Tuesday, 27 September 2016

[amdavadis4ever] અધિકાર... કોણ, કો ને, કેવી રીતે આપે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'એક્સક્યુઝ મી' પલકે જરા નમ્રતાથી કહ્યું, "આ મહિલાઓ માટેની સીટ છે એ સીટ પર બેઠેલા માણસે એની સામે એવી રીતે જોયું જાણે પલકની ભાષા સમજતો ના હોય. ખીચોખીચ ભરેલી બસમાં નાનકડા બાળકને ચઢેલી પલક મહા મુશ્કેલીએ દાખલ થઈ હતી. એકવાર દાખલ થયા પછી એ માંડમાંડ આગળના દરવાજા સુધી પહોંચી. નાના બાળક સાથે ઉતરવામાં સરળતા પડે એમ માનીને એ બસના આગળના દરવાજે જઈને ઊભી રહી. મહિલાઓ માટેની સીટ ઉપર એક પુરુષ અને એક સ્ત્રી બેઠા હતા. પલકે પુરુષને વિનંતી કરી. એ પુરુષ એવી રીતે વર્તતો હતો જ્યારે પલકની વાત સાંભળતો જ ન હતો. પલકે ફરીથી કહ્યું, "આપ ઊભા થઈ જશો પ્લીઝ ? એ માણસ બારીની બહાર જોવા લાગ્યો. પલકે કંડક્ટરને કહ્યું, "આમને કહો ને... પલકના હાથમાં ઊંચકેલો એના દીકરા સાથે સ્પીડમાં ચાલતી બસમાં પોતાનું બેલેન્સ જાળવવું પલક માટે અઘરું હતું.

"હું શું કહું ? કંડક્ટરે લાચારી બતાવી, "એ તમારું નથી સાંભળતા તો...

"તમે ઊભા થાઓ છો કે હું પોલીસને ફોન કરું પલકનું મગજ અચાનક જ જતું રહ્યું. એણે ગુસ્સામાં કહ્યું, "સમજતા કેમ નથી આ મહિલાઓ માટેની સીટ છે... 

એ માણસ હસવા લાગ્યો, "મહિલાઓને બધે રિઝર્વેશન જોઈએ છે... બસમાં બેઠેલા બધા પુરુષો હસવા લાગ્યા. પલકને ખૂબ અપમાન લાગ્યું...

ભારત દેશ ગમે તેટલી પ્રગતિની જાહેરાતો કરે પણ સ્ત્રીનું સ્થાન અને સન્માન આજે આ દેશમાં નીચું છે. હજી થોડા જ વખત પહેલાં ટીવી પર જોયેલી એક જાહેરાતમાં એક છોકરી પોતાના વાળ કાપી નાખે છે, શર્ટ પહેરે છે અને એની જ ઉંમરની નાનકડી એની બહેનપણીને કહે છે, "હું હવે ભૈયા જેવી લાગું છું. શર્ટ પહેરીને, વાળ કાપીને - ભૈયા જેવી બનીને રહીશ તો હું પણ ભૈયાની જેમ સ્કૂલે જઈ શકીશ લગભગ વીસ લાખ જેટલી છોકરીઓ આજે પણ સ્કૂલે જવા માગે છે, પણ જઈ શક્તી નથી. પ્રેમમાં પડેલી છોકરીઓને મારી નાખવામાં આવે છે, ગર્ભમાં જ દીકરીની હત્યા કરવામાં આવે છે...ને આ બધા પછી ભણેલા-ગણેલા, મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગના પુરુષો પણ મહિલાઓ પરત્વે વિચિત્ર દૃષ્ટિ ધરાવે છે. 

રિઝર્વેશનની વાત આવે ત્યારે મોટાભાગના લોકો સ્ત્રીઓની બાબતમાં વ્યંગાત્મક વલણ અપનાવે છે. આજે જ્યારે સ્ત્રી કમાતી થઈ ગઈ છે, પુરુષની બરાબરી કરતી થઈ ગઈ છે ત્યારે એને માટે જુદી સીટ કેમ રાખવાની ? એને માટે જુદા કાયદા કેમ હોવા જોઈએ ? આવા સવાલો ઘણાં પુરુષો ઉઠાવે છે. સ્ત્રી માટે જુદી વ્યવસ્થા-એ કોઈ ભવાં સંકોચવાનો કે તોબરો ચઢાવવાનો પ્રશ્ર્ન જ નથી. સ્ત્રી શરીરે નબળી છે, એમાંય જ્યારે નાનકડા બાળકને લઈને પ્રવાસ કરતી કે ગર્ભવતી મા હોય ત્યારે એને કેટલીક સવલતો મળે અથવા સરકાર એને માટે કોઈ પ્રયાસ કરે ત્યારે પુરુષોએ એ વિશે મજાક કરવાને બદલે કે સ્ત્રીને ઉતારી પાડવાને બદલે એમાં સહકાર આપવો જોઈએ. 

સ્ત્રી સમોવડી થવા નીકળે ત્યારે એની સામે વાંધા પાડતા કે એના રસ્તામાં રોડાં નાખતા પુરુષો અસલામત હોય ? ખરેખર તો બાળક સાથે બસમાં પ્રવાસ કરતી કે ગર્ભવતી, સામાન હાથમાં ઊંચકીને ક્યાંય પહોંચવાનો પ્રયત્ન કરતી, વિમાનમાં પોતાનો સામાન ઉપર લોકરમાં ચઢાવાનો પ્રયત્ન કરતી સ્ત્રીને મદદ કરનારો પુરુષ શિવલરસ, સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતો પુરુષ કહેવાય. પરંતુ કેટલાક પુરુષો અદકપાંસળિયા અથવા દોઢદાહ્યા હોય છે. સ્ત્રીનું અપમાન કરીને, એને ઉતારી પાડીને, એની વાત નહીં સાંભળીને, કાયદો નહીં પાળીને કે સ્ત્રીને ઓછી ઉતરતી અને ઊણી સાબિત કરીને કેટલાક પુરુષોને પોતાના પુરુષાતનનું સાર્થક્ય લાગે છે! એમને લાગે છે કે સ્ત્રીનું અપમાન કરવાનો એમનો જન્મજાત અધિકાર છે...આવા પુરુષોને માણસ પણ કહેવાય કે નહીં એવો સવાલ થાય છે! 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ મેકિનલ મંત્રીપદ માટે યોગ્ય માણસને શોધતા હતા. તેમના મનમાં કોઈક હતું ખરું, પણ અંતિમ નિર્ણય પર આવી શક્તા નહોતા. એક વાર, એક તોફાની રાત્રે પ્રમુખે ભીડભરી ટ્રામમાં ચડવું પડ્યું અને જેમ તેમ છેલ્લી બેઠક મેળવી શક્યા. થોડીક બેઠક આગળ તેમણે જેમના માટે મહત્ત્વના મંત્રીપદ વિશે વિચાર્યું હતું તે સજ્જનને બેઠેલા જોયા. ટ્રામ ઝાઝે દૂર જાય એ પહેલાં જ એક વૃદ્ધ ધોબણ કપડાંના વજનદાર પોટલા સાથે ટ્રામમાં ચઢી. એ ગરીબ સ્ત્રી બેઠક મેળવી શકી નહીં અને જેમ તેમ કરીને પોતાનું સમતોલપણું જાળવી રાખી શકી. 

પ્રમુખે નજીકની જ બેઠક પર બેઠેલા પેલા સજ્જનને પોતાની બેઠક આપવામાંથી બચવા માટે છાપામાં મોઢું છુપાવતા જોયા. પ્રમુખ મેકિનલ પોતાની બેઠક પરથી ઊભા થયા, ટ્રામના વોક વૅમાં ચાલીને કપડાંનું પોટલું પોતે ઉપાડી લીધું, વૃદ્ધ સ્ત્રીને પોતાની બેઠક સુધી લઈ આવ્યા અને બેઠક ખાલી કરી આપી. પેલા સજ્જન હજીયે છાપામાં મોં છુપાવીને બેઠા હતા...એમને બિચારાને કદી ખબર જ ના પડી કે એમનામાં ભલાઈનો અભાવ એમને અમેરિકાના મંત્રીપદ ગુમાવવા જેટલો મોંઘો પડ્યો.

ઘણી બધી મહિલાઓને ખબર નથી કે જાહેરમાં મહિલાને ઉતારી પાડવી, એને માટેની અનામત સીટ આપવાની ના પાડવી, મહિલાની છેડતી કરવી, ઘસાતા શબ્દોે બોલવા કે અપમાનજનક શબ્દો બોલવા કે સ્ત્રીને, ફક્ત સ્ત્રી હોવાને કારણે જો કઈ સહન કરવું પડે તો એને માટેના કાયદા સરકારે તૈયાર કર્યા છે. જે સ્ત્રી અપમાન સહન કરી લે છે એનું અપમાન થયા જ કરે છે. જે સ્ત્રી પોતાના અધિકારો માટે યુદ્ધ નથી કરતી એને એના અધિકારો ગુમાવા પડે છે, પરંતુ જો કોઈ સ્ત્રી પોતાનો અધિકાર માગે કે કાયદાની મદદ લે તો માત્ર એક જ સ્ત્રી નહીં બીજી ઘણી સ્ત્રીઓને આનાથી જાણ પણ થાય છે અને મદદ પણ મળી રહે છે. 

પુરુષ હોવું એટલે દાદાગીરી કરવી કે સ્ત્રીનું અપમાન કરવું? પુરુષ હોવું એટલે કાયદાની ઐસીતૈસી કરીને, બીજાને તકલીફ પડે એવું વર્તન કરવું ? સ્ત્રી હોવું એટલે ચૂપ રહેવું ? સ્ત્રી હોવું એટલે ક્યારેય અવાજ ન ઉઠાવવો, સમર્પણ, દયા, ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ બની

રહેવું? 

આજે પણ કેટલાય ઘરોમાં એવા કાયદા છે કે સસરા બેઠા હોય ત્યાંથી પુત્રવધૂ પસાર ન થઈ શકે અથવા ઘરની સ્ત્રીઓ ડ્રોઈંગરૂમમાં કે મુખ્ય ઓરડામાં ન બેસી શકે. આજે પણ કેટલાય ઘરોમાં દીકરી અને દીકરા સાથેના વર્તન વિશે ભેદભાવ બહુ સ્વાભાવિક રીતે જોવા મળે છે. બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, જાહેર સ્થળોએ, બગીચામાં કે રેલવે પ્લેટફોર્મ પર, કોલેજના કોરિડોરમાં કે રેસ્ટોરાંમાં સ્ત્રી સલામત નથી, સ્ત્રીનું સન્માન જળવાતું નથી-એ ફરિયાદ સાચી છે પણ એને માટે જવાબદાર કોણ છે ? માત્ર પુરુષો ? જગતનો કોઈ અન્યાય કે જગતનું કોઈ અપમાન એક વ્યક્તિથી શક્ય જ નથી. 

અપમાન કરનાર અને અપમાન સહન કરનાર, અન્યાય કરનાર અને અન્યાય ચલાવી લેનાર સરખા હિસ્સાના ભાગીદાર છે. ખાલી બેઠક પર બેઠેલા પુરુષને ઉઠવાનું કહેનાર સ્ત્રી નફ્ફટ કે ગુનેગાર નથી...જાહેર સ્થળે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થતી છેડતી, ફરિયાદ કરનાર સ્ત્રીએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા તૈયાર રહેવાનું કે ગમે તેવા સવાલોના જવાબ આપવાની માનસિક તૈયારી રાખવી પડે એ ક્યાનો ન્યાય ? 

મહિલાઓની આટલી પ્રગતિ પછી પણ આપણે પૈતૃક સમાજમાં જીવીએ છીએ. મેઈલ ડોમિનેટેડ આ સમાજમાં મહિલાઓની સલામતી અને સન્માન માટેના કાયદા બનાવનારા પણ મોટાભાગના પુરુષો છે, કાયદો પળાવનારા પણ મોટાભાગના પુરુષો છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા પણ મોટેભાગે પુરુષો જ છે ત્યારે જો સ્ત્રી પોતાના અધિકાર માટે અવાજ નહીં ઉઠાવે તો કોઈ પુરુષ એને સોનાની પ્લેટ પર મૂકીને એનું સન્માન, સ્વતંત્રતા કે સલામતી નહીં આપે એ વાત સ્ત્રીએ પણ સમજી જ લેવી જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment