળ્યું જ હશે. જગવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોએ કહ્યું છે, "બધી જ સફળતાઓ માટે સીધા કામે લાગવું એ જ પ્રાથમિક પગથિયું છે. તમારું સ્વપ્ન સહેલાઈથી સાકાર થવું કે મોજથી લક્ષ્ય પર પહોંચી જવું ભાગ્યે જ બનતું હોય છે. કોઈ પણ સફળતા મુશ્કેલી, અવરોધો, પીડાઓ, વિલંબ, માનસિક તાણ અને સમસ્યાના સામના વિના મળતી નથી, પણ આવું જ્યારે બને ત્યારે શું કરવું? અધવચ્ચે પ્રયાસ પડતો મૂકવો? મચ્યા રહેવું? સંઘર્ષ કરવો? શું કરવું? ઘણું બધું તમારા વ્યવહાર, તમારી માનસિકતા, અનુભવ, તમારા કસબ પર નભેલું છે. હા, સાથે ચપટી નસીબ પણ ખરું, પણ એ ચપટી જ... રસોઈમાં નખાતા નમક જેટલું જ! એક ઉદ્યોગપતિએ મેનેજમેન્ટ સ્કૂલની એક ટેક્સ્ટ બુકમાં કહ્યું હતું, "...ત્યારે મારી સફળતાની ચાવી, મેં જે કર્યું એને ચોંટી રહ્યો એમાં રહેલી છે. મારા પ્રયાસો લેખે લાગે ત્યાં સુધી કાર્યરત રહ્યો હતો. માની લો કે તમે લાંબી રજાઓએ માણવા પૂરી તૈયારી સાથે નીકળ્યા છો, પણ રસ્તો ખાડાટેકરાવાળો, ક્યારેક માટીયાળો કે કાદવવાળો મળે છે. કાર હંકારતા તમારા કમરના મણકા છૂટા થઈ જતા હોય છે તો તમે શું કરો છો? પ્રવાસ પડતો મૂકીને પાછા ઘરે આવો છે, ભારે મહેનતે પ્રવાસ ચાલુ રાખો છો અને નિર્ધારિત સ્થળે પહોંચીને હાશ અનુભવો છો?

તમે તમારો પ્લાન બદલી શકો છો. ચોક્કસ કરેલા સ્થળે પહોંચવાને બદલે બીજે સારે ઠેકાણે જઈને રજા માણી શકો છો. તમારો રસ્તો-રૂટ બદલીને નવા રસ્તે જઈ શકો છો, પણ તમારે માટે એ રસ્તો તમારું ભાવિ બદલી શકે એમ હોય, તમારો વ્યવસાય એના પર આધારિત હોય તો તમે તમારી વૃદ્ધિના એ રસ્તે જશો જ. અહીં પ્રવાસ તમારી જિંદગી છે. ધંધાની વૃદ્ધિ એ રસ્તો છે. તમે મહેનત કરનારું વાહન છો. તમારો અભિગમ, વલણ તમારો ડ્રાઈવર છે. લક્ષ્ય તમારી સિદ્ધિ છે... 'ડ્રાઈવર' નિર્ણાયક અને મક્કમ હશે તો એ પ્રવાસ અધવચ્ચે પડતો નહીં મૂકે.

ધૈર્ય-હિંમત અને મંડ્યા રહેવાની વૃત્તિ તમને દોડતા-મહેનત કરતા રાખશે, અવરોધો વળોટતા રાખશે, કારણ કે એ હેતુ, ધ્યેયના બળતણથી બળે છે. એક કાર્ડિયોલોજિસ્ટે કહ્યું હતું, "મારા દર્દીઓએ મને જીવન વિશે ઘણું શીખવ્યું છે. એમના ભાંગી ગયેલા હૃદય ભાર વેંઢારવા કે ઝીંક ઝીલવા સબળ નથી હોતા, પણ એ દર્દીઓ લડાકુ હોય છે. લડી લેવાની વૃત્તિવાળા હોય છે. કેટલાક અતિશય વૃદ્ધ તો કેટલાક નાનકડા ભૂલકા હોય છે, પણ તમામ દર્દીઓ પ્રતિકૂળતા સામે કેસરિયા કરીને સંઘર્ષ કરે છે અને મોટી, ગંભીર શસ્ત્રક્રિયા કરાવે છે, (શસ્ત્રક્રિયાનો આંચકો એક ટ્રકે પટકી પાડ્યા જેટલો પ્રચંડ હોય છે)... પણ આ દર્દીઓ મોજ માણવા માટે જ જાણે જીવનમાં પરત ફરે છે. એમાંના જે લોકો હારીને લડત પડતી મૂકે છે એ મરણને શરણ થાય છે. મરણને શરણ ન થવું હોય અને સફળતા મેળવવી જ હોય તો આ ડૉક્ટરની વાત યાદ રાખવા જેવી ખરી, તમારું હૃદય તો સારું છે, નહીં?

આ જ તબીબ વધુમાં કહે છે, "ડૉ. તરીકેની કારકિર્દીમાં એવું બને છે કે વહેલી સવારના બે વાગ્યે હું ઑપરેશન ટેબલ પર ઊભો છું. થાકેલો અને કંટાળેલો, રક્તવાહિનીમાંથી વહેતા લોહીને અટકાવવાનો પ્રયાસ કરું છું અથવા નિષ્ફળ થઈ રહેલા હૃદયને આધાર આપું છું ત્યારે થાય છે કે હવે ખાટલે પડીને ઘસઘસાટ ઊંઘી જવું વધારે સહેલું કામ છે, પણ દાવ પર જે લાગેલું છે એ બહુ મોટું છે. દર્દીનું જીવન, મારી અને હૉસ્પિટલની પ્રતિષ્ઠા અને દર્દીના ઘરનાઓની આશા દાવ પર હોય છે, એમાં પણ નાનકડું ભૂલકું ટેબલ પર હોય ત્યારે તો બધું ભૂલી જઈને કામે લાગી જ જવાનું હોય છે. કશું જ પછી દેખાતું નથી, માત્ર દર્દી દેખાય છે... અને આ સમયે તમે તમારા પ્રયાસ પડતા મૂકતા નથી. તમને મહત્ત્વનું લક્ષ્ય સામે દેખાય છે ત્યારે કામ પડતું મૂકવાનો વિકલ્પ વિચારી શકાય નહીં... માટે જે મહત્ત્વનું હોય અથવા જેનું મૂલ્ય હોય એવું જ કામ હાથ પર લો. એ સાથે કોઈ પણ અવરોધ ઊભો થાય, અસ્વસ્થતા સર્જાય તો પણ કામ કરતા રહેવું, જીવનમાં આમ જ ચાલતા રહેવું, રસ્તામાં ક્યાંક તો સફળતા તમારા ગાળામાં વિજયમાળ બની પરોવાઈ જવા ઊભી જ હોય છે.

આપણામાંના અનેકનાં જીવનમાં એવું બન્યુ જ હશે કે જ્યારે એવું કોઈ કામ હાથમાં લીધું હોય અને પછી એમાં એવા તન્મય થઈ જાય કે આસપાસની દુનિયા વીસરી જવાતી હોય છે, ભલે પછી એ પુસ્તકનું વાંચન હોય, ફિલ્મ જોવાનું કામ હોય, વાર્તા કે કવિતા લખવાનું હોય... તમે અચાનક કોઈ તબક્કે એમાંથી ડોકું ઊંચું કરો છો અને નવાઈ પામી જાઓ છો કે બાપરે, કેટલા બધા કલાક નીકળી ગયા! સફળતા મેળવવાનો આ પણ એક માર્ગ છે. એવું કામ હાથ પર લો કે જે તમને બહુ ગમતું હોય. દરેક જણ એવો ભાગ્યશાળી નથી કે એને મનગમતું કામ મળે, તો પછી જે કામ કરો છો એને પ્રેમ કરવા માંડો. એ કામમાં તલ્લીન થઈ જવાય એટલો રસ લેવા માંડો. એક જણ એક હૉટેલમાં રસોઈ બનાવતો હતો, પણ અચાનક એને એક ફિલ્મસર્જકે પોતાની ફિલ્મમાં શેફ-રસોઈયાની ભૂમિકા કરવા કહ્યું અથવા કહોને એવી ફરજ પાડી. આ રસોઈયો ફિલ્મમાં કામ કરતા એવો સપડાયો કે પછી અભિનેતા બની ગયો અને દાદુ અભિનેતા બન્યો. એના શબ્દોમાં, "પછી હું અભિનયને પ્રેમ કરવા લાગ્યો હતો. એને ઍક્ટર તરીકે પ્રચંડ સફળતા મળી હતી. સફળતા ખરેખર હાથવગી કે સહેલી નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment