Wednesday, 3 August 2016

[amdavadis4ever] ઈટ, પ્રે, લવ, ડિવોર્સ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈટ, પ્રે, લવ, ડિવોર્સ

ટેક ઓફ : શિશિર રામાવત

 

પ્રેમ ખતમ થઈ જાય અથવા લગ્ન પડી ભાંગે ત્યારે બધા કહેવા લાગે છે કે અમને તો પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ લાંબો નહીં ટકે. બન્ને શાણાં અને સમજદાર હતાં તોયએમને કેમ સમજાયુ નહીં હોય?  પણ જો દિલ કહેતુ હોયકે સંબંધ બાંધવો જ છે તો ભરપૂર તીવ્રતા સાથે બાંધવો. કયારેક આકાશમાં અમુક તારા એટલા જોરથી પ્રકાશી ઉઠે છે કે જાણકાર તરત કહેશે કે આ તારો ટૂંક સમયમાં ખરી પડવાનો. હું સવારે એને પથારીમાં ગાઢ નિદ્રામાં જોતો ત્યારે એ અત્યંત માસૂમ લાગતી જાણે પરોઢિયાના ઝાકળ બિંદુઓ વચ્ચે ઊભેલું હરણ. બપોરે એ દરિયામાંથી નહાઈને બહાર નીકળતી ત્યારે એની પાછળ ફ્ેલાયેલા બ્લુ સમુદ્ર અને વિરાટ આસમાનને હું તાકી રહેતો. જમતાં જમતાં એ વાતો કરતી હોય ત્યારે હું એને રસપૂર્વક સાંભળતો. અમારાં લગ્ન નિષ્ફ્ળ ગયાં છે એવું કેવી રીતે કહી શકાય? હું માનું છું કે ઈકારસ ઉડવામાં નિષ્ફ્ળ નહોતો ગયો. બસ, એની વિજયક્ષણ પર પૂર્ણવિરામ મૂકાયું, એટલું જ.

એક મહિના પહેલાં અમેરિકાની બેસ્ટસેલર લેખિકા એલિઝાબેઝ ગિલ્બર્ટે પોતાનાં ફ્ેસબુક પેજ પર બહુ જ સંયત શબ્દોમાં ઘોષણા કરી હતીઃ 'હું અને મારો હસબન્ડ બાર વર્ષનાં લગ્નજીવન બાદ આપસી સહમતીથી છૂટા પડી રહૃાાં છીએ. છૂટા પડવાનાં અમારા કારણો બહુ જ અંગત છે. આ નાજુક સમયમાં તમે મારી પ્રાઈવસીને જાળવી રાખવામાં મદદ કરશો એવી આશા રાખું છું. ધિસ ઈઝ અ સ્ટોરી આઈ એમ લિવિંગ – નોટ અ સ્ટોરી ધેટ આઈ એમ ટેલિંગ.' (અર્થાત્, આ કંઈ અગાઉ બની ચુકેલી ઘટના નથી. હું આ ક્ષણે આ ઘટનાને જીવી રહી છું, તેમાંથી પસાર થઈ રહી છું.'

 

ડિવોર્સ થવા એ કંઈ નવાઈની વાત નથી, પણ એલિઝાબેથ ગિલ્બર્ટના ડિવોર્સના સમાચારથી દુનિયાભરમાં ફ્ેલાયેલા એમના લાખો ચાહકો, પ્રકાશનજગત અને સેલિબ્રિટી સરકિટમાં આંચકો, આૃર્ય, કન્ફ્યુઝન અને છેતરાઈ ગયાની મિશ્ર લાગણી ફ્ેલાઈ ગઈ. આવું બનવું સ્વાભાવિક પણ છે. જે લેખિકાએ 'ઈટ, પ્રે, લવ' જેવું અફ્લાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું હોય અને જેેણે પોતાનાં લખાણોમાં, ઈન્ટરવ્યુઝમાં, જાહેર પ્રસંગોમાં અને સોશિયલ મીડીયામાં સતત પોતાનાં અદભુત લગ્નજીવન વિશે મધમીઠી વાતો કરી હોય અને ઓચિંતા પોતાના ડિવોર્સની ઘોષણા ધડ્ દઈને કરે ત્યારે ઝટકો તો લાગે જ. 'ઈટ, પ્રે, લવ' વિશે આપણે એકાધિક વખત વાત કરી ચુકયા છીએ છતાં ફ્રી એક વાર ટૂંકમાં યાદ કરી લઈએ કે બત્રીસ વર્ષની ઉંમરે પહેલા પતિ સાથે છૂટાછેડા થયેલા ત્યારે એલિઝાબેથ તૂટી ગયાં હતાં (હમણાં થયા તે ડિવોર્સ નંબર ટુ છે). માનસિક રીતે, લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, બધી રીતે. એમના પ્રકાશકે એમને ઓફ્ર આપીઃ તમે અમારા ખર્ચે એક વર્ષ દુનિયા ફ્રો, અનુભવ લો અને પાછા આવીને તમારી પ્રવાસકથા-કમ-આત્મકથા લખો. એલિઝાબેથ પહેલાં ચાર મહિના ઈટાલી રહૃાાં, ખૂબ ખાધું-પીધું, દોસ્તો બનાવ્યાં. એમની ડિવોર્સની પીડા આંશિક રીતે હળવી થઈ. પછીના ચાર મહિના તેઓ મુંબઈ નજીક એક આશ્રમમાં રહૃાાં. અહીં યોગસાધના કરી, આધ્યાત્મિકતાની એ-બી-સી-ડી જાણી. છેલ્લાં ચાર મહિના બાલી (ઈન્ડોનેશિયા)માં ગાળ્યાં. અહીં એમનો ભેટો પોતાના કરતાં સોળ વર્ષ મોટા ફ્ેલિપ નામના બ્રાઝિલિયન આદમી સાથે થયો (સાચું નામ જોઝ નુનીસ). એ ડિવોર્સી હતો. એલિઝાબેથને આ પુરુષ અદભુત લાગ્યો. જાણે પોતાનો સૉલ-મેટ મળી ગયો હોય, પોતે જેને મેળવવા માટે આખી જિંદગી ઝંખના કરી હતી તે સાચો પ્રેમ પામી લીધો હોય એવી તીવ્ર અનુભૂતિ એમને થઈ. થોડા સમય પછી એલિઝાબેથ અને ફ્ેલિપ પરણી ગયાં. આમ, એક વર્ષની પેઈડ લીવનો સુંદર અંત આવ્યો.
આ આખી વાત ભારે અરસકારક રીતે અલિઝાબેથ ગિલ્બર્ટે 'ઈટ, પ્રે, લવ' પુસ્તકમાં લખી. પુસ્તકનો સૂર એ હતો કે એક સંબંધ તૂટે એટલે કંઈ આખેઆખું જીવન અટકી પડતું નથી. સંબંધ તૂટશે એટલે ભયાનક દુઃખ થશે જ. પેટ ભરાઈને દુઃખી થઈ લેવાનું, પણ પછી ઊભા થઈ જવાનું. આત્મવિશ્વાસ સાથે, ગરિમા જાળવીને અને માથું ઊંચંુ રાખીને દુખમાંથી બહાર આવી જવાનું. લઘુતાગ્રંથિ કે ગિલ્ટ કે શરમ બિલકુલ નહીં રાખવાનાં. દુનિયા ખૂબ મોટી છે. જો તમે ખુદને પ્રેમ કરતા હશો અને જો તમારું નસીબ સાથ આપતું હશે તો તમને હ્ય્દયનાં ઊંડાણથી પ્રેમ કરવાવાળો સાચો સાથી મળશે જ. ૨૦૦૬માં આ પુસ્તક બહાર પડતાં જ સુપરડુપર હિટ પુરવાર થયું. આ પુસ્તકે પ્રેમ કે લગ્નસંબંધમાં પીડા અનુભવી રહેલા તેમજ ડિવોર્સને લીધે દુઃખીદુઃખી થઈ ગયેલા અસંખ્ય લોકોને પ્રેરણા આપી. ત્રીસેક જેટલી ભાષામાં એના અનુવાદો થયા. લાખો નકલો વેચાઈ. પુસ્તક પરથી હોલિવૂડના ટોપ સ્ટાર્સને ચમકાવતી ફ્લ્મિ બની. 'ટાઈમ' મેગેઝિનના દુનિયાનાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં લિસ્ટમાં એલિઝાબેથને સ્થાન મળ્યું. અમુક ટૂર ઓપરેટરોએ રીતસર 'ઈટ પ્રે લવ' ટૂરનાં આયોજન કરવા માંડયા, જેમાં એલિઝાબેથ ઈટાલી-ઈન્ડિયા-બાલીમાં જ્યાં જ્યાં રહૃાાં હતાં તે સ્થળો કવર કરવામાં આવતાં! 'ઈટ પ્રે લવ મેઈડ મી ડુ ઈટ' નામનું પૂરક પુસ્તક સુધ્ધાં બહાર પડયું, જેમાં ૪૭ સ્ત્રીઓએ એલિઝાબેથની બુકમાંથી પ્રેરણા લઈને શી રીતે પોતાના જીવનને નવેસરથી ઊભું કર્યું એની વાતો લખી છે!
'ઈટ પ્રે લવ' પુસ્તકે રીતસર એલિઝાબેથની લાઈફ્ બનાવી નાખી. દુનિયાભરમાં ફ્રવાનું, લેકચર આપવાના, ચાહકોને મળવાનું, બેન્ક બેલેન્સ તગડું બનાવવાનું. એમની વાતો, મુલાકાતો અને લખાણો પરથી સતત એ વાત ઘૂંટાતી રહી કે સંબંધમાં એકવાર ભાંગ-તૂટ થઈ હોય તો પણ સાચો પ્રેમ અને સાચો લાઈફ્-પાર્ટનર મળવા શકય છે, લગ્ન પછી પ્રિય પાત્ર સાથે અત્યંત સુમેળભર્યું જીવન જીવવું શકય છે. એલિઝાબેથ ખુદ આ વાતનું જીવતું-જાગતું ઉદાહરણ બની ગયાં. એક વાર ઓપ્રા વિન્ફ્રેને આપેલા ટીવી ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે હસતાં-હસતાં ચહેરે વાત કરી હતી કે, 'યુ નો વોટ, મારો હસબન્ડ શું કહે છે? એ કહે છે કે સ્ત્રીનું સ્થાન કિચનમાં જ છે. કેવી રીતે? સ્ત્રીએ મસ્ત વાઈનનો ગ્લાસ લઈને કિચનમાં જવાનું, ખુરશી ખેંચવાની અને પછી પગ પર પગ ચડાવીને પોતાના માટે રાંધી રહેલા પુરુષને જોયા કરવાનો! હું સાંજે ઘરે આવું એટલે મારો વર એકઝેકટલી આ જ રીતે મને કિચનમાં બેસાડીને પ્રેમથી કહે કે લિઝ, બોલ, આજે આખા દિવસમાં શું શું થયું? મને બધી વાત કર. મારે સાંભળવું છે! ને પછી હંુ વાઈનનાં સિપ લેતી બોલતી જાઉં ને એ રસોઈ બનાવતો ભારે રસપૂર્વક મારી વાતો સાંભળતો રહે…'
એલિઝાબેથના ચાહકોનું માથું ચકરાઈ જવું સ્વાભાવિક છે. જો વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી તો એલિઝાબેથ એકધારી લગ્નજીવનની મીઠી મધુરી વાતો કર્યા કરતાં હતાં તે શું હતું? ડિવોર્સનો નિર્ણય કંઈ રાતોરાત તો નહીં લેવાયો હોય. ધીમે ધીમે બધું બિલ્ડ-અપ થઈ રહૃાું હશે. તો પછી, વાચકો સાથે કાયમ બધી વાતો શૅર કરતાં એલિઝાબેથે આ વસ્તુ કેમ છુપાવી? હજુ થોડા મહિનાઓ પહેલાં જ 'ઈટ, પ્રે, લવ'નાં પ્રકાશનને દસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્પેશિયલ એડિશન બહાર પાડવામાં આવી હતી, દુનિયાભરમાં સેમિનાર યોજાયા હતા, ટીવી પર કંઈ કેટલાય ઈન્ટરવ્યુ આવ્યા હતા. તે વખતે પણ એલિઝાબેથે સુષ્ઠી સુષ્ઠી વાતો જ કરી હતી. અરે, હજુ ત્રણ મહિના પહેલાં જ એલિઝાબેથે એક ઈન્ટરવ્યુમાં કહૃાું હતું કે અમારું લગ્નજીવન મસ્ત ચાલી રહૃાું છે… વી આર પ્રીટી સ્ટેડી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment