Tuesday, 27 September 2016

[amdavadis4ever] શહીદોનાં સં તાનોના શિક્ ષણની સ્વૈચ્ છિક જવાબદારી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૮મી સપ્ટેમ્બરે મોટાભાગના ભારતીયોનો રવિવાર બગડી ગયો હતો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ઘૂસણખોરી કરીને ૧૭-૧૭ ભારતીય જવાનોને મારી નાખ્યા હતા, બીજા દિવસે વધુ એક ઘાયલે દમ તોડી દીધો. દેશભરમાં સૌ આ શહીદોના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા. બિહારના ગયા સ્થિત એક શહીદની નાનકડી દીકરી ટીવી કેમેરા સમક્ષ રડી રહી હતી: 'પપ્પાને ઈચ્છા હતી કે હું ખૂબ ભણું, પણ હવે કેવી રીતે ભણી શકીશ?'

લાખો-કરોડો ભારતીયો આ બાળકીના રૂદન અને વેદનાથી વ્યથિત થઈ ગયા હશે, પરંતુ સુરતના એક માણસનું હૈયું વલોવાઈ ગયું. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે દેશ માટે જાન ન્યોછાવર કરી નાખનારા આ શહીદોનો બાળકોના ભણતરની જવાબદારી હું ઉપાડીશ.'

એકદમ ઑન ધ સ્પૉટ આવા ઉમદા, પ્રશંસનીય અને અપ્રતિમ નિર્ણય લેનારા સજ્જન એટલે મહેશ વલ્લભભાઈ સવાણી. ૪૭ વર્ષના મહેશભાઈ 'મુંબઈ સમાચાર'ને કહે છે: 'આ શહીદોનાં સંતાનોને જ્યાં ભણવું હોય, જે રાજ્યમાં ભણવું હોય અને જ્યાં સુધી ભણવું હોય, એ બધી જવાબદારી મારી રહેશે.'

મહેશભાઈએ શહીદોનાં સંતાનોને અનાથ રહેવા દેવાને બદલે એક નાગરિક પિતા અને માનવી તરીકેની ફરજ સ્વેચ્છાએ સ્વીકારવાની પહેલ કરી છે. આ બધા શહીદોના નામ અને રાજ્યની માહિતી અખબારો થકી ઉપલબ્ધ થઈ ગઈ છે, પણ તેમના પૂરાં સરનામાં મેળવવાના બાકી છે. આ માટે મહેશભાઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને પત્ર લખ્યા છે. 

મહેશભાઈ સવાણી શિક્ષણ, રિયલ એસ્ટેટ અને હીરાના સફળ વેપારી ઉદ્યોગપતિ છે, પરંતુ આપણે તેમની માનવતાની વાતો કરીશું. તેમની સંસ્થાની સુરતમાં ૧૨ સ્કૂલ છે, જેમાં ૪૭ હજાર બાળકો માતા સરસ્વતીના ચરણમાં શીખે છે મહેશભાઈ સાતેક વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવી બેસેલા બાળકોને હૂંફ-પ્રેમ આપવા પ્રયત્નશીલ છે. તેઓ નબાપા છોકરાને પહેલાથી દસમા ધોરણ સુધી અને એવી કમનસીબ બાળકીઓને પહેલા ધોરણથી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પોતાના તરફથી આપે છે. 

સૌરાષ્ટ્રના પાલિતાણાથી પાંચેક કિલોમીટર દૂર આવેલા રાણપરડા ગામના વતની મહેશભાઈના દાદા માત્ર ૭૦ રૂપરડી લઈને સુરત આવ્યા હતા. આજે મહેશભાઈની મિલકત કે આવક કરતાં તેમણે કરેલા માનવતાભર્યાં કાર્યોની સિદ્ધિ વધુ નોંધપાત્ર છે. 

દસેક વર્ષ અગાઉ મહેશભાઈના ભાઈ સ્વર્ગવાસી થયા, ત્યારે ભત્રીજીનો પિતાને ગુમાવ્યાનો વલોપાત તેમનાથી જોવાતો નહોતો. આ સમયે મગજમાં વિચાર ચમક્યો કે સમાજમાં આવી તો કેટલી દીકરીઓ હશે કે જેના પિતા નહીં હોય?

મહેશભાઈએ આવી દીકરીના પિતા બનવાનું નક્કી કરી લીધું, પરંતુ કેવી રીતે? 'લગ્નનું વાવેતર' કાર્યક્રમ યોજીને તેઓ આવી દીકરીને પરણાવીને જીવનમાં સુખી અને સ્થાયી કરાવવા માટે આગળ આવ્યા. વર્ષોથી તેઓ દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે એ પણ પૂરેપૂરા દિલથી અને એકદમ જાહોજલાલીથી.

લગ્નવિધિ પતી ગઈ એટલે જવાબદારી પૂરી થઈ એવું નહીંં. પિતા ક્ધયાવિદાય કરે એ જ રીતે જાત અને ધર્મના ભેદભાવ વગર મહેશભાઈ દીકરીઓને વહાલપૂર્વક વળાવે. મંડપમાં એક તરફ વૈદિક મંત્રોચ્ચાર ચાલતા હોય, બીજી તરફ કુર્રાનના પાઠ સંભળાતા હોય. 

આ લગ્નનાં પંડાલ પણ કેવા બેનમૂન? સ્કૂલના મેદાનમાં દોઢ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ૭૦ હજાર મહેમાનોની હાજરીમાં પિતા-વિહોણી દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે. એક-એક દીકરીને મહેશભાઈ તરફથી ઘરેણાં, વસ્ત્રો, ઘરવખરીની ચીજો અપાય. આ બધા કરતાં મહેશભાઈને સૌથી વધુ આનંદ અને ગૌરવ આટલા બધા લગ્નમાં ક્ધયાદાન કરવા મળ્યાનો. 

આ એક-એક યુવતીને રૂ. ૪.પ લાખના ખર્ચે પરણાવી દીધા બાદ મહેશભાઈનો પિતાનો રોલ પતી જતો નથી. સંકટના સમયે તેઓ પોતાની આ લાડકીઓ માટે હાજર હોય જ. કોઈક દીકરી એને સગા પિતાથી વિશેષ કહે, કોઈ તો અલ્લાહનો ફરિશ્તો. એટલે જ ફાધર્સ ડેના રોજ આ 'મહેશપાપા'ને પ૦૦ જેટલી દીકરી તરફથી શુભેચ્છાના સંદેશા મળે! અત્યાર સુધી મહેશભાઈ ૪૭૨ યુવતીઓને સાસરે વળાવી ચુક્યા છે. પોતાના આ કામને મહાન ગણવાને બદલે મહેશભાઈ કહે છે કે સમાજે મને ઘણું આપ્યું છે આ પાછું વાળવાનો મારો પ્રયાસ છે.

યુદ્ધ અને આતંકની વિભિષિકા વચ્ચે સદ્કાર્યની મહેકથી મહેશભાઈએ હજી માનવતા અડીખમ હોવાની સાહેદી પુરાવી છે. દેશને સેંકડો મહેશ સવાણીની જરૂર છે, ત્યારે એમનામાંથી તાકીદે પ્રેરણા લેનારાઓની ખૂબ જરૂર છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment